હું સિવિલ એન્જિનિયર બનવાને બદલે લેખક કેવી રીતે બની ગયો: સૌરભ શાહ

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

આજથી એકાદ સપ્તાહ સુધી તમને રોજ એક વીડિયો ક્લિપ મોકલવાનો પ્લાન છે. ગયા મહિને મેં સુરતમાં એક લાંબો ઇન્ટરવ્યુ આપ્યો. સવા-દોઢ કલાક લાંબો. એની ૮-૧૦ મિનિટ્સની વિવિધ ક્લિપ્સ અઠવાડિયા સુધી તમારી સાથે શેર કરીશ.

જનરલી હું ઇન્ટરવ્યુ આપતો નથી. લીધા છે ઘણા. કોઈ સ્પેસિફિક ટૉપિક પર આપ્યા છે પણ ફ્રી વ્હિલિંગ જેમાં મારી જિંદગીના અનેક પાસાં વિશે પ્રશ્નો પૂછાયા હોય એવો આ પહેલો જ ઇન્ટરવ્યુ . અને કદાચ છેલ્લો! કારણકે મને મારા વિશે બોલવું કે લખવું ઓછું ગમે છે, મારું કામ બોલવું જોઈએ , હું નહીં.
However આ ઇન્ટરવ્યુ એક અપવાદ છે. લગભગ એક વરસ થી મિત્ર જ્વલન્ત નાયકનો આગ્રહ થતો હતો. એમના જેવા ઉત્સાહી, તરવરિયા અને નિષ્ઠાવાન મિત્રને ના પાડવાનું અશક્ય બની ગયું અને ગયા મહિને ‘મહારાજ’ ને નર્મદ સાહિત્ય સભાએ ‘નંદશંકર ચન્દ્રક ‘ વડે નવાજી ત્યારે સુરતની ટૂંકી મુલાકાત દરમ્યાન આ ઇન્ટરવ્યુ ગોઠવાયો. મારા પરમ મિત્રો ડૉ. મુકુલ ચોકસી, પત્રકાર વિક્રમ વકીલ તથા નાટયકાર કપિલદેવ શુક્લ તથા અખબારી વાચન જેવું વાઇબ્રન્ટ વૉટ્સએપ ગ્રુપ ચલાવતા જયેશ સુરતી સહિતના અનેક સ્નેહીઓની ઉમળકાભરી હાજરીથી શોભતા જીવન ભારતી સ્કૂલના રૉટરી સભાગૃહમાં જ્વલન્તે દિલ ખોલીને સવાલો પૂછ્યા અને હું ટ્રાન્સમાં સરી પડીને મારા મનની વાતો નિખાલસતાથી કહેતો ગયો. મુંબઈ પાછા આવવાની ટ્રેનનો સમય ના થઈ ગયો હોત તો હજુ પણ વાતો લંબાઈ હોત. જ્વલન્ત સાથેની આ મેરેથોન સેશન પૂરી કરીને હું જાણે ખાલી થઈ ગયો હતો, ઠલવાઈ ચૂક્યો હતો પણ અંદરથી ખૂબ પ્રસન્ન હતો. મુંબઈ સુધીના પ્રવાસના એકાન્તમાં આ ઇન્ટરવ્યુની ક્ષણો વાગોળીને માણતો રહ્યો. તમારા પ્રતિભાવો જાણવા આતુર છું. કમેન્ટ્સ ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર પોસ્ટ કરવાની તસ્દી લેશો જેથી મારા બધા જ વૉટ્સએપ ગ્રુપ્સના વાચકો સુધી તમારો અવાજ પહોંચે.

સવારે લાલ કિલ્લા પરથી વડા પ્રધાનશ્રીને સાંભળીને શેર લોહી ચડ્યું હશે??

-સૌરભ શાહ

10 COMMENTS

  1. Wah,paheli vaar tamara vishe aatlu jaani ne maja aavi.Aamathi ketli vaato sambhali ne mari life na prasango yaad aavi jaay chhe te kyarek rubaru malshu tyare…Emanu ek to e ke me pan mari zindagi no pahelo j interview hamana aapyo.:-)

  2. Wah, maja aavi gayee.Aamani ghani vaato sambhaline hu ketlu badhu relate karu chhu te rubaru malshu tyare vaat.Ofc, emani ek to e ke me pan hamna j zindagee no pehlo interview aapyo.:-).Aapana kahevathi comment ahin lakhu chhu pan koi jaat na reactions ni khabar nathi padti(fb ni jem):-(.

  3. નિખાલસ કબૂલાત સાથે નો આપશ્રી નો અદભુત વાર્તાલાપ. ખુબ જ આનંદ થયો આપને સાંભળીને.
    અગાઉ આપે જણાવ્યું હતું કે હું આત્મકથા નહીં લખું, પરંતુ અમારા જેવા વાચકો માટે આપની આત્મકથા વાંચવી જરૂરી છે. કઈ રીતે એક કલમ નું સૈનિક તરીકે નું ઘડતર થયું તે જાણવું જરૂરી છે. આજના બિકાઉ મિડિયા માં કઈ રીતે એક રાષ્ટ્રવાદી લેખક ને સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો છે, અને કઈ રીતે એક અદ્ભુત કલમ નું નિર્માણ થયું છે. તે આજના ઉગતા પત્રકારો એ પણ જાણવું જરૂરી છે. આપનો ખુબ ખુબ આભાર. આપના વિશે જણાવવા બદલ ‌.

  4. Waah…very interesting hearts-talk ..would love to enjoy its yet more 8 to 10 episodes. Very inspiring first hand narrative9n of how you became a JournalIst. Thnx Jvalant..-Thnx Saurabh Bhai

  5. Sir, yours is an Inspiring story for new generation.. I strongly believe, Everyone should Live His Dream / Desire; then only they can excel..

    I too am Living mine.. I can say.. How I became Electronics Er and not Doctor.? And against all odds (desire of my father, he was a very tough guy those days, a Dy Collector).. I’d said, if you don’t allow me to go for Eng, I will become Farmer.. 🙂

    Make Your Time Great…
    (I always say that, because that’s what one can do for self & in turn others..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here