કેજરીવાલનું ખાલિસ્તાની સપનું : સૌરભ શાહ

(‘ન્યુઝપ્રેમી’ માટે ખાસઃ રામ નવમી, ગુરુવાર, ૩૦ માર્ચ ૨૦૨૩)

આપણી યાદદાશ્ત કેટલી ટૂંકી છે. ગયા વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલને એમના જ ભૂતપૂર્વ વિશ્વાસુ સાથી કુમાર વિશ્વાસે એમને જાહેરમાં ખાલિસ્તાનવાદી પુરવાર કરીને નિર્વસ્ત્ર કર્યા હતા તે આપણે ભૂલી ગયા છીએ.

આમ આદમી પાર્ટીના સ્થાપકોમાંના એક કુમાર વિશ્વાસ સાથે કેજરીવાલે વિશ્વાસઘાત કર્યો એ પછી એ બંને વચ્ચે બારમો ચંદ્રમા છે. કુમાર વિશ્વાસ સહિત બીજા અનેક આપિયાઓને કાં તો કેજરીવાલે લાત મારીને પાર્ટીમાંથી તગેડી મૂક્યા છે કાં તેઓ પોતે જ કેજરીવાલની અસલિયત જાણીને પાર્ટીથી દૂર થઈ ગયા છે.

એ.એન.આઈ નામની પ્રસિદ્ધ સમાચાર સંસ્થાને ઇન્ટરવ્યુ આપતાં કુમાર વિશ્વાસે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ વાત કહેલી. યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. કુમાર વિશ્વાસે કેજરીવાલના નામ તરફ સ્પષ્ટ ઇશારો કરતાં કહ્યું છે કે એક દિવસ એમણે (કેજરીવાલે) મને (કુમારને) કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ દિવસ હું સી.એમ. (પંજાબનો) બનીશ અથવા એક નવા સ્વતંત્ર રાષ્ટ્રનો (ખાલિસ્તાનનો) પી.એમ. બનીશ.’

ખાલિસ્તાનના વડા પ્રધાન બનવાની મંશા ધરાવતા અરવિંદ કેજરીવાલને પોતાના ઘરમાં ખાલિસ્તાનવાદી નેતાઓ સાથે મંત્રણાઓ કરતાં કુમાર વિશ્વાસે રંગે હાથ પકડ્યા છે. કુમાર વિશ્વાસના આ બૉમ્બ ધડાકા પછી કેજરીવાલના આપિયાઓએ કુમાર વિરુદ્ધ અનાપશનાપ બોલવાનું શરૂ કર્યું ત્યારે કુમારે કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે કેજરીવાલે મારા આ સવાલનો સાફ સાફ જવાબ આપવો જોઈએ કે તમારે ઘરે તમે (ખાલિસ્તાની) આતંકવાદી સંગઠનના લોકો સાથે મંત્રણાઓ કરતા હતા કે નહીં? હા કે ના ?

કુમાર વિશ્વાસ કહે છે કે : જ્યારે આની સામે મેં વાંધો ઉઠાવ્યો ત્યારે પંજાબને લગતી મીટિંગોમાંથી મને બાકાત રાખવાનું શરૂ કર્યું…એ પછી એક વખત આવી જ મીટિંગ બંધ બારણે ચાલતી હતી અને હું એમને ત્યાં પહોંચી ગયો ત્યારે એક હરિયાણવી પ્રહરીએ મને અંદર જતાં રોક્યો પણ હું એને ધક્કો મારીને રૂમમાં પહોંચી ગયો ત્યારે મેં જોયું કે એ જ લોકોની સાથે એ બેઠા હતા. મેં સવાલ કર્યો ત્યારે એમણે ગલ્લાંતલ્લાં કર્યાં ને કહ્યું કે ‘ઇસકા બડા ફાયદા હોગા, બડા ફાયદા હોગા’.

કુમાર વિશ્વાસે કેજરીવાલને ઓપન ચેલેન્જ આપી છે કે, (હિંમત હોય તો) એ (કેજરીવાલ) જાહેરમાં એલાન કરે કે ‘પોતે ખાલિસ્તાનીઓની વિરુદ્ધ લડશે, ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન નહીં આપે – દિલ્હીમાં નહીં – કોઈ રાજ્યમાં નહીં.’ આટલું કહેવામાં ક્યાં વાંધો છે ? એક વાર કહી દે કે ‘હું ખાલિસ્તાનની ખિલાફ છું.’

કુમાર વિશ્વાસે કેજરીવાલના વ્યક્તિત્વના બે સૌથી ભયંકર પાસા ઉપર સર્ચલાઇટ ફેંકી છે. કુમારનું કહેવું છેઃ ‘બે ચીજોમાં એ બહુ એક્સપર્ટ છે. એક તો ખૂબ આત્મવિશ્વાસની સાથે સંપૂર્ણપણે જુઠ્ઠાણું હોય એવું બોલવામાં એમની પાસે ગજબની પ્રતિભા છે—વિષય કોઈ પણ હોય. અને બીજું (દયામણો) ચહેરો બનાવીને દલીલો કરીને સહાનુભૂતિ ઉઘરાવવાની કે આખી દુનિયા પોતાની પાછળ પડી ગઈ છે. વિક્ટિમ કાર્ડ રમતાં એમને બહુ સારી રીતે આવડે છે. આ બે વાતોથી એમણે આખા દેશને મૂરખ બનાવ્યો પછી, અમારા જેવા એમના સાથીઓને મૂરખ બનાવ્યા, પછી એક પ્રદેશ પર ભૂરકી છાંટી…’

વિધાનસભાના પ્રિવિલેજનો દુરૂપયોગ કરીને વડા પ્રધાન અને અદાણી સામે તદ્દન બેબુનિયાદ અને બેફામ આક્ષેપબાજી કરનાર રાક્ષસ અરવિંદ કેજરીવાલ જેવો લબાડ અને સ્વાર્થી માણસ આ દેશનો દુશ્મન નંબર વન છે એવું કહીએ છીએ ત્યારે એમના અગલબગલિયાઓ, એમના ઝભ્ભાની ચાળ હાથમાં લઈને પાછળપાછળ ફરતા લલ્લુઓ અને મીડિયામાં એમણે ખરીદી લીધેલા છગ્ગુ – પંજુઓને માઠું લાગી જાય છે. અણ્ણા હઝારે સાથે એમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ત્યારથી જાહેરમાં અને વારંવાર અમે કહ્યું છે કે આ માણસ બરાબર નથી, એનાથી ચેતતા રહેવું જોઈએ. એક દાયકો કરતાં વધુ સમય થઈ ગયો એ વાતને. આ દસકામાં કેજરીવાલ દિવસે ને દિવસે પોતાનું પોત વધુને વધુ પ્રકાશતા ગયા છે. રાજકારણમાં સત્તા મેળવવા એ જે કંઈ કાવાદાવા, ખેલતમાશા અને ગાળાગાળ કરતા હોય છે એને એક સેકન્ડ માટે બાજુએ મૂકી દો; પણ કેજરીવાલ અને ‘આપ’નું આ ખાલિસ્તાન કનેક્શન બહુ ભયંકર છે. દેશને તોડવાનું કામ આ માણસ કરી રહ્યો છે. ખાલિસ્તાની તરફથી જાહેરમાં કહેવામાં આવ્યું છે કે ‘આપ’ને કોણે ફંડિંગ આપ્યું છે. ‘આપ’ સાથે સંકળાયેલા ઇન્દરદીપ સિંહ નામના ખાલિસ્તાનીએ કેનેડાના વૅનકુવરની સ્ટારબક્સમાં ધોળે દહાડે ચાકુથી હત્યા કરી. પંજાબની ચૂંટણી વખતે ‘આપ’ માટે ફંડ લઈ આવવાનું કામ રાઘવ ચઢ્ઢા ( પરિમિતિ ચોપરા ફેમ)એ આ ઇન્દરદીપને જ સોંપ્યું હતું. ૨૦૨૦ના દિલ્હીના હિન્દુવિરોધી રમખાણોના આરોપીઓમાં ‘આપ’ના ચૂંટાયેલા મુસ્લિમ જનપ્રતિનિધિઓ અને કેજરીવાલના સાથીઓ છે.

ખાલિસ્તાનની ભાંગફોડિયા ચળવળ કેજરીવાલે શરૂ નથી કરી, પણ એક અલમોસ્ટ બુઝાઈ ગયેલી આગના અંગારાને ફૂંક મારી મારીને એવો ભડકો ઊભો કર્યો છે જેની જ્વાળાઓ પર આ માણસ પોતાની એક પછી એક ભાખરીઓ શેકી રહ્યો છે. વર મરો, કન્યા મરો, કેજરીવાલનું તરભાણું ભરો.

અત્યંત સ્માર્ટ અને શાતિર છે આ માણસ. ખાલિસ્તાનની અલમોસ્ટ બુઝાઈ ચૂકેલી આગને ફરીથી ભડકાવવામાં એમનો હાથ છે એની કોઈની ગંધ નહોતી આવી અત્યાર સુધી. પણ કુમાર વિશ્વાસે આપેલા પુરાવા પછી દુનિયાને ખાતરી થઈ કે શા માટે કેજરીવાલ શાહીન બાગના તોફાનીઓને બિરિયાની ખવડાવીને મદદ કરતા હતા. શા માટે ફાર્મર્સ બિલના વિરોધની આડે, ખેડૂત હોવાનું મહોરું પહેરીને, આંદોલન કરતા ખાલિસ્તાનવાદીઓને દિલ્હીની રાજ્ય સરકાર વતી મફત વીજળી-પાણી પુરવઠાની સુવિધાઓ સહિતની બીજી અને સુખસગવડો ‘આપ’ સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી હતી.

2024ની ચૂંટણી આડે માત્ર વરસ બાકી રહ્યું છે ત્યારે કેજરીવાલની ‘આપ’ પાર્ટી અને ખાલિસ્તાનવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ પર આખા દેશનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. ગઈકાલ સુધી દુબઈમાં ટેક્સી ફેરવતો અને ભવિષ્યનો ભિંદરાંવાલે થવાની મંન્શા ધરાવતો અમૃતપાલ સિંહ નાસતો ફરે છે અને ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરે છે. કેજરીવાલના તાબા હેઠળની પંજાબ પોલીસ સાથેની સાંઠગાંઠ વિના અમૃતપાલ છુટ્ટો ફરી શકે એ વાતમાં કોઈ માલ નથી.

આ અમૃતપાલ સિંહે ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ધમકી આપી હતી કે ઇન્દિરા ગાંધીની જેમ અમે તમારો પણ બુરો અંજામ લાવી શકીએ એમ છીએ, ચેતતા રહેજો. અમૃતપાલના ગુંડાઓએ ખાલિસ્તાનના નામે તોફાનો કરીને પંજાબના સેંકડો પોલીસને ભારે બેરહમી સાથે બેઇજ્જત કર્યા હતા યાદ છે? 23 ફેબ્રુઆરીએ અમૃતસરના અજનાલા પોલીસ થાણા પર અમૃતપાલે હજારોની ભીડ સાથે હલ્લો બોલાવીને પોતાના આતંકવાદી સાથી લવપ્રીતને કોઈ કોર્ટ હુકમ વિના કલાકોમાં જ હિરાસતમાંથી છોડાવી લીધો હતો. પોલીસ કોઈ એક્શન ન લઈ શકે એ માટે અમૃતપાલે પવિત્ર ગ્રંથ સાહેબને ઢાલ તરીકે રાખીને આ તોફાનો કર્યાં.

પંજાબમાં ‘આપ’ની સરકાર છે જેના નામચીન મુખ્યમંત્રી શરાબસેવન માટે અને સ્ટેન્ડઅપ કૉમેડી માટે જાણીતા છે. આવો બેવડો અને જોકર મુખ્યમંત્રી કેજરીવાલે જાણી જોઈને પસંદ કર્યો છે. કેજરીવાલ, ભગવંત માન તથા ‘આપ’ની સિદ્ધિઓ વિશે દર મહિને કરોડો રૂપિયા ખર્ચીને પ્રચાર થાય છે. આ જાહેરખબરો થકી જેમની તિજોરીઓ છલકાય છે એ મીડિયાકર્મીઓ કેજરીવાલના તથા ‘આપ’ના પાપમાં ભાગીદાર છે. અમૃતપાલે જેહાદીઓની જેમ ખાલિસ્તાનવાદીઓને પણ ફિદાઇન બનાવવાની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. ગુરુદ્વારા જેવા પવિત્ર સ્થળોની આડશમાં શસ્ત્રોનો પુરવઠાનો ખડકલો ભેગો કરવાની શરૂઆત કરી છે. અમૃતપાલ યુવાનોનું બ્રેઇન વોશિંગ કરીને એમને સુસાઇડ અટેક માટે તાલિમ આપી રહ્યો હતો. આ બાજુ પંજાબ પોલીસ કેજરીવાલના ઇશારે નૃત્ય કરતો પેલો બેવડો જોકર જોહુકમી ચલાવે છે. પણ ગૃહમંત્રી અમિત શાહ આ દેશના વિરોધીઓની ચાલબાજીઓને દૂરથી જ સૂંઘી લે છે. એમણે સી.આર.પી.એફ. તેમજ અન્ય કુમકો મોકલીને અમૃતપાલના અનેક સાથીઓ પર ઝપાટો બોલાવીને એ સૌની પંજાબમાં ધરપકડ કરીને એમને રાતોરાત વાયુદળના વિમાનમાં આસામના દિબ્રુગઢમાં ઠાલવી દીધા.

આ પકડાયેલાઓને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ રાતોરાત જામીન આપીને છૂટા ન કરી શકે તે માટે એમના પર એન.એસ.એ.ના કડક કાનૂનની કલમો લગાડી. હવે એમને એક વરસ સુધી જામીન મળવાની નથી.

2024ની ચૂંટણી વખતે, પાંચ વરસ પહેલાં આ લખનારે જે કહ્યું હતું તે ફરી એક વાર સાંભળી લેવું જોઈએ. 2024ની ચૂંટણીમાં મોદીની જીત નિશ્ચિત છે. પણ મને 2024ની ચિંતા નથી, 2029ની ચિંતા છે.આ જ સૂરમાં 25 એપ્રિલ 2019ના રોજ ‘ન્યુઝપ્રેમી’ માટેના એક એક્સક્લુઝિવ લેખમાં અમે કહ્યું હતું:

‘આવતાં પાંચ વર્ષ દરમ્યાન એકે એક દિવસ આપણે ચૌકન્ના રહેવું પડશે. વિપક્ષો મરણિયા બનીને મોદીને નુકસાન કરવાના હેતુથી આ દેશનું નુકસાન કરવા તૈયાર થશે… મોદીને ઉથલાવવા એમના વિરોધીઓ દેશમાં અસ્થિરતા ઊભી કરી શકે એમ છે. તેઓ માત્ર કોની રમખાણો જ નહીં, સાઉથમાં, નોર્થઇસ્ટમાં, બંગાળમાં પણ સિવિલ વૉરની પરિસ્થિતિ પેદા કરી શકે એમ છે… આગામી પાંચ વર્ષમાં મોદી પર જ નહીં, મોદીના સૌથી નિકટના સાથી રાજકારણીઓ તેમ જ મોદીના વિશ્વાસુ હોય એવા બ્યુરોક્રેટ્સ તેમ જ મોદી સમર્થકોની ક્રેડિબિલિટી પર એવા પ્રહારો કરશે કે આમ (સામાન્ય) જનતા ભ્રમિત થઈ જાય-આટલું બધું થાય છે તો એમાં કંઈક તો સાચું હશે ને—તમે વિચારવા માંડશો. મરતા ક્યા નહીં કરતાની પરિસ્થિતિમાં મૂકાયેલાઓ માટે તો એ છેલ્લો દાવ હશે. એમણે તો આમેય મરવાનું જ છે. પણ હું તો મરું તને રાંડ કરતી જાઉ એવી ગંદી પણ સચોટ ગુજરાતી કહેવતને અનુસરીને વિરોધીઓ આ દેશને વિધવા બનાવવાની તમામ કોશિશો કરશે. ફિદાઇન આતંકવાદીઓની મેન્ટાલિટીથી આ વિરોધીઓ આવતાં પાંચ વર્ષ દરમ્યાન પોતાની પ્રવૃત્તિઓ કરશે કારણ કે એમને ખબર છે કે લોકસભામાં અને પછી રાજ્યસભામાં એનડીએની ટુ થર્ડ મેજોરિટીનો મતલબ શું છે. મોદી પોતાનું ધાર્યું કરી શકશે. મોદીના દેશમાં એ લોકો માટે ઊભા રહેવા જેટલી જગ્યા પણ નહીં બચે. એમની પાસે બે જ વિકલ્પો હશો. કાં તો બિહાર કાં મામાનું ઘર કેટલે, ઇટલીમાં દીવો બળે એટલે.’

આખો લેખ આ શીર્ષકથી ‘ન્યુઝપ્રેમી’ પર સર્ચ કરશો તો વાંચી શકશોઃ ‘ચિંતા 2019ની બિલ્કુલ નથી. એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે.’

આજનો પીસ પૂરો કરતાં પહેલાં કેજરીવાલના એક્સરે જેવી કેટલીક કાવ્યપંક્તિઓ ક્વોટ કરી લઉં. મને ખાતરી છે કે કવિ હિતેન આનંદપરાએ પોતાની સિગ્નેચર ગઝલ બની ગયેલી આ પંક્તિઓ કેજરીવાલ માટે નહીં જ લખી હોય. કેજરીવાલનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું તે જમાનાની આ ગઝલ છે. આ ગઝલના કેટલાક કડક શેર હુબહુ કેજરીવાલને બંધ બેસે છેઃ તમે પણ માણો, કવિની દીર્ઘદૃષ્ટિના આ પુરાવાને !

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે;
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વદારે દઝાડો, જલાવો, દયા ના બતાવો;
કારણ એ કાયમ ઇર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો;
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

મોદીને પછાડીને, ખાલિસ્તાનવાદીઓનો સાથ લઈને, દેશમાં અરાજકતા ફેલાવીને, પોતાને વડાપ્રધાન પદની ખુરશી પર બિરાજમાન જોવા માગતા અરવિંદ કેજરીવાલથી અને કેજરીવાલનાં ગુણગાન ગાવામાંથી ઊંચા ન આવતા આપિયાઓથી, આપિયાઓના પૈસે ચાલતી ચેનલોથી સાવધાન, સાવધાન, સાવધાન.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. saurabh bhai,

    mane to aa suvar kejrival ne joine atlo guso aave che k saala ne goli mari dau k pachi jivto jalavi dau.

    sala ni party ne rashtriyata mali gai k bhagwan nu naam leva mandyo k prabhu aapni party pase kaik motu karavva magta hase.

    tene ek interview ma pan kahyu hatu k modi ko hatana hai

    khalishtani valo ye pacchu mathu uchkyu che te aa gaddar ne karne.

  2. સુંદર લેખ. પણ બીજા કોઈ મિત્રો ને મોકલવો હોય તો હિન્દી કે અંગ્રેજી અનુવાદ આજ કાલ હોતા નથી .

  3. આપણા દેશમાં બીજેપી અને ને સામ્યવાદી પાર્ટીઓ સિવાય અન્ય તમામ એટલે કોંગ્રેસ અને બાકી બધા નાના પ્રાદેશિક પક્ષો એ વાસ્તવ માં લોકશાહીના આંચળા માં છુપાયેલી ખાનગી રાજકીય પેઢીઓ છે જેમને દેશ અને દેશહિત સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. અને સામ્યવાદી પક્ષો ભલે ખાનગી માલિકી ની પેઢીઓ નથી છતાં આ સડેલી વિચારધારા વાળો પક્ષ રાષ્ટ્ર અને લોકશાહી માં માનતો જ નથી એટલે એનામાં અને અન્ય ખાનગી રાજકીય પેઢીઓમાં કોઈ તાત્વિક ભેદ નથી. કેજરીવાલ નો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થી ઉદય થયો ત્યારે એક આશા જન્મી હતી કે ભારતમાં બીજેપી ઉપરાંત એક સાચા અર્થમાં પ્રજાતાંત્રિક એવા બીજા રાજકીય પક્ષ નો જન્મ થશે પણ કેજરું તો વિશ્વના તમામ ઠગોના અર્ક માંથી બનેલો અદ્વિતીય ઠગ નિકળ્યો !!

  4. મોદીભાઈ સામે ” ચોરો કી બારાત ” છે. પણ 2024 માં આવશે તો ભાજપ. મોદીભાઈ સામે કોઈની ઊભા રહેવાની ઓકાત નથી.

  5. Modi haters , xyz lobbies, powerful media- all of them have HUGE wealth- can go to any level. Only common man have to rise. Bhagwan loko ne sadbudhhi aape.

  6. No personal attacks….just like Kajriwal we too have one more enemy in our house….. our very own સાદા અગ્રેસર (both are same) ……yes chitralekha too wants Modi to go out and wants pappu to be the PM in 2024 elections… પણ આવશે તો મોદીજ……

  7. ખૂબ સરસ,જે રીતે વિસ્તૃત છણાવટ થકી કેજરીવાલ ને ઉઘાડા પાડ્યા, એમ મોદીજી ના બધાજ વિરોધીઓ ના દેશ દ્રોહી કરતૂતો ને સૌ સમક્ષ લાવવા મહેરબાની.
    ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here