છવ્વીસમી જાન્યુઆરીના ૭૫મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે એક ટૂંકી નોંધ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ )

૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો. આઝાદી મળ્યા પછી આ દેશમાં સરમુખત્યારી આવી શકી હોત, લશ્કરશાહી આવી શકી હોત કે પછી સંપૂર્ણપણે સામ્યવાદી સરકાર પણ આવી શકી હોત.

એને બદલે બે વર્ષ કરતાં વધુ સમય આપણે ભારતનું બંધારણ ઘડવામાં લીધો. દેશવિદેશના બંધારણોનો અભ્યાસ કર્યો. ભારતના ટોચના બૌદ્ધિકોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. ભારતનું બંધારણ આજની તારીખે કેટલીક ખામીઓવાળું તમને લાગે પણ જે સમયે એ ઘડાયું, જે કાળ માટે એ સર્જાયું તે માટે એ શ્રેષ્ઠ હતું.


આપણને મળેલી આઝાદીનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે આ બંધારણ દ્વારા કરી શક્યા. પ્રેક્ટિક્લ લેવલ પર કૉંગ્રેસી નેતાઓએ ગાંધીવાદના નામે જે રીતે દેશને ચૂંથી નાખ્યો એ એક અલગ વાત છે. એમાં બંધારણનો કે એના ઘડવૈયાઓનો કોઈ વાંક નથી. મુદ્દો એ છે કે આઝાદી માત્ર પૂરતી નથી, એ આઝાદીને મુઠ્ઠીભર લોકોના ઉપયોગ માટે ન રાખતાં એને સમગ્ર પ્રજા સુધી લઈ જવામાં આવે તો જ એ આઝાદી સાર્થક થાય. ૨૦૧૪ પછી આ કામ શરૂ થયું. છવ્વીસમી જાન્યુઆરીનું આ મહત્ત્વ.

તમારો દીકરો આઝાદી માગે: મારે બાપા સાથે ધંધો નથી કરવો, એ મને મારી રીતે બિઝનેસ ચલાવવા નથી દેતા કે પછી તમારી પત્ની આઝાદી માગે કે પછી તમારો એમ્પ્લોઈ પોતાની રીતે પ્રોજેક્ટ પૂરો કરવાની આઝાદી માગે ત્યારે એ લોકોએ સમજવું જોઈએ કે તમે એમને આઝાદી આપી દીધી, એમની રીતે કામ કરવાની કે એમના વિચારો મુજબ વર્તવાની, એ પછી તેઓ એ આઝાદીનો ઉપયોગ કરીને શું કરે છે તે મહત્ત્વનું છે. માત્ર સ્વતંત્રતા અગત્યની નથી, એ સ્વાતંત્ર્યનો ઉપયોગ શું થાય છે તેનું મહત્ત્વ છે. મોદીએ ભારતને મળેલા સ્વાતંત્ર્યનો સહી ઉપયોગ શરૂ કર્યો.

મોટા ભાગની સ્વતંત્રતા સ્વચ્છંદ બનવા માટે જ મેળવવામાં આવતી હોય છે. જેઓ સ્વતંત્ર બનીને પોતાની જવાબદારી હવે વધી છે એવા અહેસાસ સાથે, છાકટા બની જવાને બદલે, લાઈફને સિરિયસલી લેતા થઈ જાય છે તેઓ જ આસમાનને છુઈ શકે છે. બાકીનાઓ માટે ખુલ્લા ગગનને બદલે પિંજરાની બંધિયાર સલામતી આશીર્વાદરૂપ હતી એવું પુરવાર થાય છે.

૭૫મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આટલું પર્સનલ ચિંતન બસ છે.

* * *

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here