દેખાડવા જેવું કશું ન હોય ત્યારે પૈસાનો દેખાડો થતો હોય છે : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’ , સંસ્કાર પૂર્તિ. રવિવાર, 18 ઑક્ટોબર 2020)

સંગીતની જેમ ભાષામાં પણ નિશ્ર્ચિત નિયમો હોય છે. સંગીતની જેમ ભાષામાં પણ સર્જકતા ઉમેરવા માટે ક્યારેક આ નિયમોને ઓળંગવા પડે છે, ઉવેખવા પડે છે.

સ્થાપિત નિયમો તૂટ્યા પછી થતું સર્જન સાંભળીને કે વાંચીને કોઈ નવોદિત એમ કહે કે આજથી હું પણ તમામ નિયમોને નેવે મૂકીને સંગીત સર્જીશ તો શક્ય છે કે એ માત્ર કોલાહલ સર્જે. તમામ નિયમો બાજુએ મૂકીને હું લખીશ એવું કોઈ તાલીમાર્થી વિચારે અને લખે તો મોટેભાગે એ વ્યાકરણદુષ્ટ અને અપાર જોડણીની ભૂલો ધરાવતું ગદ્ય કે પદ્ય સર્જશે.

ભાષાના નિયમો તોડતાં પહેલાં નિયમબદ્ધ ભાષા લખતાં આવડવી જોઈએ. એ પછી પણ વ્યાકરણ-જોડણી અંગેના પાયાના કેટલાક નિયમોને તો ક્યારેય અવગણી શકાય જ નહીં. તમે શું લખો છો, શું કહો છો એ તો અગત્યનું છે જ, એટલી જ અગત્યની બાબત એ છે કે કેવી રીતે તમે એ કહો છો, લખાણની તમારી રજૂઆત કેવી છે. આ રજૂઆતમાંની બનાવટ તરત છતી થઈ જાય છે અને એની સચ્ચાઈ અન્ય કોઈ પ્રયત્ન વિના, આપોઆપ પ્રગટ થાય છે.

સુરેશ જોષી આધુનિક ગુજરાતી સાહિત્યના સૌથી મોટા પ્રહરી. એમના મરણોત્તર નિબંધસંગ્રહ ‘પશયન્તી’ના ચોપનમા નિબંધમાં તેઓ લખે છે: ‘ફિલસૂફી વાંચવામાં ઘણા પાછા પડે છે એનું કારણ એ છે કે ફિલસૂફો ઘણીવાર સરળ અને પરિચિત હકીકતને એની પરિભાષાની જટિલતાથી વધુ ગૂંચવીને રજૂ કરતા હોય છે. એમાં અર્થના સંક્રમણ કરતાં એ નિમિત્તે રચાતો પરિભાષાનો પ્રપંચ કોઈવાર વધારે મહત્ત્વ પામતો હોય એવું લાગે છે. કવિતા વિશે પણ ઘણા એવું કહેતા સંભળાય છે કે એમાં વાગાડમ્બર વિશેષ છે, એમાં નાહક બધું અટપટું બનાવી દીધું હોય છે.’

કશુંક વાંચતી વખતે એ લખાણમાં ધ્યાન પરોવાય એવું ન હોય ત્યારે શબ્દો આંખને અડીને પાછા ફેંકાય છે, દિમાગ સુધી પહોંચતા જ નથી, તો પછી હૃદય સુધી કેવી રીતે પહોંચે. તમે નાટક જોતા હો ત્યારે એક અદૃશ્ય એવો માછલી પકડવાનો ગલ સ્ટેજ પરથી પ્રેક્ષાગારમાં ફેંકાય અને તમામ પ્રેક્ષકોનું ચિત્ત એ ગલમાં ઝીલાઈ જાય તો જ નાટક પ્રેક્ષકોનાં મન સુધી પહોંચી શકે, અન્યથા સ્ટેજ અને પુશ બૅક ખુરશી વચ્ચેના અંતર જેટલું જ અંતર નાટ્યકારના અને પ્રેક્ષકના હૃદય વચ્ચે સર્જાઈ જતું હોય છે.

માણસના દિમાગનો તરત જ કબજો લઈ લે એવા વિચારો પ્રગટ કરવામાં સર્જકો દર વખતે સફળ થતા નથી. આવું થાય ત્યારે, સુરેશ જોષીએ નોંધ્યું એમ, પરિચિત હકીકતને એની પરિભાષાની – ટેક્નિકલ ટર્મ્સની અથવા તો જાર્ગનની જટિલતાથી વધુ ગૂંચવી નાખવામાં આવે છે. સરળ અને પ્રવાહી શૈલીમાં અન્ય નખરાં ન હોય તો પણ એ ચુંબકીય બને. સચોટ અભિવ્યક્તિ માટે તમે પોતે એ વિચાર માટે અનુભવેલી તીવ્રતા જરૂરી છે. આવી તીવ્રતા અનુભવાયા વગર લખવાથી તમને એમાંનું ખોખલાપણું શણગારવાની જરૂર લાગશે અને તમે એમાં આડંબરયુક્ત શૈલી છાંટશો.

કપડાંની બાબતમાં આવું જ થતાં જોયું છે. કપડાં તમારા વ્યક્તિત્વનો એક ભાગ છે. જેમના વ્યક્તિત્વમાં ઊંડાણ ન હોય એમણે વધારે ભપકાદાર કપડાં પહેરવાની જરૂર પડે. મેં જોયું છે કે જેમનું વ્યક્તિત્વ અંદરથી સભર હોય એમને ક્યારેય પોતાની ‘પર્સનાલિટી પડે’ એ માટે મોંઘો – આધુનિક વૉર્ડરોબ વસાવવાની જરૂર નથી પડતી. એમના માટે કપડાં સુઘડ હોય અને નયનરમ્ય હોય એટલું પૂરતું છે.

જીવનનું ખોખલાપણું ભરવા માટે જ મોટા ભાગના લોકો પોતાને, પોતાના ઘરને, પોતાની ભાષાને શણગારતા હોય છે. એમની વિચારસરણી ઊછીની લીધેલી હોય છે. તેઓના સબ-કૉન્શ્યસમાં એવા વિચાર રમતા હોય છે કે ઘરનું ઈન્ટિરિયર એવું હોવું જોઈએ કે જેને જોતાંવેંત આવનારના મનમાં છાપ પડે કે આ ઘર પૈસાવાળાનું છે. બીજી તમામ ગણતરીઓ એ પછી આવતી હોય છે. માણસ પાસે દેખાડવા જેવું કશું ન હોય ત્યારે એ પૈસાનો દેખાડો કરતો હોય છે.

લખીને પ્રગટ થતી ભાષામાંની લાગણી જાહેર બની જાય છે. જે લાગણી અંગત રહે છે તેને સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શૈલીના આડંબરની જરૂર નથી પડતી. કોઈના માટેની સારી લાગણી વ્યક્ત કરવા શબ્દો ન જડે ત્યારે પણ, એ શબ્દો શોધવાના પ્રયત્ન દરમ્યાન આપણી લાગણી પૂરેપૂરી તીવ્રતાથી સામે પહોંચી જ જતી હોય છે. આની સામે, પરાણે ઊભો કરેલો ઉમળકો ઉત્તમમાં ઉત્તમ શબ્દો દ્વારા વ્યક્ત કરાયા પછી પણ સાંભળનાર વ્યક્તિ અગાઉ હતી એટલી જ કોરી રહી જતી હોય છે.

ખોટમાં ધંધો ચાલતો હોય એવી દુકાનનો ભપકો મોટો હોય છે એ મતલબનો ગુજરાતી શેર તમે સાંભળ્યો હશે. દુકાનની આ વાત વ્યક્તિત્વને અને ભાષાને પણ સો ટકા લાગુ પડે છે.

પાન બનાર્સવાલા

તમારી પાસે જે હશે તે જ તમે બીજાની સાથે વહેંચી શકશો.

—ઓશો રજનીશ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. સર , સાચુ કહું ?? તમે લખેલા પોંઈન્ટ્સ પર બીજા બધાના લેખ ઘણીવાર વાંચેલા હોય છે, ક્યારેક. પણ તમારા જેવી સરળ અને સચોટ લેખનશૈલી કોઈની નથી જોઈ ક્યાંય. જે મુદ્દાસર તમે મુખ્ય ટોપીકને સમજાવો છો એ , આઈસક્રીમની જેમ સહજતાથી મગજમાં ઉતરી જ્ય છે.

  2. શોભા દુકાન માં તો વધે જો હોય ધંધો ખોટમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here