( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 5 મે 2024)
લાઈફ એટલે શું એવું કોઈ પૂછે તો આજનો મારો જવાબ છે નિર્ણય લેવાની કળા.
તમે ક્યાંક જવા નીકળ્યા હો અને એકાએક ટેક્સી ડ્રાયવરને કહી દો કે નહીં, નહીં, લેફ્ટ લે લો અને ડ્રાયવરે ઑલરેડી રાઈટનું સિગ્નલ ચાલુ કરીને સ્ટિયરિંગ અલમોસ્ટ એ દિશામાં વાળી દીધું હોય. એક્સિડેન્ટથી બચી જાઓ તો નસીબ સારાં છે તમારાં. પણ ક્યારેક આવું રિસ્ક લેવાને બદલે જે રસ્તે વળવાનું નક્કી કર્યું હોય તે ખોટો રસ્તો હોય તો પણ વળી જવું અને આગળ જ્યાંથી યુ ટર્ન મળે ત્યાંથી પાછા વળીને થોડા આગળ વધી નવા નક્કી કરેલા રસ્તે વળી જવું.
આપણે આળસમાં કે પછી ઉતાવળમાં શું કરીએ છીએ? ઉતાવળમાં હોઈએ તો છેક છેલ્લી ઘડીએ, અકસ્માત થવાનું જોખમ લઈને દિશા બદલી નાખીએ છીએ. અને આળસમાં હોઈએ તો જે રસ્તે નથી જવું તે રસ્તે વળી ગયા પછી પાછા સાચા રસ્તે જવાનું ટાળીએ છીએ.
નિર્ણય લેવાનો હોય, કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય, ત્યારે કોઈ શું કહેશે તે વિચારવાનું નહીં. તમે શું કરવા માગો છો અને શા માટે એ જ કરવા માગો છો એટલી સ્પષ્ટતા તમારા મનમાં થઈ ગઈ હોય તો બસ છે.
ઉપરના પેરામાં પ્રથમ વાક્યમાં પૂર્ણવિરામ પછી બીજું વાક્ય ઉમેરવાની જરૂર શું કામ પડી તે સમજાવું. કૉલેજમાંથી કે ઑફિસમાંથી તમે પાંચ-સાત મિત્રો ક્યાંક ખાવા માટે ગયા છો. બધાની ચૉઈસ છે કે સાઉથ ઈન્ડિયન ખાવું છે. તમે પણ જોડાઓ છો. ત્યાં જઈને જુઓ છો કે બધાએ પોતપોતાના માટે ઈડલી-સંભારનો ઑર્ડર આપ્યો છે – પણ તમે મેનુમાં જુઓ છો કે એમાં તો ચાઈનીઝ સેકશન પણ છે અને તમે મંચુરિયન મગાવવાનો નિર્ણય કરો છો. આ તબક્કે મારી તમને વણમાગી સલાહ એ છે કે તમે શું કામ ચાઈનીઝ જ મગાવો છો અને શા માટે સાઉથ ઈન્ડિયન ખાવા નથી માગતા એ વિશે તમારામાં ક્લેરિટી ન હોય તો પ્લીઝ, ગો વિથ ધ ફ્લો. ઈડલી જ મગાવીને ખાઈ લો. સિવાય કે પછી તમને આયુર્વેદની દવાને કારણે આથાવાળું ખાવાની મનાઈ હોય. ઈવન ઈન ધેટ કેસ તમારે માટે મંચુરિયન પણ કંઈ હેલ્ધી વિકલ્પ નથી.
આવી બધી બાબતોમાં તમારે તમારા નિર્ણયને વળગી રહેવાની જીદ ન કરવાની હોય. આવી બાબતોમાં તમે બધા કરે છે એવું જ કરશો તો કંઈ તમારી આઈડેન્ટિટી ભૂંસાઈ નથી જવાની. આવી બધી બાબતોમાં તમારે જરૂર વિચારવાનું કે હું એકલો મંચુરિયન મગાવીશ તો બાકીના છ ઈડલીવાળા દોસ્તારો-બહેનપણીઓ શું કહેશે. આવી બધી ઝીણીઝીણી વાતોને ડિસિઝન મેકિંગ ના ગણવાની હોય.
પણ હા. તમારે ભવિષ્યમાં શું કરવું છે તેનો નિર્ણય તમારે જ લેવાનો હોય. તમારે કોની સાથે લગ્ન કરવું અને કોની સાથે તોડી નાખવું તેનો નિર્ણય પણ તમારે જ કરવાનો હોય, તમારે કઈ જૉબ લેવી, ક્યારે છૂટા થઈ જવું, પગારમાંથી શું ખર્ચ કરવો, ક્યાં ખર્ચ કરવો આ બધા જ નિર્ણયો તમારે પોતે લેવાના હોય.
લોકો, આસપાસના મિત્રો વગેરે, તમને કહ્યા કરતા હોય છે કે સમજી વિચારીને નિર્ણય લેવો. કયો માણસ કહેશે કે, ના હું તો સમજ્યા-વિચાર્યા વગર જ નિર્ણય લેવામાં માનું છું.
આવેશમાં, ઉતાવળમાં કે ત્વરિત નિર્ણય લેવામાં આવે છે ત્યારે પણ તે સમજી-વિચારીને જ લેવામાં આવતો હોય છે. બહુ બધા લોકોને પૂછીને લીધેલો નિર્ણય કે દિવસો કે મહિનાઓ સુધી વિચાર કર્યા પછી લીધેલો નિર્ણય મેચ્યોર્ડ જ હોય કે સાચો જ પુરવાર થાય એ જરૂરી નથી.
બહુ બધા લોકોને પૂછપૂછ કરીને નિર્ણય લેવા પાછળનાં ત્રણ કારણો હોવાનાં : કાં તો તમે એ લોકોને તમારા આગામી સ્ટેપ વિશે અગોતરી જાણકારી આપી દેવા માગો છો. જુઓ હું, હું આવું કરવાનો છું. કાં પછી તમે પ્રચ્છન્નપણે એમનો સાથ મેળવવા માગો છો – મારે આ કરવું છે એટલે તમારી જરૂર પડવાની, તે વખતે ના નહીં પાડતા. અને છેવટે આ ત્રીજું કારણ : તમે એ નિર્ણય ખોટો પડે ત્યારે જવાબદારીમાંથી છટકી જવા માગો છો – મેં તો તમને પૂછીને આવું કર્યું, તો પણ હું એમાં ઊંધે માથે પડ્યો. આવું કહીને તમે માત્ર જવાબદારીમાંથી છટકી જતા નથી, જેને પૂછ્યું તેના પર તમારી ભૂલ ઓઢાડવા માગો છો.
લાંબું વિચારવું એટલે કેટલું લાંબું વિચારવું? એક કલાક, એક દિવસ, એક સપ્તાહ, એક મહિનો, એક વર્ષ. ક્યારેક એક વર્ષ સુધી વિચારવિચાર કર્યા બાદ લીધેલો નિર્ણય પણ ખોટો પડતો હોય છે.
નિર્ણય લેવામાં સમય વધારે લેવાથી નિર્ણય સાચો જ પડશે એની કોઈ ગેરન્ટી હોતી નથી. ઝડપથી લેવાયેલો નિર્ણય ઉતાવળે કે કાચી સમજથી લેવાયો છે અને એ ખોટો જ પડશે એવું પણ કોઈ કહી ના શકે. કોઈ મોટી બાબતે તાબડતોબ નિર્ણય લઈ લઈએ છીએ ત્યારે બીજા કોઈને કદાચ એમ લાગે કે તમે ઉતાવળ કરી નાખી. કદાચ તમને પણ એવું લાગે. પણ ચાન્સીસ આર ધેર કે એ નિર્ણય લેવા માટે જરૂરી એવી તમામ માહિતી તમારા સબકૉન્શ્યસ મગજમાં પહેલેથી જ ધીમે ધીમે કરીને સંઘરાઈ ગઈ હોય અને નિર્ણયની ઘડી વખતે કૉમ્પ્યુટરની ઝડપે એ માહિતી તરત પ્રોસેસ થઈ ગઈ અને તમને જવાબ મળી ગયો કે આ વિશે શું કરવું છે. આપણે આને કોઠાસૂઝ પણ કહી શકીએ.
જાણી રાખવાનું એટલું જ કે કોઠાસૂઝ કે ઈન્ટ્યુઇશન કોઈ ચમત્કાર કે દૈવીશક્તિ નથી. પણ ભૂતકાળમાં થયેલા અનુભવો, નિરીક્ષણો, વિચારોના સમૂહનો તમારા સબકૉન્શ્યસમાં સંઘરાઈ ગયેલો ખજાનો છે.
નિર્ણયો ક્યારે લેવા, ક્યારે ન લેવા એટલે કે ક્યારે અનિર્ણિત દશામાં રહેવું એ સમજવાની એક સીધી સરળ ચાવી મને જે જડી છે તે એ છે કે કોઈ વાતે જો મન ના પાડતું હોય તો નિર્ણય નહીં લેવાનો. અને જો લેવો જ પડે એમ હોય તો ના પાડી દેવાની.
અનિર્ણિત દશામાં રહેવાનો નિર્ણય પણ એક પ્રકારે નિર્ણય જ છે. તમે અમુક બાબતે નિર્ધારિત સમયમાં કશું નક્કી નથી કરવા માગતા. તમારે તેલ જોવું છે, તેલની ધાર જોવી છે અને એવું કરવામાં જો કોઈ કહેતું હોય કે તક હાથમાંથી નીકળી જશે તો ભલે, એવું કાલ્પનિક નુકસાન સહન કરવાની તમારી તૈયારી છે. તો પછી બીજા કોઈએ શું કામ તમારા પર દબાણ કરવું જોઈએ. પણ તમને ખબર છે કે કોઈ જ્યારે તમને નિર્ણય લેવા માટે ફોર્સ કરે છે ત્યારે એમાં તમારો નહીં, પોતાનો ફાયદો એ વ્યક્તિ જોતી હોય છે. તમારો નિર્ણય મુલતવી રહે તો એમાં એને પોતાનું નુકસાન દેખાતું હોય છે. આવી પરિસ્થિતિમાં સરેન્ડર થઈ જવાને બદલે તમારે અત્યારે નિર્ણય નહીં લેવાના તમારા નિર્ણયને વળગી રહેવાનું હોય.
નિર્ણયો લેવા કે ન લેવા એ તમારી પોતાની મરજી પર આધાર રાખે છે. નિર્ણયો ક્યારે લેવા ને ક્યારે નહીં લેવા એ પણ તમારી મરજી પર આધાર રાખે છે. જિંદગી એટલે તમારા નાના-મોટા નિર્ણયોનાં પરિણામોનો સરવાળો. આટલું જો યાદ રાખશો તો ઘણી ગૂંચ ઉકેલી જશે અને જીવવાની મઝા આવશે.
પાન બનારસવાલા
જિંદગીમાં ક્યારેક સૌથી કપરો નિર્ણય જ સાચો નિર્ણય હોય છે.
– અજ્ઞાત
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો