તમારે મોદીના રાજમાં રહેવું છે કે રાહુલના? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : ગુરુવાર, ૨૫ માર્ચ ૨૦૨૧)

છેલ્લાં સાત વર્ષમાં મોદીને બદલે રાહુલનું શાસન હોત કે મનમોહન સિંહ જેવા સોનિયા ગાંધીના ઇશારે નાચતા અન્ય કોઇનું શાસન હોત અને ભાજપને બદલે આ દેશ પર કૉન્ગ્રેસનો કબજો હોત તો આ દેશમાં શું થતું હોત?

આ 7 વર્ષમાં કરોડો બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ પશ્ચિમ બંગાળ અને આસામમાં જ નહીં આખા દેશમાં ફેલાઈ ગયા હોત. 2014 પહેલાં, સોનિયા-મનમોહનના રાજમાં, લાખો ઘૂસપેઢિયાઓ આ દેશમાં આવી જ ગયા હતા. મુંબઇમાં મીરા રોડ અને મુમ્બ્રામાં તેમ જ અમદાવાદના એક ખાસ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ દાયકાઓથી વસે છે. મૂળ આ પાપ ઇન્દિરા ગાંધીનું જેમણે પૂર્વ પાકિસ્તાનથી આવેલા એક લાખથી વધુ ‘શરણાર્થીઓ’ને ભારતમાં વસવા દીધા એટલું જ નહીં એમને ‘સાચવવા’ માટે જે ખર્ચ થતો તે રેફ્યુજી રિલીફ સ્ટેમ્પના નામે કરોડો ભારતીય નાગરિકો પાસેથી વસુલ્યો.

કૉન્ગ્રેસથી માંડીને તૃણમૂલ કૉન્ગ્રેસ સુધીના તમામ રાજકીય પક્ષો માટે આ ઘૂસપેઠિયાઓ વોટ બેન્ક છે. માત્ર ભાજપ અપવાદ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક લોકો નારાજ થાય, કેટલાક લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરે એવું જોખમ લઇને પણ ભાજપે ખુલ્લેઆમ જાહેર કર્યું કે સત્તા પર આવીશું તો બંગાળમાં પણ સી.એ.એ. લાગુ પાડીશું.

વીતેલાં સાત વર્ષ દરમ્યાન મોદી-ભાજપ જો સરકાર ન ચલાવતાં હોત તો મ્યાનમારથી હજુ કેટલાય રોહિંગ્યા મુસ્લિમો ભારત આવીને આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર્સ કાર્ડ, રેશન કાર્ડ ધરાવતા થઈ ગયા હોત.

મ્યાનમારમાં પોતાની હિંસક વૃત્તિને કારણે અળખામણા બની ગયેલા રોહિંગ્યાઓને હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી આશ્રય આપે છે અને જમ્મુ-કાશ્મીર માટેની 370મી કલમ દૂર કરવામાં નહોતી આવી ત્યારે ફારુખ-ઓમર અબ્દુલ્લા તથા મહેબૂબા મુફ્તી તરફથી આશ્રય મળતો.

370 હટાવ્યા પછી ભારત સરકારે કાશ્મીરમાં ઘૂસી આવેલા આવા હજારો રોહિંગ્યાઓને વીણી વીણીને ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા, એમને આ દેશમાંથી પાછા કાઢવાની કાનૂની વિધિઓ શરૂ કરી ત્યારે એમની વહારે કોણ આવે છે? પ્રશાંત ભૂષણ. અરવિંદ કેજરીવાલના એક જમાનાના નિકટતમ સાથી અને રાષ્ટ્રીય ન્યુસન્સ એવા એડવોકેટ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં આ રોહિંગ્યાઓની સામે કોઈ કાર્યવાહી ન થાય, એમને આ દેશમાં જ રહેવા દેવામાં આવે એવી અરજી દાખલ કરીને મોદી સરકાર સામે ફરી એકવાર ત્રાગું કર્યું છે.

કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં રોહિંગ્યાઓનું ઉપરાણું લેનારા દેશદ્રોહીઓ છે આ દેશમાં. કેન્દ્રમાં કૉન્ગ્રેસ હોત તો આ દેશદ્રોહીઓ રોહિંગ્યાઓને જમાઈ બનાવીને જ જંપ્યા હોત.

આ કોઈ અતિશયોકિત નથી. મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે સાચર રિપોર્ટ નામના એક ભાંગફોડિયા અહેવાલને બિરદાવતાં તેઓ જાહેરમાં કહી ચૂકયા છે કે, ‘આ દેશનાં સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે!’

કેવી જુર્રત!

કૉન્ગ્રેસીઓના તો લોહીમાં છે આ બધું. કમ્યુનલ હાર્મની બિલના નામે એક ભયંકર જોગવાઈ કૉન્ગ્રેસ લાવી રહી હતી – સોનિયાના રાજમાં. નસીબ આ દેશનું કે આ બિલ પસાર ન થયું અને એને કાનૂનનું સ્વરૂપ ન મળ્યું. કોમી સંવાદિતા ને નામે આ ખરડાની જોગવાઈ એવી હતી કે દેશમાં જે કોઈ કોમી રમખાણ થાય તેમાં કાનૂની કાર્યવાહી વખતે મુસ્લિમોનો હાથ ઉપર રહે અને હિન્દુઓએ શોષાવું પડે. જમવામાં જલાલુદીન અને કૂટવામાં ભગવાનદાસ જેવી જોગવાઇઓ ધરાવતો આ ખરડો લાવવાની કૉન્ગ્રેસીઓની જુર્રત હતી. બેશરમીની પણ હદ હોય. ખુલ્લેઆમ આ દેશની 85 ટકા પ્રજાને એક ઝાટકે સેકન્ડ કલાસ સિટિઝન બનાવી દેવાની આ સાઝિશ કામિયાબ રહી હોત તો?

છેલ્લાં 7 વર્ષમાં કૉન્ગ્રેસનું શાસન હોત તો આ દેશમાં 370મી કલમનું દૂષણ ચાલુ રહ્યું હોત એટલું જ નહીં દેશનાં સંસાધનો પર મુસ્લિમોનો હક્ક સ્થપાઈ ગયો હોત અને હિન્દુઓ સેકન્ડ કલાસ સિટિઝન બની ગયા હોત.

2004 થી 2014ના સોનિયારાજની દુઃસ્વપ્ન સમાન સ્મૃતિઓનો ગાળો જેમણે પ્રત્યક્ષ અનુભવ્યો છે તેઓ કબૂલ કરશે કે ફરી એકવાર જો એ અંધારયુગમાંથી પસાર ન થવું હોય તો મોદીને, ભાજપને, રિપબ્લિક જેવી એકલદોકલ રાષ્ટ્રવાદી ટીવી ચેનલોને અને લેફ્ટિસ્ટ સેક્યુલર તથા લ્યુટયન્સ મિડિયાનો વિરોધ કરી રહેલા ગણ્યાગાંઠ્યા પત્રકારોને ટેકો આપીને, સતત એમની પડખે રહીને એમને મજબૂત કરવા પડશે. મોદી સહિત આ સૌના પર થતા પ્રહારોને ખાળવા દેશદ્રોહીઓ, કૉન્ગ્રેસીઓ અને વામપંથીઓની સામે ઢાલ બનીને ઊભા રહેવું પડશે.

દરેકમાં કોઇને કોઈ વાતે ખામી શોધીને પોતાની જાતને ઊંચા આસને બેસાડનારા વિરોધીઓએ, પોતાને હોલીઅર ધેન ધાઉ માનનારાઓએ સમજવું જોઇએ કે મોદી, ભાજપ, રિપબ્લિક ટીવી જેવી એકલદોકલ ચેનલો કે રાષ્ટ્રીય સ્તરે તેમ જ સ્થાનિક સ્તરે કામ કરી રહેલા ગણ્યાગાંઠ્યા હિન્દુવાદી રાષ્ટ્રનિષ્ઠ પત્રકારો સામે તમને નાની-મોટી બાબતે વાંધો હોય તો એ વાંધાવચકા ઓગાળીને એક લાર્જર પિક્ચરને જુઓ. કઈ પરિસ્થિતિ બહેતર છે? કૉન્ગ્રેસનું પગથી માથા સુધીનું દેશને ખાડે લઈ જતું શાસન કે પછી અમુક સાહજિક અને નિવારી ન શકાય એવી થોડીક ખામીઓ ધરાવતું મોદીનું શાસન? કરપ્શન સિવાય અન્ય કશામાં ધ્યાન ન આપતા અને સમાજના ભાગલા પાડતા કૉન્ગ્રેસી નેતાઓ તમને જોઈએ છે કે પછી નાની મોટી ભૂલો થઈ જતી હોવા છતાં દેશના વિકાસ માટે કામ કરીને ભારતને અખંડ રાખવા માગતા ભાજપના નેતાઓ જોઈએ છે?

મોદીમાં કે ભાજપમાં કે હિન્દુવાદી રાષ્ટ્રનિષ્ઠ મિડિયા-પત્રકારોમાં ખોડખાંપણ શોધીને અમુક લોકો ટીકા કરતા હોય છે ત્યારે મને એક વાત યાદ આવે છે. મિડ એઇટીઝની વાત છે. થોડાં વર્ષ મેં મુંબઈ છોડીને સુરત જઇને કામ કર્યું હતું. તે વખતે સ્થાનિક વર્તમાનપત્રોમાં અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગનની ખબર લઈ નાખતા (સુરતી બોલીમાં ‘ઢોકળી ધોઈ નાખતા’) તંત્રીલેખો છપાતા ત્યારે લખનારાની બહાદુરીનાં વખાણ કરતા ચર્ચાપત્રો છપાતા. પણ સુરતના મેયર કદીર પીરઝાદાની ટીકા કરતો તંત્રીલેખ લખવાની કોઇની હિંમત નહોતી ચાલતી.

જે લોકો પોતાના બિલ્ડિંગની સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની ટીકા મન્થલી બેઠકોમાં નથી કરી શકતા તેઓ વૉટ્સએપ-ટ્વિટર પર મોદી, શાહ, અર્નબની ખુલ્લેઆમ આકરી ટીકા કરતા હોય છે. કારણ કે એમને ખબર હોય છે. રોનાલ્ડ રેગન તો સુરતથી છાપું મંગાવતા નથી પણ સુરતના મેયરના ઘરે રોજ સવારની ચા પીતાં પીતાં સ્થાનિક વર્તમાનપત્રો વંચાય છે.

ટ્વિટર વગેરે પર મોદી વગેરેની ખોડખાંપણ શોધતા અનેક તથાકથિત હિન્દુવાદીઓ પણ ફૂટી નીકળ્યા છે. એ મિત્રોને એટલું જ કહેવાનું કે બેઠાં બેઠાં ચોવટ કર્યા કરવાને બદલે રાહુલની સાથે જોડાઈ જાઓને. અર્નબ ના ગમે તો એનડીટીવી ચાલુ કરીને રવિશકુમારને જુઓ ને, કોણ રોકે છે તમને?

એક વાત યાદ રાખજો. જયારે જયારે તમને મોદી-ભાજપ-રિપબ્લિક વગેરેની ટીકા કરવાનું મન થાય ત્યારે ત્યારે વિચારજો કે રાહુલ-કૉન્ગ્રેસ-એનડીટીવીવાળા વાતાવરણમાં તમે શ્વાસ પણ લઈ શકવાના છો? કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનની આ પ્રથમ ઍનિવર્સરી નિમિત્તે આપણે ફરી એકવાર જોઈ લીધું કે મોદી હૈ તો મુમકિન હૈ.

સદ્‌ભાગી છીએ કે આ યુગપુરુષના શાસનમાં જીવીએ છીએ. રોજના અઢાર કલાક, વર્ષમાં એક પણ રજા લીધા વિના, પોતાની કે પોતાનાં સગાંઓની અંગત માલમિલકત સંપત્તિ માટે એક પણ રૂપિયાનું અનૈતિક કામ કર્યા વિના જે માણસ આ દેશના એકેએક નાગરિક માટે લોહીપરસેવો એક કરે છે એમને, એમનું રાજકીય અસ્તિત્વ જેના આધારે છે તે ભાજપને તથા આરએસએસને અને એમનો સંદેશો, એમનું કાર્ય કરોડો સુધી પહોંચાડતી એકલદોકલ ટીવી ચેનલોને તથા ગણ્યાગાંઠ્યા પત્રકારોને હાલતાં ને ચાલતાં ટપલાં મારવાનું બંધ કરીએ અને થઈ શકે તો એમની ઢાલ બનીને એમની સુરક્ષા કરીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. સાહેબ
    Re public t v પર આપને સાંભળ્યા ખુબ આનંદ થયો તમે જે મુદ્દા ઉઠાવ્યા એ આજ સુધી કોઈ એ ઉઠાવ્યા નથી.
    જેમકે cbi એ નરેન્દ્ર મોદી ની 7 થી 8 કલાક પૂછ પરછ કરી તેમ મહારાષ્ટ્ર ના cm ની પણ કરો.
    તમારા દરેક મુદ્દા ધાર દાર હતા.
    અભિનંદન

  2. આજકાલ પપ્પૂડો છે ક્યાં, નથી કોઈ એની લવારી કે નથી કોઈ એની બડબડાટ. રાજમાતા પણ ગાયબ છે. લાગે છે પપ્પુ સમજી ગયો છે કે હવે મારી અસલી ઓળખ જનતા જાણી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here