સંકટો આવ્યા પછી આપોઆપ ડહાપણ આવી જાય છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 15 ઑક્ટોબર 2020)

કશુંક ખરાબ થાય ત્યારે સૌથી મોટો સધિયારો એવું વિચારવાથી મળે છે કે આનાથી વધારે ખરાબ થઈ શકયું હોત. આ વિચારમાત્રથી, થઈ ચૂકેલા નુકસાનને હળવાશથી લઈ શકાય એ માટેની મનોદશા તૈયાર થતી હોય છે. એથીય એક ડગલું આગળ વધીએ. અત્યારની આપત્તિમાં આફતના આવરણ હેઠળ છુપાયેલા આશીર્વાદ છે, એક નવી – અત્યાર સુધી બંધ રહેલી – દિશા ઊઘડી રહી છે, એવી પ્રીતીતિ જે કરાવી શકે એણે સાચા દિલથી આશ્ર્વાસન આપ્યું છે એમ માની શકાય. તકલીફોની એક મઝા એ હોય છે કે જેને તમે અત્યાર સુધી અવરજવરનું એકમાત્ર દ્વાર માની બેઠા હતા તે જડબેસલાક બંધ થઈ ગયા પછી આ તકલીફો જ તમને અન્ય દરવાજો શોધવાની ફરજ પાડે છે. જે આયોજનને તમે તમારા અસ્તિત્વનો આધાર માનીને બેઠા હતા એ આયોજન ચૌપટ વળી જતાં તમારે પરાણે અન્ય વિકલ્પો તૈયાર કરવા પડે છે, અત્યાર સુધી આ વિકલ્પોની તમે સદંતર અવગણના કરી હતી, કારણ કે તમને જેનું વળગણ થઈ ગયેલું એ યોજનાના તમે ડાબલા પહેરી લીધા હતા. એકાદ ટેકો બટકીને તૂટી જાય ત્યારે જ કોઈ પણ ભોગે ટટ્ટાર રહેવાનું બળ મળે છે.

સંજોગો કપરા બની જાય એ પછી માણસને ક્ષણની મહત્તા સમજાય છે. વીતેલી ક્ષણ પીડાદાયક હતી. આવનારી ક્ષણ પણ કદાચ વેદનામય હશે. પણ આ ક્ષણે મને જો પક્ષીના કલરવમાંથી, આર.ડી. બર્મનના મ્યુઝિકમાંથી, ગમતા પુસ્તકના વાચનમાંથી કે કોઈ અદ્ભુત વ્યક્તિના સહવાસમાંથી સુખ મળી રહ્યું હોય તો હું શા માટે આ ક્ષણને વેડફી દઉં? ક્ષણોમાં જીવતાં આવડી ગયા પછી દિવસો, મહિનાઓ અને વર્ષોની દીર્ઘતા ફિક્કી લાગવા માંડે છે.

દુ:ખના દિવસોમાં વ્યક્તિને સૌથી મોટી લાલચ આત્મનિંદા કરવાની થાય: હું જ ખરાબ, મારા જ નસીબ વાંકા, મેં જ ભૂલ કરી, મને કોઈ ચાહતું નથી, મારા જેવો અભાગિયો જીવ આ દુનિયામાં બીજો કોઈ નથી. વાસ્તવમાં જ્યારે કોઈ મિત્ર પાસે ન હોય, આસપાસના સૌ કોઈ દુશ્મન બની ગયા છે એવી લાગણીમાં અટવાતા હોઈએ, ત્યારે જરૂર છે પોતે પોતાના દુશ્મન મટીને જાતને દોસ્ત બનાવી લેવાની. કોઈ પણ માણસ ધારે તો પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બની શકે.

આપત્તિઓની પાછળ પાછળ અફસોસ પણ આવવાનો જ, પસ્તાવો પણ થવાનો જ. અફસોસને કારણે જૂની સમસ્યાને નવી દૃષ્ટિએ જોવાની તક મળે છે. પસ્તાવાની લાગણી પ્રગટે ત્યારે બચવાનું છે એના વમળમાંથી. કયારેક માણસ એકની એક વાતનો અફસોસ કરીને ઘૂમરીઓ ખાધા કરે છે અને હતાશાના કળણમાં ખૂંપી જાય છે. આવી વ્યક્તિઓ આ કળણમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરે એટલા જ ઊંડા તેઓ અંદર ખૂંપતા જાય છે.

સંકટો આવ્યા પછી ડહાપણ આપોઆપ આવતું હોય છે. આ રીતે આવતા ડહાપણની મોંઘી કિંમત ચૂકવવી પડી હોય છે. પણ આકરી કિંમત ચૂકવી હોવાને કારણે જ એ ડહાપણને માણસ જતનપૂર્વક સાચવી રાખે છે. કોઈકનું આ વાકય એકવાર મેં કયાંક ટાંકયું હતું જેનો સાર છે: ‘હવે આપણે ગાઢ મિત્રો છીએ કારણ કે જિંદગીના દર્દભર્યા અનુભવો હવે આપણે એકબીજા સાથે વહેંચી શકીએ છીએ.’

દુ:ખો વહેંચવાની અનુકૂળતા મૈત્રીનો માર્ગ મોકળો કરી આપે છે. જિંદગીમાં સૌથી મોટી નિરાંત આશ્વાસન આપી શકે એવા દોસ્તના ખભા પર અનુભવાતી હોય છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Corona epidemic has created catastrophic imbalance in mental thinking for many. A new and a scary experience for those who are infected.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here