અત્યારે ચાલી રહેલા એક બિન જરૂરી વિવાદ વિશે

પૂજ્ય મોરારી બાપુની અત્યારે થઈ રહેલી સતામણીના સંદર્ભે ‘સંદેશ’ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટીવ એડિટર અને સિનિયર રાષ્ટ્રવાદી પત્રકાર અલકેશભાઈ પટેલે છેક અઠવાડિયા પહેલાં (7 સપ્ટેમ્બર 2019ના રોજ) જે પોસ્ટ લખી હતી એવી મેચ્યોરિટી જો સમાજના બધા જ લોકોએ દેખાડી હોત આજે લેભાગુઓ ફાવી ન ગયા હોત, ચૂપ થઈ ગયા હોત. પૂજ્ય બાપુમાં તો છે જ, બાકીના સૌને सन्मति दे भगवान ।

Please read what a well respected journalist Alkeshbhai Patel wrote on 7th September 2019??

* * * * *

મોરારી દાસ અને સ્વામિનારાયણ સંપ્રદાય: અલકેશ પટેલ

ભોળા હિન્દુઓને વિવાદ કરવાની આદત છે. બલ્કે હિન્દુઓ ભોળા છે, એટલે વિવાદો કર્યા કરે છે.

આવા વિવાદ એક પ્રકારે ખેલ જેવા છે, જેની જોનારા મજા લેતા હોય છે.

આ જોનારા એટલે કોણ?

આ જોનારા એટલે #બ્રેકિંગ_ઈન્ડિયા વાળા તત્વો.

#બ્રેકિંગ_ઈન્ડિયા વાળા તત્વો એટલે કોણ?

એ તત્વો એટલે વિધર્મીઓ… વેટિકન ચર્ચ તથા સાઉદીના અરબી નાણાંથી ચાલતી સંસ્થાઓ, સ્કૂલો, કૉલેજોમાં “સેવા” આપતા તત્વો.
આ તત્વોનું કામ શું છે?

આ વિધર્મી તત્વો તમારી સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. તમારા વખાણ કરે છે (જે ખોટા હોય છે), તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે (જે ખોટી હોય છે) … પણ તમને એ લોકો ગમી જાય છે, કેમ કે તમે ભોળા છો.

આ વિધર્મી તત્વોએ કરેલી ચઢવણીને કારણે તમે તમારા જ ધર્મના લોકો સામે તિરસ્કાર કરો છો… કેમ કે વિધર્મીએ તમને કહ્યું છે કે તમે સારા છો… પેલો ખરાબ છે.
આવું જ, વિધર્મીઓની બીજી ટોળીએ અન્ય હિન્દુ સંપ્રદાયવાળાને પણ કહ્યું હોય છે. એટલે એને પણ તમારા માટે તિરસ્કાર જાગે છે.

અને પછી તમે બંને ભોળા એકબીજાને ભાંડો છો…તમાશો થાય છે અને વિધર્મીઓ મજા લેવાની સાથે સાથે કાંતો વેટિકન અથવા સાઉદીમાંથી ઢગલાબંધ નાણાં લઈ આવે છે.
— સનાતન ધર્મને તોડીફોડીને વિખેરી નાખવાનું આ ભયંકર કાવતરું છે, જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન સાથે શરૂ થયું હતું…

આ તમામ વાતો આધાર-પુરાવા અને પ્રમાણો સાથે રાજીવ મલ્હોત્રાએ (Rajiv Malhotra #BreakingIndia) તેમના પુસ્તક #બ્રેકિંગ_ઈન્ડિયા માં કરી છે.

પાટીદાર આંદોલન થયું ત્યારે, પદ્માવતી ફિલ્મનો વિવાદ થયો ત્યારે…એમ વારેતહેવારે મેં આ અંગે લખ્યું છે. વારંવાર ગાઈવગાડીને કહ્યું છે કે, હિન્દુત્વમાં ભાગલા ન પાડો અને ભાગલા પાડવાનો પ્રયાસ કરતાં તત્વોને ઓળખો… પણ સનાતનની કમનસીબી છે…જયચંદોનું નિર્મૂલન થતું જ નથી.

જે જે પત્રકારો – લેખકો આ વિવાદમાં તણાયા છે એ લોકો કમ સે કમ #BreakingIndia પુસ્તક વાંચી લે…એવી વધુ એક વખત હાથ ?? જોડીને વિનંતી કરું છું ?? #અલકેશ_પટેલ

I believe in what Alkeshbhai Patel has said immediately after the controversy broke out. I sign under what Alkeshbhai has written, except the headline in which I would write Pujya Bapu??

21 COMMENTS

  1. I support to Arbon Goswami Of Republic Bharat
    Anchors. Fully support . Totally support to Arban Goswami…

  2. ટ્રીમ કરીને વિડીયો મોકલનારાની પણ તપાસ થવી જોઈએ, અને આપણે પણ આવી કોઈ પોષ્ટ આવે તો રિપોર્ટ પોષ્ટમા જઈ ડિલીટ કરાવી શકીયે છીએ..

  3. ટ્રીમ કરીને વિડીયો મોકલનારાની પણ તપાસ થવી જોઈએ, અને આપણે પણ આવી કોઈ પોષ્ટ આવે તો રિપોર્ટ પોષ્ટમા જઈ ડિલીટ કરાવી શકીયે છીએ..

  4. I agree with Shri Jitendra bhai. We miss your Good Morning column a lot. Reading Mumbai Samachar without G. M.like having taste less morning tea which spoil the day. We will be thankful if you post in this group. Thanks sir.

  5. આપણા ધર્મ અને સંસ્કૃતિને ખતમ કરવા અને આપણને હમેંશને માટે ગુલામ બનાવી રાખવા આ લોકો વર્ષોથી સક્રિય છે.

  6. તદ્દન સાચી વાત છે,બ્રેકીંગ ઈન્ડિયા ને ઓળખીએ

  7. આપણી નબળાઈ ને પહેલા ઠીક કરીએ બ્રેકીંગ ગ્રુપ પોતેજ બ્રેક થઇ જશે

  8. વિવાદ સનાતન ધર્મમાં સ્વીકાર્ય છે, પણ બ્રેકિંગ ઇન્ડિયા પરિબળો ને ઓળખવા અને આઘા રાખવા પણ જરૂરી છે. બ્રેકિંગ ઇન્ડિયા પરિબળો ના ડર થી આંતરિક દૂષણ પ્રત્યે આંગળી ના ચીંધીને સનાતન ધર્મની કુસેવા જ થાય.

    • આપણું આપણે ગમે ત્યારે રીપેર કરી શકીએ પણ એને રીપેર કરવા માં આપણું તૂટી ન જાય એ વધુ
      ધ્યાન રાખવા ની બાબત છે

  9. Respected Sir,
    All our mornings are testless in absence of reading good morning articles.I hope you will satisfy demand of hundreds like me by way of appearing every morning on what’s up group.

    like me eagerly vaiting for your views on current topics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here