શું ન્યૂઝ આપણને ગેરમાર્ગે દોરે છે, સંપૂર્ણ ચિત્ર આપતા નથી? : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨૪ માર્ચ ૨૦૨૧)

આપણા જીવન માટે ખોરાકની જેમ સમાચાર પણ અનિવાર્ય છે? અને ખોરાક હજમ ન કરી શકીએ, અકરાંતિયાની જેમ ખાઉધરા બની જઈએ તો અપચો-કબજિયાત વગેરે કેવી કેવી બીમારીઓ થઈ જાય એની આપણને ખબર છે. શું સમાચારની બાબતે પણ આવું થઈ શકે છે? તપાસ કરીને નક્કી કરીએ. ન્યુઝના અતિરેક વિશે અગાઉ બેત્રણ વખત અલગ અલગ એન્ગલથી લખાઈ ચૂક્યું છે. ફરી એક વાર નવા દૃષ્ટિકોણથી લખવાનું નિમિત્ત રૉલ્ફ ડોબેલી નામનો એક યંગ સ્વિસ રાઈટર છે જેનું થોડાં વર્ષ અગાઉ પ્રગટ થયેલું એક પુસ્તક મને એક મિત્રે હમણાં આપ્યું: ધ આર્ટ ઑફ થિન્કિંગ ક્લિયરલી.

સમાચાર કે ન્યૂઝથી બને એટલા દૂર રહેવું જોઈએ એવો વિચાર નસીમ નિકૉલસ તાલિબના લખાણોમાંથી આવ્યો એવું રૉલ્ફ ડોબેલી કહે છે. રૉલ્ફ ડોબેલીના બ્લૉગ ડોબેલી ડૉટ કૉમ પર એણે પહેલવહેલીવાર આ કન્સેપ્ટ રમતી મૂકી કે ન્યૂઝ ઈઝ બૅડ ફૉર યુ અને સમાચારો વાંચવાનું છોડી દઈશું તો વધુ સુખી થઈશું.

રૉલ્ફ ડોબેલી કહે છે કે સમાચાર વાંચવામાં જોર નથી પડતું, વિચાર નથી કરવો પડતો એટલે આપણે કોઈપણ નકામા સમાચાર પણ ઝાપટી જઈએ છીએ. પુસ્તક વાંચવામાં કે લેખ વાંચવામાં દિમાગને જોર લગાડવું પડતું હોય છે. પુસ્તક કે લેખમાંની કન્ટેન્ટ તમને વિચારતા કરી દે છે, વિચારવા માટે મજબૂર કરી દે છે.

ન્યૂઝના ધોધમાં તણાઈ જઈએ છીએ ત્યારે આપણી દુનિયાને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. સતત બળાત્કાર, ખૂન, ચોરી, લૂંટફાટના સમાચારોથી દિમાગ ઘેરાઈ જાય એટલે આપણે માનવા માંડીએ છીએ કે આ દુનિયા ખરાબ છે, અસલામત છે. આવા સમાચારો પાછળની સચ્ચાઈ જાણવાનો પ્રયાસ આપણે નથી કરતા. કેટલા કરોડની વસ્તીમાં આવા અપવાદરૂપ બનાવો બને છે એના આંકડા તમને છાપા-ટીવીવાળા નથી આપતા કારણ કે એમને સનસનાટી સર્જવામાં રસ હોય છે.

જેમ કોઈ પણ ચીજવસ્તુ કે ખાદ્યપદાર્થ વેચનારા તમને એમ જ કહેવાના કે અમારી પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ છે, અમારી પ્રોડક્ટ વિના તમારું જીવન અધૂરું છે અને અમારી પ્રોડક્ટ વાપરશો તો તમારા જીવનમાં ખુશહાલી છવાતી જશે-એવું જ ન્યૂઝ વેચવાવાળાઓનું છે. ટીવીના મોટા ભાગના ( બધા જ નહીં, મોટા ભાગના) એન્કરોને તમે જોઈ લેજો. એવા ઉત્સાહથી બરાડા પાડતા રહેશે કે જાણે એમનો જન્મ તમારું ભલું કરવા માટે જ થયો છે. હકીકતમાં તેઓ ચાર રસ્તા પર ડુગડુગી વગાડતા પેલા મદારી જેવા છે, ઘાંટા પાડી પાડીને પોતાનો માલ વેચનારાઓ છે. મીડિયાવાળાઓ તમને સીધી યા આડકતરી રીતે સમજાવતા રહે છે કે ન્યૂઝ વિના તમારી જિંદગી અધૂરી છે. ન્યૂઝની બાબતમાં જો તમે અપડેટેડ નહીં રહો તો જિંદગીમાં પાછળ રહી જશો અને આ દુનિયા આગળ વધી જશે, તમે અંગૂઠાછાપમાં ગણાઈ જશો. આવી દહેશત તેઓ આપણા દિમાગમાં સર્જે છે એટલે આપણે પણ તે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જવું પડે છે.

ન્યૂઝ આપણને ઘણી વખત ગેરમાર્ગે દોરે છે એટલું જ નહીં મોટા ભાગના ન્યૂઝ આપણને સંપૂર્ણ કે સાચું ચિત્ર આપતા નથી હોતા. મોટા ભાગના મીડિયા પોતાના પૂર્વગ્રહ મુજબ સમાચારો તોડીમરોડીને આપણા સુધી મોકલે છે. ઍનેલિસિસ વિનાના, પ્રામાણિક વિશ્ર્લેષણ વિનાના સમાચારનું કોઈ મહત્ત્વ જ નથી એવું હું (રૉલ્ફ ડોબેલી નહીં, પણ આ કૉલમનો લેખક-હું) માનું છું. કારણ કે ન્યૂઝની સાથે પૂરતું બૅકગ્રાઉન્ડ આપીને પૂરેપૂરી પ્રામાણિકતા રાખીને ઍનેલિસિસ કર્યા પછી આ ન્યૂઝની મહત્તા કેટલી છે ને કેટલી નથી એ વિશે વાચકને કે દર્શકને ખબર ન પડે તો એમાં વાચકનું કે દર્શકનું અહિત થતું હોય છે. વાચક-દર્શક પાસે કંઈ દર વખતે એ પર્ટિક્યુલર ન્યૂઝને લગતો થ્રી સિક્સ્ટી ડિગ્રી વ્યૂ ન હોય, એવો દૃષ્ટિકોણ તો અનુભવી, મહેનતુ, નિષ્ઠાવાન અને પ્રામાણિક વિશ્ર્લેષણકારો તરફથી જ મળી શકે. જોકે, આ બધા ગુણો એકસાથે જોવા મળે એવા ન્યુઝ એનાલિસ્ટ બિલોરી કાચ લઈને શોધવા જવું પડે.

એક નવી વાત રૉલ્ફ ડોબેલી પાસેથી એ જાણવા મળી કે કેટલીય વખત ન્યૂઝ તમને ડિપ્રેશનમાં ધકેલી દે છે, નર્વસ બનાવી દે છે, ભયભીત કરી નાખે છે, ગુસ્સે કરી દે છે. અને એ પણ એવા ન્યૂઝ જેની સાથે તમારે કોઈ લેવાદેવા ન હોય. એ પર્ટિક્યુલર ન્યૂઝથી તમે દૂર રહ્યા હોત તો આ બધાં જ શારીરિક કે માનસિક લક્ષણોની અસરોમાંથી તમે બચી ગયા હોત. ઘર આંગણે તમને 2012ના ડિસેમ્બર માસમાં બનેલો નિર્ભયા રેપ કેસ યાદ હશે જેને હદ બહાર ચગાવી દેવામાં આવ્યો હતો.

ન્યૂઝ પર ભરોસો રાખીને આપણે ઘણી વખત ઓવર કૉન્ફિડન્સમાં આવીને મૂર્ખામીભર્યાં જોખમો ઉઠાવતા થઈ જઈએ છીએ, જ્યાં તકની કોઈ ગુંજાઈશ નથી ત્યાં તક છે એવું માનીને એમાં ઝંપલાવતાં થઈ જઈએ છીએ એવું રૉલ્ફ ડોબેલી કહે છે અને ઉમેરે છે: ‘જે કોઈ જર્નલિસ્ટ લખે કે ફલાણા કારણોસર માર્કેટ ઉપર (કે નીચે ગયું) કે ઢીકણાં કારણોસર પેલી કંપની ડૂબી ગઈ કે અમુકતમુક કારણોસર અર્થતંત્ર પર સારી કે અવળી અસર પડી છે – એવા પત્રકારને હું ઈડિયટ માનું છું. કોઈપણ વાતને આટલી સહેલાઈથી સમજાવી શકાતી નથી. આવી ઘટનાઓ પાછળ એક કરતાં અનેક કારણો હોવાનાં અને એ કારણો ઘણાં કૉમ્પલેક્સ હોવાનાં-સરળતાથી ન સમજાવી શકાય એવાં હોવાનાં.’

અહીં મને એક હિન્દી ફિલ્મનો ડાયલોગ યાદ આવે છે. એમાં એક સંવાદ છે કે જે મામલાને સમજવામાં કોર્ટને વર્ષો નીકળી જાય છે તે મામલા વિશે ટીવીની ‘છોટી-છોટી ખિડકીઓ’માં બેઠેલા એનેલિસ્ટો તાબડતોબ ચુકાદો આપી દેતા હોય છે!

સાયલન્સ પ્લીઝ!

વ્યર્થ વિવાદોમાં નહીં પડતા. નકામા ઝઘડાઓથી દૂર જ રહેવું. તમારી શક્તિ આ બધાંને લીધે નીચોવાઈ જાય છે. નુકસાન બીજા કોઈને નહીં તમને પોતાને જ થાય છે.

— ઓશો

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Fully agreed on contents and also on throwing light on reality.

    U could have point-blank written like Chandrakant Baxi, most news are PAID NEWS only.

    I would contribute to yr this initiative. It is my pleasure too ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here