મદરેસા, મૌલવી અને બળાત્કાર

સન્ડે મોર્નિંગ

સૌરભ શાહ

જમ્મુ-કાશ્મીરમાં કથુઆનો રેપ કેસ દેશઆખામાં ચર્ચાયો. કારણ? વિક્ટિમ મુસ્લિમ, આરોપીઓ હિન્દુ અને બળાત્કારનું તથાકથિત સ્થળ મંદિર.

ભવિષ્યમાં પુરવાર થશે કે આ આખા કેસમાં કોઈ ભળતા જ ગુનેગારો ઈન્વોલ્વ્ડ હતા. જે રીતે આ કેસને રાજકીય રંગ આપવામાં આવ્યો છે તે જોતાં ચોક્કસ પુરવાર થવાનું કે અત્યારે જેઓને દોષિત માનવામાં આવે છે એમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે.

કથુઆના જ ગાળામાં ગાઝિયાબાદમાં મદરેસામાં બળાત્કારનો કિસ્સો બન્યો. આપણામાંના કેટલાને એની ખબર છે, એમાં કોણ કોણ આરોપી છે-એમનાં નામ શું છે. માઈનોરનું નામ ભલે ડિક્લેર ન થયું હોય, પણ બીજો આરોપી જે મૌલવી છે તેનું નામ ખબર છે? કથુઆમાં તો સગીર વયના આરોપીનું નામ અને એનો ચહેરો, એનું બેકગ્રાઉન્ડ બધું જ ચગાવવામાં આવ્યું. પીડિતાનું નામ ક્યારેય જાહેર કરવાનું ન હોય, બળાત્કારના કેસમાં. પણ કથુઆમાં વિક્ટિમ વૉઝ અ મુસ્લિમ એટલે પોઈન્ટ સ્કોર કરવાનું કોઈ છોડે.

ગાઝિયાબાદના કેસમાં ત્રણ-ચાર દિવસ પહેલાં સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમે ચાર્જશીટ ફાઈલ કરી! આ ન્યુઝ આપણામાંથી કેટલા લોકોએ વાંચ્યા? આપણા મનમાં હજુય કથુઆ જ રમ્યા કરે છે. કથુઆ માટે કકળાટ કરનારાઓમાંથી કેટલા લોકોએ ગાઝિયાબાદ માટે જરી સરખો પણ સંતાપ કર્યો.

સેક્યુલરોની જમાતે ફેસબુક પર કથુઆ વખતે જેટલી લુખ્ખાગીરી કરી એમાંની એક ટકા જેટલી પણ ગાઝિયાબાદ માટે નથી થઈ. ધર્મનિરપેક્ષતાનું આ ઉત્તમ ઉદાહરણ છે: હિન્દુ આરોપીનાં નામ હોય, પીડિતા મુસ્લિમ હોય તો પીટો સાલા હિન્દુડાઓને. આરોપી મુસ્લિમ હોય, મૌલવી હોય અને મદરેસા જેવા પવિત્ર સ્થળે કુકર્મ થયું હોય તો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને આખી વાતો ઈગ્નોર કરે.

ગાઝિયાબાદના કેસમાં એસ.આઈ.ટી.એ. જે ચાર્જશીટ દાખલ કરી છે તેની વિગતો ખબર છે તમને? આ રહી:

દસ વર્ષની માસૂમ ક્ધયા પર બે જણાએ મળીને ગેન્ગ રેપ કર્યો. છોકરીને ઘેનની દવાવાળું પાણી પીવડાવીને બેહોશ કરી નાખવામાં આવી. ૧૯ પાનાંની ચાર્જશીટમાં લખ્યું છે કે એક આરોપી તરત જ પકડાયો છે, બીજો જેણે પણ રેપ કર્યો હતો તે લાપતા છે અને ત્રીજો આરોપી જેણે આ છોકરીને લલચાવીને મદરેસામાં બોલાવી તે પણ સંતાતો ફરે છે.

બળાત્કાર કર્યા પછી આરોપીએ પોતાનો અને છોકરીનો ફોન તોડી નાખ્યા. છોકરીએ મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં આ બધી વિગતો કહી છે.

સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની ૧૬૪ની કલમ હેઠળ આ નિવેદન કોર્ટમાં માન્ય રાખવામાં આવે છે. પોલીસે બેઉ ફોન મદરેસાની નજીકના એક ખાલી પ્લૉટમાંથી કબજે કર્યા. ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબર પરથી એની ઓળખાણ પાકી થઈ. આ ફોન પર આરોપી અને તેનો મિત્ર છોકરીના અવાજમાં પીડિતા સાથે વાત કરતા હતા, એને લલચાવતા હતા.

બળાત્કારનો દરેક કિસ્સો કમનસીબ હોય છે. બળાત્કારીને કડામાં કડી સજા થાય તે જરૂરી છે. ખાટલે મોટી ખોડ એ છે કે આપણે ત્યાં બળાત્કારના અમુક કિસ્સા હાઈલાઈટ થાય છે, અમુક દબાવી દેવામાં આવે છે. પેઈડ મીડિયામાં ઘૂસી ગયેલું હિન્દુ દ્વેષીપણું આના માટે જવાબદાર છે. પેઈડ મીડિયાનો માત્ર હિન્દુદ્વેષ જ નહીં ભારતદ્વેષ પણ આવા કિસ્સાઓમાં છતો થાય છે જે આપણે પાંચેક વર્ષે પહેલાં દિલ્હીના નિર્ભયા કેસ વખતે જોયું જેમાં પીડિતા હિન્દુ હતી, આરોપીઓ હિન્દુ હતા જે ગુનેગાર પણ પુરવાર થયા.

મદરેસા, મૌલવી અને બળાત્કાર-આવું કોઈ કૉમ્બિનેશન આવે ત્યારે પેઈડ મીડિયાનો દ્વેષ છતો થાય છે. આટલું લખવાનું બેઝિક કારણ એ કે મીડિયા અને/અથવા સોશિયલ મીડિયામાં કોઈ પણ ઈશ્યુ ચગાવવામાં આવે તો એમાં ઝંપલાવી દેવાની ઉતાવળ નહીં કરવાની. થોડીક અક્કલ, થોડીક કૉમન સેન્સ અને થોડીક કોઠાસૂઝ કામે લગાડીને જાતને પૂછવાનું કે કોઈ તમને ગેરમાર્ગે તો નથી દોરી રહ્યું? કોઈ તમને ઈન્સ્ટિગેટ તો નથી કરી રહ્યું? કોઈ તમને મિસગાઈડ કરીને અને ઉશ્કેરીને તમારા ખભા પર બંદૂક મૂકીને નિશાન તો નથી તાકી રહ્યું.

તમારા ખભા પરના બકરાને કૂતરું કહીને તમારું બકરું પડાવી લેનારાઓની સંખ્યા તમારી આસપાસ વધી રહી છે. વાસ્તે, સાવધાન!

કાગળ પરના દીવા

એક વેળા ઈશ્વરે પૂછ્યું: તને શું જોઈએ?

માગવામાં છેતરાયો, કોઈને કહેશો નહીં!

– ગૌરાંગ ઠાક

સન્ડે હ્યુમર

બાબુ બાટલી વકીલ પાસે ગયો અને બોલ્યો:

‘સાહેબ, જો હું સરકારમાન્ય દારૂ લઈને પીતો હોઉં અને બૈરું રોકે તો સરકારી કામમાં દખલ કરવાના કેસમાં એને અંદર કરી શકાય?’

વકીલે ઊભા થઈને બાબુ બાટલીને બાથ ભીડીને પૂછ્યું: ‘આ તું ક્યાંથી શીખી લાવ્યો!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here