આ લોકો ઉર્ફે ટાઇમ્સ, સ્ટાર ટીવી અને આજતકનું સેક્યુલર ઝનૂન : સૌરભ શાહ

( ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાંનો આ એક મહત્તવનો લેખ ડિસેમ્બર ૨૦૦૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં તે પછી લખાયો. ગુજરાતના ચિંગુમિંગુ સેક્યુલર પત્રકારો તેમ જ હાડોહાડ હિંદુદ્વેષી પત્રકારો હજુ ય અંગ્રેજી મીડિયાની બદમાશીઓનું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આ લેખ આવા મીડિયાકર્મીઓના ગાલ પર સણસણતા તમાચા સમાન છે. વાંચો અને ગમે તો આજે જ આ પુસ્તકની બે નકલ ખરીદી લો. એક તમારા ઘર માટે—એક કોઈ સમજુ મિત્રને ભેટ આપવા માટે. પ્રાપ્તિસ્થાનની વિગતો લેખના અંતે.)

આ લોકો ઉર્ફે ટાઇમ્સ, સ્ટાર ટીવી અને આજતકનું સેક્યુલર ઝનૂન : સૌરભ શાહ

આ લોકોએ ગઈ કાલે (બુધવાર, 18 ડિસેમ્બર,૨૦૦૨) પાછું ઊંબાડિયું કર્યું. આ વખતે હદ કરી નાખી. બીજા કોઈ નહીં પણ ખુદ વડા પ્રધાન વાજપેયીની છબી પર કાદવ ઉછાળ્યો આ લોકોએ.

`ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ પહેલા પાને મથાળું માર્યું : `ગુજરાતમંત્રનું અન્યત્ર પુનરાવર્તન કરવામાં નહીં આવે: વડા પ્રધાન’ (ગુજરાતમંત્ર વિલ નૉટ બી રિપીટેડ : પીએમ). શું ધાર્યું તમે આ મથાળું વાંચીને? 1. વડા પ્રધાને કબૂલ કર્યું કે ગુજરાતની ચૂંટણી જીતવા માટે અમે કોઈક પ્રકારની `ફૉર્મ્યુલા’ વાપરી હતી અને 2. આ `ફૉર્મ્યુલા’નું પુનરાવર્તન આવતા વર્ષે અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે કરવામાં નહીં આવે.

આ મથાળા હેઠળ છપાયેલા રિપોર્ટમાં આવી વાત ક્યાં આવે છે? જરા તપાસીએ:

`નવી દિલ્હી : ગુજરાતમાં ભાજપના જંગી વિજયની ઉજવણી માટે બોલાવવામાં આવેલી ભાજપના સંસદીય સભ્યોની એક સભામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્સાહ અને આશાભર્યા સાદે, ગુજરાતના પ્રયોગનું અન્ય રાજ્યોમાં પુનરાવર્તન કરવામાં આવશે એવા પ્રજાના ભ્રમને દૂર કરી દીધો હતો.’

એમણે કહ્યું, `લોકો પૂછે છે કે દેશમાં અન્યત્ર ગુજરાતમંત્રનું પુનરાવર્તન કરવામાં આવશે? હું એ પ્રશ્નકર્તાઓને પૂછું છું : `શું બીજી જગ્યાઓએ ગોધરાનું પુનરાવર્તન કરવામાં આવશે?’

એ પછી અહેવાલમાં બીજી બાબતો આવે છે. ક્યાંય તમને એ વિધાન વાંચવા નથી મળતું જે તમે મથાળામાં વાંચ્યું હતું!

સેક્યુલરવાદી ઝનૂનીઓ પહેલાં તમારા વિશે ગેરમાહિતી ફેલાવે, તમારા મોઢામાં એ શબ્દો મૂકે જે તમે ક્યારેય બોલ્યા જ નથી અને થોડા સમય પછી તમારા નામે ચડી ગયેલા એ શબ્દો ટાંકીને બીજાઓને પૂછે કે વાજપેયીએ આવું કહ્યું છે, તમે શું કહો છો? એટલું જ નહીં, ભવિષ્યમાં ખુદ વાજપેયીને જ પૂછે કે તમે અગાઉ તો આવું બોલ્યા હતા, હવે કેમ તમારો અભિપ્રાય બદલાઈ ગયો! પછી તમે બોલીને ફેરવી તોળો છો એવી છાપ તમારા વિશે ઊભી કરવામાં આવે, તમારી વિશ્વસનીયતા નથી એવી જુઠ્ઠી છાપ એ લોકો ઊભી કરે જેમની પોતાની વિશ્વસનીયતા શૂન્ય હોય.

`ટાઇમ્સ’ ઉપરાંત `એશિયન એજ’ અને `ઇન્ડિયન એક્સપ્રેસ’ પણ આ જ રીતે જુઠ્ઠાણાંઓ પ્રસરાવવામાં એક્સપર્ટ છે. આજકાલ તેઓને વાજપેયી, નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચે પરસ્પર કેટલો મોટો વિચારભેદ છે અને આ ત્રણેય મહાનુભાવો એકમેકના અંદરખાનેથી પગ ખેંચ્યા કરે છે એવું ચિત્ર ઊભું કરવાની મઝા આવે છે. આખોય ખેલ તેઓ સંદર્ભો વગરનાં વાક્યો ટાંકીને લખેલા અહેવાલનું ગેરમાર્ગે દોરનારું મથાળું બાંધીને ઊભો કરતા હોય છે.

સેક્યુલરવાદી ઝનૂનીઓનું એક બીજું લક્ષણ જોવા જેવું છે. તેઓ પોતાના વિચારવિરોધીઓએ શું કામ કર્યું છે તે જોવાને બદલે માત્ર તેઓ શું બોલે છે તેના પર પોતાનો અભિપ્રાય આપશે. એમના વિરોધીઓએ જે કામ કર્યાં હોય છે તેમાંનાં સારાં કામની પ્રશંસા કરવાની પ્રામાણિકતા તેમનામાં હોતી નથી અને તેઓ જેને વિરોધીઓનાં ખોટાં કામ ગણાવે છે તે કથિત ખોટાં કામને ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો દ્વારા પુરવાર કરી શકવાને સમર્થ નથી. કારણ કે કથિત ખોટાં કામ એમના વિરોધીઓએ કર્યાં જ નથી હોતાં. જે કામ કર્યું જ ન હોય તેને તેઓ પુરવાર કેવી રીતે કરી શકે?

તો હવે ટીકા કરવા માટે બાકી શું રહ્યું? તમારા શબ્દો. તમારાં વિધાનોને મારી-મચડીને રિપોર્ટ કરવાનું કામ આ લોકો માટે ઘણું સહેલું છે અને એનાથી સહેલું છે તમારા વિકૃતિ પામેલાં વિધાનોને આડેધડ ઝૂડી નાખવાનું.

રવિવારે, ચૂંટણી પરિણામોના દિવસે દાઢીધારી પ્રણવ રૉય અને રાજદીપ સરદેસાઈનાં પાપોના છલકાઈ ગયેલા ઘડા જેવી એનડીટીવી કંપનીએ સ્ટાર ન્યૂઝ પર હદ કરી નાખી. એમણે જીત પછી વાજપેયીની પ્રતિક્રિયા લીધી પછી બે-પાંચ મિનિટમાં ભાજપના પક્ષપ્રમુખ વેન્કૈયા નાયડુની પ્રતિક્રિયા લેવા માટે પૂછ્યું: `વેન્કૈયાજી ગુજરાતમાં ભાજપની જીત માટે વાજપેયીજી તો આમ આમ કહે છે, તમે પણ શું ખરેખર એવું માનો છો? વેન્કૈયા નાયડુએ તરત કહ્યું, `વાજપેયીજીએ તમને શું કહ્યું તે મેં જોયું, વાજપેયીજીએ તમને આમ આમ આમ નહીં પણ તેમ તેમ તેમ કહ્યું હતું અને હું માનું છું કે…’ આટલું કહીને વેન્કૈયા નાયડુએ તાબડતોબ સ્ટાર ટીવીને વાજપેયીનાં વિધાનો સાથે બદતમીજી કરતાં અટકાવ્યું હતું.

આ લખાય છે ત્યારે સંસદ હત્યાકાંડના ત્રણ આરોપીને સજા-એ-મોત સંભળાવવામાં આવી અને એકને પાંચ વર્ષની સજા કરવામાં આવી એવા સમાચાર આવ્યા છે. સેક્યુલરવાદી `ઇન્ડિયા ટુડે’ની માલિકીની અતિસેક્યુલરવાદી ટીવી ચૅનલ `આજતક’ આ સમાચાર આપતી વખતે ચારેય ગુનેગારોના ત્રણ-ત્રણ વકીલોના ઇન્ટરવ્યૂ લઈને મુસ્લિમ આતંકવાદીઓ નિર્દોષ છે એવી એની દલીલ દર્શકોના માથે મારે છે, પણ સરકારી વકીલનો ઇન્ટરવ્યૂ (જે ચાર દિવસ પહેલાં લેવાયો હતો) ફરીથી લઈને, શા માટે ફાંસીની આ સજા વાજબી છે એવી સમજણ તેઓ દર્શકોને નથી આપતા. સંસદ હત્યાકાંડના સૂત્રધારને પાકિસ્તાને આશ્રય આપ્યો છે એવી ભારત સરકારની જાહેરાત પછી પણ `આજતક’ ચૅનલ હત્યારાઓને ફાંસીની સજા સંભળાવાય ત્યારે એમના તરફી રિપોર્ટિંગ કરે ત્યારે `આજતક’ને પણ તમે ટાઇમ્સ તથા સ્ટાર ટીવીની જેમ દેશદ્રોહી, ગદ્દાર અને નમકહરામ ચૅનલ ન કહો તો બીજું શું કહો? `આજતક’ની આ ફાંસીવાળી સ્ટોરીનું રિપોર્ટિંગ કોણે કર્યું? શમ્સ અહમદ ખાન નામના રિપોર્ટરે.

સ્ટાર ટીવી અને આજતક જેવી ટીવી ચૅનલો તમારો કેબલ ઑપરેટર બતાવતો હોય તો સ્થાનિક વિધાનસભ્યની મદદ લઈને તમારે કેબલ ઑપરેટરને આ ચૅનલો ન દેખાડવાનું `સમજાવવું’ જોઈએ. ટાઇમ્સ, જે ખુદ વડા પ્રધાનના શબ્દોને તોડીમરોડીને એમની છબી ખરડી રહ્યું છે તે બીજાઓનાં વિધાનો સાથે કેવી, કેટલી બદમાશીઓ કરતું હશે. ટાઇમ્સે આજકાલ પોતાની તટસ્થતા દેખાડવા એક નવું તૂત ચાલુ કર્યું છે.
ટાઇમ્સના અહેવાલોમાં અભિપ્રાયો અને મતાગ્રહો છવાઈ જાય છે અને અહેવાલો તટસ્થ હોવા જોઈએ, વિશ્લેષણમાં જે અભિપ્રાય પ્રગટ કરવો હોય તે કરો – એવી ફરિયાદો મળ્યા પછી ટાઇમ્સે પહેલે પાને રિપોર્ટના છેવાડે `કમેન્ટ્સ’ના નામે સંપાદકીય નોંધ અથવા તો અખબારનો અભિપ્રાય છાપવાનું શરૂ કર્યું છે. દેખીતી નજરે તમને લાગે કે અહેવાલમાંથી અભિપ્રાય છૂટો કરી નાખવામાં આવ્યો છે એટલે અહેવાલમાં માત્ર હકીકતો હશે, અભિપ્રાય નહીં. સુજ્ઞ વાચકો, તમારી આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે. અહેવાલને છેવાડે `કમેન્ટ્સ’ના મથાળા હેઠળ અભિપ્રાય છાપવાનું જે દિવસથી શરૂ થયું તે જ દિવસથી `કમેન્ટ્સ’ ઉપરાંત અહેવાલોમાં અભિપ્રાયનું પ્રમાણ બમણું થઈ ગયું છે! આ લોકો જેઓ સાબુની ગોટીની જેમ પોતાનું છાપું વેચવાની ફિલસૂફી ધરાવે છે તેઓના હૈયે ભારત દેશ માટેની વફાદારી વસતી નથી.

ગુજરાતમાં ભાજપની બે-તૃતીયાંશ બહુમતી જોઈને આ લોકો હેબતાઈ ગયા છે. 2004ની સાલમાં (કે પહેલાં) લોકસભાની ચૂંટણી થશે ત્યારે ભાજપને આવી જ બહુમતી મળશે તો સમાન નાગરિક ધારો (કૉમન સિવિલ કોડ) આવવાની શક્યતા વધી જશે, મુસ્લિમોને મળતા ગેરવાજબી વિશેષાધિકારો બંધ થઈ જશે અને કદાચ કાશ્મીરને લગતી બંધારણની 370મી કલમ પણ રદ થઈ જાય જેને કારણે હિંદુઓ કાશ્મીરમાં વસવાટ-ધંધો કરતા થઈ જશે, કાશ્મીરનું સમગ્ર ચિત્ર બદલાઈ જશે. હિંદુસ્તાનના અને હિંદુસ્તાનીઓના હિતમાં જે જે મુદ્દાઓ છે એ તમામનો સતત વિરોધ કરતા રહે છે આ લોકો. દરેક દેશપ્રેમી કેબલ ઑપરેટરે આજતક અને સ્ટાર ન્યૂઝ બતાવવાનું બંધ કરવું જોઈએ અને દરેક દેશપ્રેમી વાચકે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સહિતનાં ઝનૂની સેક્યુલરવાદી અંગ્રેજી અખબારો વાંચવાનું, ખરીદવાનું તેમ જ એમાં જાહેરખબરો આપવાનું બંધ કરવું જોઈએ.

***

ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોના જાણીતા વિક્રેતાઓના શોરૂમમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/•••
લોકમિલાપ:

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=
•••
બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316
•••
પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387
•••
અરિહંત , રાજકોટ:
+91 87349 82324

*********
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. સૌરભભાઈ, 2002 મા લખેલા આ લેખમા આપે 2004ની ચુંટણીમા ભાજપને બહુમત મળે અને article 370 નાબુદ થશે, કોમન સિવિલ કોડ લાગુ થશે વગેરે આશા રાખેલી. 2004 ને બદલે 2014 પછી આ બધૂ સાકાર થયુ. બીજી એક વાત પણ આપના ધ્યાન મા આવી હશે, રાજદીપયા અને બીજાઓ ન્યૂઝ ડીબેટ ( congress ચમચાગીરી) મા આજની કેન્દ્ર સરકાર અથવા ભાજપ પ્રતિનિધિઓ સાથે વાત કરતા હમેશા અડવાણીજી-વાજપેયીજી ને યાદ કરીને એવુ જતાવશે કે તેઓના વખતમા આવુ બધુ નહોતુ. હકીકતમા એ વખતે સેકયુલરીયાઓ ભાજપા ને આનાથી વધારે criticize કરતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here