‘ગાલિબ છુટી શરાબ’ : પીવાથી સર્જાતી બરબાદીઓની વાત: સૌરભ શાહ
જેઓ પીએ છે—દારૂ કે પછી સિગરેટ–એમણે તો ‘સંદેશ’માં આજે પૂરી થયેલી મારી પાંચ હપતાની આ સિરીઝ વાંચવી જ જોઈએ. જેઓ નિર્વ્યસની છે એમણે પણ વાંચવી જોઈએ જેથી પોતે તો આ કે આવી આદતોથી દૂર જ રહે, પોતાનાં મિત્રો-કુટુંબીઓને પણ પ્રેરણા આપી શકે.
મેં કૉલેજનાં વર્ષોમાં દેખાદેખીથી આ બેઉ શરૂ કર્યાં. લકીલી કોઈ મેડિકલ ઇશ્યુ સર્જાય એ પહેલાં જ, ચાર દાયકાથી વધુ સમય ચાલેલી આ આદતો છોડી દીધી. એક દિવસ સિગરેટ છોડી. અલમોસ્ટ નવ વરસ થયાં. ‘સ્મોકિંગ છોડવું અઘરું નથી’ લેખ મેં સિગરેટ છોડ્યાના સો દિવસ પછી લખ્યો. https://www.newspremi.com/how-to-stop-smoking/
એ પછી દારૂ છોડ્યો. એ વાતને પણ ૬ વર્ષ થઈ ગયાં. મા કસમ મને ક્યારેય આ ગાળામાં દારૂ પીવાનું કે સિગરેટ પીવાનું મન થયું નથી. ક્યારેય નહીં. ન મિત્રો સાથે મોડી રાત સુધી ગપ્પાં મારતો હોઉં ને એ લોકો મજાથી ડ્રિન્ક લેતા હોય ત્યારે કે પછી મુંબઈના મારા ફેવરિટ બાર-પબ-રેસ્ટોબારમાં બેઠા હોઈએ ત્યારે. બહુ મોટી ખુશીનો અવસર હોય કે ચારે તરફથી ઉદાસી ઘેરી વળી હોય ત્યારે—પહેલાંની જેમ હવે દારૂ યાદ નથી આવતો. કોઈ વાતે ટેન્શન હોય કે કોઈ વિચારે જબરજસ્ત એક્સાઇટમેન્ટ હોય—સિગરેટ માટે સળવળાટ થતો નથી.
મેં શું કામ આ વ્યસનો છોડ્યાં? મારે સો વરસ જીવવું છે. સિરિયસલી. છેલ્લાં ચાર દાયકામાં મેં જેટલું કામ કર્યું છે એટલું જ કામ કરવાનું મારે હજુ બાકી છે. અને એટલું આયુષ્ય જો ભગવાન આપે તો એમના એ આશીર્વાદને ન્યાય આપવા મારે મારા તરફથી મારી તંદુરસ્તી જાળવવા જે કંઈ કરવું જોઈએ તે કરવાનું હોય. આ વાત મેં મારાં ૫૮મા વરસે—૨૦૧૮માં ‘ગયાં વર્ષો ૪૦, રહ્યાં વર્ષો ૪૦’ લેખમાં લખી છે. https://www.newspremi.com/diwali-special-article-2018/
આજે આ સિરીઝનો પ્રથમ એપિસોડ, આવતી કાલે બીજો, રવિવારે છેલ્લો.
‘ગાલિબ છુટી શરાબ’ : પીવાથી સર્જાતી બરબાદીઓની વાત: સૌરભ શાહ
( ‘લાઉડમાઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ )
ગાંધીનગરની ગિફ્ટ સિટી માટે લેવાયેલા નિર્ણયના સંદર્ભમાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આડેધડ ખૂબ લખાતું હતું ત્યારે મને રવીન્દ્ર કાલિયા સતત યાદ આવ્યા કરતા. ‘ગાલિબ છુટી શરાબ.’ ગાલિબ સાથે નહીં, શરાબ સાથે લેવાદેવા છે આ સંસ્મરણોને. હિંદી ભાષાની સાઠોત્તરી વાર્તાના અગ્રણી રવીન્દ્ર કાલિયાએ સંસ્મરણોનાં ચાર પુસ્તક લખ્યા છે જેમાંનું એક એમની પત્ની અને વિખ્યાત સાહિત્યકાર મમતા કાલિયા વિશેનું છે. ચોથું પુસ્તક છે ‘ગાલિબ છુટી શરાબ.’
પંજાબના જાલંધરમાં એમનો જન્મ. ૧૯૩૯માં. મોહન રાકેશ, કમલેશ્વર, રાજેન્દ્ર યાદવ- આ બધા અઝીમ વાર્તાકાર, ઉપન્યાસકાર એમના સમકાલીન પણ ઉંમર- અનુભવ તથા લોકપ્રિયતામાં એ બધા જ એમનાથી સિનિયર.
એક મધ્યમવર્ગીય, સૉર્ટ ઑફ આદર્શવાદી સ્કૂલ ટીચરને ત્યાં રવીન્દ્ર કાલિયાનો જન્મ. ‘ગાલિબ છુટી શરાબ’માં નિખાલસપણે એમણે પોતાની બુરાઈઓ, પોતાના પૂર્વગ્રહો અને અન્ય સાહિત્યકારો સાથેના પોતાના ઉગ્ર મતભેદોની વાત લખી છે. જીવનભર ખૂબ શરાબો પીધી, ખૂબ સિગારેટો ફૂંકી અને જલસા કર્યા. ખૂબ લખ્યું, ઉત્તમ કક્ષાનું સર્જન કર્યું. સતત લખ્યું. કમાણી પણ થતી. પૈસા આવતા કે તરત ઘરમાં શરાબનો સ્ટૉક આવી જતો. નાની-મોટી નોકરીઓ કરી. કૉલેજોમાં ભણાવ્યું. સરકારમાં જોડાયા. મુંબઈ આવીને ધર્મવીર ભારતીના તંત્રીપદે પ્રગટ તથા ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સાપ્તાહિક ‘ધર્મયુગ’માં જોડાયા. એ જમાનામાં ‘ઈલસ્ટ્રેટેડ વીકલી’ કરતાં ‘ધર્મયુગ’નું સર્ક્યુલેશન વધારે હતું. ‘ધર્મયુગ’ છોડીને અંધેરીમાં ભાગીદારીમાં પ્રેસ શરૂ કર્યું. પછી અલાહાબાદમાં પોતાનું પ્રેસ કર્યું. છેલ્લે નવી દિલ્હીની ‘ભારતીય જ્ઞાનપીઠ’ સંસ્થાના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા.
‘ગાલિબ છુટી શરાબ’ અનેક એવા રસપ્રદ કિસ્સાઓથી છલોછલ છે જેમાંથી તમને વ્યક્તિની ઊણપોનો ખ્યાલ આવે, એના સંઘર્ષ અને સર્જનનો અંદાજ આવે, સાઠથી નેવુંના દાયકાના હિન્દુસ્તાનની અને હિન્દી સાહિત્યની ગતિવિધિની ઝાંખી મળે. પ્રસ્તાવનાની ગરજ સારતા પ્રથમ પ્રકરણમાં રવીન્દ્ર કાલિયા લખે છે: ‘મયપરસ્તીને ઝિંદગી મેં બહુત ગુલ ખિલાયે. અપને ઈસ ઈકલૌતે શોક કે કારણ બહુત તકલીફેં ઝેલીં, બહુત-સી યંત્રણાઓ સે ગુઝરના પડતા. …લેણદારોની ઉધારીના ચક્કરમાં કોર્ટમાંથી નીકળતા જપ્તીના હુકમને રદ કરાવવા દોડાદોડી કરવી પડતી. પણ જિંદગીની ગાડી સરકતી રહી, એક પૅસેન્જર ટ્રેનની જેમ, દરેક સ્ટેશને રોકાતી અને ઠિચુક- ઠિચુક આગળ ચાલતી. ઘણી વખત તો મને લાગતું કે આ ટ્રેનમાં હું બિનટિકિટ પ્રવાસ કરી રહ્યો છું.’
રવીન્દ્ર કાલિયાને લાગતું હશે કે જિંદગીની આ સફર એમણે ખુદાબક્ષ મુસાફર તરીકે કરી છે. પણ એમનાં સંસ્મરણો ‘ગાલિબ છુટી શરાબ’ વાંચનાર અનુભવી શકે છે કે વગર ટિકિટે પ્રવાસ કરવામાં કિસ્મતે એમની પાસે કેટલી વખત જુર્માનો ભરાવ્યો છે. સજા પણ કરી છે. કૉલેજકાળમાં કોઈ મૅગેઝિનમાં વાર્તા છપાતી ને એનો પુરસ્કારનો મની ઑર્ડર આવતો ત્યારે બિયરની બોટલો ને દોસ્તો સાથેની મહેફિલોમાં એ રકમ ખર્ચાઈ જતી. સિદ્ધહસ્ત સાહિત્યકાર બન્યા પછી પણ એ જ બેજવાબદાર સિલસિલો ચાલુ રહ્યો. એક વખત દિલ્હીથી કોઈ સાહિત્ય સંમેલનમાં કમલેશ્વર, મોહન રાકેશ વગેરે દિગ્ગજોની સાથે અલાહાબાદ જવાનું થયું. એક સ્થાનિક મિત્રે સજેસ્ટ કર્યું કે અહીંની ફલાણી પત્રિકાનો આધુનિક વાર્તાઓ વિશેષાંકનો અંક પ્લાન કરાવી શકીએ તો સંપાદક પાસેથી તમને ઍડવાન્સ પુરસ્કાર અપાવું. રવીન્દ્ર કાલિયા ને બીજા કેટલાક ગયા સંપાદક પાસે. સંપાદકને આઈડિયા ગમી ગયો. સો-સો રૂપિયા ઍડવાન્સ મળ્યા. રવીન્દ્ર કાલિયા લખે છે કે એ જમાનામાં સો રૂપિયે તોલો સોનું મળતું. પૈસા લઈને સાહિત્ય સંમેલનની બેઠકમાં જવાને બદલે તે વખતના અલાહાબાદની આધુનિક ગણાતી ‘ગજધર’ રેસ્ટોરાં-બારમાં જઈને બપોરથી બેસી ગયા. બીજે દિવસે દિલ્હી પાછા જવાનું હતું ત્યારે ટિકિટના પણ પૈસા નહોતા.
આવું જ એક વખત કૉલેજના દિવસોમાં બન્યું હતું. જાલંધરથી મિત્રો સાથે આગ્રાનો તાજમહેલ જોવા ગયા. પાછા વળતી વખતે ગણતરી કરી તો ખબર પડી કે દિલ્હીથી જાલંધરની ટિકિટ લેવા માટે ૬-૭ રૂપિયા ખૂટે છે. સાથે એક જે મિત્ર હતો તેના બાપા રેલવેમાં અફસર હતા. એણે કહ્યું, ‘બિન ટિકિટ ચડી જઈએ. ટીસી પડકશે તો પાપાનું નામ આપીને છૂટી જઈશ.’
પણ ટીનએજ રવીન્દ્ર કાલિયાનું મન ન માન્યું. ટિકિટ લઈને જ ટ્રેનમાં ચડવું છે. સ્ટેશનની નજીકમાં જ એક ઉર્દૂ મૅગેઝિનનું કાર્યાલય હતું. આ સામયિકે રવીન્દ્ર કાલિયાની એક હિન્દી વાર્તાનો કોઈએ કરેલો ઉર્દૂ અનુવાદ છાપ્યો હતો અને પચાસ રૂપિયાનો પુરસ્કાર પણ મોકલ્યો હતો. બપોરથી કાલિયા અને એમના મિત્ર કાગળ-પેન ખરીદીને બેસી ગયા. કાલિયાની એક હિન્દી વાર્તા એમના મિત્ર વાંચતા જાય અને જાહેર જગ્યા પર બેસીને કાલિયા એનો ઉર્દૂ અનુવાદ જાતે જ કરતા જાય. બે-ત્રણ કલાકમાં કામ પતાવીને પહોંચી ગયા એડિટર પાસે. મુલાકાતીઓની લાંબી લાઈન હતી. ચિઠ્ઠી મોકલી. તરત આવકારો મળ્યો. કાલિયાએ થોડી વાતો કરીને પોતાની ઓળખાણ આપી. તંત્રી મહોદયે પૂછયું, આજકાલ શું લખો છો? કાલિયાએ તરત થેલામાંથી પોતાની તાજી વાર્તા કાઢી અને કહ્યું: અનુવાદ મેં જાતે કર્યો છે, કોઈક ભૂલચૂક દેખાય તો…. સુધારી લઈશ, તંત્રીએ કહ્યું અને પૂછયું, દિલ્હી ફરવા આવ્યા છો તો ખર્ચા માટે પૈસાની જરૂર પડશે. એમ કહીને હિસાબખાતામાંથી સો રૂપિયાનો ઍડવાન્સ પુરસ્કાર અપાવ્યો. કાલિયા અલમોસ્ટ કૂદતા કૂદતા સીડી ઉતરીને કાર્યાલયની બહાર આવ્યા.
વર્ષો પછી, લગ્નજીવનમાં ઠરીઠામ થઈને અલાહાબાદમાં પ્રેસ કર્યું. મમતા કાલિયાની નોકરી મુંબઈમાં. ચર્ચગેટની એસ.એન.ડી.ટી.માં ભણાવે. રવીન્દ્ર એકલા જ રહે. પ્રેસ ઘણું સારું ચાલે. કામની કોઈ કમી નહીં. પણ કાગળના સપ્લાયરોની ઉધારી ચડયા કરે. જેની પાસેથી પ્રેસ લીધું હતું એને માસિક હપ્તા નિયમિત ચૂકવાય નહીં. દર મહિને કામદારોનું વેતન અને ઈલેકિટ્રસિટીનું બિલ કેવી રીતે ભરાશે એની ચિંતા. સાંજે બાટલી ખરીદવાના પૈસા ટેબલના ખાનામાં સાચવીને બચાવી રાખ્યા હોય ને કોઈ કામદાર ઍડવાન્સ માગે તો એને આપી દેવા પડતા અને રાતના પીવાની ચિંતા શરૂ થઈ જતી.
આ માણસે જિંદગી આખી આ જ કર્યું હોત તો કોણ એમને પૂછતું હોત? છ મજબૂત વાર્તાસંગ્રહો આપ્યા: ‘નૌ સાલ છોટી પત્ની’, ‘ગરીબી હટાઓ’, ‘ગલી કૂંચે’, ‘ચકૈયા નીમ’, ‘સત્તાઈસ સાલ કી ઉમર તક’ અને ‘જરા સી રોશની’. ત્રણ ઉપન્યાસ અને ચાર સંસ્મરણકથાઓ. અનેક પ્રતિષ્ઠિત સન્માનો મેળવ્યાં.
ક્યારેક વિચાર આવે કે આ લેખક શરાબ ન પીતા હોત તો એમણે આના કરતાં વધારે સારું અને હજુય વિપુલ સર્જન કર્યું હોત? કે પછી મયખોરીને કારણે જ તેઓ પોતાની અંદરના ખડિયામાં કલમ બોળીબોળીને આવું સત્ત્વશીલ સર્જન કરી શક્યા? કોને ખબર? એમના સંસ્મરણોમાં ઊંડા ઉતરીને જાંચતપાસ કરીએ તો ખબર પડે.
માણસ રિયાલિટીથી ભાગવા પીએ છે કે રિયાલિટીનો સામનો કરવા?
( ક્રમશઃ)
સાયલન્સ પ્લીઝ!
ગાલિબ છુટી શરાબ, પર અબ ભી કભી કભી
પીતા હૂં રોજે અબ્ર, શબે માહતાબ મેં
—ગાલિબ
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
HiSaurabhShah@gmail.com
Twitter.com/hisaurabhshah
Facebook.com/saurabh.a.shah
LEAVE A REPLY
Please enter your comment!
Please enter your name here