ગુડ મોર્નિંગ: સૌરભ શાહ
(શુક્રવાર, ૨૪ મે ૨૦૧૯)
ભાજપને ૩૦૩ બેઠકો મળે અને એન.ડી.એ. નો ટેલી ૩૫૩ સુધી પહોંચે એમાં કોઈ નવાઈ નથી. એક મહિના પહેલાં મેં આ આંકડા આપતી ભવિષ્યવાણી કરી હતી (જુઓ: ૨૫ એપ્રિલ ૨૦૧૯નું ગુડ મૉર્નિંગ અથવા સાંભળો ૨૧ એપ્રિલના રોજ કાંદિવલીમાં કરેલું પ્રવચન) તે સાચી પડે એ પણ કંઈ કોઈ ગ્રેટ વાત નથી. આ તો થવાનું જ હતું. આ જ થવાનું હતું. પણ આપણા સૌના મનમાં અવઢવ, અવિશ્વાસ અને આશંકાનાં બીજ રોપી દેવામાં આવ્યાં. કોના દ્વારા? વિપક્ષોએ ઊભી કરેલી ભ્રમણાઓના પ્રચાર દ્વારા. આ પ્રચાર મેઈન સ્ટ્રીમ મીડિયાએ આપણા સુધી પહોંચાડ્યો. ટીવીની ન્યુઝ ચેનલો, અખબારો તથા ડિજિટલ મીડિયા પર કાળો કેર વર્તાવતી ધ ક્વિન્ટ, ધ વાયર, સ્ક્રોલ વગેરે જેવી એક જમાનામાં મેઈન સ્ટ્રીમ મીડિયા સાથે સંકળાયેલી વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ન્યૂસન્સ વેલ્યુ ઊભી કરી રહેલી ચેનલો દ્વારા. મેઈન સ્ટ્રીમ મીડિયામાંથી ફેંકાઈ ગયેલા વિનોદ દુઆ સરીખા બદમાશ પત્રકારોની કેટલીક યુ ટ્યુબ ચેનલોએ પણ એમાં ભાગ ભજવ્યો. હા, પુણ્ય પ્રસૂન વાજપેયી જેવા લેભાગુ પત્રકારો પણ એમાં ખરા.
આ સૌએ મળીને આપણી આંખ સામે પડદો રચ્યો. મોદી નિષ્ફળ છે, મોદીને રાજ કરતાં આવડતું નથી, મોદી કોમવાદી છે, મોદી વિદેશોમાં ફરીને જલસા કર્યા કરે છે. મોદીએ દેશની આર્થિક બરબાદી કરી છે.
કૉન્ગ્રેસ, તૃણમૂલ અને આપ સહિતના વિપક્ષોના વહેંતિયા નેતાઓએ જે નરેટિવ ઊભું કર્યું હતું તેમાં મીઠું – મરચું ઊમેરીને મેઈન સ્ટ્રીમ મીડિયા આપણા સુધી પહોંચાડતું રહ્યું. હકીકતો અને તથ્યોને ઢાંકી દેવામાં આ મીડિયા કેટલેક અંશે સફળ બન્યું કારણ કે ભલભલા મોદી-સમર્થકો એ સમયે પૂછતા થઈ ગયા હતાઃ આ વખતે મોદી આવશે?
અને હું કહેતો રહ્યો કે આવશે એટલું જ નહીં, ૨૮૨માંથી એક પણ બેઠક ઓછી નહીં થાય એટલું જ નહીં, ૩૦૦ પ્લસ આવશે, એન.ડી.એ.ને ૩૫૦થી ૩૭૫ વચ્ચેની બેઠકો મળશે. ટુ થર્ડ મેજોરિટી આપતી (૩૬૩) બેઠકો મળશે એવી મારી આગાહી જોકે સાચી નથી પડી, દસેક ઓછી આવી છે. પણ વખત આવ્યે કોઈ એવું બિલ પાસ કરાવવાની નોબત આવશે ત્યારે એટલા સંસદસભ્યોનો સાથ તો મોદીને મળી જ રહેવાનો.
મોદીની (કે ભાજપની કે એનડીએની) આ જીત છેલ્લા બેએક મહિનાના આકરા ચૂંટણી પ્રચારને આભારી નથી. આ જીત પુલવામા કે બાલાકોટને આભારી પણ નથી. આ જીત કેજરીવાલ-રાહુલની બેવકૂફીઓ, માયાવતી-મમતાની બદમાશીઓ કે વિપક્ષના અન્ય નેતાઓની બેદરકારીઓને પણ આભારી નથી.
આ જીત મોદીએ અને એમની સરકારે છેલા ૩૬૫ ગુણ્યા પાંચ એટલે કે વીતેલા ૧,૮૦૦ કરતાં વધુ દિવસો દરમ્યાન ચોવીસે કલાક જે કામ કર્યું છે તેનો નતીજો છે. આ કામ ન થયું હોત તો અમિત શાહે નિષ્ઠાપૂર્વક જે કંઈ ચૂંટણી સ્ટ્રેટેજીઓ ઘડી તેનો કોઈ મતલબ ન સર્યો હોત. આ કામ ન થયું હોત તો ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લાખો, બલ્કે કરોડો કાર્યકરોએ ભારતના ખૂણે-ખૂણે પહોંચીને જે પરસેવો પાડ્યો તે ઊગી નીકળ્યો ન હોત. આ કામ ન થયું હોત તો તમારામારા જેવા કરોડો સામાન્યજનો હોંશે હોંશે મોદીને મત આપવા દોડી ન ગયા હોત.
મોદીમાં કામ કરવાની દાનત છે, નિષ્ઠા છે અને ગજબની આવડત પણ છે. એમને નિર્ણયો લેતાં આવડે છે. બહાદુરીભર્યા નિર્ણયો લેવાની કુશળતા એમનામાં છે. નોટબંધી, જીએસટી, ઊડીની સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટની એર સ્ટ્રાઈક ઉપરાંત પાકિસ્તાન-રશિયા-સાઉદી અરેબિયા અંગેના નિર્ણયો લેવામાં કે પછી ઘર આંગણે કોનો સાથ લેવો તથા કોને પડતા મૂકવાનો નિર્ણય લેવામાં હિંમત જોઈએ. હ્યદયમાં સચ્ચાઈ હોય તો જ આવો નિર્ણય લેવાની, એને કોઈ પણ ભોગે અમલમાં મૂકવાની તાકાત આવે.
૨૦૧૪ની છવ્વીસમી મે નો સોગંદવિધિ દિવસ પછી આજદિન દરમ્યાન જે મોદીને આપણે જોયા છે તે મોદી જગત આખા માટે અને આવનારી અનેક પેઢીઓ માટે જંગી ઈન્સ્પિરેશન આપનારા એક બેમિસાલ યુગપુરુષસમા છે. આ પાંચ વર્ષમાં મોદીએ જે કંઈ કર્યું તેની સફળતા પાછળ એમનો ૧૪ વર્ષનો ગુજરાતના સી.એમ. તરીકેનો અનુભવ બોલે છે. ગુજરાતના એ અનુભવો દરમ્યાન મોદીમાં રહેલી મક્કમતા, એમની ક્ષમતા બહાર આવી અને આપણા સુધી પહોંચી. પણ એ મક્કમતા-ક્ષમતા કંઈ સી.એમ. બન્યા પછી મોદીમાં નથી પ્રગટ્યાં. ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦માં એમનો જન્મ. આયુષ્યના પાંચ-પાંચ દાયકાની તપસ્યાએ એમનામાં આ મક્કમતા-ક્ષમતાને ઠાંસીઠાંસીને ભરી જેનો લાભ ગુજરાતની જનતાને ૨૦૦૧માં તેઓ સીએમ બન્યાં તે પછી ૧૪ વર્ષ સુધી મળતો રહ્યો, જેનો લાભ છેલ્લાં પાંચ વર્ષથી આખા દેશને મળતો રહ્યો છે, જેનો લાભ, આપણે સતર્ક હોઈશું, આપણે સૌ જો મેઈન સ્ટ્રીમ મીડિયાના ભ્રમણાપટલને ભેદીને મોદીને તથા એમના કામને જોવાની ટેવ ચાલુ રાખીશું તો આવતાં બીજાં પાંચ વર્ષ સુધી, બીજાં દસ વર્ષ સુધી, બીજાં પંદર-વીસ-પચ્ચીસ વર્ષ સુધી મળતો રહેવાનો છે. અને મોદી શતાયુના આરે પહોંચીને નિવૃત્તિ માણતા હશે ત્યારે ભારતમાં બીજા મોદીઓ તૈયાર થઈ ગયા હશે. હવે તમને પેલા સૂત્રોચ્ચારનો અર્થ સમજાય છેઃ હર હર મોદી, ઘર ઘર મોદી!
વધુ કાલે.
આજનો વિચાર
મારા સમયની ક્ષણ ક્ષણ અને મારા શરીરની કણ કણ આ દેશ માટે છે.
_વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સૌરભ શાહ ના શબ્દે શબ્દ ગહન શંશોધન અને વિચાર માંથી ટપકતા હોઈ એમ લાગે છે. આવા લખાણો દ્વારા આપ આપણી માતૃ ભૂમિ ભારત અને એના પનોતા પુત્ર, યોગી અને યુગ પુરુષ નમણીય નરેન્દ્ર ભાઈ મોદી ની સાચી સેવા કરી રહ્યા છો
આપ ને નમન ખુબ ખુબ અભિનંદન 🙏🏻
Really true
You r right
અંગત રીતે હું એટ્લો સ્યોર હતો કે ૨૦૧૯માં મોદીજી જ આવશે ૨૦૨૪ વખતે જોયુ જશે… પણ હવે તો ૨૦૨૪માં પણ મોદીજી જ આવશે એવુ આ વખતના જનતાના નિર્ણયથી લાગે છે.. જય હો.
આ વખત ની બીજી ટરમ મા મોદીજી પાછલા વરસ મા છુટા ગયેલા કે બાકી રહેલા તમામ મોટા મોટા નિર્ણયો લઇ સંનિધાન મા બદલાવ લાવશે જેથી અનેકાનેક કામ પાર પડશે જે જનતા ના માનસ પટ પર પોસીટીવ વિચારધાર પ્રગટ કપાવશે
આવશે તો પાછા મોદીજ
DEAR SIR,
TAMARO BHU UPKAR CHE. AMARA PER KE TAME AMANE SARS SAMJAVO CHO.
ELECTION NA TIME MA AME TAMNE BHU MISS KRATA HATA. EVAN ME MUMBAI SAMACHAR OFFICE NILESH DVE NE PHON PAN ” GOOD MORNING ” MATE KARYO HATO. ISHWAR TAMRI KALM NE HAJI VADHARE MAJBOOT BANVE.
Modi hai to mumkin hai
Modi ne desh mate gareeb mate Kai k karvu chhe ne e kari ne rahese… congress ne to pappu ne set karvo chhe mand budhdhi ne desh par thopvo chhe…
Good luck Modi and his entire team
Absolutely precise analysis.
Need lot many people like you who can convince mass of blind people and show them the correct side of the coin.
Me and my dad are big fan of your articles.
ભવ્ય જીત પછી ના નમ્ર નિવેદન માં માનનીય મોદીજી એ સેક્યુલર ગેંગ વિશે સ્પષ્ટ વાત કરી.. આ વિશે આપની ટિપ્પણી ની અપેક્ષા છે..
What a relief! Yes we were worried of the dirty blame game played by opposition esp Rahul Gandhi. The cowerd media had scarred us too making big head lines of RG’s statements and projecting his sister look alike their grand mom etc.
Compliments to you for taking a firm stand in favour of Modiji without a wink.
પંદર વરસ મોદીજી ગુજરાત મા હતા તયારે central મા એમનુ રાજ હતુ અને ધારયુ કરાવી શકત પણ કઠપૂતળી નચાવી કૌભાંડ કરવયા બદનામ બીજા ફાયદો અંગત કારણ વંશપરાગત ગાદી માનવી અને બીજા આવે તો હથકંડાઈ કરી ઉથલાવી બેસી જવુ.
2014 મા મોદીજીએ .શપથ લીધા તે ધડી થી માછલા ધોવા ચમચાઓને ધંધે લગાડેલ .
જનતા સાવ મૂરખ નથી કે માને છેવટે પરિણામ આપણે જોયું
I hundred percent agree with you, but how many percent of public agree to this….. major population of India does not understand the methodology of modiji….it is not a development of few days,months it is an outcome of honesty,hardworking, experience & ethics involvement of full lifetime
Congrats to your guts.Keep it up.
Please start Web Magazine for us .
I was waiting for your article desperately.
Good statement, clear view and bold address…. keep it up.
Gopal
મોદી જી ની નિષ્ઠા અને દાનત માં કોઈ બેમત નથી. એમની હિંમત ને દાદ છે. ભલભલા ના મનમાં ડર હતો પણ મને ખાત્રી હતી કે વિરોધી ઓ ગમે એટલા ધમપછાડા કરે પણ ફાવશે નહીં. જીત તો મોદી જી ની જ થશે. હર હર મોદી ઘર ઘર મોદી…!!!
લોકલાડીલા અને મુઠ્ઠી ઊંચેરા માનવી, યુગપુરુષ
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને , આ પ્રચંડ બહુમતિ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ જીત માટે ‘ શાહ’ સાહેબ ને પણ અભિનંદન આપવા જ પડે, ( બંને શાહ) .
આપના મોદી સાહેબ પરના અને રાજકારણ ના લેખો નો હું ચાહક છું, અમને વાચકો ને સત્ય ના રસ્તે દોરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
૨૫ એપ્રિલ ની મારી કોમેન્ટ પણ આ જ હતી કે ‘ આયેગા તો મોદી હી’ . મોદી સાહેબ પર મુકેલ સંપૂર્ણ વિશ્વાસ જ કે તેમને અભુતપૂર્વ રીતે કમબેક કર્યું છે.
આપે કહ્યું તેમ આગામી પાંચ વર્ષ આપણા માટે સતત જાગૃત રહેવાના છે, ગઠબંધન વાળો વિપક્ષ આપણને લડાવવા ના , અને ગેરમાર્ગે દોરવાના અનેક પ્રયત્નો કરશે, માર્ક્સ વાદી મિડિયા પણ તેમાં વિલન ની ભુમીકા ભજવશે, પરંતુ જો આપણે સૌ સતત જાગૃત રહીશું તો જ તેમના ઝંસા માં નહીં આવીએ.
ફરીથી મોદી અને શાહ ની આ જીત માટે ખુબ ખુબ અભિનંદન.
?what a practical prediction.
No one can estimate without a huge home work.I salute your work everyone has no eye sight to see what you have seen.Hat’s off.
khub saras, lamba samay pachi tamri post avi, have regular tamari post ane nava satya vanchva malse. thank you very much
Good going sir
મુબૌઈ સમાચાર મા તમારી કોલમ કેમ બંધ થઈ ગઈ??
હું મોદીતરફી અને હિન્દુતરફી લખતો હતો એટલે.
Sidho ane Sat Jawab! Lakh Lakh Salam.
How about joining Janmabhumi Pravasi?