તોતિંગ સફળતા અને નાનીમોટી નિષ્ફળતા : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 11 ફેબ્રુઆરી 2024)

નિષ્ફળતાથી આપણે એટલા ગભરાઈએ છીએ કે એ આવે છે ત્યારે અત્યાર સુધી મળેલી સફળતાને ભૂલી જઈએ છીએ.

નિષ્ફળતા એટલે શું ? સફળતાના માર્ગમાં આવતાં વિઘ્નો એ કંઈ નિષ્ફળતા નથી. આ વિઘ્નો એ કસોટી છે તમારી ક્ષમતા માપવાની. વિઘ્નો આવે એટલે કામકાજ સંકેલીને બેસી જવાનું ન હોય, કારણ કે એ કંઈ તમારા માર્ગ પરનો અંતિમ પડાવ નથી. વિઘ્નોને નિષ્ફળતા માની લેનારાઓ એ વખત વીતી ગયા પછી પસ્તાતા હોય છે – કેમ મેં એ વિઘ્નોને પાર કરવા માટે મારામાં રહેલી તમામ શક્તિઓ ખર્ચી ના કાઢી? જો તે વખતે ધીરજ રાખીને, મનોબળ મજબૂત રાખીને જોર લગાવ્યું હોત તો એ વિઘ્નો દૂર થઈ શક્યાં હોત, એ વિઘ્નો નિષ્ફળતામાં ન પરિણમ્યાં હોત.

નિષ્ફળતા દૃઢ થાય તે પહેલાં પરિસ્થિતિને ચકાસી લેવાની હોય કે જે વિઘ્નો માટે લાગે છે કે એ દૂર નહીં જ થઈ શકે એ વિઘ્નો ઓછાં થઈ જાય એવો કોઈ માર્ગ ખરો? માર્ગ ચોક્કસ હોય છે. તમે જે વિશાળ લક્ષ્ય તરફ આગળ વધવા માગતા હો તે લક્ષ્યને સહેજ નાનું બનાવી દો, સહેજ ઓછું અઘરું બનાવી દો તો વિઘ્નો પણ નાના થઈ જશે, એને દૂર કરવાનું કામ ઓછું અઘરું થઈ જશે.

નિષ્ફળતા ઝળુંબી રહી હોય ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. કાર્ય સંપૂર્ણપણે નિષ્ફળ બને તે પહેલાં એ કામમાં જ્યાં સુધી આગળ વધ્યા હોઈએ તેમાંનું શું શું બચાવી લઈ શકાય એમ છે તે બચાવી લેવાનું. જે બચાવી લીધું હશે તે તમારી નહીં મળેલી સફળતાના પાયાની ઈંટો હશે. આ ઈંટોના આધારે નવી, થોડીક ઓછી ભવ્ય અને થોડી ઓછી મહેનતે ચણી શકાય એવી ઈમારત બનાવવાનું શરૂ કરવાનું.

નિષ્ફળ જવાનું એક મોટું કારણ આપણી જીદ હોય છે. મેં જે ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યાં સુધી નહીં પહોચું તો હું નિષ્ફળ ગણાઈ જઈશ એવી બીક પણ હોય છે.

તમે દસ ફીટ દૂરથી નાનું તીર કે ડાર્ટ ફેંકીને સામેના ટાર્ગેટમાં બરાબર મધ્યના નાનામાં નાના કુંડાળા સુધી પહોંચવા માગો છો. નથી પહોંચાતું. દસને બદલે નવ ફીટનું અંતર કરી નાખો. આઠ કે સાત કે છ ફીટનું અંતર કરી નાખો. બરાબર મધ્યના સૌથી નાના કુંડાળાને બદલે એનાથી સહેજ મોટા કુંડાળામાં ડાર્ટ ભોંકાય તો પણ ચાલશે. ક્યાંક તો પહોંચ્યા તમે. ધીમે ધીમે તમારી પ્રેક્ટિસ વધતી જશે અને તમે દસ નહીં બાર ફીટના અંતરેથી પણ ધાર્યુ નિશાન પાર પાડી શકશો.

એક કરોડના ટર્નઓવરના પ્લાનિંગથી કામ શરૂ કર્યું હોય અને પહેલા વર્ષમાં એમાંથી ચોથા ભાગનું જ ટર્નઓવર થયું તો એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ ગયા. તમારો ટાર્ગેટ તમારી કૅપેસિટી કરતાં ઘણો વધારે મોટો તમે નક્કી કર્યો હતો. પચ્ચીસ લાખનું ટર્નઓવર કરી શકો છો એટલી ક્ષમતા પુરવાર થઈ ગઈ. આ તમારી સફળતા છે. હવે ટાર્ગેટમાં ફેરફાર કરીને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખીને ક્રમશ: કામકાજ, રીતરસમ અને કાર્યપદ્ધતિને ફાઈનટ્યુન કરતા જાઓ, અને મઠારતા જાઓ, એમાં જે કંઈ જરૂરી હોય એવા નાનામોટા ફેરફારો કરતા જાઓ. પચ્ચીસમાંથી પચાસ પર પહોંચી શકશો, પંચોતેર પર પહોંચશો, ક્યારેક ઓરિજિનલ ટાર્ગેટ પર પણ પહોંચી જશો.

બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની. સૌ કોઈનામાં અંબાણી બનવાની ક્ષમતા નથી હોતી. સૌ કોઈનામાં પોતાપોતાના ક્ષેત્રમાં જે કોઈ મોટામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે તે બનવાની તાકાત નથી હોવાની. દરેક ક્રિેકેટર સચિન તેન્ડુલકર કે દરેક એક્ટર અભિતાભ બચ્ચન નથી બની શકવાનો. દરેક સાહિત્યકાર ટાગોર કે હેમિંગ્વે નથી બની શકવાનો. આ એક વાત ધ્યાનમાં રાખવાની.

બીજી વાત એ ધ્યાનમાં રાખવાની કે જો તમારામાં અંબાણી, તેન્ડુલકર, અભિતાભ કે ટાગોર બનવાની ક્ષમતા હશે તો પણ તમે રાતોરાત એવા નથી બની જવાના. વર્ષો અને દાયકાઓ સુધી નિરંતર, સહેજ પણ થાક્યા વિના – હતાશ થયા વિના, અનેક અગવડો વેઠીને, મનમાંનો ઉત્સાહ ઓછો કર્યા વિના કામ કર્યું હશે તો જ તમારામાં રહેલી એ ક્ષમતાનું આખરી પરિણામ ભવ્ય અને દિવ્ય આવશે.

અને ટોચ સુધી પહોંચ્યા પછી પણ જે સૌથી વધુ યાદ રાખવા જેવી વાત છે તે એ કે આટલે પહોંચ્યા પછી પણ તમે ઝીરોમાં આઉટ થઈ શકો છો, તમે દેવાદાર બની શકો છો, તમારા પ્રોજેક્ટ્સ નિષ્ફળ જઈ શકે છે.

ખરી કસોટીઓ હવે આવે છે. આવી નિષ્ફળતાઓ પચાવીને, પોતાનામાં રહેલી ક્ષમતાઓમાં જેને ભરપૂર વિશ્વાસ હોય તે જ વ્યક્તિ છેવટે લેજન્ડ તરીકે માન્યતા મેળવે છે. જેની પાસે તોતિંગ સફળતા હોય એણે પોતાની જિંદગીમાં નાનીમોટી નિષ્ફળતાઓ આવે ત્યારે નાસીપાસ ન થવાનું હોય. અંબાણી, સચિન કે અમિતાભની નિષ્ફળતાઓને કોઈ યાદ રાખતું નથી. તમારે પણ એવી નાનીમોટી નિષ્ફળતાઓ પછી જે પાઠ શીખવાનો હોય તે શીખી લઈને એને ભૂલી જવાની હોય. તમારા શત્રુઓ કે વિઘ્નસંતોષીઓ એવી નિષ્ફળતાઓને યાદ કરાવે તો પણ એને હસી કાઢવાની. તમારું બધું જ ધ્યાન તમે જે કાર્યમાં ક્ષમતા પુરવાર કરીને જંગી સફળતા મેળવી છે, મેળવી રહ્યા છો, અને ભવિષ્યમાં પણ મેળવવાના છો – એના તરફ હોવું જોઈએ.

એક વખત તમને ટેવ પડી જાય કે તમારી શક્તિઓ નિષ્ફળતા વિશે વિચાર્યા કરવામાં વેડફવાની નથી પણ જે સફળતા મળી છે, મળી રહી છે એના પર તમારું તમામ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પછી તમને લેજન્ડ બનતાં કોઈ રોકી શકતું નથી – તમારા શત્રુઓ પણ નહીં.

પાન બનારસવાલા

તમને લાગતું હોય કે તમે જિંદગીમાં આગળ નથી વધી રહ્યા તો જરા રોકાઈને વિચારો કે અત્યારે ઘણાંબધાં કામનો ઢગલો માથે લઈને બેઠા છો એમાંથી સૌથી અગત્યના કામ કયાં છે? આ બધાં કામોમાંથી થોડાંક જ કામ પર પૂરેપૂરું ધ્યાન આપવાથી પ્રગતિ થઈ શકશે. બાકીનો ભાર ઓછો કરીને હળવા થઈ જાઓ. વધારે સ્ફૂર્તિથી કામમાં મન પરોવી શકશો.

—અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here