સર્જકના ઠળિયા, ગોટલા અને કાંટા : એની ધૂન, બેજવાબદારી અને એનો અહમ્ : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 24 એપ્રિલ 2024 )

૧૮૬૯ની ૧૫ ફેબ્રુઆરીએ ગાલિબે ૭૧ વર્ષનું આયુષ્ય પૂરું કરીને દેહ છોડ્યો. (જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૭). ગાલિબને માણવાનો સૌથી ઉત્તમ સોર્સ છે અલી સરદાર જાફરી સંપાદિત ‘દીવાન-એ-ગાલિબ’. અને ગાલિબને જાણવાનો સૌથી ઉત્તમ સોર્સ છે ગુલઝાર દિગ્દર્શિત ટીવી સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’ જેની સંપૂર્ણ સ્ક્રિપ્ટ ઉર્દૂ અંગ્રેજી, હિન્દી તથા મરાઠીમાં પુસ્તકરૂપે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ આવી રહી છે. પુસ્તકમાં જોકે જગજિત સિંહે કંપોઝ કરેલી અને ગાયેલી ગઝલો સાંભળવા ન મળે એટલે સિરિયલની કાં તો ડીવીડી તમારે જોવી પડે કાં પછી એની ઑડિયો સી.ડી. સાંભળવી પડે. આટલું કરો એટલે બેઝિક ગાલિબને તમે પામી જાઓ.

બાકીના અડધા ગાલિબને જાણવા/માણવા તમારે બીજું ઘણું સાહિત્ય ખંખોળવું પડે. ગાલિબની ‘અઘરી’ ગણાતી ગઝલોનું ઈન્ટરપ્રિટેશન અને એ પહેલાં એનો શબ્દાર્થ જાણવા થોડીક મહેનત કરવી પડે પણ એ કંઈ બહું અઘરું કામ નથી. મારા જેવા ઉર્દૂ ન વાંચી શકનારાઓ પણ પૅશન હોય તો ગાલિબમાં ઊંડા ઊતરી શકે.

ગાલિબ વિશે, એમની ગઝલો વિશે અત્યાર સુધી જે કંઈ મેં લખ્યું છે તેનું પુનરાવર્તન કર્યા વિના આજની વાત કરવી છે.

અલી સરદાર જાફરી સ્વયં એક મોટા ગજાના સાહિત્યકાર. ‘દીવાન-એ-ગાલિબ’ની ઊંડાણભરી દીર્ઘ પ્રસ્તાવનાની શરૂઆતમાં જ તેઓ લખે છે: ‘કેટલીક ચીજોનો શોખ એમને હવસની હદ સુધી હતો’ ઉર્દૂમાં હવસ એટલે લાલસા, લોલુપતા, લાલચ. અને બીજો અર્થ તમે જે નૉર્મલી સમજો છો તે, ઓવર સેક્સના અર્થમાં. અહીં પહેલા અર્થના સંદર્ભમાં લખાયું છે. કઈ કઈ બાબતોની ગાલિબને ‘હવસ’ હતી? જાફરીસા’બ લખે છે: ‘વિદ્યા અને પ્રતિષ્ઠાની લાલસા એક તીવ્ર તૃષ્ણા બનીને ઉમ્રભર એમની સાથે રહી. કડવાં કારેલા, આમલીનાં ખાટાં ફૂલ, ચણાની દાળ, દ્રાક્ષ, કેરી, કબાબ, શરાબ, મધુર સંગીત અને સુંદર ચહેરા હંમેશાં એમના દિલને આકર્ષિત કરતા રહ્યા. આમ તો ગાલિબ ઉમ્રભર આ ચીજો માટે તરસતા રહ્યા પણ ક્યારેક આમાંની કેટલીક ચીજો એક સાથે પ્રાપ્ત થઈ ગઈ તો એમનું દિમાગ આસમાન પર પહોંચી જતું અને એ પોતાને ત્રિલોકનો સમ્રાટ માનવા માંડતા!’

અલી સરદાર જાફરીએ જેના આધારે ‘દીવાન-એ-ગાલિબ’નું સંપાદન કર્યું છે તેનો મૂળ ગ્રંથ ૧૮૬૨માં પ્રગટ થયો છે જેમાં ગાલિબે પોતે સુધારાવધારા કર્યા હતા. ગાલિબની તકરીબન ૨૫૦ ગઝલોને દેવનગરી લિપિમાં મૂકીને એ જ પાના ૫૨ ફૂટનોટમાં ઉર્દૂના અઘરા શબ્દો આપ્યા હોવાથી ગાલિબના નૉન-ઉર્દૂભાષી ચાહકો માટે આ દીવાન ઘણો કામનો છે. અગાઉની આવૃત્તિઓમાં અઘરા શબ્દોના અર્થ સામટા પુસ્તકના અંતે છપાતા જે થોડું ઈન્કન્વિનિયન્ટ હતું.

‘મિર્ઝા ગાલિબ’ની પટકથાના પુસ્તકની પ્રસ્તાવનામાં ગુલઝાર કહે છે: ‘મૈં અક્સર કહા કરતા હૂં, ગાલિબ કે (વ) હૉં તીન મુલાઝી થે, જો હમેશા ઉનકે સાથ રહે. એક કલ્લુ થે, જો આખિર દમ તક ઉનકે સાથ રહા, દૂસરી વફાદાર થીં, જો તુતલાતી થીં ઔર તીસરા મૈં થા. વે દોનોં અપની ઉમ્ર કે સાથ રિહાઈ પા ગયે, મૈં અભી તક મુલાઝિમ હૂં.’

ગાલિબના જીવન વિશે કૈફી આઝમી સાથે ઊંડું રિસર્ચ કર્યા પછી બનેલી ‘મિર્ઝા ગાલિબ’ની પ્રસ્તાવનામાં ગુલઝાર એક જગ્યાએ લખે છે: ‘ગાલિબનું ઉધાર લેવું, ઉધારી ન ચૂકવવા બદલ વિનોદી બહાનાં શોધવા, પછી પોતાની ભૂલને કબૂલ કરવી – આ બધું ઈમોશનલી મને ગાલિબની નજીક લઈ જાય છે. કાશ મારી હૈસિયત હોત ને હું ગાલિબનો સારો કર્જો ચૂકવી દેત. અત્યારે એ હાલ છે કે હું અને મારી જનરેશન ગાલિબના કર્જદાર છીએ.’

ગાલિબ વિશેની કોઈ પણ વાત, એમના વિશેનો કોઈ પણ લેખ એમની કોઈ ગઝલના ઉલ્લેખ વિના કે એમના કોઈ શે’રને ટાંક્યા વિના પૂરા ન થઈ શકે. પણ આજે થશે. કારણ કે ગાલિબ વિશેની આજની વાત એમની ગઝલ વિશેની નથી, એમના જીવન વિશેની છે. એક સર્જકના જીવનમાં શું મહત્ત્વનું હોઈ શકે? એનું સર્જન. પૂર્ણવિરામ. સર્જન સિવાયનું બાકીનું બધું જ સર્જક માટે સેકન્ડરી છે, ગૌણ છે. સર્જકે જાણેઅજાણે પ્રયત્નપૂર્વક પોતાની અંદરનો માહૌલ એવો સાચવી રાખવાનો હોય છે જેમાં કોઈપણ બાહ્ય પરિસ્થિતિ ખલેલ ન પહોંચાડે. સાચા સર્જકો એટલે જ ધૂની ગણાતા હોય છે, બેજવાબદાર અને ઘમંડી ગણાતા હોય છે. આપણે સામાન્યજનો સમજતા નથી કે કેરી જોઈતી હોય તો એની સાથે ગોટલો સ્વીકારવો જ પડે, બોરની સાથે ઠળિયો અને ગુલાબની સાથે કાંટા સ્વીકારવા જ પડે. સર્જકની ધૂન, એની તથાકથિત બેજવાબદારી અને એનો દેખીતો અહમ્ એના ગોટલા, ઠળિયા અને કાંટા છે. એના સર્જકત્ત્વની એ રક્ષા કરે છે અને બીજી તરફ એના સર્જનનું એ બીજ છે. એના વિના સર્જનની પ્રક્રિયા અસંભવ છે.

ગાલિબના સદ્નસીબ કે એમને એક-સવા સદી પછી ગુલઝાર મળ્યા જેમણે ગાલિબના જીવનને સમાજની કે લોકોની દૃષ્ટિએ જોવાને બદલે એક ચાહકની દૃષ્ટિએ, ગાલિબના પ્રેમીની દૃષ્ટિએ જોયું. દૃષ્ટિમાં પ્રેમ હોય, કમ્પેશન હોય અને આદરભાવ હોય ત્યારે સામેની વ્યક્તિના દુર્ગુણોને પણ તમે જસ્ટિફાય કરતા થઈ જાઓ. કારણ કે તમને નિસબત એ વ્યક્તિમાં જે વખાણવા જેવું છે એની સાથે હોય છે.

ગુલઝાર કહેતા હોય છે: ગાલિબ આજીવન બાપદાદાઓની સેવાઓને કારણે પોતાને મળનારા અંગ્રેજોના પેન્શન માટે રાહ જોતા રહ્યા. આજે ગાલિબનું પેન્શન હું ખાઉં છું!

કાગળ પરના દીવા

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું;
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઈ જઈશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝિર’,
વફાના શ્ર્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– ‘નાઝિર’ દેખૈયા (નૂરમોહમ્મદ અલારખા દેખૈયા. જન્મ: ૧૩-૨-૧૯૨૧).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. ગાલિબનો સુંદર પરિચય ગલિબ પર જે ફિલ્મ બની હતી તેમાં નો એક શેર એમના આતમ વિશ્વાસ અને ઘમંડને સરસ પ્રગટ કરે છે હૈ ઔરભી દુનિયામે ુખવવર બહોત અચછે કેહતે હૈ કે ગાલિબકા હૈ અંદાજે બંયા ઔર

    • આત્મવિશ્વાસ અને ઘમંડ બેઉ જુદાં છે. આ શેરમાં આત્મવિશ્વાસ છે, એને ઘમંડ ન કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here