સુમોપા કહે છે કે ખૂબ કામ કરવું હોય તો આરામ કરવાની હોંશ છોડી દેવી પડે: સૌરભ શાહ

( ‘ગુડ મૉર્નિંગ’ : મંગળવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪)

હિન્દીમાં ૨૬૬ નવલકથાઓ લખનારા લેખક સુરેન્દ્ર મોહન પાઠકે ગઈ કાલે, ૧૯ ફેબ્રુઆરીએ, ૮૪ વર્ષ પૂરાં કર્યાં. ત્રણ દળદાર ભાગમાં આત્મકથા સહિત કુલ ૩૦૦ પુસ્તકો એમના નામે બોલે છે. ગયા અઠવાડિયે એમની નવી નવલકથા ‘દુબઈ ગૅન્ગ’ પ્રગટ થઈ.

હિંદી જાસુસી નવલકથાજગતના બેતાજ બાદશાહ સુમોપા કહે છેઃ ‘ભારતમાં લેખનમાંથી ખૂબ પૈસા કમાવા એ લગભગ તમામ લેખકો માટે એક ડિસ્ટન્ટ ડ્રીમ છે. આ બાબતમાં ચેતન ભગત, અમીષ ત્રિપાઠી, દેવદત્ત પટનાયક જેવા કેટલાક લેખકો નસીબદાર છે પણ એ લોકોય જો હિંદીમાં લખતા હોત તો પૈસાની બાબતમાં ક્યારેય એ કરતબ ન કરી શક્યા હોત જે એમણે ઇંગ્લિશમાં કરી દેખાડ્યો. હાલાંકિ ભગતને અને ત્રિપાઠીને તો બધા મીડિયાવાળા લેખક તરીકે સ્વીકારતા હોય છે. પટનાયકની મને ખબર નથી.’

સુમોપા વિવેકી છે એટલે પોતે જાણતા હોવા છતાં દેવદત્ત પટનાયક કેટલા ઘટિયા લેખક છે એ વિશે કોઈ ટિપ્પણ કરતા નથી. આપણામાં આવા કોઈ વિવેકનો અભાવ હોવાથી લખી શકીએ છીએ કે હિન્દુ પરંપરાના ગ્રંથોનું તદ્દન ભળતું જ અર્થઘટન કરીને નામ-દામ કમાઈ રહેલા પાકા પાયે સેક્યુલર મિજાજ ધરાવતા દેવદત્ત પટનાયકનું પહેલું જ પુસ્તક ગુજરાતીના એક જાણીતા પ્રકાશકે છાપવા લીધું ત્યારે જ આ લખનારે એમને ચેતવ્યા હતા કે આ માણસ બનાવટી હિન્દુવાદી છે અને એને પ્રમોટ કરવા જેવો નથી. જોકે, એ વખતે હિન્દુત્વની ગંગામાં સૌ કોઈ હાથ ધોઈ લેવા માગતું હતું એટલે દેવદત્ત પટનાયક નામનું જંતુ ગુજરાતીમાં પણ છપાવા લાગ્યું.

( મીડિયા અને સોશિયલ મીડિયા તો છેક હવે દેવદત્ત પટનાયક પર થુથુ કરતું થયું છે. દેવદત્ત જેવા હરામીઓ દરેક ભાષામાં હોવાના. એમને સુંઘી કાઢવા પડે. ગુજરાતીમાં પણ આવા હરામખોરો છે. )

ખેર, સુમોપા આગળ કહે છેઃ ‘હિન્દીમાં એક જ લેખક એવા થયા જેમણે નવલકથાઓ લખીને ખૂબ પૈસા બનાવ્યા અને એ હતા ગુલશન નંદા. બાકી મારા સહિત દરેક જમાનાનો દરેક લેખક એમના કરતાં પાછળ હતો, છે અને રહેશે, અને આનાથી વિપરીત એવો કોઈ દાવો કરતું હોય તો સમજી લેજો કે એ જુઠ્ઠું બોલે છે.’

લેખકોમાં આમ તો ઘણા એવા મળી આવે જે પૈસાદાર હોય. પણ આ પૈસા શું ખરેખર ‘લખી’ને આવતા હોય છે?

સુમોપાની વાત સાચી ખરી કે ગુલશન નંદા નવલકથાઓ લખીને ખૂબ કમાયા પણ એમની ખરી કમાણી કટી પતંગ, દાગ, મહેબૂબા જેના પરથી બની તે નવલકથાના ફિલ્મરાઇટ્સ વેચીને આવી. આવી ડઝનેક ફિલ્મોની સ્ટોરીના રાઇટ્સમાંથી નંદાજી ખૂબ કમાયા અને બાન્દ્રાના પાલી હિલમાં એમણે ઘર લીધું. ગુલશન નંદાના સુપુત્રો રાહુલ નંદા અને હિમાંશુ નંદા હિન્દી ફિલ્મના સૌથી મોટા પબ્લિસિટી ડિઝાઇનર છે. રાહુલ નંદા પ્રેમ ચોપરાના જમાઈ છે. પ્રેમ ચોપરાના બીજા જમાઈ શર્મન જોષી છે. એક જમાનામાં રાહુલ નંદાએ ઑડિયો બુક્સ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. હરીન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાં નથી મધુવન’ની ઑડિયો બુકના રાઇટ્સ પણ એમણે લીધા હતા.

સુમોપા લખે છેઃ ‘ઉપરોક્ત લેખકગણના અપવાદ સિવાય કોઈ પ્રકાશક તરફથી એક પણ લેખકને રૉયલ્ટી પેટે મોં માગ્યા પૈસા નથી મળતા. દરેકને છાપેલી કિંમતના પાંચથી દસ ટકા વચ્ચેની નક્કી કરેલી રકમ મળતી હોય છે. અલબત્ત, બંગાળમાં સાંભળ્યું છે, માત્ર સાંભળ્યું જ છે કે, લેખકને 20 ટકા રૉયલ્ટી મળતી હોય છે…’

સુમોપા હિન્દીની જે હાલતનું બયાન કરે છે એવી જ કે એનાથી બદતર હાલત ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓની છે. પાઠકજી લખે છે: ‘હિન્દી ભાષાના લેખકના હાથમાં પબ્લિશર એક લૉલિપૉપ પકડાવી દે તો એ રાજીનો રેડ થઈ જતો હોય છે. એની એક ચોપડી છપાઈ જાય એટલે એ ગેલમાં આવી જાય છે. ચાર અગલબગલિયા લેખકો (વાચકો નહીં, માત્ર લખનારાઓ જ. કારણ કે વાચકો મળે એ માટે તો એણે હજુ કેટલાય ચાંદ-તારા જોવાના બાકી હોય છે) એનાં વખાણ કરી નાખે તો મનોમન પોરસાયા કરે છે કે હવે કોઈ તગડો ઍવૉર્ડ-પુરસ્કાર હાથવેંતમાં છે…’

હિંદી (તેમજ અન્ય ભારતીય ભાષાઓના) લેખકોમાં આમ તો ઘણા એવા મળી આવે જે પૈસાદાર હોય. પણ આ પૈસા શું ખરેખર ‘લખી’ને આવતા હોય છે? ના. ફિલ્મ માટેના રાઇટ્સ વેચીને, ફિલ્મો-નાટકોની પટકથા લખીને, મુશાયરા-કવિસંમેલન-પ્રાઇવેટ મહેફિલોમાં કવિતા રજૂ કરીને, પ્રવચનો આપીને, કંકોત્રીઓ વગેરે લખીને, તથાકથિત મોટિવેશનલ સેમિનારો/વેબિનારો યોજીને તેમજ શેઠિયાઓની જીવનકથાઓ લખીને કે સંસ્થાઓનો ઇતિહાસ લખીને કમાણી થતી હોય છે. તમે લખેલાં નવલકથા, વાર્તા, કવિતા, ગઝલ કે નિબંધો તમને એટલા પૈસા રળી આપતું નથી જેટલા જીવનનિર્વાહ માટે પૂરતા હોય.

સુમોપા આ બાબતમાં હિન્દી કલમજગતનો ખ્યાલ આપતાં કહે છેઃ ‘હિન્દીમાં ઘણા લેખકો ખૂબ નામ કમાયા છે પણ અર્થોપાર્જન કરી શક્યા હોય તો તે પોતાની ટેલન્ટને કોઈક બીજા જ ફિલ્ડમાં એનકૅશ કરીને કહી શક્યા. જેમકે મનોહર શ્યામ જોષી વર્ષો સુધી ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ના સંપાદક હતા (જે બિરલા ગ્રુપના મીડિયા સમુહ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ ગ્રુપનું પ્રકાશન હતું) અર્થાત્ બિરલાના નોકર રહ્યા અને ‘હમ લોગ’ અને ‘બુનિયાદ’ જેવી ટીવી સિરિયલો લખીને ભરપૂર નામ અને દામ બેઉ કમાયા. કમલેશ્વરે ફિલ્મોમાંથી (‘આંધી’, ‘મૌસમ’ વગેરે) કમાણી કરી અને દૂરદર્શન પર એડિશનલ ડિરેક્ટર જનરલનો હોદ્દો ભોગવ્યો. ઉપેન્દ્રનાથ અશ્ક અને રાજેન્દ્ર યાદવે પોતાની પ્રકાશન સંસ્થાઓ શરૂ કરી. ધર્મવીર ભારતીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના હિન્દી સાપ્તાહિક ‘ધર્મયુગ’ના તંત્રી તરીકે નોકરી કરી. મોહન રાકેશે લેખનની સાથોસાથ જલંધરની ડીએવી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું (જે સમયે સુમોપા ત્યાં ભણતા હતા – 1958થી 61) અને રાજકમલ પ્રકાશનની સાહિત્યિક પત્રિકા ‘નયી કહાનિયાઁ’નું સંપાદન પણ સંભાળ્યું. રવીન્દ્ર કાલિયા પણ જલંધરની ડીએવી કૉલેજમાં અધ્યાપક રહી ચૂક્યા છે (કાલિયા એ કૉલેજમાં સુમોપાના સહાધ્યાયી હતા). અને પછીથી પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા. શરદ જોશી ભોપાલમાં ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સમાં અફસર હતા. આવા અનેક દાખલા છે.’

સુમોપા કહે છે ‘મને પોતાને લેખન કરતાં સરકારી નોકરી કરવામાં વધારે સિક્યુરિટી લાગતી એટલે જ તો મેં 34 વર્ષ સુધી (ઇન્ડિયન ટેલીફોન ઇન્ડસ્ટ્રીઝમાં) નોકરી કરી. મારી જાણકારીમાં એવો એક પણ સાહિત્યકાર નથી જે માત્ર સાહિત્યનું સર્જન કરીને પોતાનું ઘર ચલાવવા જેટલી આજીવિકા મેળવી શકતો હોય. આની સામે પરદેશમાં લીગલ થ્રિલર્સ લખનારા જ્હૉન ગ્રિશમ જેવા અંગ્રેજી ભાષાના લેખક પોતાની કમાણીમાંથી પ્રાઇવેટ જેટ રાખવાની ક્ષમતા ધરાવતા હોય છે. જે. કે. રોલિંગ હૅરિ પૉટરની સિરીઝ લખીને રાણી એલિઝાબેથ કરતાં વધુ ધનવાન થઈ ગઈ છે. પેરી મેસનના સર્જક અર્લ સ્ટેનલી ગાર્ડનર લેખનમાંથી એક ટાપુના માલિક બન્યા હતા.’

સુમોપાનો આક્રોશ સાચો છે. હિન્દી તો જગતમાં સૌથી વધુ બોલાતી લખાતી વંચાતી ભાષાઓમાં ત્રીજા કે ચોથા નંબરે આવે છે. પ્રથમ ચાઇનીઝ પછી સ્પેનિશ અને અંગ્રેજી. ફ્રેન્ચ 15મા, ઇટાલિયન 22મા અને ગુજરાતી 24મા નંબરે આવે છે. અંગ્રેજીની લગોલગ આવતી હિન્દી ભાષાના લેખકોમાં (લેખકો એટલે કે સાહિત્યનું સર્જન કરનારા લેખકો, લગ્નની કંકોત્રીઓ કે શ્રીમંતોની બાયોગ્રાફી લખનારા ‘લેખકો’ નહીં) આવી હાલત છે તો અન્ય ભારતીય ભાષાઓના લેખકો તો વળી કયે દહાડે પોતાની માલિકીનો ટાપુ ખરીદી શકવાના. ટાપુ તો જવા દો પોતાની માલિકીનો ફ્લેટ ખરીદવાના ફાંફા હોય છે અને કેટલાક જે હજુ ય ભાડાના ફ્લેટમાં રહેતા હોય છે એમને ભાડું ભરવા જેટલા પૈસા પણ સાહિત્યના લેખનકાર્યની રોયલ્ટીમાંથી મળી રહેતા નથી. ટાપુની માલિકીની વાત તો જવા દો,માલદીવ્સ કે એવા ટાપુઓ પર અઠવાડિયું-દસ દહાડા ફરવા મળે એવાં સપનાં આવે તો ગિલ્ટ ફીલ થાય એવી કારમી આર્થિક પરિસ્થિતિ આ સાહિત્યકારો-લેખકોની હોય છે જેના માટે પ્રકાશકો પણ જવાબદાર હોય છે.

અહીં સુમોપા એવા ‘લેખકો’ની વાત નથી કરતા જેમનાં પુસ્તકોને કોઈ ધંધાદારી પ્રકાશક હાથ પણ ના લગાડતા હોય કે જેઓ પ્રકાશકને સામેથી પૈસા આપીને પોતાની ચોપડી છપાવતો હોય કે પોતાના પુસ્તકની નકલો પોતે જ જથ્થાબંધ ખરીદી લઈને ઓળખીતા-પાળખીતાઓમાં લહાણી કરતા હોય. પોતાને ‘લેખક’ કહેવડાવવાનો શોખ રાખનારાઓની અહીં વાત નથી થતી. જેઓ સરકારી લાયબ્રેરીઓમાં થતી ખરીદીને કે પુસ્તક મેળાઓમાં જ વેચાઈ શકે એવા ‘મોટિવેશનલ’ વિષયોને ધ્યાનમાં રાખીને તફડાવેલા વિચારોની ભેળપુરી બનાવીને લખે છે એવા લેખકોની પણ સુમોપા વાત નથી કરતા.

સુમોપા કહે છે કે એવા લેખકોને માત્ર પોતાની ચોપડી છપાયાનું સુખ મળતું હોય છે, વાચકો સુધી પહોંચવાનું નહીં, વાચકોનો પ્રેમ એમને નથી મળતો, વાચકોના દિલમાં એમને જગ્યા નથી મળતી. આવા લેખકોની જમાત દરેક ભાષામાં હોવાની જેઓ એકબીજાનાં વખાણ કરીને એકબીજાને પ્રમોટ કરીને માનતા રહે છે કે પોતે બહુ મોટા ‘લેખક’ બની ગયા.

ખૂબ કામ કરનારા લોકોને મેં હંમેશાં આદરની નજરે નિહાળ્યા છે. ચાહે એ કોઈ દુકાન, ખેતર, ફેક્ટરી કે ઘરમાં કામ કરનારા શ્રમિક હો કે પછી દેશના વડા પ્રધાન હો. ચાહે એ ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બિલ્ડર, એન્જિનિયર, શિક્ષક હો કે પછી અન્ય કોઈ પણ વ્યવસાય યા બિઝનેસ થકી કમાણી કરી રહેલા કર્મવીર હો. નરેન્દ્ર મોદી અને સ્વામી રામદેવ ઉપરાંત મોરારી બાપુ, આચાર્ય વિજય રત્નસુંદરસુરિ અને સદ્‌ગુરુ જગ્ગી જેવી વિભૂતિઓથી માંડીને રોમ રોમજી, હરીશ બાલી કે કમલેશ મોદી જેવા યુટ્યુબરો છે જેઓ એક પણ દિવસનો વ્યય કર્યા વિના પોતાના કામમાં સતત ગળાડૂબ રહે છે.

સર્જનના ક્ષેત્રે પ્રોલિફિક કામ કામ કરનારાઓ મારા આદર્શ રહ્યા છે. શંકર જયકિશન અને કલ્યાણજી આણંદજીથી માંડીને લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર.ડી. બર્મન સુધીના અનેક સંગીતકારોએ પ્રોલિફિક કામ કર્યું છે, જથ્થાબંધ કામ કર્યું છે. મજરૂહ સુલતાન પુરી અને આનંદ બક્ષીએ જથ્થાબંધ કામ કર્યું છે. લતા મંગેશકર, મોહમ્મદ રફી અને કિશોરકુમારથી લઈને અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ સુધીનાં ગાયકોએ જથ્થાબંધ કામ કર્યું છે. લેખન ક્ષેત્રે ચાર્લ્સ ડિકન્સ જ્યોર્જ સિમેનોન, સ્ટીફન કિંગ, જેફ્રી આર્ચર અને જ્હોન ગ્રિશમથી લઈને હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી અને ગુણવંત શાહ, વીનેશ અંતાણી જેવા સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત નર્મદ, મુનશી, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ જેવા પૂર્વજોએ જથ્થાબંધ કામ કર્યું છે.

જથ્થાબંધ કામ કરનારાઓ માટે, પ્રોલિફિક કામ કરનારાઓ માટેનો આદર અકબંધ રાખીને જણાવવાનું કે મહાસાગરસમું કામ કરનારાઓની સરખામણીએ આપણા જેવાઓએ ચમચી-બે ચમચી જેટલું પણ કામ કર્યું નથી પણ કરવાની હોંશ છે.

પ્રોલિફિક લેખન કોને કહેવાય એનો જીવતોજાગતો દાખલો સુરેન્દ્ર મોહન પાઠક પાસેથી આપણને મળે છે. સુમોપાએ ક્યારેય આત્મકથા લખવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું. પ્રસ્તાવનામાંથી ખબર પડે છે કે વેસ્ટલેન્ડ(એમેઝોનની પ્રકાશનસંસ્થા)ના એડિટર એમની પાછળ પડી ગયા કે આત્મકથા લખો જ લખો. સુમોપા માનતા કે પોતાની જિંદગીમાં એવું કશું નથી બન્યું કે વાચકોને એમાં રસ પડે. પચાસેક પાનાં માંડ લખાશે એવું માનતા હતા. પણ એક વાર શરૂ કર્યું તો અઢી મહિના સુધી એકધારું લખતા રહ્યા. છાપેલાં 1,300 પાનાં થાય એટલું લખ્યું. પર પેજ 300 શબ્દો ગણો તો લગભગ પોણા ચારથી ચાર લાખ શબ્દો એમણે 75 દિવસમાં લખ્યા. રોજના 5,000 શબ્દો લખ્યા. એક દિવસમાં 5,000 શબ્દો લખવા એટલે શું! રોજ લખનારાને પૂછો તો ખબર પડે કે બેચાર દિવસ પૂરતું ઠીક છે પણ સળંગ અઢી મહિના સુધી રોજેરોજ પાંચ-પાંચ હજાર શબ્દો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. અને આ કામ એમણે ઓક્ટોબર 2017માં પૂરું કર્યું. એમનો જન્મ 1940ના ફેબ્રુઆરીમાં. ગણી કાઢો કઈ ઉંમરે એમણે આ કામ કર્યું.

સુમોપા લખે છેઃ ‘સાઠ વર્ષ લેખનમાં ડુબાડી દીધા. અડધું આયુષ્ય તો કોઈક મુકામ પર પહોંચવામાં જ વીતી ગયું. વાચકો આ નાચીઝને ‘લેજન્ડ’ના ખિતાબથી નવાજવા લાગ્યા પણ આ નામુરાદ, નામોનિહાદ ‘લેજન્ડ’ને ક્યારેય લાગ્યું નથી કે એના પગ પ્રકાશનના ક્ષેત્રમાં ધરતી પર મજબૂતીથી ટકી રહ્યા છે. હંમેશાં એક સમસ્યા મોં ફાડીને સામે ઊભી જ હોય કે હવે પછીની નવલકથા કોણ છાપશે, ક્યાં છપાશે, છપાશે પણ કે નહીં! બસ આટલી જ ઔકાત હોય છે હિન્દીના લેખકની.’

અને આમ છતાં સુમોપા લખતા ગયા છે, લખતા જ રહ્યા છે. 300 જેટલા પુસ્તકોમાં મોટાભાગની નવલકથાઓ છે. વિમલ સિરીઝની કુલ 45 નવલકથાઓ લખી. વિમલ ઉપરાંત એમનું બીજું એક ખૂબ લોકચાહના પામેલું પાત્ર છે – સુનીલ. સુનીલ સિરીઝની 122 નવલકથાઓ લખી. આ ઉપરાંત બીજાં અનેક યાદગાર પાત્રોવાળી યાદગાર નવલકથાઓ લખી જેમાંથી ઘણી હવે ફરી વાર બજારમાં આવી રહી છે. એક જમાનામાં સુમોપાએ ટૂંકી વાર્તાઓ પણ લખી ( કુલ ૬૦) જે એ વખતના મૅગેઝિનોમાં પ્રગટ થઈ પણ ક્યારેય ગ્રંથસ્થ નહોતી થઈ. ગયા વર્ષે સૂરજ પૉકેટ બુક્સે એમની દસ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘તકદીર કા તોહફા’ના નામે પ્રગટ કર્યો.

એમની આત્મકથાનો પ્રથમ ખંડ ‘ન બૈરી ન કોઈ બેગાના’ વેસ્ટલૅન્ડ દ્વારા પ્રગટ થયો. એ પછીના બે ભાગ રાજકમલે પ્રગટ કર્યાઃ ‘હમ નહીં ચંગે… બુરા ના કોય’ અને ‘નિંદક નિયરે રાખિએ.’ ચોથો ભાગ લખાઈને પ્રકાશકને સોંપાઈ ગયો છે.

સુમોપાના પ્રોલિફિક લેખનનું રહસ્ય શું? એમના જ શબ્દોમાં: ‘મૈં ઇસ બાત કો બડે શિદ્દત સે અંડરલાઇન કરતા હૂં કિ મૈંને કભી રિલેક્સ નહીં કિયા, મુઝે પતા નહીં રિલેક્સ કૈસે કરતે હૈં. લોકાચાર મેં પૂછા જાતા હૈ ‘જનાબ, ક્યા કર રહે હૈં?’ જવાબ મિલતા હૈ ‘રિલેક્સ કર રહે થે, જી!’ મૈં હૈરાન હોતા હૂં, ખુદ સે સવાલ કરતા હૂં – રિલેક્સ કૈસે કરતે હૈં? અગર કુછ ન કરના રિલેક્સ કરના કહલાતા હૈ તો મેરે કો તો યે લક્ઝરી રાસ નહીં આને વાલી. મૈંને તો ઝિંદગી ટાઇમ કા અર્ક નિકાલને મેં હી ગુઝારી હૈ. વક્ત ઝાયા કરના મુઝે હમેશા કાર્ડિનલ સિન લગા હૈ. મેરી સમઝ મેં તો વક્ત હી વો શૈ હૈ જિસસે ઝિંદગી બનતી હૈ. શાયદ મૈં હી ગલત થા. મુઝે રિલેક્સ કરના ચાહિએ થા લેકિન ઐસા કોઈ ઉસ્તાદ તો કભી ન મિલા જો રિલેક્સ કરને કે ફાઇન આર્ટ પર રૌશની ડાલ પાતા. ખૈર, જો હુનર અબ તક કાબૂ મેં ન આયા, વો અબ આગે ભી ક્યા આયેગા! લિહાઝા બચી-ખુચી ઝિંદગી મૈં ‘ઑન ટોઝ’ હી ઠીક હૂં.’

પ્રોલિફિક કામ કરવું હોય એને રિલેક્સ થવાનાં નખરાં ન પોસાય, એણે તો હંમેશાં એક્ટિવ, એલર્ટ અને ફોકસ્ડ રહેવાનું હોય – ખડે પગે તૈયાર રહેવાનું હોય, ચાબુકનો સપાટો સંભળાય કે તરત જ સ્પીડ પકડીને દોડવાનું હોય.

સુમોપા કહે છે કે મેઈન સ્ટ્રીમના લેખક અને લોકપ્રિય લેખક જેવા લેબલો પર એમને કોઈ ભરોસો નથી. તેઓ કહે છેઃ ‘યે ફર્ક સાહિત્યિક લેખકો ને અપને આપકો ખુદ મહિમામંડિત કરને કે લિએ બનાયા હૈ, હમેશા યે ઝાહિર કરને કી કોશિશ કી હૈ કિ ઉનકા સાહિત્ય કુલીન, ક્લીન હાઉસવાઇફ હૈ ઔર લોકપ્રિય લેખન બાજારુ ઔરત હૈ, હાર્લોટ (harlot) હૈ; વો હી સવર્ણ હૈં, બાકી સબ અછૂત હૈં. મૈં ઐસી કિસી લાઇન ઓફ ડિમાર્કેશન સે કભી સહમત નહીં હો સકતા.’

“એ પ્રકારના લેખકો લખવાના કામને લક્ઝરી માને છે, કમિટમેન્ટ નહીં.લખવું એ તો જીવ નીચોવીને, પરસેવો રેડીને કરવાનું પરિશ્રમભર્યું કામ છે..”

પ્રસ્તાવના પૂરી કરતાં પહેલાં સુમોપા એક અતિ મહત્ત્વનો મુદ્દો છેડે છે. ગુજરાતી અનુવાદ કરવાની આળસને કારણે નહીં પણ સુમોપાની ભાષાનો (જે ઘણી સરળ છે)નો સ્વાદ અકબંધ રહે તે માટે હિન્દીમાં જ ક્વોટ કરવાનું ચાલુ રાખું છું.

સુમોપાનો એ મહત્ત્વનો મુદ્દો આ છે—લેખકને લોકપ્રિય કોણ બનાવે છે? પ્રકાશક? સુમોપાની આ વાત વાંચશો એટલે ખબર પડશેઃ

‘કોઈ મકબૂલ લેખક કિસી કો ઘર-ઘર કહને નહીં જાતા કિ વો બઢિયા લિખતા હૈ, હર કોઈ ઉસે પઢે. ઉસે ક્યા પઢના હૈ, ક્યા પસંદ કરકે પઢના હૈ, યે પાઠક (વાચક, રીડર) કા નિજી ફૈસલા હૈ, ઈસ બાબત ઉસે કોઈ ડિક્ટેટ નહીં કર સકતા. ઐસા કિયા જાના મુમકિન હોતા તો સારે પ્રકાશક અપને ટૂટે-ફૂટે લેખકોં કો ભી યૂં પ્રમોટ કર રહે હોતે ઔર ચાંદી કાટ રહે હોતે. યે બાત નિશ્ચિત જાનિયે કિ પ્રકાશક કિસી કો મકબૂલ, હરદિલ અઝીઝ લેખક નહીં બનાતા, ન હી બના સકતા હૈ, પાઠક ઐસા કરતા હૈ. ઔર પાઠક કી નિષ્ઠા ખરીદી નહીં જા સકતી, ઉસે ગુમરાહ નહીં કિયા જા સકતા કિ વો ફલાં લેખક કો ન પઢે ઉસમેં કુછ નહીં રખા, ફલાં લેખક કો પઢે ક્યોંકિ વો હી સર્ફ સે ધુલા હૈ ઔર કપડોં કો દાગ નહી લગાતા.’

સુમોપા છેલ્લે લખે છે, ‘મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું બહુ સારો લેખક છું, પણ એક દાવો હંમેશાં કરતો રહ્યો છું કે હું બહુ જ સિન્સિયર લેખક છું.’

જતાં જતાં પ્રેમચંદના આ શબ્દો સુમોપા ટાંકે છે ‘જે દિવસે હું લખતો નથી, એ દિવસે હું મારી જાતને રોટી ખાવાનો હકદાર સમજતો નથી.’

સુમોપા કહે છે કે જે પ્રકારના ‘લેખકો’નો એમણે પ્રસ્તાવનામાં નામ વિના ઉલ્લેખો કર્યા છે એ પ્રકારના લેખકો લખવાના કામને લક્ઝરી માને છે, કમિટમેન્ટ નહીં. લખવું એ તો જીવ નીચોવીને, પરસેવો રેડીને કરવાનું પરિશ્રમભર્યું કામ છે. સુમોપા આ કામ 60 વર્ષથી કરી રહ્યા છે અને જિંદગીના 84 વર્ષે પણ થાક્યા વિના, કંટાળ્યા વિના, ઉત્સાહથી રોજેરોજ કરી રહ્યા છે. ભગવાન એમને સ્વાસ્થ્યસભર સો વર્ષના આશીર્વાદ આપે એવી પ્રાર્થના.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here