પીડામુક્ત થવાની ઈચ્છા તમને ડરાવે છે : સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 8 મે 2024)

એક આઉટ ઑફ બૉક્સ વિચાર કરવો છે. સ્ટેચ્યુટરી વૉર્નિંગ એ છે કે આ વિચાર સિક્સ્ટી પ્લસના સિનિયર સિટિઝન્સ માટે નથી. ઉદ્દેશ્ય ટ્વેન્ટી પ્લસની જનરેશન સાથે આ વાત વહેંચવાનો છે. અને એનો લાભ બહુ બહુ તો ફોર્ટી પ્લસની જનરેશન પણ લઈ શકે. પરંતુ સિક્સ્ટી પ્લસે આ વાંચીને અફસોસ કરવો નહીં કારણ કે એમની જિંદગીમાં તો જે થવાનું હતું તે થઈ ગયું. હવે પાકા ઘડે કાંઠા નહીં ચડે.

આપણે માની લીધું છે કે સૌ કોઈ સુખની શોધમાં છે. દુઃખ કોઈને જોઈતું નથી. અને એટલે દુઃખ આવે ત્યારે બધા વિહવળ બની જતા હોય છે.

દુઃખ, વેદના, પીડા આ બધું જ ન જોઈતું હોવા છતાં અનિવાર્યપણે જિંદગીમાં આવવાનું જ છે. જિંદગીની સૌથી મોટી અસલામતી એમાંથી જ સર્જાય છે કે એ આવી પડશે તો? કેવી રીતે સહન કરીશું? પીડા સહન ન કરવી પડે એના ઉધામા આખી જિંદગી કરીએ છીએ. પીડાથી દૂર રહીએ અને સદાય સુખમાં રહીએ એવી સલામતીની ઝંખનાથી મનમાં સતત ડર રહે છે. આ ડર દૂર કરવા, આ અસલામતી દૂર કરવા આપણે પીડા સાથે દુશ્મની વહોરી લઈએ છીએ.

પીડા સાથે દોસ્તી કેવી રીતે કરવી એના વિશે લખવું છે. પીડાની મહત્ત્વાકાંક્ષા નથી કરવાની, મહત્ત્વાકાંક્ષા તો સુખની જ હોય. પણ પીડા આવે ત્યારે એને આવકારવાની વાત છે. આવકાર્યા પછી એની સાથે કમ્ફર્ટેબલ થવાની વાત છે. કારણ કે એને અંદર નહીં આવવા દઈએ તો એ કંઈ આંગણેથી પાછી વળી જાય એમાંની નથી. એક વખત બારણે આવીને ઊભા રહ્યા પછી પાછા વળી જવાનો એનો સ્વભાવ નથી. એટલે બહેતર છે કે એને હસતે મોઢે આવકારીએ. સંઘર્ષ ઓછો થશે અને ભવિષ્યમાં એની સાથે કમ્ફર્ટેબલી રહેવાનું નક્કી કરશો ત્યારે એ પણ યથાશક્તિ તમને મદદ કરશે.

શારીરિક અને માનસિક બેઉ પીડાની વાત છે. પણ પહેલાં શારીરિક પીડાની વાત કરું. થોડાં વર્ષ અગાઉ મારા એક અંગત મિત્રનાં પત્ની કેન્સરમાં ગુજરી ગયાં. રાતોરાત થોડા કલાક માટે અમદાવાદ જઈને પાછો આવતો હતો ત્યારે એક વિચાર આવ્યો. મિત્રપત્ની નાની ઉંમરનાં હતાં – પિસ્તાલીસ-પચાસની વચ્ચે. સ્વાભાવિક છે કે એંશી-પંચ્યાશીએ કોઈ ગુજરી જાય અને જેટલો શોક-સંતાપ કુટુંબીજનો, પરિવારના બીજા સભ્યો તથા મિત્રો-સંબંધીઓને થાય તેના કરતાં આ ઉંમરે મૃત્યુ પામેલા સ્વજનનો આઘાત વધારે હોય. મિત્રે સવા વર્ષ દરમ્યાન પત્નીની ખૂબ સેવા કરી – તન,મન અને ધનથી સેવા કરી. અને સ્વર્ગસ્થ જીવે ખૂબ પીડા સહન કરી. સારવારમાં કોઈ કમી નહોતી છતાં એનું પરિણામ છેવટે જે જોઈતું હતું તે ન આવ્યું તે ન જ આવ્યું.

બીમારી શરીરનો સ્વભાવ છે. પીડા બીમારીનો સ્વભાવ છે. માથું કે પેટ દુઃખવાની પીડાથી લઈને કેન્સર જેવા આકરાં દર્દ શરીરમાં પ્રવેશે તેની અસહ્ય પીડા. કેન્સરની કે પછી એવાં કોઈ મોટાં દર્દની પીડા જોઈ છે, જાતે સહન કરી નથી. પણ મેન્ટલી એના માટે હું તૈયાર છું. મારી થિયરી એવી છે કે જેમ રસગુલ્લાને ઘટતા તુષ્ટિગુણનો નિયમ લાગુ પડે તેમ પીડાને પણ એવો નિયમ લાગુ પડે. પહેલું રસગુલ્લું સ્વાદિષ્ટ લાગે, બીજું ઔર સ્વાદિષ્ટ લાગે અને ત્રીજું તમને સ્વાદની ચરમસીમાએ પહોંચાડી દે. એ પછી જો ચોથું ખાઓ તો બહુ બહુ તો ત્રીજા જેટલી જ મઝા આવે, એનાથી વધારે નહીં. પાંચમામાં ત્રીજા-ચોથામાં આવી હતી તેના કરતાં જરાક ઓછી મઝા આવે, છઠ્ઠામાં એનાથીય ઓછી અને ક્રમશઃ આ મઝા ઘટતાં ઘટતાં સાવ શૂન્ય થઈ જાય અને પછી પણ જો ચાલુ રાખો તો ત્રાસ શરૂ થાય.

શું પીડામાં એવું નહીં થતું હોય? પીડાના આગમન પછી એની તીવ્રતા વધતી જાય અને એક તબક્કે એમાં વધારો થવાનો બંધ થઈ જાય અને એ પછી આ તીવ્રતા ઘટવાનું શરૂ થાય અને એક તબક્કે પીડાની તીવ્રતા શૂન્ય થઈ જાય અને એથીય આગળ વધ્યા પછી એ પીડામાંથી આનંદ આવવા માંડે એવું નહીં થતું હોય? જેમ એક તબક્કે રસગુલ્લાં ત્રાસ આપવાનું શરૂ કરે એવું જ કંઈક.

ભવિષ્યમાં ન કરે નારાયણ ને એવી કોઈક બીમારી આવી તો એની પીડા ઓછી કરવા માટે પેઈન કિલર્સ કે પછી અઢળક આડ અસરોવાળી દવાઓ ફાકવાને બદલે સહન કરીશ એવો સંકલ્પ કર્યા પછી મને ભવિષ્ય માટે ઓછી અસલામતી લાગી રહી છે. કોઈ વૃક્ષ પોતાની આવરદા પૂરી કરવાનું હોય ત્યારે ચીસાચીસ નથી કરતું એવું તમને કહીશ તો તમે કહેશો કે ભાઈસાહબ કવિતાવેડા રહેવા દો ને. રહેવા દીધા, બસ. જંગલમાં કોઈ સિંહ ઈન્જર્ડ થાય અને શિકાર ન કરી શકે ત્યારે એનું મોત નિશ્ચિત હોય છે. વૃદ્ધાવસ્થામાં એની પાસે સક્ષમ દાંત ન રહે કે પછી દોડવા માટે ઘૂંટણ કામ ન આપે ત્યારે એ ડેન્ટિસ્ટ પાસે નવું ડેન્ચર બનાવવા દોડી જતો નથી, ઘૂંટણની ઢાંકણીઓ બદલાવવા દોડી જતો નથી. એને ખબર છે કે હવે મોત નિશ્ચિત છે. તમામ પીડા સહન કરીને એ મોતને ભેટે છે.

માણસ પાસે ડેન્ટિસ્ટ છે એ સારું છે. નાની-મોટી સારવાર ઉપરાંતની છટપટાહટો કર્યા કરવાથી તમે મોતને થોડા દિવસ કે પછી થોડા મહિના પાછું ઠેલી શકો પણ બદલામાં તમારી જિંદગીની ક્વૉલિટી ગુમાવી બેસો છો. હસતાં હસતાં નિષ્ફિકર બનીને જીવાયેલી જિંદગીને લંબાવીને તમારે ડરતાં ડરતાં સહમી ગયેલી જિંદગી જીવવી હોય તો એ તમારો ઑપ્શન છે, કોઈને શું? પણ એવી જિંદગી જીવવાનો કોઈ અર્થ ખરો? આ સવાલ તમારે તમને પૂછવાનો છે.

પીડામુક્ત થવાની ઈચ્છા તમને ડરાવે છે. જિંદગીમાં પીડા આવશે ત્યારે એને સહન કરતાં શીખી જઈશ તો આપોઆપ એ મને સતાવતી બંધ થઈ જશે અને હું એની હાજરી છતાં મારે જે કામો કરવાં છે તે કરતો રહીશ.

આ એક તદ્દન નવો જ પાઠ હું શીખી રહ્યો છું. દુઃખ, વેદના, પીડા, આપત્તિ કે અણગમતી પરિસ્થિતિઓ ટાળવા છતાંય આંગણે આવીને ઊભી રહે છે ત્યારે એને આવકારીને એની સાથે સંઘર્ષ કર્યા વિના, એને કમ્ફર્ટેબલ બનાવીને જીવીએ તો આ બધાની તીવ્રતા, આ બધાનો આઘાત આપણને નિષ્ક્રિય કરવાને બદલે વધુ સારું જીવવાની દિશા સુઝાડશે. આફ્ટરઑલ, આ બધું એ જ તો મોકલે છે જેણે સુખ, શાંતિ અને સંતોષ મોકલ્યાં છે.

સાયલન્સ પ્લીઝ

પીડાના ઘા યાદ રહે છે. સુખને કારણે ઘા થતા હોત તો સુખ પણ યાદ રહેતું હોત.

-અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Suuuuuuuuuuperb.
    મારા collegue નુ નિવૃત્તિ થયા પછી દસમા દિવસે અવસાન થયુ.
    એના અવસાન ને હુ દેહાવસાન કહેવા નુ વધારે પસંદ કરીશ.
    કારણ ?
    અરે હજુ મહીના ની છેલ્લી તારીખે તો એ રજીસ્ટર મા સહી કરવા
    ( no wait …સહી નહી પણ ઑટોગ્રાફ આપવા હાજર હતા)
    અને નવા મહીના ના દસમા દિવસે અચાનક ગાયબ થઈ ગયા અમને કોઈ ને પણ કશુંય કહ્યા વગર.
    We were all in utter shock … what cud ve be the reason.
    જ્યારે સાચી વાત જાણી ત્યારે વધારે આઘાત લાગ્યો પણ…
    …સાથે સાથે એ વ્યક્તિ તરીકે મિત્ર હતા અને વ્યક્તિત્વ તરીકે મારા મિત્ર રહેશે એ વાત નુ ગૌરવપૂર્ણ આશ્વાસન પણ રહયુ.
    She was fighting with cancer and she had decided not to let anyone know this and also not to take any medical treatment for the same.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here