બ્લેક, વ્હાઈટ અને વચ્ચેના ગ્રે શેડ્સ : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૦ જાન્યુઆરી ૨૦૨૧)

મોંફાટ વખાણ છેલ્લે ક્યારે તમે કોઈ વ્યક્તિના કર્યા હતા? કોઈની છુટ્ટા મોઢે પ્રશંસા કરી હોય, એમનો એક પણ દોષ કે માઈનસ પોઈન્ટનો ઉલ્લેખ કર્યા વિના, એવું ક્યારેય કર્યું છે તમે?

અને કડક ટીકા છેલ્લે ક્યારે તમે કરી કોઈની. આકરામાં આકરા શબ્દોમાં કોઈને ઝાડી નાખતો અભિપ્રાય બીજાઓ આગળ પ્રગટ કર્યો હોય એમના એકપણ સારા પાસાનો કે એકાદ સદગુણનો પણ ઉલ્લેખ કર્યા વિના, એવું ક્યારેય બન્યું છે?

પ્રામાણિકતાથી વિચારજો અને તમારો જવાબ તમારી પાસે જ રાખી મૂકશો તોય કોઈ વાંધો નથી.

કોઈનાં ભરપૂર વખાણ કરતાં આપણને ડર લાગે છે. ક્યાંક ભવિષ્યમાં આપણે ખોટા ન પડીએ એવો ડર. ક્યાંક એ વ્યક્તિની સાથે દુશ્મનાવટ ધરાવતા લોકો તમારા શત્રુ ન થઈ જાય એનો ડર. અને તમે કોઈની આકરી ટીકા પણ નથી કરી શકતા. એ જ કારણ – ભવિષ્યમાં ક્યાંક તમે ખોટા પુરવાર ન થાઓ, ભવિષ્યમાં કોઈક એ વ્યક્તિની કોઈ સારી બાજુ પ્રગટ કરીને તમને જુઠ્ઠા પુરવાર ન કરે. અને જેની ટીકા કરો છો એના સમર્થકો તમારી સામે વેર વાળવાની તૈયારી ન કરે એનો ડર.

કોઈ કહેશે કે સારા માણસમાં પણ જો કોઈ એબ હોય તો એ ગણાવવાની જ હોય ને? અને ખરાબ માણસ પણ હન્ડ્રેડ પર્સેન્ટ ખરાબ કંઈ થોડો હોય છે- એમાં પણ કોઈને કોઈ બાબતે અચ્છાઈ હોવાની ને?

ભલા ભાઈ, ન્યાયાધીશ બનવાનું રહેવા દો અને ત્રાજવું હેઠું મૂકી દો. જગત આખું જાણે છે, તમે એકલા જ નથી જાણતા, કે કોઈ પણ વ્યક્તિ સો ટકા બ્લેક કે સો ટકા વ્હાઇટ નથી હોતી, હોઈ શકે પણ નહીં, હોવી જોઈએ પણ નહીં. પ્યોર બ્લેક અને પ્યોર વ્હાઇટની વચ્ચેના અગણિત ગ્રે શેડ્સ છે જે દરેક વ્યક્તિમાં હોવાના, કોઈનામાં દસ ટકા ગ્રે શેડ હોય તો કોઈનામાં વીસ-ત્રીસ-નેવું ટકા પણ હોય. આ ગ્રે શેડ્સ દરેક પરિસ્થિતિમાં કે દરેક વ્યક્તિની બાબતમાં વ્યવહારમાં નથી હોતા. મારી સાથેના વ્યવહારમાં કોઈ વ્યક્તિ પોતાનાદસ ટકા ગ્રે શેડ પ્રગટ કરે અને તમારી સાથેના વર્તનમાં નેવું ટકા પ્રગટ કરે એવું પણ બને. આને કારણે મારો અને તમારો બેઉનો મત એ વ્યક્તિ માટેનો તદ્દન સામસામા છેડાનો હોય એવું બને (જે ન બનવું જોઈએ. એનાં કારણોમાં પછી ઉતરીશું.

પરિસ્થિતિ પ્રમાણે પણ વ્યક્તિના ગ્રે શેડ પ્રગટવાની ટકાવારીમાં ફેરફાર થવાનો. પરિસ્થિતિ ત્રણ પ્રકારની વ્યક્તિના પોતાના સંજોગો, એ જેની સાથે ડીલ કરે છે તેના સંજોગો તથા તે વખતના સમયની, સાંપ્રત જગતની પરિસ્થિતિ.

ત્રણેય પરિસ્થિતિઓને વારાફરતી સમજીએ. વ્યક્તિની પોતાની આર્થિક સ્થિતિ કે સામાજિક સ્થિતિ કે અંગત મનોદશા જેવી હશે એ રીતે એ આ બાબતોમાં બીજાઓ સાથે વર્તાવ કરશે જેને કારણે બીજાઓને એનામાં ક્યારેક નેવું ટકા ગ્રે તો ક્યારેક પચાસ ટકા તો ક્યારેક માત્ર દસ ટકા જ ગ્રે દેખાશે.

બીજાઓની આર્થિક, સામાજિક તેમજ અંગત મનોદશાનો પ્રભાવ પણ આપણા એમની સાથેના વર્તન-વ્યવહાર પર પડતો હોય છે. આ બાબતોમાં ફેરફાર થતા રહે એ રીતે આપણા એમની સાથેના વ્યવહારોમાં તફાવત પડી જતો હોય છે. (કોઈ સ્વીકારે કે ન સ્વીકારે-સ્થૂળ નહીં તો સુક્ષ્મ રૂપે પણ ફરક તો પડતો જ હોય છે). આને કારણે બીજાઓને આપણા વર્તાવમાં ક્યારેક પચ્ચીસ-પચાસ કે પંચોતેર ટકા ગ્રે શેડ જોવા મળે.

સાંપ્રત જગતમાં બનતા બનાવો અને એને કારણે પલટાતી પરિસ્થિતિનો પ્રભાવ દરેકના જીવન પર અને એને કારણે એના બીજાઓ સાથેના વર્તન-વ્યવહાર પર પણ પડતો હોય છે. દુકાળ, પુર, સારોપાક, કોરોના, તહેવારો, બજારની તેજીમંદી વગેરે કેટલીય સાંપ્રત પરિસ્થિતિઓની જેના પર આપણો તો શું ભગવાનનોય કોઈ કાબૂ હોતો નથી, અસર હેઠળ આવીને માણસના વર્તનમાં જે ફરક આવે છે તેમાં ગ્રે શેડ્સની રેન્જ દસ ટકાથી નેવું ટકા સુધીની હોવાની.

મારું એવું ભારપૂર્વક કહેવાનું છે કે આપણે આ ગ્રે શેડ્સને ભલે ઓળખીએ, સ્વીકારીએ પણ જ્યારે વ્યક્તિ વિશે વાત કરવાની આવી ત્યારે માત્ર એ બ્લેક છે કે વ્હાઇટ તે જ જોઈએ. સ્વામી વિવેકાનંદ એક રીતે જોવા જોઈએ તો મહાન માણસ હતા પણ એક બૂરી આદત એમનામાં હતી કે એ સિગરેટ પીતા હતા- આવું કહીને કોઈને તોલવાનો પ્રયત્ન ન કરીએ. દાઉદ ઇબ્રાહીમ ભલે ખરાબ માણસ છે પણ એણે એના સાથીઓ (એટલે કે ગેન્ગસ્ટરો)નાં કુટુંબોના સ્વાસ્થ્ય-અભ્યાસ તથા સારામાઠા પ્રસંગો માટે જે કર્યું છે તે, શું કહું ભલભલા દાનવીરો પણ ન કહી શકે- આવું કહેવાની જુર્રત પણ ન કરીએ.

આપણા માટે સ્વામી વિવેકાનંદ વ્હાઇટ છે. આપણા માટે દાઉદ ઇબ્રાહીમ બ્લેક છે. આમાંથી કોઈ નામ કે શેડ્સ સાથે આપણને નિસબત નથી. આવું જ આપણા જીવનને સીધી યા આડકતરી રીતે સ્પર્શતી કોઈપણ વ્યક્તિની બાબતમાં હોવું જોઈએ. ચાહે એ દેશનેતા હોય, સાધુસંત ફિલસૂફ-વિચારક હોય, રાજકારણી-સમાજસેવક હોય, ડોક્ટર-વકીલ-એન્જિનિયર-સીએ વગેરે પ્રોફેશનલ્સ હોય, દુકાનદાર-ઇસ્ત્રીવાળો-પ્લમ્બર-મિસ્ત્રી વગેરે હોય, ઘરે કે ઓફિસ કામ કરનારાઓ હોય, કુટુંબીજનો-મિત્રો હોય કે પછી તમે જેમને સાંભળતા હો એ ગાયકો-સંગીતકારો હોય, તમને જેમને જોતા હો એ અભિનેતા-દિગ્દર્શકો વગેરે હોય કે તમે જેમને વાંચતા હો એ કવિ, નવલકથાકાર, પુસ્તકલેખક કે કોલમ લેખક હોય.

આ અને આવી બીજી સેંકડો કેટેગરીના લોકો આપણા જાહેર-અંગત જીવનને સીધી યા આડકતરીરીતે સ્પર્શતા હોય છે. આ દરેક વ્યક્તિમાંથી કોઈ પણ વ્યક્તિ ન તો દૂધે ધોયેલી હોય છે, ન તો પગથી માથા સુધી ડામરથી ખરડાયેલી હોય છે. એમના ગ્રે શેડ્સ ગણીને તો સમાન કરવાનું રહેવા દઈએ. એમના કામના-જીવનના પ્લસ-માઇનસમાંથી જે શીખવાનું છે, આપણા જીવનમાં જે ઉતારવાનું છે અને જે બાદ કરી નાખવાનું છે તે જરૂર કહીએ- પણ ચૂપચાપ, દાખલા તરીકે કે એલ. સાયગલ દારૂ પીધા વિના રેકોર્ડિંગ નહોતા કરી શકતા એવું કહેવાય છે. તમે જો સંગીતના ક્ષેત્રમાં હો તો તમારે શીખવાનું કે આ કે આવો નશો તમારી કળા માટે હાનિકારક છે. પણ કુન્દનલાલ સાયગલ વિશેનો તમારો અભિપ્રાય તો બેમાંથી એક એકસ્ટ્રીમનો જ હશે- કાં તો તમે એમની ગાયકીના દીવાના હશો, કે પછી તમે કહેશો કે આવું રોતલ ગાવાનું મને પસંદ નથી. ચોઈસ તમારી છે. ન ગમે તો ચૂપ રહીએ. પણ ગમતું હોય તો દારૂવાળી વાતને અવગણીને મોંફાટ વખાણ કરતાં શીખીએ. જેમને ચાહીએ છીએ. અંગત જીવનમાં કે જાહેર જીવનમાં, જેમના કામને પસંદ કરીએ છીએ અને જેમને કારણે આપણા જીવનમાં નાનોમોટો પોઝિટિવ ફરક પડી રહ્યો છે એમને વખાણીએ, ભરપૂર વખાણીએ, ભરપેટ એમની પ્રશંસા કરીએ ભલે પછી એમના શત્રુઓ તમારા શત્રુઓ બની જાય.

અને જેઓ ખોટું કામ કરી રહ્યા છે, જેમને કારણે તમને કે સમાજને કે તમારા દેશને નુકસાન થઈ રહ્યું છે એવું તમને લાગે છે એમની ટીકા કરીએ, કડકમાં કડક ટીકા કરીએ, એમના સમર્થકો મારા દુશ્મન બની જશે એવો કોઈ ડર રાખ્યા વિના એવી કોઈ ધાસ્તી રાખ્યા વિના, બિન-ધાસ્ત બનીને-બિંદાસ બનીને ટીકા કરીએ.

જે કંઈ કરીએ તે ભરપૂર કરીએ, હન્ડ્રેડ પર્સેન્ટ કરીએ, બ્લેક એન્ડ વ્હાઈટ વચ્ચેના ગ્રે શેડ્સને જોખીતોળીને ન્યાયાધીશ બનીને ફરવાની મહેચ્છા રોકીને કહીએ. સારું લાગશે.

પાન બનારસવાલા

કોઈપણ ક્ષેત્રમાં જબરજસ્ત નિપૂણતા હાંસિલ કરનારા અને એ ક્ષેત્રમાં હજુ ભાંખોડિયા ભરી રહેલા શિખાઉ વચ્ચે શું ફરક હોય છે ખબર છે? શિખાઉએ જેટલીવાર પ્રયત્નો કર્યા હોય છે એના કરતાં અનેકગણીવાર નિષ્ણાતે નિષ્ફળતાનો સ્વાદ ચાખેલો હોય છે.

– અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Excellent post !! I like these thoughts and I have always follow them in my life. Thanks a lot for this post.

  2. It is always better for anyone to judge him/herself continuously before opine for others. Self-centeredness is the most common feature in our universe. No need to bring “Bhagwan” in such article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here