મિસઇન્ફર્મેશનની મહામારીઃ સૌરભ શાહ

રાહુલ ગાંધી આજે સવારના પહોરમાં ટ્વીટર પર ચરકે છે કે એક તરફ રેલવે દૂસરે રાજ્યોં મેં ફંસે મજદૂરોં સે ટિકટ કા ભાડા વસૂલ રહી હૈં વહીં દૂસરી તરફ રેલ મંત્રાલય પીએમ કેર ફંડ મેં 151 કરોડ રૂપયે કા ચંદા દે રહા હૈ. જરા યે ગુત્થી સુલઝાઈએ!

એ જ સમયે આદરણીય સુબ્રમણિયન સ્વામી પણ ટ્વીટ કરીને ફરિયાદ કરે છે કે અડધા ભૂખ્યા પરપાંત્રીય મજૂરો પાસેથી ટિકિટના ઊંચા દર વસૂલ કરવાનું બેવકૂફી ભર્યું પગલું લેનારી ભારત સરકાર પરદેશમાં ફસાયેલા ભારતીયોને એર ઇન્ડિયામાં વગર પૈસે સ્વદેશ લઈ આવી. ભારતીય રેલવે જો આ મજૂરોનો ખર્ચ ઉઠાવવા ન માગતી હોય તો પીએમ કેર ફંડમાંથી ટિકિટના પૈસા આપવા જોઈએ.

સોનિયામૈયાએ મોટા ઉપાડે જાહેર કરી દીધુઃ ‘કોંગ્રેસ વહન કરેગી મજદૂરોં કે ઘર લૌટને કા ટિકટ ખર્ચ’ (‘અમર ઉજાલા’).

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ડોટ એનઆઈસી ડોટ ઇન ભારત સરકારની ઑફિશ્યલ વેબસાઇટ છે જેના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઑર્ડરની કૉપી ભારતનો કોઈપણ નાગરિક વાંચી શકે છે. ઑર્ડરમાં સ્પષ્ટ લખ્યું છેઃ ‘નો ટિકિટ્સ બીઇંગ સોલ્ડ એટ એની સ્ટેશન’.

જે મજૂરો, વિદ્યાર્થીઓ, પર્યટકો, જાત્રાળુઓ વગેરેને લૉકડાઉનને કારણે પોતાના વતન સિવાયના સ્થળે રોકાઇ જવું પડ્યું હોય એમને ઘરે પાછા જવા માટેની ગોઠવણ ભારતીય રેલવે કરી રહી છે. રાજ્ય સરકારોએ રેલવેને વિનંતી કરવાની કે અમારે આટલી ટ્રેનોની જરૂર છે. રેલવે રાજ્ય સરકારોને ભાડામાં 85 ટકા રાહત આપીને ટ્રેનો એલૉટ કરશે અને 15 ટકાનો ખર્ચ રાજ્ય સરકારે પોતે ભોગવવાનો રહેશે. આ સ્પેશ્યલ ટ્રેનમાં પ્રવાસ કરનાર મુસાફરે ગાંઠનો એકપણ રૂપિયો ખર્ચવાની જરૂર જ નથી.

આમ છતાં આ મિસઇન્ફર્મેશન ફેલાવવામાં આવી. શું કામ? ભારત સરકારને બદનામ કરવા. શું કામ? પીએમ-કેર ફંડને બદનામ કરવા. શું કામ? કૉંગ્રેસને ફાયદો થાય એ માટે. કેવી રીતે? કૉંગ્રેસે તો જાહેરાત કરી દીધી કે દરેક મજૂરની ટિકિટનો ખર્ચો અમે ઉઠાવીશું. મજૂરો-વિદ્યાર્થીઓ વગેરે સુધી વાત પહોંચાડી દેવામાં આવી મિડિયા દ્વારા. હવે જ્યારે તેઓ સ્ટેશને પહોંચશે અને એમને ખબર પડશે કે એમના ટિકિટના પૈસા બચી ગયા છે તો તેઓ આભાર કોનો માનશે? કોંગ્રેસનો. ટિકિટનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત સોનિયામૈયાએ જ તો કરી હતી. તેઓ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ઑર્ડર વાંચવા તો ગયા નથી. સ્ટેશને આવીને એમને ખબર પડે કે એમના માટે ફ્રી જર્નીની વ્યવસ્થા રેલવેએ તથા રાજ્ય સરકારે કરી છે તે પહેલાં જ એમના સુધી કૉંગ્રેસની મિસઇન્ફર્મેશન પહોંચાડી દેવામાં આવી. કોના દ્વારા? મેઇનસ્ટ્રીમ સેક્યુલર (એમએસએમ) દ્વારા.

આ મુસાફરોને એમ જ લાગવાનું કે કૉન્ગ્રેસી નેતાઓએ સરકાર પર દબાણ કર્યું એટલે અમારા પૈસા બચ્યા.

માટે સાવધ રહેવું. મેઇન સ્ટ્રીમ મિડિયાનો ઉપયોગ આ મહામારીમાં મોટાપાયે મિસઇન્ફર્મેશન ફેલાવવા માટે થઇ રહ્યો છે. માહિતી એક મોટું શસ્ત્ર છે. ગેરમાહિતી એના કરતાં મોટું શસ્ત્ર છે. ગેરમાહિતી તમારા સુધી એવા રૂપાળા પેકેજિંગમાં પહોંચાડવામાં આવે છે જે તમને માહિતીના સાદાસીધા ખોખા કરતાં વધારે આકર્ષક લાગે છે. ગેરમાહિતીના રૂપકડા પેકેજથી સુબ્રમણિયન સ્વામી જેવા જેન્યુઇન દેશપ્રેમી પણ ગેરમાર્ગે દોરવાઇ જતા હોય તો આપણી તો શું વિસાત? માટે જ સાવધાન. મોદી સરકારની કે હિન્દુવાદીઓની ટીકા કરવાનું મન થાય એવા લલચાવનારા ગિફ્ટ પેકેટને ખોલતાં પહેલાં સાવધાન. સરકારની લેફ્ટરાઇટ લેવાની લાલચ થઈ જાય એવી શાણપટ્ટી કરનારા ફૉરવર્ડિયાઓથી પણ સાવધાન.

॥હરિ ॐ॥

54 COMMENTS

  1. ટુંકમાં.
    રાહુલ ગાંધી-“ચરકે છે.”
    સુબ્રમણ્યમ સ્વામી.-“ફરિયાદ કરે છે.”
    અસ્તુ.

  2. આજની તારીખમાં કામે સાથે એને જાહેરાત પણ ખૂબ જરૂરી છે. સરકાર શું કરી રહી છે એ પબ્લિક ને જણાવવું બહુ જરૂરી છે. અન્યથા તમે કરેલા કામો ની જાણકારી સામાન્ય પ્રજા સુધી પહોંચતી નથી. આમાં મોકાનો ફાયદો લેનારા ફાવી જાય છે

  3. આ તો પેલા હાર્યો જુગારી બમણું રમેં એમ આ સોનિયા બાઈ હવે બમણા જોરથી જુઠઠાણાં ફેલાવામાં લાગી છે. પણ કંઈ હાથમાં નહીં આવે એના, હાથના કરેલાં હૈયે જ વાગશે. છાતી ના પાટિયા બેસી જશે તોયે એ બાઈ જુઠ્ઠું નહીં શકે, એટલે એ જે કઈ બકવાસ કરે તેને તો કોરાણે મૂકી એને કચરાપેટી ની જેમ સફાઈ જ કરવાની ને એ કામ સૌરભભાઈ બહુ જ સરસ રીતે કરી રહ્યા છે.

  4. સાચી માહિતી આપવા માટે આભાર. વિચાર ફક્ત એ આવે છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટનું પણ મિડીયા સેલ બહુ મોટું અને પાવરફૂલ છે. ભાજપા ૨૦૧૪થી સરકાર ચલાવે છે. એટલે છેલ્લા ૬ વર્ષમાં કોન્ગ્રેસ કે બીજી પાર્ટીઓ આવો દૂષ્પ્રચાર કરે છે તે ભાજપા સરકારને ખબર છે તો સરકાર પોતે જ કેમ શરૂઆતથી સાચી માહિતી લોકોને પૂરી નથી પાડતી? જો દરેક પગલાની સાથે સાથે જ સાચી હકિકત લોકોને, સરકારમાં બીજા નેતાઓને અને મિડીયાને આપવામાં આવે તો બીજી પાર્ટીઓની મજાલ છે કે ખોટી માહિતી આપે?

  5. Why Shahnawaj and Prakash Javedkar only two minister all time came to media and clarify or define even though they din’t wrong because lake of communication. I notice most of the bjp leader don’t know how to convert opportunity in a positive manner ; “tyare tamare medan ma aavavu pade chhe’ hats of Saurabhbhai.
    bjp have enough fire brand leader where is Smruti Irani…..

  6. Aap ni vaat bilkul vyajbi che , karan janya vagar loko potano abhiprai deve khub jaldi kari le che. Jane hu badhati pahela potani vaat loko samaksh kari dau

  7. On the basis of such misinformation , central government must hold such media responsible and ask media and congress to make payment of tickets after giving proper legal notice and govt must give proper advertisement in news paper and electronic media and social media.
    Saurabh Bhai , I am surprised how you get time to prepare 2 to 3 such articles every day in your busy schedule.

  8. કયારેક વિચાર આવે છે કે જો કૉંગ્રેસ નું રાજ હોય અને આ મહામારી હોત તો આપણા દેશ ની હાલત શુ થાત આ વિચારીને ને કાળજું કંપી જય છે જયાં સુંધી કૉંગ્રેસ એજેન્ડા મેડિયા નો પર્દાફાશ નહીં થાય થાય સુંધી એવું થયા કરશે

  9. The government should have mentioned the fare is born by central and state at decided ratios on the ticket along with set of instructions or document given to rail bound migrants. At least workers would have read themselves.

  10. I am surprised why media never interviewed migrant workers while they were boarding the trains and getting off their destination about who paid for their fare, how did they found journey, what other facility they were provided free of cost etc. Media are quick to reach Shahinbaug, Bandra exodus. Why they feel it is not right to give credit and thank the government for the massive task undertaken. Did they prepare any broadcast on the logistic and complexities involved at both centre and state level?
    This is pity of selective TRP hungry cheap media.

  11. મારા મત પ્રમાણે આ જાહેરાત સરકારે મજુર જે ભાષા કે જે સરળ રીતે સમજી શકે તે રીતેજ કરવામાં આવી નથી એનો કોંગ્રસ ચાલાકી થી ફાયદો લીધો છે અને 60 વર્ષ થી પોતાના રાજકીય રોટલા સેકવા ની નીતી આવડત નો લાભ લઈ ગય ……….

  12. કોંગ્રેસ ની મિસ ઇન્ફોર્મેશન લોકો ને ભ્રમિત કરી ખોટો સંદેશ મોકલી લોકો નાં સેન્ટિમેન્ટ સાથે ગેર લાભ લઈ મોદીજી તથા સરકાર ને ખોટા તથા હલકા સાબિત કરી રાજકારણ કરવાની ગંદી રીત જાણીતી છે.
    પ્રજા આ વાત સમજે તો સારું નહીં તો પાછા જ્યાં હતા ત્યા ને ત્યા

  13. Being lock m.p.&party leader,he/she don’t know about system of oppose.
    First they have to study matters, government orders and actual situation of what so ever it may be than to discuss with authority and clearification@ whole scenario.
    After receiving all that, they should have to suggest to government properway, than can declare own opinions to public and after public opinion,some steps@matter they can take.
    This is very crucial time,at this situation they have not taken visit of any hospital or not adress public for some good advice And CHALE HERO BANANE… THIS IS POLITICS.

  14. આ સંજોગોમાં મુસાફરો યાત્રા કરે તેમને પૈસા લઇ ટિકિટ આપવી અને તેમના આધાર લિંક બેંક એકાઉન્ટમાં રીફન્ડ આપી દેવુ જેથી જે યોજના નો સાચી રીતે અમલ થાઈ

    • શ્રમિકો પાસે હાલના સંજોગોમાં એટલા રૂપિયા કયાં હોય ? ૪૦-૪૨ દિવસોથી કામ ના કરેલ હોય તો બચત પણ ખાલી થઇ જાય

  15. Your message in Railway Tickets is wrong. All news channels are giving contradictory opinions. Times Now says Maharashtra, Kerala, and Rajasthan have made the migrants pay. Such wrong info from you has a big dent on credibility.

    • 85% of the cost is born by Railways and remaining 15% by the state government. Read the order on pib website. It’s clearly mentioned. When the Congress ruled state Governments do not pay their meagre share and Congress president announce of paying it, this becomes a bravado . It lessens the credibility of Congress and the paid media and INCREASES MY CREDIBILITY.

      • Some like minded people who really care for the country and the truth should get together and start a mission to unite the Hindus in such a way to raise their voices and generate awareness in the commonmen about the good work being carried out by our honmorable Prilme Minister who has been relentlessly working for 16-18 hours a day selflessly inspite of being abused and being called names by the politicians and people of lowest grade possible. Because it has started weaken his credibility in people’s mind as the currupt and totally unethical opposition are using their machinery and resources at the fullest to spread the absolute lies and undo the Government’s good work. Only some people like Subramanium Swami, Pushpendra Kulshetra and Sudhir Chaudhary are doing their best to help the Govt. by exposing the opposition.

    • સરળ અને ટૂંકી અને સ્પષ્ટ વાત થી લોકો ને માહિતી આપવી જોઈએ એટલે લોકો ની ગેર સમજ દૂર થાય, સરકાર ની સારી કામગીરી નો લાભ વિરોધીઓ લઈ જાય છે

  16. હાલની કોંગ્રેસ ઘટર છાપ છે એનો નમૂનો
    નજીકનાં ભુતકાળ માં ઘણાય નમૂના આપણે અનુભવ મળ્યા છે 2019 ની ચુંટણી મોદી સરકાર સારી બહુમતી લઈને આવી એ લોકોના કરતૂતો ના આભારી સુધરવા ના કોઈ chance નથી એમની બિમારી નો કોઈ ઈલાજ નથી હવનમાં હાડકાં નાખવા એમનો શોખ છે

  17. આ માટે અંગત રીતે હું પણ માનું છુ કે બીજેપીનું મિડીયા મેનેજમેન્ટ ઉણું ઉતર્યું છે જેને સ્વાભાવિક રીતે વિરોધ પક્ષ એક્સ્પ્લોટ કરવાનું નહિ ચૂકે. માટે ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર ઉણપ રહી જવાને અવકાશ રહે નહિ તેની વિષેશ કાળજી રાખવાની જરુરત રહેશે. જય હિંદ ?

  18. સાચા ખોટા નું પ્રમાણ કરવું સામાન્ય માણસ માટે અધરૂ છે. સરસ બહુજ સરસ ? ? ? ?

  19. If not railway/government is charging then some one else is collecting ticket charges from travellers. My staff paid 2,145/ (715x 3 tickets) to people who were assiting at Bopal bridge yesterday. Who are those people collecting money from more then 400 travellers?

  20. Saurabh bhai ghani j sunder editorial note.hakikat shu chhe e janavavano ane loko ni aankh ughadvano saras પ્રયત્ન.

  21. IN PARLIAMENT RAHUL & SONIA.. ANAND & SINGHVI
    ARE AVOIDING TO MEET MODI..BOYCOTTING PARLIAMENT
    &:
    DURING CORONA.. THEY ARE WRITING LETTERS TO MODIJI
    AS THEY ARE TAKING CARES OF PUBLIC..
    Trust in God.. he will definitely give punishment to Rahul Sonia.. ANAND… sindhvi

  22. Indian Government & their agencies should immediately publish such news which reaches to all Indians.

    Jai Bharat

    • Bjp sarkar modi ji na netrutva ma khub savdhan rahi ne sarve ni vichar kari ne aagar vadhe che koi bhukhiyu na suve ne koi bimari ma na fasai tevirite saru kariya biji koi pan khichdi sarkar hot to aaje bhart ni tu halat hot te ni kalpna karo to pan kapi javai
      Congress to desh ne paimal karinakhiyo hot ne manav ha ni ni koi amdaj lagavo muskil thai nat nasib sara ne ne aaje bharat desh ne mo diki nu netrutv prapt thaiyu
      Jais hind

  23. ગમે એટલો કોન્ગેસ પૃયત્ન કરે ભાજપની ભાવનાનો ફાયદો લાંબા ગાળે ભાજપને થશેજ કોન્ગેસ ની દશા ઘો મરવાની થાય ત્યારે …વાડે જાય કહેવત જેવી થઈ છે

  24. કયારેક વિચાર આવે છે કે જો કૉંગ્રેસ નું રાજ હોય અને આ મહામારી હોત તો આપણા દેશ ની હાલત શુ થાત આ વિચારીને ને કાળજું કંપી જય છે જયાં સુંધી કૉંગ્રેસ એજેન્ડા મેડિયા નો પર્દાફાશ નહીં થાય થાય સુંધી એવું થયા કરશે

  25. Please give the message to police and gruh mantralay and urgently arrest them for viral wrong message.

  26. Positive media & print media potana akhbar & TV upar Aa khulasa na news spred Kare to Saru thay

  27. જે કામ થયું છે તેનુ પ્રસારણ દરેક મધ્યમ થી નાગરિકો જાણ કરવીજ જોઈએ. સરકાર ની આ ત્રુટિનો વિરોધપક્ષ (ખાગરેસ) તેનો ગેરલાભ જ ઉઠાવી નાગરિકો ને ગેરમાર્ગે દોરે છે.

  28. Bhai bjp 6 ane apn ke modi saheb 6 atle india ma halat sari 6…baki congress ne potane khavana fafa 6 su help kre ane karvi hoy to je loko ne jamvanu nhi maltu avi vato tme kro 6o to amne jamdo ne….

  29. I always found that BJP is very poor in communication with common Citizens. Almost in all Sensitive case Congress is well ahead of BJP. Please wake up BJP and make big change @ grass roots level in modern times.

  30. Absolutely right sir
    Pan bdha jagrut thay to ama thi baar avi sakay…….baki avi navri panoti bv jaji chhe je matra afvao felavva nu j kam kre 6

  31. Good one ?..આ જાગૃતા આપણી સહુ ની છે..જરુરી છે આ પોસ્ટ ને બને એટલી ઝડપથી ફોરવર્ડ કરવી..આ હકીકત લોકો સુધી પહોંચાડી શકીએ છે..આભાર સૌરભ ભાઈ. ?વંદન.

  32. If this msg is true then it’s the failure of Central Government that they have not taken proper care to reach this information to concerned people n to social media in a proper way.

  33. Sonia Gandhi ne kaho ke fakta ek kalak mate narendra modi thai Jove.ane aa kovid 19 .ni paristhti sambhle.pachi statement agape.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here