તમારો સેલ્ફ કૉન્ફિડન્સ તોડનારા લોકો કેવા હોય છે : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો આઠમો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, શનિવાર, 19 સપ્ટેમ્બર 2020)

બેસ્ટ તો એ છે કે એવા લોકોથી દૂર રહેવું જેમને તમારા ઈગોને પોતાના પગ તળે કચડી નાખવાની મઝા આવતી હોય, જેઓ તમે ગુડ ફૉર નથિંગ છો એવું માનતા હોય અને તમને જતાવતા પણ હોય અને જેમને તમારા આત્મસન્માનની કંઈ પડી ન હોય.

પણ દર વખતે એવું નથી બનતું કે તમે એમને અવગણી શકો. તમારી વર્ક પ્લેસ પર, તમારા મિત્રવર્તુળમાં, તમારાં સગાઓમાં-જ્ઞાતિમાં ઈવન તમારા પોતાના કુટુંબમાં-ઘરમાં તમારે ક્યારેક ને ક્યારેક એવી વ્યક્તિઓ સાથે જખ મારીને પનારો પાડવો પડતો હોય છે જે ડગલેને પગલે તમારો સેલ્ફ કૉન્ફિડન્સ તોડવાનો સભાન કે અભાન પ્રયત્ન કરતા હોય છે.

આવી વ્યક્તિઓ મોટે ભાગે લૂઝર હોવાની. પોતાની જિંદગીમાં જેઓ કશું ઉકાળી નથી શક્યા તેઓ શું ધૂળ બીજાની પ્રગતિ જોઈને રાજી થવાના કે બીજાઓને ગાઈડ કરીને એમને એન્કરેજ કરી શકવાના? એમની પાસે એવી કોઈ કૅપેસિટી હોય તો પહેલાં એનો ઉપયોગ એમણે પોતાના માટે ન કર્યો હોત?

સૌથી પહેલાં તો તમે ઓળખી લો કે તમારી આસપાસ લૂઝર કોણ કોણ છે અને વિનર કોણ કોણ છે. બહુ જ રૂથલેસ બનીને તમારે આ એનેલિસિસ કરવું પડશે. શક્ય છે કે તમારા સગા પિતા લૂઝર હોય. તો મનોમન સ્વીકારી લેવાનું (એમના મોઢે કહેવા નહીં જવાનું).

જિંદગીમાં જેમણે સફળતા મેળવી હોય પણ તે હંમેશાં બીજાના ભોગે મેળવી હોય એવી વ્યક્તિ પણ લૂઝર જ કહેવાય. આની સામે જેને ભૌતિક સફળતા ન મળી હોય અથવા મેળવીને ગુમાવી દીધી હોય પણ જેનામાં ફાઈટિંગ સ્પિરિટ હજુ પણ અકબંધ છે તે વિનર છે. કારણ કે એનામાં હજુય જીતવાની, આગળ વધવાની શક્યતાઓ ભરીને પડી છે.

તમારી પ્રગતિના પ્લાન્સ જોઈને જે તમને પોતાનો ખભો આપવા તૈયાર થાય તે વિનર છે. કારણ કે એને કાલ્પનિક યોજનાઓમાં પણ શ્રદ્ધા છે, એ આશાવાદી છે. એના વિચારોનો ઉજાસ તમને પણ પ્રકાશ આપશે.

પણ જે તમારી દરેક યોજનામાં કંઈ ને કંઈ ખોડખાંપણ જ શોધ્યા કરતું હોય અને વળી તમને કહેતું પણ હોય કે ‘વ્યવહારુ બનીને બધી બાબતો ચકાસ્યા પછી જ આગળ વધવાનું, હં…’ એવી વ્યક્તિઓ તમારા રસ્તામાં ભવિષ્યમાં વિઘ્નરૂપ જ બનવાની. તમારો ઉત્સાહ તોડ્યા કરશે એ. એનો સ્વભાવ છે એ.

વીજળીનો બલ્બ શોધનારને કે ટેલિફોનના શોધકને કે પ્રિન્ટિંગ પ્રેસ કે રેડિયો કે ટેલિવિઝન કે ઈમેલ કે સેલફોનના શોધકને એની આસપાસની વ્યક્તિઓ સતત ટોકટોક કર્યા કરતી હોત કે ‘આ તમારું કામ બિલકુલ પ્રૅક્ટિકલ નથી, ખોટો સમય તમે બગાડો છો, ખોટા ખર્ચા તમે કરો છો…’ તો આ દુનિયા આગળ વધી હોત? ના વધી હોત.

તમારું કામ જેટલું મોટું, જેટલું વિશાળ અને જેટલું યુનિક એટલા તમે વધુ વલ્નરેબલ. કોઈ પણ આવીને તમારા ફુગ્ગામાં ટાંકણી ભરાવી જશે. કારણ કે લોકોએ હજુ સુધી આ ગજાનું કામ કરનારાઓને પોતાની આસપાસ જોયા જ નથી. એમને એમ જ લાગે છે કે આવું કામ કરનારાઓ તો કોઈક બીજા ગ્રહના માનવી હોઈ શકે, અમારી આસપાસની વ્યક્તિઓમાં એવું ગજું ક્યાંથી હોય.

પ્રિસાઈસલી એટલે જ તમારે એમની આસપાસની વ્યક્તિ મટી જવાનું, એમને તમારાથી દૂર હડસેલી દેવાના, ફિઝિકલી જો એ શક્ય ન હોય તો એક અનિવાર્ય ન્યૂસન્સ તરીકે એમનું કહેલું એક કાને સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખવાનું.

આ લોકો તમારામાં ઉત્સાહ પ્રેરવાની ક્ષમતા વધારતા નથી એનું બીજું કારણ એ કે એમાંના કેટલાકે ભૂતકાળમાં મોટા ગજાનું કામ કરવાની કોશિશ કરી હતી, ન કરી શક્યા. હવે જો તમે કોઈ મોટા ગજાનું કામ કરવામાં સફળ થયા તો એમને પોતાની એ જૂની નિષ્ફળતા યાદ આવી જશે. એમને લાગશે કે બીજા લોકો હવે સરખામણી કરશે, જેને કારણે પોતાનું નીચાજોણું થશે. તમને ડિસ્કરેજ કરવા પાછળ આવાં પણ કારણો હોવાનાં.

સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવા માટે તમે ગમે એટલાં ધમપછાડા કરશો પણ જો આ પ્રકારના લોકોનું મહત્ત્વ તમે તમારી જિંદગીમાંથી ઘટાડી નહીં નાખો તો કાણાવાળી બાલદીને ખુલ્લા નળ નીચે મૂકવા જેવો વ્યર્થ વ્યાયામ થશે.

માટે જ સેલ્ફ કૉન્ફિડન્સવાળી સિરીઝમાં વિષય ચાતરીને આ વાત કહી દીધી. વધુ કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. આપના વિચારો માં એટલી તાકાત છે કે મૃત પણ જીવીત થઈ જાય??????

  2. સગા પિતા શબ્દ ઉચિત નથી લાગતો માત્ર પિતા બરોબર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here