ભારતને સતત ફટકાર્યા કરતા લોકો વિશે : સૌરભ શાહ

( આજકાલ ફરી એકવાર ગુજરાતની ચિંગુમિંગુ યુટ્યુબ અને ટીવી ન્યુઝ ચેનલોના પંજુછગ્ગુસત્તુ કલાકારોએ પોતાને પત્રકાર ગણાવીને ઉપાડો લીધો છે. સેક્યલર અર્થાત્ હિંદુવિરોધી ગુજરાતી જોકરો તો વર્ષોથી પત્રકારનો સ્વાંગ ધરીને પગ પહોળા કરીને ફરે છે. હવે તો બાળોતિયાં પહેરતાં ગુજરાતી બાબા-બેબીઓ પણ જય શ્રી રામ કહીને પોતાની સેક્યુલર ઓળખાણ છુપાવીને વાચકોને છેતરી રહ્યાં છે. આવા વાતાવરણમાં ૨૦૦૩માં પહેલીવાર પ્રગટ થયેલા પુસ્તકની તાજેતરમાં થયેલી રિપ્રિન્ટમાંથી લેવાયેલો આ લેખ તમારે અચુક વાંચવો જોઈએ. ગુજરાતી જ નહીં અંગ્રેજી પત્રકારત્વમાં પણ અમુક બદીઓ શાશ્વત છે. પુસ્તક આજે જ ખરીદો. ઑર્ડર આપવા માટેની વિગતો લેખના અંતે છે. મિત્રો-કુટુંબીઓને ભેટ આપવા માટે પાંચ નકલ એકસાથે મગાવવી હોય તો એની વિગતો તમને આર. આર. શેઠે મોકલેલા પોસ્ટરમાંથી મળી જશે.)

***

ભારતને સતત ફટકાર્યા કરતા લોકો વિશે : સૌરભ શાહ

જેનું ખાય એનું જ ખોદતા હોય એવા લોકોને દેશાભિમાન શું ચીજ છે એ કેવી રીતે સમજાવવું. ભારતમાં જન્મેલા, ભારતમાં જ ઊછરેલા અને ભારતમાં જ બે પાંદડે થયેલા લોકો આ દેશને જ સતત ભાંડ્યા કરે એમને તમારે શું કહેવું? અત્યારે કોઈ કોમની વાત નથી. હિંદુઓમાં પણ અનેક લોકો એવા જોવા મળે છે જેઓ નમકહરામ હોય.

પહેલાં અમારી, પત્રકારોની જ વાત લઈએ. મનફાવે એમ સરકારને ગાળો આપવી, રાજકારણીઓને ગાળો આપવી અને આ દેશને ગાળો આપવી એ જાણે કે અમારો ધર્મ બની ગયો છે. કોઈ એવું ન કરે તો વેચાઈ ગયેલો અને કોઈ બમણા જોરથી એવું કરે તો બહાદુર એમ માની લેવામાં આવે છે.

સાચા મુદ્દે કે પૂરતી માહિતીનો આધાર હોય તો જ સરકારની કે રાજકારણીની આકરામાં આકરી ટીકા કરવી જોઈએ એમ હું માનું છું. માત્ર વિશેષણો વાપરીને, જનરલાઇઝ્‌ડ વિધાનો કરીને કે પછી વાચકોને છેતરતા ખોટા આંકડાઓની માયાજાળ રચીને ટીકા કરવી એટલે ભ્રષ્ટાચાર કરવા બરાબર છે.

વિદેશી મીડિયા પાસેથી બે-એક વાત આપણા લોકોએ શીખવી જોઈએ.
કચ્છનો ભૂકંપ થયો ત્યારે ભારતીય પત્રકારોની કેટલીક નરાધમ જેવી હરકતો વિશે એક પીસ અમે લખ્યો હતો.

અમદાવાદના એક બહુમાળી મકાન નીચે દટાઈ ગયેલા માણસને જીવતો કાઢવાની જહેમત ઉઠાવી રહેલા લશ્કરના માણસોનું દૃશ્ય જોઈને તમારી છાતી ફુલાઈ જાય. પોતાના જાનના જોખમે આ જવાનો કોઈનો જીવ બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ટીવી ચૅનલવાળી કોઈ ચાંપલી કાટમાળમાં માઇક ઘુસાવીને પેલા ભાઈને પૂછતી હતી: આપકું કઈસા લગતા હય? અરે મારી બહેન, કૉન્ક્રીટના કાટમાળ નીચે ફસાઈ ગયા હો ત્યારે કેવું લાગે? સ્ટ્રેચર પર લઈ જવાતા મૃતદેહો, લોહી નીંગળતા હોય એવા બચી ગયેલા માણસો, કુટુંબીઓની રડારોળ આ તમામ દૃશ્યો તમે કચ્છના ભૂકંપ વખતે જોયાં. (રડારોળનાં દૃશ્યો પરથી યાદ આવ્યું કે સંસદભવન પરના હુમલામાં ફાંસીની સજા મેળવનાર ત્રણ આતંકવાદીઓના કુટુંબીજનોના હૃદયદ્રાવક કકળાટ આપણી સેક્યુલરવાદી ટીવી ચૅનલોએ તમને બહુ બતાવ્યો. આમાંની એક પણ ચૅનલ ગોધરામાં બાળવામાં આવેલા 58 હિંદુઓના સ્વજનોનું દુ :ખ બીજે દિવસે તમારા સુધી પહોંચાડ્યું હતું?)
11 સપ્ટેમ્બર ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ પછી તમે ટીવી પર એક પણ ઘાયલ વ્યક્તિ લોહીથી લથબથ હોય એવી તસવીર જોઈ? એક પણ મડદાનું ચિત્ર જોયું તમે? મરણાંકની ધારણા પણ છેક ચાર દિવસ વીત્યા પછી ટીવીવાળાઓએ કરવા માંડી. આપણે ત્યાં તો ભૂકંપના બીજે જ દિવસે મનફાવે તે આંકડાઓ જાણે એ જ આધારભૂત અને સત્તાવાર આંકડા હોય એ રીતે ફેંકાવા લાગ્યા હતા.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો કાટમાળ ઉઠાવતાં ત્રણ વર્ષ લાગશે એવું ત્યાંની સરકારે કહી દીધું, જ્યારે આપણે ત્યાં ત્રણ મહિનામાં એંશી ટકા કાટમાળ દૂર થઈ ગયો તો પણ ટીકાઓ થતી રહી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી કીમતી ચીજો શોધીને ચોરી જનારા પકડાયા તેના સમાચાર આપણાં છાપાંઓએ ભાગ્યે જ છાપ્યા અને કેટલીક જગ્યાએ છપાયા તો અંદરના પાને છપાયા. આપણે ત્યાં આવી કાટમાળની કીમતી ચીજોની ચોરીને ટીવીવાળાઓએ બઢાવીચઢાવીને દેખાડી. (ત્યાં તો એક રાહત કાર્યકર પોતે આવી ચોરી કરતાં પકડાયો હતો અને એના પર કેસ ચાલ્યો અને સજા પણ થઈ હતી.)

આપણાં છાપાં-ટીવીના પત્રકારો કચ્છના ભૂકંપ વખતે બીજી જ મિનિટથી સરકારની ટીકા કરવામાં મંડી પડ્યા, ગુજરાત સરકારથી માંડીને વાજપેયી સુધીના મહાનુભાવોનાં રાજીનામાં માગવામાં આવ્યાં અને મીડિયાના આ કોરસમાં વિપક્ષ પણ જોડાયો. અમેરિકામાં નાઇન-ઇલેવન પછી કોઈએ સરકારની ટીકા કરી નહીં, ન મીડિયામાં અને ન વિપક્ષે. દરેક જણ પ્રેસિડેન્ટ બુશની પડખે ઊભું રહ્યું. રાષ્ટ્રીય કટોકટી વખતે સાંકડા મતભેદો ભૂલી જવાના હોય. ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ બુશની પડખે રહ્યા. આપણા મીડિયામાં અને વિપક્ષમાં આવી સાદી સમજ પણ કમનસીબે નથી.

સરકારની ટીકા કરીશું, વહીવટી તંત્રને ગાળો આપીશું કે રાજકારણીઓને આડે હાથે લઈશું તો અમે તાકાતવાન દેખાઈશું, લોકો અમારી બહાદુરી પર તાળીઓ પાડશે એવું માની બેઠેલા ભોટ પત્રકારો વાસ્તવમાં પોતાનું હોમવર્ક કરવા નથી માગતા. હોમવર્ક નથી કરી શકતા તેનું કારણ એ કે એમની પાસે બૅકગ્રાઉન્ડ નથી હોતું. પૂરતા અભ્યાસ પછી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ થાય તો એ પત્રકારત્વનું ઘરેણું બની જાય. જેવી કે, `ઇન્ડિયન એક્સપ્રેસ’એ તાજેતરમાં બૅન્કના કરોડપતિ દેવાદારો વિશે અફલાતૂન સિરીઝ કરી. સૂંઠને ગાંગડે હસમુખ ગાંધી બનવા માગનારાઓને ખબર નથી કે પત્રકારોના ભીષ્મપિતામહ સ્વર્ગસ્થ હસમુખ ગાંધીએ છાપાં-મૅગેઝિનો અને પુસ્તકો વાંચી વાંચીને, સતત અભ્યાસ કરતા રહીને પોતાની આંખો છેક નબળી કરી નાખી હતી. અહીં તો ઘણાની પાસે સૂંઠનો ગાંગડોય નથી હોતો અને તેઓ કરિયાણું વેચવાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલીને બેસી જતા હોય છે.

એસ્ટાબ્લિશ્‌મેન્ટમાં, સરકારમાં જે કંઈ ખોટું થતું હોય તેના પર નજર રાખવાની, તેને ખુલ્લું પાડવાની પત્રકારત્વની પરમ અને પ્રથમ ફરજ છે. પણ એ ફરજની સમાંતરે દેશાભિમાન હોય છે. આ બૅલેન્સ કેવી રીતે જાળવવું તે જાણવા `ડિસ્કવરી’ ચૅનલ પર જોવા મળેલા એક લાંબા કાર્યક્રમની ઝલક યાદ રાખવી જોઈએ. અમેરિકાના પોલીસતંત્રમાં કેટલાક અફસર સહિતના પોલીસો ડ્રગ્સનો વેપાર કરતા હતા એની જાણ ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનને થઈ. એફ.બી.આઈ.એ પોલીસ તંત્રની સહાયથી જ આ મસમોટું કૌભાંડ ખુલ્લું પાડીને ગુનેગાર પોલીસોને સજા કરાવી. આ આખુંય ઑપરેશન કેવી રીતે ઘડાયું અને પાર પાડ્યું તેની વિગતવાર કથા `ડિસ્કવરી’એ આપી. નોંધપાત્ર વાત એ હતી કે આમાં ક્યાંય અમેરિકાનું આખુંય પોલીસતંત્ર ભ્રષ્ટ છે એવી છાપ ઊભી થતી નહોતી. આને કારણે પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ બરકરાર રહેતો હતો, તૂટતો નહોતો. આપણાવાળા આવાં કોઈ કૌભાંડોની વાત કરતા હોય ત્યારે આપણા પર જાણેઅજાણે એવી છાપ પડે છે કે આખુંય પોલીસતંત્ર ભ્રષ્ટ છે અને પ્રામાણિક કે કાર્યનિષ્ઠ પોલીસો માત્ર અપવાદ છે.

આ જ રીતે પત્રકારો રાજકારણીઓ, શિક્ષણતંત્ર, ન્યાયતંત્ર, સરકારી કર્મચારીઓ, આવકવેરા અધિકારીઓ કે કોઈ પણ કાર્યક્ષેત્રની વ્યક્તિઓનાં કૌભાંડ બહાર પડે છે ત્યારે મીડિયાવાળાઓ એ આખાય ક્ષેત્રને બદનામ કરતાં બેદરકારી ભર્યાં વિધાનો ફેંકાફેંક કરે છે. ટોપલામાંની આ ચોક્કસ કેરી સડેલી છે અને બાકીનો ટોપલો એવો નથી એ પ્રકારની કાળજી રાખવાની આવશ્યકતા એમને જણાતી નથી. આનું કારણ શું? કારણ જાણવું બહુ સહેલું છે. એક જ લાકડીએ બધાને ફટકારવાથી ચોક્કસ કિસ્સાની અધૂરી વિગતોથી પણ કામ ચાલી જતું હોય છે. ઉપરાંત એકલદોકલ વ્યક્તિને બદલે આખી જમાતને તમે નિશાન બનાવો છો, ત્યારે તમારા પર કોર્ટમાં બદનક્ષીનો દાવો થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

કચ્છના ભૂકંપ પછી અને ગોધરાકાંડ પછી રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે મીડિયાએ અને વિપક્ષોએ જેનું શાસન હોય તેને હિંમત આપવી જોઈએ, બનતી તમામ મદદ કરવી જોઈએ. અમેરિકન મીડિયા પાસેથી એ પણ શીખવું જોઈએ. અમેરિકાના અખબારો-સામયિકો – ખ્રિસ્તી પાદરીઓનાં સજાતીય સેક્સના કૌભાંડોની ખૂબ મોટી સિલસિલાબંધ સ્ટોરીઓ પ્રગટ કરી પણ એમાં ક્યાંય ચર્ચ પર અથવા તો બાકીના ધર્મગુરુઓ પર છાંટા ન ઊડે તેની તકેદારી રાખવામાં આવી. ઇરાક પર હુમલો કરવા ઉતાવળા થઈ રહેલા પ્રેસિડેન્ટ બુશની ટીકા અમેરિકન મીડિયા પણ કરે છે પરંતુ આ ટીકામાં મર્યાદા હોય છે, આમન્યા જળવાતી હોય છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ કોઈ મામૂલી આદમી નથી એવી સમજ સાથે અદબભેર ભિન્ન મત વ્યક્ત થતો હોય છે.

આપણે ત્યાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પાકિસ્તાન નીતિની ટીકા કરતાં લોકો થાકતા નથી. તેઓ કહેતા ફરે છે કે મોટા ઉપાડે બસ લઈને તમે જ તો લાહોર ગયા હતા. આગ્રામાં તમે જ મુશર્રફની ખાતરબરદાસ્ત કરી હતી. આવી ટીકા કરનારાઓને ડિપ્લોમસીનો ડી પણ ખબર નથી હોતો. પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માટે આપણે શું શું કરી ચૂક્યા છીએ તેનો ટ્રેક રેકર્ડ ઊભો થવો જોઈએ. ભવિષ્યમાં યુદ્ધ થાય તો વિશ્વનો મત આપણા તરફી રહે તે માટે આ જરૂરી છે. પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દો, સાલાઓની સાન ઠેકાણે આવી જશે એવું બોલવું પાનના ગલ્લા પર ગલોફામાં ગુટકા દબાવીને ચર્ચા કરનારાઓને શોભે. સિરિયસ ચર્ચાઓની કક્ષા એ ન હોઈ શકે.

ભારતીય વિમાનનું અપહરણ થયું ત્યારે તમારા જ પ્રધાન આતંકવાદીઓના સરદારને સાથે લઈને કંદહાર ગયા હતા એવી ટીકા કરવી સહેલી છે. પણ એવું ન કર્યું હોત અને ગાંડા તાલિબાનોએ આપણું વિમાન ભારતીય મુસાફરો સહિત ફૂંકી માર્યું હોત તો આ જ લોકોએ કહ્યું હોત કે વાજપેયીના હાથ સેંકડો નિર્દોષ ભારતીયોના ખૂનથી રંગાયેલા છે. ઇઝરાઈલે ઍન્ટબીમાં જે રીતે પોતાની કમાન્ડો ટીમ મોકલીને પરાક્રમ કર્યું હતું તેવું ભારતે પણ કરવું જોઈએ, કબૂલ. પણ એ ઇઝરાયલી કમાન્ડો આવ્યા ક્યાંથી? દેવદૂત બનીને આકાશમાંથી તો સીધા નથી ટપક્યા. ઇઝરાયલી પ્રજામાંથી જ પસંદ થયેલા એ ચુનંદા જવાનો છે. આપણી પ્રજામાં છે તાકાત કે તેઓ કબૂલ કરે કે અમે પણ ઇઝરાયલની જેમ કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી બે વર્ષ ફરજિયાત લશ્કરી તાલીમ લઈશું. આપણામાંથી કેટલા લોકો પોતાનાં સુંવાળાં પુત્ર-પુત્રીઓને આવી કઠોર તાલીમ માટે મોકલવા તૈયાર થશે? ભારતમાં જો આ વિશે જનમત લેવામાં આવે તો વાસ્તવિકતાનો પરિચય થઈ જાય. પહેલાં આપણે, આપણી પ્રજાએ, ઇઝરાયલીઓ જેવા ટફ બનવું પડે. પછી ઍન્ટબી ઑપરેશન થાય. એ પછી પણ જો કામ ન થાય તો વડા પ્રધાનની ટીકા થાય કે તમારા કૅબિનેટમંત્રી જસવંત સિંહ શા માટે કંદહાર જઈને આતંકવાદીઓ સાથે ખોટનો સોદો કરી આવ્યા.

દેશના નેતાઓની કક્ષા માત્ર કટોકટીભર્યા સંજોગોમાં તેમનું વર્તન કેવું છે તેના પરથી નક્કી નથી થતી. શાંતિના દિવસોમાં તેઓ પ્રજાના વિકાસ માટે શું કામ કરે છે તેના આધારે પણ એમની નેતા તરીકેની ઊંચાઈ નક્કી થતી હોય છે. સ્કૂલમાં એક છોકરાનો ડાબો અને બીજાનો જમણો પગ બાંધીને રેસ રમાતી હોય છે. બહુ તકલીફદેહ છે આ રીતે દોડવાનું. વાજપેયી અને ભાજપ બીજા બાવીસ રાજકીય પક્ષોની સાથે આ રીતે દોડીને દિલ્હીમાં એનડીએની સરકાર ચલાવે છે. આમ છતાં કામ થાય છે. ઘણાં મોટાં કામ થાય છે. દેશના ચાર ખૂણાને જોડતી ચતુષ્કોણીય હાઇવે યોજનામાં કુલ ચોપન હજાર કરોડ રૂપિયા વપરાવાનાં છે અને યોજના અમલમાં મુકાયાંના બે જ વર્ષમાં ત્રીજા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. આપણામાંથી કેટલાને આની ખબર છે. આ યોજનામાં કોઈ નાનું મોટું કૌભાંડ થયું હોત તો મીડિયાએ જરૂર ઉછાળ્યું હોત અને તો જ આવી ભવ્ય યોજનાની વિગતો તમારા સુધી પહોંચી હોત. આ હાઇવેથી આખા દેશનો વાહનવ્યવહાર કેટલો ઝડપી અને સસ્તો બની જશે એનો અંદાજ આપવા માટે આ યોજનાનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. પણ કોણ કરે એ? કૌભાંડ થયું હોત તો ઉપરચોટિયા વિગતોના આધારે ટીકા કરવા સૌ કોઈ દોડી જાત.

વાજપેયી સરકારના શાસન દરમિયાન પોટાથી માંડીને ગ્રાહક સુરક્ષાને લગતા કાનૂની સુધારાઓ અને કેબલ ટીવી કાયદાઓથી માંડીને બીજાં ડઝનબંધ ક્ષેત્રોને લગતા કાયદાઓ આવ્યા. સિવિલ પ્રોસિજર કોડમાં પણ ધરમૂળથી સુધારાઓ થયા. આ તમામ કાયદાઓ સામાન્ય માણસોની જિંદગી પર સીધી યા આડકતરી રીતે ઘણી મોટી અસર કરતા હોય છે. પણ આપણને વાજપેયીમાં હિંદુત્વ અને ઘૂંટણના દુખાવા સિવાય બીજું કશું દેખાતું નથી. ડિસઇન્વેસ્ટમૅન્ટ, પાઠ્યપુસ્તકોમાં ધરખમ ફેરફારો, સંદેશાવ્યવહારની સુવિધાને ગામડાં સુધી પહોંચાડી દેવી આ બધી વાજપેયી સરકારની સિદ્ધિઓની અત્યારે કોઈ વાત નહીં કરે, પણ ભારતની નવી પેઢી આ તમામ કામ માટે આ જ સરકારની ઋણી હશે.

આ જ રીતે ઘરઆંગણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા ચાર દાયકામાં માત્ર ચાર હજાર ચેકડૅમ બંધાયા, જ્યારે છેલ્લાં ચાર વર્ષમાં વીસ હજાર બંધાયા. શિક્ષણ-આરોગ્ય-વીજળી ક્ષેત્રે જે કંઈ પ્રગતિ થઈ તેના આંકડા આપીશું તો કહેશો કે તમે તો ગુજરાત સરકારના માહિતી ખાતાની યાદી આપો છો. પ્રગતિના આંકડામાં કોઈને રસ નથી. દરેકને ઇન્ટરેસ્ટ છે નરેન્દ્ર મોદીને ભિંદરાણવાલે સાથે સરખાવવામાં. મિત્રો, ઊલટી કરવી બહુ સહેલી છે. પણ કોઈ ધીરજપૂર્વક દર્દીના રક્ત-પરુ ભરેલા ઘાને સાફ કરતું હોય ત્યારે એની ગંધ સહન કરીને આ સારવારકાર્ય નિહાળવાનું કામ અઘરું છે. આપણે આવા સારવારકાર્યને બિરદાવી ન શકતા હોઈએ તો કંઈ નહીં, સારવાર કરનારાઓની પૂંઠે વાક્‌પ્રહાર કરવાનું બંધ કરીશું તો પણ દેશની ઘણી મોટી સેવા થયેલી ગણાશે.

***

ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/•••
લોકમિલાપ:

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=

•••

બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316

•••

પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387

***

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here