આઝાદીની ૭૧મી વર્ષગાંઠે

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

બૅન્ગલોરમાં ઘણી ટિફિન સર્વિસીઝ ચાલતી હોય છે. હમણાં કોઈકે ‘પ્યોર બ્રાહ્મિન મીલ’ કરીને જાહેરખબર કરી. અને મીડિયા તથા સોશિયલ મીડિયાના ઝનૂનીઓ એના પર તૂટી પડ્યા. ‘બ્રાહ્મણ ભોજન’! મારો સાલાને, આ તો જાતિવાદી છે, મનુવાદી છે, દલિતવિરોધી છે.

નૉર્થમાં ફરનારાઓએ વૈષ્ણો ઢાબામાં અચૂક ખાધું હશે. ગુજરાત-મુંબઈમાં જ નહીં, દેશ-પરદેશમાં અનેક ઠેકાણે, ઈવન પ્લેનમાં પણ તમને જૈન ભોજન મળે છે. જે મુસ્લિમો પોર્ક (સુવ્વરનું માંસ) ન ખાતા હોય એમના માટે અને જેઓ હલાલ કરેલા જાનવરનું જ માંસ ખાતા હોય એમના માટે તેમ જ જે યહૂદી ધર્મ પાળતા હોય એમના માટે પરદેશમાં – પ્લેનમાં અલગ પ્રેફરન્સ હોય છે. તો પછી બૅન્ગલોરના શુદ્ધ બ્રાહ્મણ ભોજન માટે વાંધો શું કામ?

પણ આ દેશમાં સેક્યુલર બંધુઓ આવી રમત હંમેશાં કરતા આવ્યા છે. આ ઝનૂની અને દ્વેષી પ્રજા ભારતનું સુખ જોઈ શકતી નથી. મહારાષ્ટ્રમાં જેમ આષાઢી એકાદશી નિમિત્તે ઠેર ઠેરથી યાત્રાળુઓ પદયાત્રા કરીને પંઢરપુર પહોંચે એવી રીતે ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનામાં કાવડયાત્રાનું ઘણું મોટું મહત્ત્વ છે. દૂર દૂરથી આવીને શ્રદ્ધાળુઓ ગંગાજળથી કાવડ ભરીને પોતપોતાના ગામ પાછા જાય, શિવને અભિષેક કરે અને આ રીતે જીવનમાં જળનું મહત્ત્વ પ્રસ્થાપિત થાય એવી વર્ષો જૂની આ ધાર્મિક-સામાજિક પરંપરા છે.

લાંબી યાત્રામાં લાખો લોકો અલગ અલગ સ્થળેથી આવીને સમૂહ બનાવીને આગળ વધે. આમાં ધમાચકડી ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત હોય. ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેના માટે ક્રાઉડ મૅનેજમેન્ટ કરવા આ વખતે યુ. પી. પોલીસે હેલિકૉપ્ટરનો સહારો લીધો. અને હેલિકૉપ્ટરમાં બેઠેલા પોલીસ અફસરોએ નીચે જમા થયેલા ટોળાનું અભિવાદન કરીને એમનો સહકાર મેળવવા એમના પર ગુલાબની પાંખડીઓ વરસાવી.

મીડિયામાંના આપણા સેક્યુલર બંધુઓ અને સામ્યવાદી ઝનૂનીઓ તૂટી પડ્યા. હિન્દુ યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરવા માટે પબ્લિક તિજોરીમાંથી લાખો રૂપિયાનો વેડફાટ! તેઓએ મથાળાં બાંધ્યાં. યોગી આદિત્યનાથને બદલે અખિલેશ કે માયાવતી જેવાઓની સરકાર યુપીમાં હોત તો કોઈએ આની નોંધ પણ ના લીધી હોત. પોલીસ પુુષ્પવર્ષા માટે નહીં, ક્રાઉડ મૅનેજમેન્ટ માટે હેલિકૉપ્ટર વાપરી રહી છે એવું સમજવા છતાં આ દેશદ્રોહીઓ આપણી સળી કરે છે, આપણને ઉશ્કેરે છે. અમેરિકા વગેરેમાં તો ટ્રાફિકના મૅનેજમેન્ટ માટે પોલીસના હેલિકૉપ્ટરો ફરતા હોય તે સાવ કૉમન છે.

પણ હિન્દુ પ્રજાનું કેવી રીતે ખરાબ દેખાય એ જ આ દેશદ્રોહીઓનો આશય હોય છે. તમને ખબર છે કે મોદીના આવ્યા પછી ‘અસહિષ્ણુતા’વાળું બહુ ચાલ્યું. એ લોકો તમારા ધર્મ વિશે, તમારી સંસ્કૃતિ વિશે, તમારા ગૌરવ વિશે ગમે તે બોલે, તમો આવતાંજતાં હડફટમાં લીધા કરે અને તમારે ચૂપચાપ સહન કર્યા કરવાનું. ભૂલે ચૂકે તમે તમારો બચાવ કર્યો કે એમના જુઠ્ઠાણાંની સામે પડ્યા તો તમે તમારી સહનશીલતા ગુમાવી દીધી, તમે અસહિષ્ણુ બની ગયા. અને તમે જો એ લોકોના ધર્મની કાળી બાજુઓને ખુલ્લી પાડો કે એમના ધર્મગુરુઓના ભવાડા વિશે લખો કે એમની પરંપરામાં રહેલી ઍબ વિશે કંઈ કહો તો તો આવી જ બન્યું તમારું – તમે ફન્ડામેન્ટલિસ્ટ બની ગયા.

હિન્દુ વિરોધી રાષ્ટ્રદ્રોહીઓએ ચર્ચાની પરિભાષા બદલી નાખી છે. તેઓ પોતાની મનઘડંત વ્યાખ્યાઓ પ્રમાણેનાં લેબલો તમારા પર ચિપકાવતા રહ્યા છે.

અને હવે એ લોકોએ નવું ચાલુ કર્યું છે. આ જ સેક્યુલર-લેફ્ટિસ્ટ પ્રજાએ નવા ‘હિન્દુવાદીઓ’ અને ‘હિન્દુ ધર્મના નિષ્ણાતો’ ઊભા કર્યા છે. આવા લોકો ‘એપિક’ જેવી ચેનલોમાં ઘૂસીને હિન્દુ પરંપરાને બહુ જ પ્રચ્છન્ન રીતે વગોવે છે, તમને ખબર પણ ન પડે એ રીતે તમારી સંસ્કૃતિની બદબોઈ કરે છે, તમે પછાત-ગમાર અને અસંસ્કૃત પ્રજાના વારસદાર છો એવું તમારા મનમાં ઠલાવી દે. આવા અનેક લોકોમાંના એકને રાજીવ મલ્હોત્રા જેવા પ્રખર અને દૃઢ હિન્દુવાદીએ ખુલ્લા પાડ્યા છે. દેવદત્ત પટ્ટનાયક એક સ્યુડો હિન્દુત્વવાદી છે જેમને ઉઘાડા પાડતી રાજીવ મલ્હોત્રાની લાંબી ચર્ચા તમે યુ ટયુબ પર જોઈ શકો છો.

હિન્દુત્વનો માલ આજકાલ વધારે વેચાવા લાગ્યો છે તે જોઈને દેવદત્ત પટ્ટનાયક જેવા બીજા ઘણા અહીં ઘૂસીને રાતોરાત નામદામ મેળવી લેવાના કાવતરાં કરવાના. વાજપેયી સરકાર વખતે પણ સુધીન્દ્ર કુલકર્ણી જેવા કટ્ટર સામ્યવાદીઓ પોતે હિન્દુવાદી બની ગયા છે એવો દેખાડો કરીને છેક પી.એમ.ની ઑફિસ સુધી પહોંચીને સલાહકાર બની ગયા હતા. પાછળથી ખુલ્લા પડી ગયા. આવું જ ચંદન મિત્રાનું થયું. ભાજપે બે ટર્મ સુધી એમને રાજ્યસભામાં રાખ્યા. વચ્ચે હુગલીની લોકસભાની ટિકિટ પણ ભાજપે આપી હતી, હારી ગયા હતા. દોઢ-બે વર્ષથી ચંદન મિત્રા નવરા હતા, ભાજપમાં કોઈ ભાવ નહોતું આપતું. હિન્દુવાદી બનીને લાભ ખાટવા આવેલા આ માર્ક્સવાદી પત્રકાર તાજેતરમાં જ ગુલાંટ મારીને મમતા બેનર્જીની તૃણમૂલ કૉન્ગ્રેસની ચાલતી ગાડીમાં ચડી બેઠા છે.

આવા તો બીજા ઘણા આપણી આસપાસ છે. ગુજરાતીમાં જ નહીં, દરેક ભાષામાં, જેઓ ગઈકાલે કંઈક હતા, આજે કંઈક છે અને આવતી કાલે વળી કંઈક હશે.

પંદરમી ઑગસ્ટ આવી રહી છે. દેશની આઝાદીને ૭૧ વર્ષ પૂરાં થશે. દેશનું અહિત કરનારા સેક્યુલરો, સામ્યવાદીઓ અને તકવાદીઓ ઉપરાંત બનાવટી હિન્દુવાદીઓને ઓળખીએ અને એમનાથી ચેતતા રહીએ. દેશ જો ફરી એક વાર આવા લોકોની ચપેટમાં આવી ગયો તો ભગવાન પણ આપણને બચાવી નહીં શકે.

કાગળ પરના દીવા

ભલે ને મોદીજીથી બધો કચરો સાફ નથી થયો, પણ એક જગ્યાએ એકઠો તો થઈ ગયો!

– વૉટ્સઍપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

પકો: બકા, તારી આજીવિકા શેમાંથી આવે છે?

બકો: તબલામાંથી મોરી રોજીરોટી આવે છે.

પકો: પણ તને કોઈ દિવસ તબલાં વગાડતાં તો જોયો નથી.

બકો: ન જ જોયો હોય ને. સોસાયટીવાળા બધા ભેગા મળીને મને ન વગાડવાના દર મહિને પચાસ હજાર રૂપિયા આપે છે!

( મુંબઇ સમાચાર : રવિવાર, 12 ઓગસ્ટ 2018)

10 COMMENTS

  1. ખૂબ જ મૌલિક અને નીડર રજુઆત બદલ આભાર આપનો!
    ઘણા વખતે એક મોટા મથાળેથી આ પ્રકારનો નીડર લેખ વાંચવા મળ્યો
    12 August,2018!! ફક્ર હૈ!!

  2. Ram Ram
    Shaurabh bhai.
    Hun roj tamari kolam achuk vaanchu chhu. Ghani upyogi ane mahitisabhar temaj jagrutataa prasarak hoy chhe.
    Great job.

  3. In Trinidad, we found vegetarian local food on the street, too and Hindus are very proud of their Hinduism ,

  4. Perfect picturisation of Secular gang keep it up people must realise that we are living in Hindustan

  5. સૌરભભાઈ આપ સાથે જોડાયા બાદ હવે આવા
    સમાચાર /હેડ લાઈન/ સરળતાથી સમજાય છે
    સરસ કાગળ પરના દીવા
    આભાર

  6. સાલું એક વાત નથી સમજાતી કે આપણે ભારત માં રહીએ છીએ કે કઈ મુસ્લિમ દેશ માં? “પ્યોર બ્રાહ્મીન મિલ” માટે શું કામ કોઈને વાંધો હોય શકે, એમ ખોટું શું છે?

    આજના કાગળ પરના દીવા one of the best…

  7. દક્ષીણના રાજ્યોમા ભાષાની સમસ્યા આપણા માટે છે જ એ સુવિદીત છે. કેરળના નાના અને મધ્યમ શહેરોમા શાકાહારી ભોજનની સમસ્યા પણ ખરી જ. પરંતુ તપાસ કરી બ્રાહ્મીન શાકાહારી હોટલમા જાઓ તો શાકાહારી ભોજન મલી શકે.

  8. Nice one on reality of Bharat.
    We are missing sanju’s & more than one topic at least a day .
    I am suggesting that you (we ) can start a Q. & A. section on some other number or link whatever possible if you have time for it.

  9. Agreed….ndtv ni badmaashi juo…Shaheed Major Rane ni antimyatra na news ma koi pan levadeva vagar kavadiyaona news connect Kari didha…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here