લાગણીઓને કાબૂમાં રાખવા લાગણીહીન બનવાની જરૂર નથી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૧, જુલાઈ ૨૦૨૧)

જિંદગીમાં આપણે જે કરવા માગીએ છીએ પણ કરી નથી શકતા એનું કારણ શું? જો કોઈ એક જ કારણ આપવું હોય તો તે આઃ આપણી જિંદગી આપણે પોતાની રીતે જીવી શકતા નથી, આપણી જિંદગી વિશેના બધા જ નિર્ણયો આપણે આપણી મુનસફીથી લઈ શકતા નથી, આપણી જિંદગીની લગામ બીજાઓના હાથમાં છે.

અને આ તો રહેવાનું જ છે. આ દુનિયા કંઈ આપણા પિતાશ્રીએ બનાવેલી નથી કે બધા લોકો આપણે કહીએ એમ જ કરે. મોદી-બચ્ચન કે અંબાણી પણ બધી જ બાબતોમાં પોતાનું ધાર્યું કરી શકતા ન હોય ત્યાં આપણી શું વિસાત?

આપણો પ્રશ્ન જુદો છે. આપણી તો જિંદગી જ આપણા કાબૂમાં નથી હોતી. એ લોકોના કિસ્સામાં એવું નથી. તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકે છે, ગમે ત્યાં ઘસડાઈ જતી લાગણીઓ પર લગામ રાખતા હોય છે. અને સામેથી આવતી લાગણીઓના ધોધને ખાળી શકતા હોય છે.

આપણે આ બેમાંથી કશુંય કરી શકતા નથી. ગમે એવી મીટિંગમાં તમે હો પણ તમારા લાડકા દીકરા કે દીકરીનો ફોન આવે તો તમે ઉપાડી લો છો. કમ સે કમ એટલું કહેવા તો ખરો જ કેઃ બેટા, કંઈ બહુ અર્જન્ટ હતું? અત્યારે મીટિંગમાં છું. પછી વાત કરીએ.

મૂડ હોય કે ન હોય તમારે તમારા પતિ/ તમારી પત્ની સાથે વાતો કરવી જ પડે છે. એ વાતોમાં તમને રસ પડે કે ન પડે. તમારે એમને સમય આપવો જ પડે છે.

શું કામ? કારણ કે તમારું કુટુંબ તમારી લાગણીઓનું વિશ્વ છે, તમારું વાતાવરણ છે. આવું તમે માની લીધું છે. તમે જો પહેલેથી જ સમજી ગયા હોત અને બીજાઓને પણ સમજાવી દીધું હોત કે મેં કંઈ આ પૃથ્વી પર ચોવીસે કલાક પિતાનો કે માતાનો કે પત્નીનો કે પતિનો રોલ ભજવવા જન્મ લીધો નથી તો આજે આ બધી તકલીફોથી તમે મુક્ત હોત. તમારે લાગણીહીન બનવાની જરૂર નહોતી, લાગણીઓને નિયંત્રણમાં રાખવાની જરૂર હતી. પત્ની-બાળકોને કે પતિ-સંતાનોને તો મોટી મોટી કરિયર ધરાવતા તમામ મહાનુભાવો પ્રેમ કરે છે, એમને સાચવે છે, એમની સંભાળ રાખે છે. પણ આ લાગણીઓને આ મહાનુભાવો પોતાના કાર્યની આડે આવવા દેતા નથી. કામની બાબતમાં તેઓ કુટુંબની દખલગીરી ચલાવી લેતા નથી. કુટુંબમાં ન હોય, પણ માત્ર પ્રેમમાં હોય એવી સમજુ વ્યક્તિઓ પણ કામની બાબતમાં બાંધછોડ નથી કરતી. જો તેઓ પોતાની લાગણીઓને પોતાના કામ પર હાવી થઈ જવા દે તો તેઓ આગળ નહીં વધી શકે, જ્યાં છે ત્યાં પણ નહીં રહી શકે; નીચે પટકાશે, ભૂંસાઈ જશે.

વિરાટ કોહલી ટોચનો ક્રિકેટર છે એનું એના માતાપિતાને તેમજ એના બહોળા મિત્રવર્તુળો તેમ જ દૂર પરિવારના સભ્યોને જરૂર ગૌરવ હોવાનું. એ દરેકને એમ હોવાનું કે વિરાટ ક્રીકેટ ન રમતો હોય એવા સમયમાં અમારી સાથે ઊઠેબેસે, વાતો કરે, એના સેલિબ્રિટી સ્ટેટસમાં અમે પણ મહાલીએ અને બીજાઓને કહેતા ફરીએ કે વિરાટ તો આમ ને વિરાટ તો તેમ. વિરાટ પાસે આ દરેકને નાની-મોટી અપેક્ષાઓ પણ હોવાની. વિરાટ જો પોતાના કુટુંબીઓ-મિત્રોની અપેક્ષાઓ પૂરી કરવા બેસશે તો ક્રિકેટ માટે પ્રેકટિસ ક્યારે કરશે? પોતાની સ્ટ્રેટેજીઝ ક્યારે ઘડશે? પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે આકરી કસરતો ક્યારે કરશે? વિરાટ કુટુંબ-મિત્રોની જ નહીં પોતાની પત્ની અનુષ્કાની અપેક્ષાઓ પણ પૂરી નહીં કરી શકતો હોય. એવું જ અનુષ્કા શર્માનું. એ બહુ મોટી અને બહુ બિઝી એક્ટ્રેસ છે. એ પોતાના પતિની કે કુટુંબ-મિત્રોની અપેક્ષાઓ પૂરી કરવા જશે તો એકટિંગ ક્યારે કરશે, પોતાનું શરીર ક્યારે સાચવશે?

ધસ ફાર એન્ડ નો ફર્ધર. સાંભળવામાં ખૂબ આકરા લાગે એવા આ શબ્દો છે. પણ જેણે ખરેખર જિંદગીમાં કંઈક કરવું છે એણે આ વાક્યનો અર્થ પોતાની આસપાસના સૌ કોઈને, પતિપત્ની કે દીકરાદીકરી કે માતાપિતા સહિતની સૌ કોઈ વ્યક્તિને સમજાવી દેવો જોઈએ કેઃ તમારે લોકોએ મારી આટલી જ નજીક આવવાનું છે, આથી વધુ નહીં. આ મારી મર્યાદા છે. હું લાગણીહીન નથી, બનવા પણ નથી માગતો. પણ ચોવીસે કલાક મારામાંથી લાગણીઓ ટપક્યા કરશે તે મને પોસાશે નહીં. મારી લાગણી વહેતી ન હોય ત્યારે એને નીચોવીને કાઢવાની કોશિશ પણ મહેરબાની કરીને નહીં કરતા. હું મારા કામમાં ઓતપ્રોત હોઉં ત્યારે મને આવા લાગણીશીલ બનવું પોસાય એમ નથી, લાગણીવેડા તો બિલકુલ જ નહીં.

દરેક જણ જિંદગીમાં આવું કરી શકતું નથી અને એટલે જ દરેક જણ વિરાટ, અનુષ્કા, મોદી, બચ્ચન, અંબાણી વગેરે બની શકતું નથી. તમે જો તમારા માતાપિતા, પતિપત્ની, દીકરાદીકરીની અપેક્ષાઓ સંતોષવા રહ્યા તો તમારા કામ માટે સમય-શક્તિ ક્યાંથી લાવવાના?

એમની પાયાની જરૂરિયાતો તમે પૂરી પાડી દીધી એ પછી એમને તમે બહુ બહુ તો તમારી પાસે જે ચિક્કાર પૈસા આવી રહ્યા છે એ ભલે ને ખુશીથી વહેંચો. એમાં તમારો આનંદ છે, એમને પણ સંતોષ છે. પણ જો તેઓ તમારો સમય, તમારી શક્તિ વધુને વધુ પોતાનામાં વપરાય એવી લાગણીઓ ઉછાળતા રહે તો તમારે એમને કન્ટ્રોલ કરવા જોઈએ. તમને પોતાને પણ જો વારંવાર એવું થયા કરતુ હોય કે હાય મારા પપ્પા, હાય મારી મમ્મી, હાય મારો પતિ, હાય મારી પત્ની, હાય મારો દીકરો, હાય મારી દીકરી તો તમારે પણ એવી લાગણીઓ પર કાબૂ રાખવો પડે.

અહીં આપણે કોઈ મામૂલી સફળતાની વાત નથી કરી રહ્યા. નોકરીમાં સેટ થઈ જવું, નાનું ઘર કે વેહિકલ ખરીદી લેવું એવી કોઈ સક્સેસની વાત નથી. તમારા કામથી દુનિયામાં કોઈ પ્રકારનો ઉમેરો થાય, કશુંક બદલાય, ભવિષ્યમાં લખાનારા ઈતિહાસમાં ક્યાંક તમારા બે કામના ફાળાનો પણ ઉલ્લેખ હોય એવી સફળતાની વાત કરીએ છીએ. તમે સફળતાપૂર્વક દુકાન ચલાવતા હો, ફેક્ટરી ચલાવતા હો કે રિક્શા ચલાવતા હો તો એ સારું જ છે. પણ અહીં એવી સફળતાની વાત નથી. એવી સફળતાઓ તમારા કુટુંબ સાથેની લાગણીઓના પૂરમાં તણાઈને પણ કદાચ પામી શકો.

સવારે ઘરમાં તમને કોઈ સમયસર ચા આપતું હોય તો એનો મતલબ એ નથી કે બાકીનો આખો દિવસ તમારાં સમય પર, તમારાં સાધનો-શક્તિ પર, તમારાં મન-મસ્તિષ્ક પર એ વ્યક્તિનો ઈજારો થઈ જાય. સંતાનો સાથે તમે બે કલાક દિલ ખોલીને હસ્યા-રમ્યા હો તો એનો અર્થ એ નથી કે તમે ચાલુ મીટિંગમાં પણ એમનો ફોન રિસીવ કરો. તમારી પોતાની ઈકો સિસ્ટમ ઊભી કરવી અત્યંત જરૂરી છે- જો તમારે મોટાં કામ કરવાં હશે તો. ચા બનાવવા માટે કે ઘરનાં તથા ઓફિસનાં બીજાં તમામ કામ કરવા માટે તમને પેઈડ માણસો, નોકરચાકરો મળી રહેશે. માના કે પત્નીના હાથનું ખાવાનું છોડીને મહારાજના હાથનું ખાવાથી કંઈ સ્વાદમાં જમીનઆસમાનનો તફાવત નથી પડી જવાનો. અને પડી જતો હોય તોય નક્કી તમારે કરવાનું છે કે તમારે તમારી જીભના સ્વાદ સાચવવા છે કે તમારા કામ પર ફોકસ કરવું છે. પ્રધાનમંત્રી કે કોઈ ક્રિકેટર કે કોઈ બિઝનેસમૅન પોતાના કામ માટે દેશવિદેશની યાત્રાઓ કરે છે ત્યારે એમને ઘરનું ખાવાનું મળે છે? ના. ઘરની પથારી કે ઘરનો બાથરૂમ પણ નથી મળતો. પોતાને જેની રોજરોજની ટેવ પડી ગઈ છે એવી અનેક આદતોને તેઓએ તિલાંજલી આપવી પડે છે. કારણ કે એમની જિંદગીનું ફોકસ આવી સગવડો-આદતો કે લાગણીઓ નહીં પણ પોતાનું કામ હોય છે
.
અહીં ન તો લાગણીહીન થઈ જવાની વાત છે, ન તો કોઈને તરછોડવાની વાત છે. અહીં તમારી પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને બીજાઓને એમની તમારા પ્રત્યેની લાગણીઓને કાબૂમાં રાખતાં શીખવાડવાની વાત છે. કોઈનું અપમાન કરવાની નહીં પરંતુ દરેકને પોતપોતાનું સ્થાન, એમનું ઈમ્પોર્ટન્સ સમજાવીને, એમને સાથે લઈને ચાલવાની વાત છે. પણ સાથે ચાલવાનો મતલબ એ નથી કે એમનો સામાન પણ તમારા માથે ઉપાડવો પડે. સાથે ચાલવાનો મતલબ થાય કે બીજા લોકો જો તમારાં કદમ સાથે પોતાનાં કદમ મેળવી ન શકતા હોય તો તમારે તમારી ગતિ ધીમી કરી નાખવાની જરૂર નથી. તમે જો તમારા મંદગતિના સાથીદારની અપેક્ષાઓ પૂરી કરવા રહેશો તો ક્યારેય ટોચની સિધ્ધિઓના હકકદાર નહીં બની શકો. તમારી દિશા, તમારી ગતિ અને તમારો માર્ગ, તમારું લક્ષ તમે નક્કી કરવાના છો.બીજાઓ પ્રત્યેની તમારી કે તમારા પ્રત્યે બીજાઓની લાગણીઓ કે ભાવનાઓ જો એમાં આડે આવતી હોય તો તમારે સલૂકાઈથી એ લાગણીઓને બાજુએ મૂકીને આગળ વધવું પડે. કઠોર શબ્દ બહુ આકરો અને શુષ્ક છે. પણ મહાન બનવા માટે લાગણીઓની દુનિયામાં છબછબિયાં કરવાનો આનંદ તમારે જતો કરવો પડે એટલું નક્કી. ફૅમિલી મૅન હોવાનો કે આદર્શ માબાપપતિપત્ની હોવાનો દેખાડો કરવાનું મન થાય તો ભલે કરો. પણ એ માટે ખર્ચાઈ જવાનું ન હોય. તમારામાં રહેલા શક્તિ-સામર્થ્ય તથા સમયનો જેટલો ખર્ચ કુટુંબમાં વહાલા થવા માટે કરશો એટલી મૂડી તમને આગળ વધવા માટે ખૂટવાની.

અંતે તો પ્રાયોરિટી તમારે નક્કી કરવાની છે. તમારે શું બનવું છે તે તમારે નક્કી કરવાનું છે. તમારા નેક્સ્ટ ડોર નેબરની જેમ તમારે પણ મહેતાસાહેબ બનીને રહેવું છે કે પછી સચિન-વિરાટ કે બચ્ચન-શાહરૂખ કે મોદી-રામદેવની જેમ કંઈક ચીલો ચાતરીને કામ કરવું છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. pl request to show option to edit in reply column.as sometimes may be necessary to edit it by adding or removing any word or words.pl guide me.

  2. Each & Every person has his/her personal thinking.lacs of people them most satisfied in their family only.they don’t bother to be an extra ordinary person.so one principle can not be apply to all.I believe that thoughts/thinking of sri Saurabhbhai is one ended.not balanced.this is my personal opinion.I always express my thoughts when&where I want to say something by my personal opinion.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here