અંગ્રેજોની છાતી પર ૧૮૫૭ની સુવર્ણજયંતીની ઉજવણી થઈ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ )

સ્વાતંત્ર્યવીર સાવરકરે ૧૮૫૭ના સંગ્રામનો જે ઈતિહાસ લખ્યો તે પુસ્તક દેશભકત ક્રાંતિકારીઓ માટે ગીતા સમાન બની ગયું.

આ પુસ્તક લખવાનો આરંભ ૧૯૦૬માં થયો. સાવરકર ક્રાંતિના રંગે રંગાઈ ચૂક્યા હતા. તેઓ બૅરિસ્ટરનું ભણવા ઈંગ્લેન્ડ પહોંચ્યા ત્યાં પ્રખર રાષ્ટ્રભકત તથા સંસ્કૃતના મહાવિદ્વાન પં. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલા ‘ઈન્ડિયા હાઉસ’ને સાવરકરે પોતાની ક્રાંતિ-સાધનાનું કેન્દ્ર બનાવ્યું. (પી. એમ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સી.એમ. હતા ત્યારે, ૨૦૦૩માં તેઓ વિદેશ જઈને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિનો કુંભ ભારત લઈ આવ્યા અને સ્વર્ગસ્થના વતન માંડવી-કચ્છમાં એમનું ભવ્ય સ્મારક બનાવીને એ અસ્થિ કુંભ દર્શન માટે રાખવામાં આવે એવું આયોજન કર્યું. ૧૯૩૦માં ૭૨ વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ થયેલા શ્યામજી કૃષ્ણ માટે શહીદ ભગત સિંહે લાહોર જેલમાં રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્યામજી કૃષ્ણ વર્માનાં અસ્થિ અંગ્રેજ સરકાર ભારતમાં ન લાવે એ જાણે સમજી શકાય, પરંતુ આઝાદી પછીની સરકારોએ પણ આવો કોઈ ઈનિશ્યેટિવ લીધો નહીં.)

૧૯૦૭નું વર્ષ ૧૮૫૭ના સંગ્રામનું સુવર્ણજયંતી વર્ષ હતું. આ દિવસને બ્રિટન ‘વિજય દિવસ’ તરીકે મનાવતું હતું. બ્રિટિશ વર્તમાન પત્રોએ વિશેષાંકો પ્રગટ કરીને બ્રિટિશ સૈન્યની શૂરવીરતાનાં ભરપૂર વખાણ કર્યાં અને ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓને ‘બળવાખોર’ તથા ‘બાગી’ કહીને એમની નિંદા કરી, એમની ‘બેવફાઈ’ને ઝાટકી કાઢી. ૬ઠ્ઠી મે, ૧૯૦૭ના રોજ લંડનના એક અગ્રણી દૈનિક ‘ડેઈલી ટેલિગ્રાફે’ મોટા મથાળે છાપ્યું: ‘પચાસ વર્ષ પહેલાં આ જ અઠવાડિયે આપણે બતાવેલી શૂરવીરતાને કારણે આપણું સામ્રાજય બચી ગયું હતું.’ આટલું ઓછું હોય એમ, ઘા પર મીઠું ઘસતા હોય એ રીતે, બ્રિટિશરોએ લંડનમાં એક નાટ્ય ભજવ્યું જેમાં રાણી લક્ષ્મીબાઈ તથા નાના સાહેબ જેવા વીરોને ‘હત્યારા’ અને ‘ઉપદ્વવી’ ચીતરવામાં આવ્યાં. આ અપમાનનો બદલો લેવા ૧૦ મે, ૧૯૦૭ના રોજ સાવરકરના નેતૃત્વમાં બ્રિટનમાં ભારતીય દેશભકતોએ ધામધૂમથી ૧૮૫૭ના સંગ્રામની સુવર્ણજયંતી મનાવવાનું નક્કી કર્યું. ભારતીય યુવકોએ ૧૮૫૭ની સ્મૃતિમાં પોતાની છાતી પર ચમકદાર બિલ્લા પહેર્યા. સૌ કોઈએ ઉપવાસ કર્યા, સભાઓ યોજાઈ જેમાં ભારત સ્વતંત્ર ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લેવાઈ. ભારતીય દેશભક્તિના આ જાહેર પ્રદર્શનને લીધે બ્રિટિશ સરકાર ધૂંધવાઈ ઊઠી. ઘણી જગ્યાઓએ સરકાર અને ભારતીય યુવકો સામસામે આવી ગયા. હરનામ સિંહ અને આર. એમ. ખાન જેવા યુવકોએ છાતી પરના બિલ્લા ન હટાવવાની મક્કામતાને લીધે કૉલેજમાંથી સસ્પેન્ડ થવું પડ્યું. અંગ્રેજોને પોતાના જ ઘરમાં ભારતીય રાષ્ટ્રવાદના ઉગ્ર સ્વરૂપનો પરચો મળ્યો.

આ આખીય બિનાને લીધે સાવરકર અંદરથી ખૂબ વલોવાયા. એમના મનમાં પ્રશ્ર્નોનો ઝંઝાવાત ફૂંકાયો. ૧૮૫૭ની હકીકતો શું હતી? શું એ માત્ર એક આકસ્મિક ‘સિપાઈ બળવો’ હતો? શું એ ‘બળવા’ની નેતાગીરી લેનારાઓ પોતપોતાના તુચ્છ સ્વાર્થોની રક્ષા કરવા માટે પોતપોતાની રીતે એમાં કૂદી પડ્યા હતા? કે પછી કોઈ મોટું લક્ષ્ય સિદ્ધ કરવા માટેનો આ આયોજનબદ્ધ પ્રયાસ હતો? જો હા, તો એના પ્લાનિંગ પાછળ કોનું ભેજું હતું? યોજનાનું સ્વરૂપ શું હતું? શું ૧૮૫૭ એક વીતી ચૂકેલી ગઈ કાલ પર ભિડાઈ ચૂકેલા દરવાજા જેવું ભુલાઈ ગયેલું અને જર્જરિત થઈ ગયેલું ઈતિહાસનું પાનું માત્ર છે? કે પછી ભવિષ્ય માટે પ્રેરણાદાયી બની શકે એવી હિંમતગાથા છે? ભારતની ભાવિ પેઢીઓને ૧૮૫૭ શું સંદેશો આપવા માગે છે? આ અને આવા અનેક પ્રશ્ર્નોએ સાવરકરની ઊંઘ હરામ કરી નાખી. એમણે આવા તમામ સવાલોનાં ઉત્તર પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. ‘ઈન્ડિયા હાઉસ’નાં બંગાળી મૅનેજર મુખર્જી અને એમની અંગ્રેજ પત્નીની મદદથી સાવરકરે ભારતને લગતા બ્રિટિશ દસ્તાવેજોના આર્કાઈવ્ઝમાં ખાંખાખોળા શરૂ કર્યાં. લગભગ દોઢ વર્ષ સુધી એમણે ઈન્ડિયા ઑફિસના આર્કાઈવ્ઝ તેમ જ બ્રિટિશ મ્યુઝિયમની લાઈબ્રેરીમાં મૂળ દસ્તાવેજો પર સંશોધન કર્યું. ભારતીય પ્રજા પ્રત્યેનો દ્વેષ તથા બ્રિટનની સત્તાલોલુપતાને ઢાંકવા અંગ્રેજ ઈતિહાસકારોએ પોતાના દેશને ઊજળો બતાવવા ઐતિહાસિક તથ્યો સાથે કેવાં ચેડાં કર્યાં હતાં તે સાવરકરે શોધી કાઢ્યું. આ ચેડાંવાળો ઈતિહાસ જ અત્યાર સુધી પ્રચલિત બન્યો હતો. સાવરકરે સાચો ઈતિહાસ, આ જ દસ્તાવેજોના આધારે લખવાનું નક્કી કર્યું. સાવરકરે પુરવાર કર્યું કે આ કોઈ મામૂલી સિપાઈ બળવો નહોતો, પણ ભારતની સ્વતંત્રતા માટે ખેલાયેલો સંગ્રામ હતો. પોતાની શોધ-સાધનાનું સાવરકરે માતૃભાષા મરાઠીમાં આલેખન કર્યું.

આ દરમ્યાન, બીજા વર્ષે, ૧૯૦૮ની ૧૦મી મેએ, ૧૮૫૭ની ક્રાંતિની વર્ષગાંઠ ઊજવવાનું બ્રિટનવાસી ભારતીયોએ નક્કી કર્યું. આ પ્રસંગે સાવરકરે ‘આ શહીદો’ શીર્ષક સાથે ચાર પાનાનું એક પેમ્ફલેટ બહાર પાડ્યું. ‘ઓ માર્ટયર્સ’વાળા આ ચોપાનિયાનું ‘ઈન્ડિયા હાઉસ’માં યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેર લોકાર્પણ થયું અને યુરોપ – ભારતમાં ખૂબ મોટા પાયે એનું વિતરણ થયું. સાવરકર ઈન્ડિયા ઑફિસ લાઈબ્રેરીમાં તથા બ્રિટિશ મ્યુઝિયમની લાઈબ્રેરીમાં સતત એક વર્ષ સુધી રિસર્ચ કરતા હતા એટલે એ વાત તો ખાનગી રહી નહોતી કે એ ક્યા વિષય પર સંશોધન કરી રહ્યા છે, પણ આ સંશોધન કઈ દિશામાં જઈ રહ્યું છે એનો અંદાજ ‘ઓ માર્ટયર્સ’ પેમ્ફલેટથી આવી જતો હતો. આ પૅમ્ફલેટ દ્વારા કાવ્યમયી ઓજસ્વી ભાષામાં સાવરકરે ૧૮૫૭ના શહીદોના માધ્યમથી ભાવિ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. સાવરકરે લખ્યું: ‘૧૦ મે, ૧૮૫૭ના રોજ શરૂ થયેલું યુદ્ધ ૧૦ મે, ૧૯૦૮ સુધી પણ સમાપ્ત થયું નથી. એ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી એનું લક્ષ્ય પૂરું કરનારી કોઈ ૧૦ મે ભવિષ્યમાં નહીં આવે. ઓ મહાન શહીદો, તમારાં સંતાનોને આ પવિત્ર સંઘર્ષમાં તમારી પ્રેરણાદાયી ઉપસ્થિતિ દ્વારા મદદ કરો. અમારા પ્રાણમાં પણ જાદુનો એ મંત્ર ફૂંકો જે મંત્રે તમને સૌને એકતાના એક તાંતણે બાંધ્યા હતા.’ આ પૅમ્ફલેટ દ્વારા સાવરકરે ૧૮૫૭ના યુદ્ધને ‘મામૂલી સિપાઈ બળવા’ની ઓળખ ભૂંસીને એનો સુનિયોજિત સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે બિરાજમાન કરવાનું પવિત્ર કાર્ય કર્યું.

૧૯૧૦માં સાવરકરની ધરપકડ થઈ (અને એમને આંદામાનની જેલમાં કાળા પાણીની સજા થઈ) ત્યારે એમના પર રાજદ્રોહનો જે મુકદ્મો ચાલ્યો (અને ૫૦ વર્ષની સજા સંભળાવવામાં આવે) તે વખતે ચુકાદામાં ‘ઓ શહીદો’ની અહીં ટાંકેલી પંક્તિઓ ક્વોટ કરવામાં આવી.

સાવરકરે ૧૮૫૭નો ઈતિહાસ લખ્યો તેની હસ્તપ્રત શોધવા બ્રિટિશ ગુપ્તચર વિભાગે કેવી રીતે આકાશ પાતાળ એક કર્યું અને દરેક વખતે કેવી રીતે સાવરકર તથા એમના સાથીઓએ અંગ્રેજોને ઉલ્લુ બનાવ્યા એની રાષ્ટ્રપ્રેમથી છલકાતી રોમાંચક કહાણી હવે આવે છે.

પાન બનારસવાલા

બીજો તમારી સામે બંદૂક ન વાપરે એ માટે ક્યારેક તમારે બંદૂક ઉપાડવી પડે.

– માલ્કમ એક્સ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. વીર દેશ ભક્ત સાવરકર પરનો લેખ ધણી હકીકતો પર પ્રકાશ પાડે છે જેનાથી લોકો અનભિજ્ઞ છે વંદે માતરમ 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here