સાવરકરની હસ્તપ્રત એક થ્રિલરની જેમ ફરતી ફરતી પુસ્તકરૂપે પ્રગટ થઈ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ )

૧૦મે, ૧૯૦૮ના રોજ લંડનના ઈન્ડિયા હાઉસમાં ૧૮૫૭ની ક્રાન્તિની ૫૧મી વર્ષગાંઠની આગવી રીતે ઉજવણી થઈ. ઈંગ્લેન્ડ અને બાકીના યુરોપમાંથી સેંકડો ભારતીય દેશભક્તોએ આ ઉજવણીમાં ભાગ લીધો. સૌ કોઈએ કપાળ પર ચંદન લગાવીને ૧૮૫૭ના શહીદોનું પુણ્યસ્મરણ કર્યું અને ભૌતિક સુખોને ઠોકર મારીને ભારતની સ્વાધીનતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાનો સંકલ્પ કર્યો. ૧૮૫૭ની ક્રાન્તિમાં સંદેશવાહક બનેલી રોટીનું પ્રતીક સ્વરૂપે વિતરણ થયું. ક્રાન્તિની જવાળા પ્રજવલિત કરતા વીર સાવરકર લિખિત પૅમ્ફલેટ ‘ઓ માર્ટયર્સ’નું વાચન અને વિતરણ થયું. આ નોખા અંદાજવાળી ઉજવણીના સમાચાર બ્રિટિશ સમાચારપત્રોમાં છવાઈ ગયા. દરેક અખબારે આ પૅમ્ફલેટને દેશદ્રોહ અને રાજદ્રોહ કરતું ગણીને એને બગાવતની ચિનગારીસમું ગણાવ્યું.

બ્રિટિશ ગુપ્તચર વિભાગે તાબડતોબ સાવરકરના પુસ્તકની હસ્તપ્રત મેળવવા આકાશપાતાળ એક કરવાનું શરૂ કર્યું. આ મેન્યુસ્ક્રિપ્ટને બ્રિટિશ સરકારની આંખમાં ધૂળ નાખીને કેવી રીતે અનેક દેશોમાં ફેરવીને એનું પ્રકાશન થયું અને પ્રકાશન પહેલાં જ એના પર કેવી રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો એનો અધિકૃત ઈતિહાસ તે વખતે મુંબઈથી પ્રગટ થતા મરાઠી સાપ્તાહિક ‘અગ્રણી’ના ૧૦ જાન્યુઆરી, ૧૯૪૭ના અંકમાં જી. એમ. જોશી દ્વારા લખાયેલો વાંચવા મળે છે. આ ઉપરાંત દિલ્હીના નેશનલ આર્કાઈપ્સ ઑફ ઈન્ડિયામાં પણ એ સચવાયેલો છે. જી. એમ. જોશી લખે છે કે સાવરકરે આ હસ્તપ્રત પ્રગટ કરવા માટે પોતાના મોટાભાઈ બાબારાવ સાવરકરને નાસિક મોકલી આપી. બ્રિટિશ ગુપ્તચર સંસ્થાઓ આ મેન્યુસ્ક્રિપ્ટની શોધમાં હતી. સાવરકરે પેરિસથી પ્રગટ થતા ક્રાન્તિકારી સામયિક ‘તલવાર’માં એક લેખ લખીને ૧૮૫૭નો ઈતિહાસ લખવા પાછળનો પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. એમણે લખ્યું કે, ‘આ પુસ્તક દ્વારા હું દેશવાસીઓના મનમાં માતૃભૂમિની સ્વાધીનતા માટે બીજું નિર્ણાયક યુદ્ધ કરવાનો સંકલ્પ લેવડાવવા માગું છું. આ ઈતિહાસના માધ્યમથી ભૂતકાળમાં થયેલી ભૂલો પરથી પાઠ લઈને સ્વતંત્રતા સંગ્રામ માટેના સંગઠનને દિશાદોર તેમ જ નક્કર કાર્યક્રમ સૂચવવાનો પણ મારો હેતુ છે. સમગ્ર ભારતમાં સ્વતંત્રતાની ચિનગારી પ્રગટાવવા માટે આથી વધુ પ્રભાવશાળી અને સફળ માધ્યમ બીજું ક્યું હોઈ શકે? જે ક્રાન્તિયુદ્ધ નજીકના ભૂતકાળમાં જ ખેલાઈ ગયું અને જેની સ્મૃતિ હજુ પણ તાજી છે એનો શુદ્ધ ઈતિહાસ લોકો સુધી પહોંચાડવા જેવું સફળ માધ્યમ બીજું ક્યું હોઈ શકે? સ્વાભાવિક રીતે જ આવો જલદ ગ્રંથ બ્રિટિશ સામ્રાજયવાદીઓ માટે ભારે ડરનું કારણ બની ગયો’.

બ્રિટિશરોને ક્યાંકથી ગંધ આવી ગઈ કે મૂળ ગ્રંથ મરાઠીમાં લખાયેલો છે અને એને છાપવા માટે ભારત મોકલી આપવામાં આવ્યો છે. મુંબઈ પ્રાન્તની પોલીસે મહારાષ્ટ્રના તમામ પ્રમુખ પ્રિન્ટિંગ પ્રેસો પર એક સાથે છાપો માર્યો. સદ્‌ભાગ્યે જે પ્રેસમાં આ પુસ્તક છપાઈ રહ્યું હતું એના માલિક પોતે અભિનવ ભારત પાર્ટી સાથે જોડાયેલા હતા અને એમના કોઈ પોલીસ ખાતાના મિત્રે આ રેડ વિશે એમને આગોતરી જાણકારી આપી દીધેલી. એમણે પોલીસના આવતાં પહેલાં જ હસ્તપ્રત પોતાની પ્રેસમાંથી સગેવગે કરી દીધી અને લંડનને બદલે સહીસલામત પેરિસ મોકલી આપી. ત્યાંના ભારતીય ક્રાન્તિકારીઓએ વિચારેલું કે જર્મનીમાં સંસ્કૃત ગ્રંથોના પ્રકાશનની પરંપરા છે એટલે ત્યાં દેવનાગરી લિપિવાળી મરાઠી હસ્તપ્રત છાપવાનું સહેલું પડશે. હસ્તપ્રત જર્મની મોકલવામાં આવી, પણ ત્યાંના કંપોઝિટરો પાસે સંસ્કૃત પુસ્તક માટેનાં દેવનાગરી બીબાં તો હતાં, પણ મરાઠી ભાષાનું જરા સરખું જ્ઞાન નહોતું એટલે સાવરકરના હાથે લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટ ઉકેલે કોણ? છેવટે હસ્તપ્રત પરત આવી.

હવે ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે આ ગ્રંથનો બને એટલો જલદી અંગ્રેજી અનુવાદ પ્રગટ થવો જોઈએ. મરાઠી ગ્રંથનાં પ્રકરણો અંગ્રેજી અનુવાદ માટે અલગ અલગ વ્યક્તિઓમાં વહેંચી દેવામાં આવ્યાં. સુપ્રસિદ્ધ ક્રાન્તિકારી વી. વી. એસ. ઐય્યરના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડમાં આઈ. સી. એસ. અને લૉની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત એવા કેટલાક તેજસ્વી દેશભક્ત મરાઠી વિદ્યાર્થીઓએ ભારે ઝડપ કરીને સંપૂર્ણ મરાઠી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ તૈયાર કરી નાખ્યો. હવે પ્રશ્ર્ન એ ઊભો થયો કે આ અંગ્રેજી ગ્રંથનું છાપકામ ક્યાં કરાવવું. બ્રિટિશ ગુપ્તચર વિભાગની બાજનજરને ધ્યાનમાં લેતાં ઈંગ્લેન્ડમાં છપાવવાનું જોખમ ઉઠાવાય એમ નહોતું. પેરિસ એ દિવસોમાં ભારતીય ક્રાન્તિકારીઓના ગઢ સમાન હતું, પણ જર્મની વિરુદ્ધ ફ્રાન્સ તથા બ્રિટનનું મહાગઠબંધન થઈ ચૂક્યું હતું એટલે ફ્રાન્સ સરકારનો ગુપ્તચર વિભાગ પણ બ્રિટિશ સરકારના દબાણ હેઠળ ભારતીય ક્રાન્તિકારીઓની પાછળ પડ્યો હતો. જી. એમ. જોશીએ લખ્યું છે કે ક્રાન્તિકારીઓએ કોઈક રીતે હૉલેન્ડના એક પ્રિન્ટિંગ પ્રેસને આ ગ્રંથ છાપવા માટે તૈયાર કર્યું અને બ્રિટિશ જાસૂસોને અંધારામાં રાખવા માટે પ્રચાર એવો કર્યો કે પુસ્તક પેરિસમાં છપાઈ રહ્યું છે. જી. એમ. જોશીના જણાવ્યા મુજબ હૉલેન્ડમાં આ પુસ્તક છપાઈને તૈયાર થઈ ગયું એટલે એની તમામ નકલો ફ્રાન્સની સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડી દેવામાં આવી જ્યાંથી એનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરવામાં આવ્યું.

દિલ્હીના નૅશનલ આર્કાઈવ્ઝની ફાઈલોમાંથી મળતી માહિતી અનુસાર ન્યૂ સ્કોટલેન્ડ યાર્ડે ૬ નવેમ્બર, ૧૯૦૮ના રોજ આ પુસ્તકની હસ્તપ્રતના પ્રિન્ટિંગ વિશેનો રિપોર્ટ બ્રિટિશ સરકારને આપ્યો જે ભારત સરકારને મોકલવામાં આવ્યો. ૧૪ ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ બ્રિટિશ વાઈસરૉય લૉર્ડ મિન્ટોએ આદેશ આપ્યો કે આ પુસ્તક ભારતમાં પ્રવેશવું ન જોઈએ. ગુપ્તચર વિભાગના ડિરેક્ટરે ૧૮ ડિસેમ્બરે લખ્યું કે આ પુસ્તક ખૂબ જ આપત્તિજનક હશે એમાં કોઈ શંકા નથી અને આપણે એના પર સમુદ્ર કસ્ટમ્સ ઍકટની કલમ ૧૯ હેઠળ પ્રતિબંધ લાદવો જોઈએ, પણ પ્રતિબંધનો આદેશ જાહેર કરતાં પહેલાં એ પુસ્તકનું નામ, મુદ્રણાલયનું સરનામું તેમ જ લેખકનું નામ આટલી વિગતો ચોકસાઈ માટે આપણી પાસે હોવી જરૂરી છે. અને આ જાણકારી ત્યારે જ મળી શકે જ્યારે આ પુસ્તકની કમ સે કમ એક નકલ અથવા તો એની પ્રૂફ કૉપી આપણી પાસે હોય. ૨૫ ડિસેમ્બરે એચ. એ. સ્ટુઅર્ટ નામના અધિકારીએ ટિપ્પણી લખી કે આપણે પોસ્ટ ઑફિસ ઍકટ હેઠળ નોટિસ બહાર પાડીને આ પુસ્તકને બાન કરી શકીએ એમ છીએ. ગુપ્તચર વિભાગના ડિરેક્ટર સર ઍડવર્ડ હેન્રીએ ઈંગ્લેન્ડ તાર મોકલીને પૂછાવ્યું કે શોધી કાઢો કે પુસ્તકનું શીર્ષક શું છે, પણ ઈંગ્લેન્ડનો ગુપ્ચતર વિભાગ આ માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યું. છેવટે ૧૧ જાન્યુઆરી, ૧૯૦૯ના રોજ ભારતીય પોસ્ટ ઑફિસ ઍકટની કલમ ૨૬ હેઠળ આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી થયો જે પુસ્તકનું નામ ખબર નથી, જે પુસ્તક ક્યાં છપાયું છે તેની જાણકારી નથી, જે પુસ્તકના લેખકનું નામ ‘મિસ્ટર ઈન્ડિયા’ના અનિલ કપૂર જેવું ‘અદૃશ્ય’ છે એ પુસ્તક પર પ્રતિબંધ આવ્યો હોય એવું જગતમાં પહેલી ને છેલ્લી વાર બન્યું હશે. હજુ એક હપ્તો બાકી.

પાન બનારસવાલા

મિલના ક્યા જો ના દિખાઈ દે
બેચારા સિર્ફ સુનાઈ દે
કરતે હૈં હમ પ્યાર મિસ્ટર ઈન્ડિયા સે…

– જાવેદ અખ્તર (‘મિ. ઈન્ડિયા’ના ગીતનો એક અંતરો)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. વાહ સર. વીર સાવરકરજી વિશે જાણવાની બહુ ઇચ્છા હતી. તમારા થકી એ ઇચ્છા પૂરી થવાનો આનંદ જ ઘણો છે. એમના પર બનેલી ફિલ્મ પણ જોવાની બાકી છે પણ તમે જે આધારભૂત વિગતો આપો છો એ વાંચવાથી વધુ સંતોષ થાય છે. આભાર સર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here