એક નાનકડી વાત

Newsviews : સૌરભ શાહ
(શુક્રવાર, 28 ફેબ્રુઆરી,2020)

તમે કોઈ દિવસ ‘નેહરુ-રાજગોપાલાચારી સરકાર’ એવું સાંભળ્યું છે? ‘ઈન્દિરા-ઉમાશંકર દિક્ષીત સરકાર’ એવું સાંભળ્યું છે? ‘રાજીવ-બુટાસિંહ સરકાર’ કે પછી ‘મનમોહન-ચિદમ્બરમ્‌ સરકાર’ એવું સાંભળ્યું છે? નૉર્મલી નેહરુ સરકાર, ઈન્દિરા સરકાર, રાજીવ સરકાર એવું બોલાય.

પણ ૨૦૧૯ના કરિશ્મા પછી આ દેશમાં ‘મોદી-શાહ સરકાર’ એવું બોલાતું થઈ ગયું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભેગા મળે છે ત્યારે ૧+૧=૨ નથી થતા ૧૧ થાય છે એ સૌ કોઈએ જોઈ લીધું છે એટલે ‘મોદી-શાહ ગવર્ન્મેન્ટ’ બોલાય છે. તે ત્યાં સુધી કે આજે(ગુરુવારે) સોનિયા ગાંધી રાષ્ટ્રપતિભવન જઈને અત્યારની સરકારને કાઢી મૂકો એવા સૂરનું નિવેદનપત્ર આપી આવ્યાં તે પછી રાષ્ટ્રપતિભવનના દરવાજાની બહાર તડકામાં ઊભાં ઊભાં પ્રેસની સાથે વાત કરતાં હતાં ત્યારે ‘મોદી-શાહ સરકાર’ બોલતાં હતાં.

એક વત્તા એક બરાબર અગિયારની આ જોડીથી કૉન્ગ્રેસ અને બીજા મુસ્લિમપરસ્ત રાજકીય પક્ષો થરથરે છે. થરથરવા જ જોઈએ. અમિત શાહ અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ગૃહમંત્રી તરીકે બહાર આવ્યા છે. સરદાર પટેલમાં તો ખેર, વડાપ્રધાન બનવાનું કૌવત હતું પણ સ્વાભાવિક રીતે જ તેઓ નેહરુ સાથે એક વત્તા એક બરાબર અગિયાર જેવું કામ કરી શક્યા નહીં, નેહરુ કોઈકાળે એમને કરવા દે પણ નહીં.

સશક્ત ગૃહમંત્રી ભારત માટે શું શું કરી શકે તે અમિત શાહે પુરવાર કર્યું છે. મોદીની રાહબરીમાં મોદીના વિઝનને કઈ રીતે ઘર આંગણાની કાયદો તથા વ્યવસ્થાની બાબતમાં ઈમ્પ્લીમેન્ટ કરવું એ તેમને સારી રીતે આવડે છે. અને એટલે જ માયનોરિટીઝને, કહો કે મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને, હિન્દુઓ વિરુદ્ધ-આ દેશ વિરુદ્ધ એમને ઉશ્કેરીને સત્તા કબજે કરવા માગતા કૉન્ગ્રેસીઓ તથા તમામ મોદીવિરોધી રાજકીય પક્ષના નેતાઓ ટ્રમ્પની મુલાકાત પછી ભુરાંટા થયા છે.

બસ, આટલું જ શેર કરવાનું મન થયું’તું!
• • •

1 COMMENT

  1. 21 Salutes to one pen army! Hindi me – So Sunaar ki aur Ek Lohar ki! There are few brave souls in Media in Bharat. For some reason I don’t like to say India from my child hood.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here