૧૮૫૭ના ઈતિહાસની સાચી વાતો આજના લેફ્ટિસ્ટ સેક્યુલરોને પચતી નથી : સૌરભ શાહ

દેવેન્દ્ર સ્વરૂપનું નામ તમે કદાચ નહીં સાંભળ્યું હોય. આમ એ બહુ જ લો કીમાં રહેનારા માણસ હતા, પણ એમની વિદ્વત્તાના ચાહકોનું એક ચોક્કસ અને ખૂબ મોટું વર્તુળ હતું. મને સદ્ભાગ્ય મળ્યું છે એમની સાથે વાતચીત કરવાનું. ૨૦૧૯ની ૧૪મી જાન્યુઆરીએ એમનું ૯૩ વર્ષની ઉંમરે અવસાન થયું. મરણોત્તર પદ્મશ્રી અવૉર્ડ મળ્યો. બહુ મોટા વિચારક અને ઈતિહાસકાર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઉમદા વિચારધારા એમની રગેરગમાં દોડતી હતી. ‘પાંચજન્ય’ના એક જમાનામાં સંપાદક પણ હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને લખનઊ યુનિવર્સિટીમાંથી ઈતિહાસના વિષયમાં એમ.એ. થયા હતા. ‘સંઘ: બીજ સે વૃક્ષ’, ‘સંઘ: રાજનીતિ ઔર મીડિયા’, ‘અયોધ્યા કા સચ’ અને ‘જાતિવિહીન સમાજ કા સપના’ જેવાં બેમિસાલ પુસ્તકો એમણે લખ્યાં છે.

‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ’. વિનાયક દામોદર સાવરકરનું આ પુસ્તક તમે ન વાંચ્યું હોય તો જરૂર વાંચશો. મૂળ મરાઠીમાં લખાયેલું છે. હિન્દી અનુવાદ બધે મળે છે. આ બંને ઉપરાંત ગુજરાતી અનુવાદની બહુ જૂની નકલ પણ મારી પાસે છે. એની પુનરાવૃત્તિ પ્રગટ થઈ કે નહીં એની ખબર નથી. વીર સાવરકરના આ પુસ્તકની પ્રસ્તાવના દેવેન્દ્ર સ્વરૂપે લખી છે. પ્રસ્તાવનાનું મથાળું જ તમને એક નવા જગતમાં પ્રવેશ કરાવે છે: ‘આ ઈતિહાસનું પુસ્તક નથી, સ્વયં એક ઈતિહાસ છે.’ એક સ્વતંત્ર પુસ્તિકા જેટલી લંબાઈ ધરાવતી આ મનનીય પ્રસ્તાવના ગુજરાતી આવૃત્તિમાં નથી. દેવેન્દ્રજી લખે છે: ‘સંભવત: આખા વિશ્ર્વનું આ સૌ પ્રથમ પુસ્તક હશે જેને પ્રકાશન થતાં પહેલાં જ પ્રતિબંધિત થવાનું ગૌરવ સાંપડ્યું હોય. આ વિષય પર, આવું કોઈક પુસ્તક લખાઈ રહ્યું છે એવી સંભાવના જાણ્યા પછી બ્રિટિશ સલ્તનત જેના રાજમાં કદી સૂર્ય આથમતાં નથી એવું કહેવાયું, એવા સામ્રાજયની સરકારે ગભરાઈને પુસ્તકનું નામ, કે એના પ્રકાશક – મુદ્રકનું નામ જાણ્યા વગર જ એને બાન કરી દીધું હતું. ૧૯૦૯માં આ પુસ્તક પ્રથમ વાર ગુપ્તપણે પ્રગટ થયું અને ૧૯૪૭ પછી એ ખુલ્લેઆમ પ્રગટ થતું રહ્યું છે. ૧૯૦૯થી ૧૯૪૭ વચ્ચેના ૩૮ વર્ષના ગાળામાં એની અનેક આવૃત્તિ પ્રગટ થઈ, કંઈ કેટલીય ભાષાઓમાં એના અનુવાદો થયા. એ વર્ષોમાં આ પુસ્તકને ચોરીછૂપીથી સ્મગલ કરીને ભારતમાં લાવવું એ પણ એક સાહસિક ક્રાન્તિ-કમ ગણાતું હતું.’

વિચાર કરો કે આમ તો આ પુસ્તક ઈતિહાસનું પુસ્તક છે અને ૧૮૫૭ના ‘બળવા’ તરીકે અંગ્રેજોએ જેને ઓળખાવ્યો અને સવાયા અંગ્રેજ એવા પંડિત જવાહરલાલ નહેરુની ચાપલૂસી કરતા લેફ્ટિસ્ટ ઈતિહાસકારોએ પણ એ જ ટર્મ (‘સિપોય મ્યુટિની’) ચાલુ રાખી તે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેનાં તથ્યો-સત્યો-હકીકતોનું જેમાં બયાન હોય તેના પર શા માટે પ્રતિબંધ લાદવો જોઈએ? પણ હકીકત છે કે ભારત આઝાદ થયું ત્યાં સુધી, પૂરા ૩૮ વર્ષ સુધી આ પુસ્તક પ્રતિબંધિત રહ્યું. ખુદ વીર સાવરકરને પણ એક ક્રાન્તિવીર તરીકે જે સ્થાન મળવું જોઈતું હતું તે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં પણ અમુક ચોક્કસ લોકોની બદમાશીને કારણે મળ્યું નહીં. એમનાં સ્મારકો તેમ જ એમનાં તૈલચિત્રો તથા એમની પ્રતિમાઓની પણ એ ચોક્કસ વર્ગે ખૂબ મોટા પાયે વિરોધ કર્યો. આજ સુધી એ વિરોધ ચાલુ છે, રાહુલ ગાંધી વીર સાવરકરનું અપમાન કરી ચૂક્યા છે અને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને લેફ્ટિસ્ટો સિવાયની, રાષ્ટ્રવાદી દૃષ્ટિએ જોનારાઓ સામે આજે પણ શંકાની નજરે જોવામાં આવે છે, જાણે આ ઈતિહાસ વિશે લખીને કોઈ બૉમ્બ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યું હોય. લેફ્ટિસ્ટો અને લેફ્ટિસ્ટ પરંપરામાં ઉછરી રહેલા બદમાશ સેક્યુલરો તથા તકવાદી ગાંધીવાદીઓ તેમ જ સર્વધર્મ સમભાવની કવ્વાલી ગાનારાઓ આજની તારીખે પણ ઈચ્છા રાખે છે કે ૧૮૫૭ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજ ઈતિહાસકારોની જેમ ‘સિપાઈ બળવા’ના નામે જ ઓળખવામાં આવે. ‘એપિક’ ચેનલને કારણે ખ્યાતિ પામેલા દેવદત્ત પટ્ટનાઈક જેવા હિંદુ પરંપરાની વાતો કરવાને બહાને પ્રચ્છન્નપણે આ સંસ્કૃતિની બદબોઈ કરનારાઓ તથા ભારતના ઈતિહાસને નવી દૃષ્ટિએ જોવાના બહાને એને વધુ વિકૃત બનાવનારા રામચંદ્ર ગુહા જેવા લોકો આજકાલ સેક્યુલરો તથા લેફ્ટિસ્ટોમાં ખૂબ લોકપ્રિય છે. ભારતીય સંસ્કારો તથા ભારતની પરંપરાની વાતો કરવાનો ઢોંગ કરીને પોતાનો એજન્ડા આગળ વધારવાની સામ્યવાદીઓની આ નવી ચાલ છે જેથી તેઓ પોતાના ભારતદ્વેષને ઢાંકી શકે. ભોળા લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો કરતા આ ઠગ અને ધૂર્ત સેક્યુલરોની ચાલબાજી તમે આસાનીથી નહીં સમજી શકો.

મને તો ૧૯૯૨માં બાબરી તૂટી તે પહેલાંથી, ૧૯૮૯ના શિલાન્યાસના જમાનાથી આવી ઉધઈઓનો પરિચય છે. ત્રણ દાયકાથી એમની ચાલચલગતનો અભ્યાસ હોવાને કારણે તેઓ પાંચ વાકય બોલે કે લખે અને તરત જ ગંધ આવી જાય કે આ કઈ સેક્યુલર કીડો કઈ સામ્યવાદી ગટરમાં ઉછરેલો છે. અગાઉ સેક્યુલરો પોતાનો હિંદુદ્વેષ ઓપનલી પ્રગટ કરતા, પણ ૨૦૦૨ પછી તથા વિશેષ તો ૨૦૧૪ પછી તેઓને સમજાતું ગયું કે ખુલ્લંખુલ્લા હિંદુદ્વેષ પ્રગટ કરવા જશે તો ભારતની પ્રજા એમને પકડી પકડીને મારશે. એટલે હવે તેઓ હિંદુ સંસ્કૃતિ માટેના આદરની વાત કરતાં કરતાં ધીમેકથી, પોતાની મીઠી છૂરી ચલાવીને પોતાનો લેફ્ટિસ્ટ એજન્ડા તમારા ગળામાં પહેરાવી દે છે. વાસ્તે, સાવધાન.

આટલું બેકગ્રાઉન્ડ ૧૮૫૭ની એ ઘટનાઓને સમજવા, વીર સાવરકરના દૃષ્ટિકોણને સમજવા જરૂરી હતું. આ દૃષ્ટિ તમને ને મને દેવેન્દ્ર સ્વરૂપ જેવા મહાપુરુષોએ પોતાના ઈતિહાસ અધ્યયન દ્વારા આપી છે. એમણે આપેલી આ દિવ્યદૃષ્ટિને સાચવીએ, તેજ ઝાંખું ન થાય એની કાળજી લઈએ અને ભારતની નવી પેઢી ૧૮૫૭થી શરૂ થયેલી આપણા પૂર્વજોની ગાથા ગાઈને ગૌરવ અનુભવીએ એવા પ્રયત્નો કરીએ. ભારતને આ આઝાદી ગાંધીજીએ બિના ખડગ, બિના ઢાલ અપાવી એવા વહેમમાં મુક્ત થવું હશે તો તમારે હવે પછી લખાનારી આ શ્રેણી વાંચીને તમારી સમજણ વિકસાવવી પડશે. તમારી નવી પેઢીને તેમ જ તમારી આસપાસના સૌ કોઈમાં આ વિચારોનો પ્રચાર પ્રસાર કરવો પડશે.

એક વિચાર

યુદ્ધના સમયે શત્રુની પ્રશંસા કરીને પોતાને તટસ્થ તથા નિરપેક્ષમાં ખપાવનારાઓ વાસ્તવમાં રાષ્ટ્રદ્રોહી અને વિદ્રોહી હોય છે.

-ચાણકય

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Archive.org પર Bharatiya svatantrata sangram નામે બંને ભાગો ગુજરાતીમાં મુકાયેલ છે, ડાઉનલોડ કરી શકાય છે. મૂળ અંગ્રેજી પરથી વી. વી. પટવર્ધનના મરાઠી અનુવાદ પરથી ગોપાલરાવ ગ. વિદ્વાસે ગુજરાતી અનુવાદ કર્યો હતો. વડોદરા અને સોનગઢ (સૌરાષ્ટ્ર)માં મુદ્રણ થયું હતું. પ્રકાશક આર આર શેઠની કંપની. 1949. દેવેન્દ્ર સ્વરૂપનો આમાં ઉલ્લેખ નથી એટલે આ અને એ બન્ને અલગ અનુવાદો છે એમ માનું છું..

    • દેવેન્દ્ર સ્વરૂપ આ પુસ્તકના અનુવાદક નથી, પ્રસ્તાવનાકાર છે.
      લેખમાં લખ્યું જ છે કે ગુજરાતી અનુવાદમાં એમની પ્રસ્તાવના નથી.

      • સૌરભભાઇ, એ વાક્ય હું ચુકી ગયો..!! આનંદ થયો કે તમે comment વાંચી અને ઉત્તર આપ્યો..

  2. ૨૦૧૧ માં ઢીલું પેન્ટ અને શર્ટ પહેરીને કેજરીવાલે જે નોટંકી ચાલુ કરેલી એ ૫૨ કરોડ ના શિશમહેલ થી તિહાર કારાવાસ માં પહોંચી છે. આ માણસ અત્યાર સુધીના દરેક રાજકારણી થી અલગ અને વધારે ખતરનાક સાબિત થયો છે, એની સામે રાહુલ ( નકલી ગાંધી નામધારી અટક ) તો ઘણોજ સરળ કે નિર્દોષ લાગે છે. આજ સુધીના રાજકારણ માં મફત ની લહાણી કરવાની અત્યંત વિનાશક ટેવ કેજરીએ પાડી દીધી છે તેનો પ્રતિકાર મોદીજી માટે પણ વિકટ બની રહયો છે. હા, એમાં હિંદુ લોકોની મફત ખાવાની ટેવ થી દિલ્હી ગુમાવી દીધું છે અને પંજાબમાં તો ખાલિસ્તાનના ટેકાથી કેજરીએ વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here