જેઈઈ અને નીટ : રાહુલ ગાંધી, ગ્રેટા થર્નબર્ગ અને સુબ્રમણ્યમ સ્વામી એક સૂરમાં ગાય એનો મતલબ શું થયો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020)

જે વાતનો રાહુલ ગાંધી વિરોધ કરે તે વાત હકીકતમાં તો દેશના ભલા માટે હોવાની. અને જેનું એ સમર્થન કરે તે દેશ માટે નુકસાનકારક હોવાની એવું વારંવાર પુરવાર થઈ ચૂક્યું છે. ફરી એકવાર પુરવાર થઈ રહ્યું છે.

જેઈઈ અને એનઈઈટીની પરીક્ષાઓ સરકાર મુલતવી નહીં રાખે તો દેશના યુવાનો એક થઈને દેશને ભડકે બાળશે એવો માહોલ રચાઈ રહ્યો છે. દેશના યુવાઓને, વિદ્યાર્થી વર્ગને ઉશ્કેરવાની આ ચાલ છે. આ સરકાર તમારા ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે એવો ગલત સંદેશો એમને પહોંચાડવામાં આવી રહ્યો છે.

જેઈઈ અને ‘નીટ’નો વિરોધ કરનારાઓની શું દલીલ છે? કોરોનાના રોગચાળામાં આ પરીક્ષાઓ લેવાશે તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોમાં પેપર લખવા આવશે એમનું આરોગ્ય જોખમાશે. ઘરે પાછા ફરીને તેઓ પોતાના કુટુંબને પણ લગાડશે.

આ એ જ લોકો છે જેઓ મૉલ ખોલો, મલ્ટીપ્લેક્સ ખોલો, મેટ્રો-લોકલ ટ્રેન ખોલો, ધર્મસ્થાનો ખોલો, આ ખોલો-તે ખોલોની ઝુંબેશ ચલાવતા રહ્યા છે. આ એ જ લોકો છે જેમને બે મહિના પહેલાં કહેવામાં આવ્યું હોત કે આ વર્ષે જેઈઈ અને ‘નીટ’ નહીં લેવાય તો એમણે સરકાર નિષ્ફળ છે, વિદ્યાર્થીઓનું વરસ બગાડે છે, સરકારને યુવાઓની કંઈ પડી નથી- એવી દલીલો કરીને દેશનું વાતાવરણ દૂષિત કર્યું હોત.

પણ અત્યારે સરકારે જ્યારે ભારપૂર્વક કહ્યું છે કે જુલાઈમાં એક વખત મુલતવી રહી ચૂકેલી આ પરીક્ષાઓ લેવાશે જ ત્યારે ચીન આક્રમણ કરી રહ્યું હોય એવી ભયાનકતા આ ઈશ્યુને આપીને સોનિયા ગાંધી અને મમતા બેનર્જીઓ અને ઉદ્ધવો- કેજરીવાલોની સાથે મસલતો મંત્રણાઓ કરી રહ્યાં છે.

આ પરીક્ષાઓ જો આ વર્ષે નહીં લેવાય તો આવતા વર્ષે બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે જેને કારણે એમને રૅન્ક મળવાના/ સારી કૉલેજોમાં એડમિશન મળવાના ચાન્સીસ પચાસ ટકી ઘટી જશે. આવું વિચારવા માટે માત્ર કૉમન સેન્સ જોઈએ જે રાહુલબાબા અને એના સમર્થકોમાં નથી. આ વર્ષે જેઈઈ માટેનાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 570માંથી વધારીને 660 અને ‘નીટ’ માટે 2,546થી વધારીને 3,843 કરવામાં આવી છે. એટલું જ નહીં અગાઉ દરેક પરીક્ષા કેન્દ્રમાં 8 શિફ્ટમાં પરીક્ષાઓ લેવાતી હવે 12 શિફ્ટમાં લેવાશે. પરીક્ષાના રૂમમાં પૂરતું સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે આ બધાં પગલાં લેવાનાં છે.

આમ છતાં શૉપિંગ મૉલ, મલ્ટીપ્લેક્સ, લગ્ન સમારંભના હૉલ, ધર્મસ્થાનો, મેટ્રો ટ્રેન, લોકલ ટ્રેન શરૂ કરવા માટે જોરશોરથી ઝુંબેશ ચલાવી ચૂકેલાઓ કહે છે કે ના, પરીક્ષા તો ન જ લેવાય.

આ વિરોધમાં જ્યારે ગ્રેટા થનબર્ગ નામની ચડેલું મોઢું લઈને પર્યાવરણના નામે કકળાટ કરતી અત્યંત બેહૂદી એવા બાળા બેગાની શાદીમાં નાગિન ડાન્સ કરવા આવી પહોંચે છે ત્યારે તમને જરૂર લાગે કે જેઈઈ અને ‘નીટ’ સામે જે વિરોધ ઉકળી રહ્યો છે એમાં કશુંક કાળું છે. ગ્રેટા થનબર્ગ સ્વીડિશ છે. એ બાલિકા હવે કહી રહી છે ભારતમાં જેઈઈ અને ‘નીટ’ની પરીક્ષાઓ આ વર્ષે ન થવી જોઈએ. લો, કરો વાત. આ બહેનને ભારતની જેઈઈ-‘નીટ’ સાથે વળી શું લેવાદેવા?

લેવાદેવા છે. ભારતનું વહાણ સડસડાટ દરિયાનાં તોફાનોને પાર કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આ વહાણમાં બેઠેલો અમુક વર્ગ વહાણમાં બાકોરાં પાડવા માટે તલપાપડ છે, શઢ ખેંચીને ફાડી નાખવા આતુર છે, કૂવાથંભના બે ટુકડા થઈ જાય, વહાણ હાલકડોલક થઈ જાય અને બધો વાંક ટંડેલ અને માલમનો આવે- કૅપ્ટન અને નેવિગેટરનો આવે— એવો કારસો રચાઈ રહ્યો છે.
જેઈઈ અને ‘નીટ’ની પરીક્ષા જેવા નૉન ઈશ્યુને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની હિલચાલ કરવી, દેશના યુવાનોને ઉશ્કેરીને તેઓ સડક પર આંદોલન કરવા ઊતરી આવે એવી પરિસ્થિતિ સર્જવી – આ બધું ભારતમાં અરાજકતા ફેલાવવા થઈ રહ્યું છે.

દેશના વિરોધીઓ મરણિયા થઈ ચૂક્યા છે. દિલ્હીમાં રમખાણો કરી જોયાં. બૅન્ગલોરમાં કરી જોયાં. દિલ્હી રમખાણોને પેઈડ મિડિયાએ શરૂમાં મુસ્લિમવિરોધી કાવતરું ગણાવવાની કોશિશ કરી. પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી કેજરીવાલના વિશ્વાસુ માણસ તાહિર હુસૈનની ઊલટ તપાસમાં પુરવાર થયું કે ખરેખર કોણ જવાબદાર છે ત્યારે આ પેઈડ મિડિયા ચૂપ થઈ ગયું.

બૅન્ગલોરની ઘટના કોમી રમખાણની નહીં પણ ઈસ્લામિક આતંકવાદ ફેલાવવાની કેટેગરીમાં આવે છે એવું ચોવીસ કલાકમાં જ પ્રસ્થાપિત થઈ ગયું. અને તરત જ પેઈડ મિડિયાએ બૅન્ગલોરના મુદ્દાને પડતો મૂકી દીધો.

સ્વામીની વાદે ચડીને બીજા કેટલાક હિન્દુવાદીઓ પણ સમજ્યા કર્યા વિના રાહુલ ગાંધીની આ માગણીને ટેકો આપી રહ્યા છે તે આ દેશની કમનસીબી છે.

દેશની વિવિધ એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઈઈ) આપતા હોય છે. જેઈઈ-મેઈનમાં ઉત્તીર્ણ થનારામાંથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ જેઈઈ-એડવાન્સની પરીક્ષા આપતા હોય છે. જેઈઈ-મેઈનમાં દેશભરના પંદર લાખથી વધુ અને એડવાન્સમાં આમાંથી અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસતા હોય છે.

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (એન.ઈ.ઈ.ટી.-નીટ) મેડિકલમાં પ્રવેશ મેળવીને એમ.બી.બી.એસ. કે બી.ડી.એસ. (ડેન્ટલ) થવા માગતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા છે. દેશભરના પંદરેક લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે.

રાહુલ ગાંધી અને ગ્રેટા થનબર્ગ જેનો વિરોધ કરતા હોય એમાં સુબ્રમણ્યમ સ્વામી જેવા દેશભક્ત સૂર પુરાવતા થઈ જાય ત્યારે આપણે શું કહેવું? સ્વામીની વાદે ચડીને બીજા કેટલાક હિન્દુવાદીઓ પણ સમજ્યા કર્યા વિના રાહુલ ગાંધીની આ માગણીને ટેકો આપી રહ્યા છે તે આ દેશની કમનસીબી છે. આવી હરકતો કરનારાઓને તમે આ ત્રણમાંથી કોઈ પણ એક કે એકથી વધુ કેટેગરીમાં મૂકી શકો: બદમાશ, બેવકૂફ અથવા બેદરકાર. હા, સ્વામી પણ આમાંની એક કેટેગરીમાં આવે. તમને ખબર છે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી આ પરીક્ષાઓ કદાચ છેલ્લી ઘડીએ મુલતવી રહે કે એને રદ કરવાનો નિર્ણય સરકારે લેવો પડે તો એનો અર્થ મહેરબાની કરીને એવો નહીં કાઢતા કે રાહુલ, ગ્રેટા, સ્વામી ઇત્યાદિ સાચા હતા અને એમના પ્રેશર હેઠળ સરકાર ઝૂકી ગઈ છે. દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયત્નોને કોઈપણ પ્રકારની હિંસક ઘટનાઓની સંભાવના ઊભી કર્યા વિના કાબૂમાં લેવા માટે સરકારે ક્યારેક અનિચ્છનીય નિર્ણયો કરવા પડતા હોય છે.

કોઈને કલ્પના પણ હતી કે જેઈઈ-નીટ લેવી કે નહીં એને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને ચગાવવામાં આવે? આવી તો અનેક ન કલ્પેલી પરિસ્થિતિઓ નકામા લોકો ભવિષ્યમાં ઊભી કરવાના.

પરીક્ષાઓ યોજાય કે ન યોજાય – એ મુદ્દો અત્યારની ચર્ચામાં કેન્દ્રસ્થાને નથી. કોઈપણ ભોગે સરકારના માર્ગમાં રોડાં નાખો – ચાહે કોમી રમખાણ હોય, ચાહે પરીક્ષાઓ હોય – જેથી સરકાર એ અવરોધોને દૂર કરવા કામે લાગી જાય અને સરકારનાં વિકાસનાં કાર્યો અટકી પડે, આ સ્ટ્રેટેજી છે રાષ્ટ્રવિરોધીઓની. કૉન્ગ્રેસના, લેફ્ટિસ્ટોના, લિબરલોના, સેક્યુલરોના પેટમાં પાંચમી ઑગસ્ટ પછી ધગધગતું એરંડિયું રેડાયું છે અને આ રેચના પરિણામસ્વરૂપે તેઓ જે ને તે બાબતે વિરોધ કરીને જાહેર શૌચક્રિયાઓ કરી રહ્યા છે.

બાકી, કોઈને કલ્પના પણ હતી કે જેઈઈ-નીટ લેવી કે નહીં એને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને ચગાવવામાં આવે? આવી તો અનેક ન કલ્પેલી પરિસ્થિતિઓ નકામા લોકો ભવિષ્યમાં ઊભી કરવાના. રાહુલ ગાંધી પાસે નોકરી નથી, ધંધો નથી. માણસ અનએમ્પ્લોઇડ છે અને અનએમ્પ્લોયેબલ છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાવીને કંઈક કામકાજ શોધવાને બદલે કૉન્ગ્રેસ પાર્ટીના વડામથકે જઈને નોકરી માટે એપ્લાય કરી રહેલા રાહુલની સાથે બીજા કૉન્ગ્રેસીઓ ભળ્યા છે જે હવે નવરા થઈ ગયા છે. તમામ બદમાશ એન.જી.ઓ.ને તાળાં લાગી ગયાં છે. ફોરેનથી આવતું ફન્ડિંગ અટકી ગયું છે. સેક્યુલરો પણ બેકાર બની ગયા છે. લેફ્ટિસ્ટોને સરકાર તરફથી મળતર તોતિંગ મદદો અટકી ગઈ છે. તેઓ પણ પ્રવૃત્તિહીન બની ગયા છે. આ તમામ નવરાઓ હવે એક જ પ્રવૃત્તિ કરવાના છે નખ્ખોદ વાળવાની. માટે સાવધાન.

આજનો વિચાર

ગેરવ્યવસ્થાને જોવાથી વ્યવસ્થા આપોઆપ દેખાય છે.

— જે. કૃષ્ણમૂર્તિ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. 5 August Pachhi Virodhiyo ne Rech Lagi Chhe ,
    Tevo Jaher ma Sauch Kriya Karava Utari Rahya Chhe .
    Great Thought ..

    Swami ne pan Vyajabi Thhapakaro Jaruri Chhe ,
    Je Map Tol saathe Aapyo …

  2. V have read a lot of story and movements for freedom of HINDUSTAN/BHARAT. BUT U R GREAT AND PATRIOTIC TO DO SUCH A GREAT SERVICE FOR COUNTRY AND YOUNGER PEOPLE. I experienced the valuable movement and risk of ur life. I pray to Bhagwan Swaminarayan for ur grand success and Raksha. I salute to u and ur mission.

  3. We support heartily the total Radtrapremi thoughts of Saurabh Shah.He is staunch supporter of Hindustan.we always read and like his Nationalism.Jay Hind.

  4. Sir I am going to give JEE for which I am preparing for last 2 years.I am in support of non postponement.
    I would like to point out about worst you tube channels and their tuitions which I have personally never heard from last 2 years.They make videos every hour giving false hope about postponement.

    Also sir there is an issue of reaching our centers in Mumbai as no local trains provisions are made by government.Can you help us ?

  5. મોદી વિરોધીઓનો એક્જ મનસુબો છે, હું તો મરું પણ તને ____ કરુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here