અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રહરીઓએ સાવરકરના પુસ્તકને વાંચ્યા વિના જ બૅન કરી દીધું : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 7 એપ્રિલ 2024)

છેવટે ૧૧ જાન્યુઆરી ૧૯૦૯ના રોજ ભારતીય પોસ્ટ ઑફિસ ઍક્ટની કલમ ૨૬ હેઠળ વીર સાવરકરના ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેના પુસ્તક પર પ્રતિબંધ મૂકતા આદેશમાં આ પુસ્તકનો ગોળ ગોળ પરિચય આપતાં લખવામાં આવ્યું: ‘ભારતીય બળવાખોરીના નેતા વી. ડી. સાવરકર દ્વારા મરાઠીમાં લિખિત કોઈ પુસ્તક અથવા ચોપાનિયું જે અમારી જાણકારી અનુસાર જર્મનીમાં છાપવામાં આવ્યું છે’ એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આને કહેવાય અંધારામાં તીર છોડવું. ભારતીય પોસ્ટ ઑફિસના ડિરેક્ટર જનરલે પ્રશ્ર્ન ઊભો કર્યો કે જો આ પુસ્તક મરાઠીમાં હોય તો એને મુંબઈ, મધ્ય પ્રાન્ત તથા રાજપૂતાના સર્કલની પોસ્ટ ઑફિસોમાં જ રોકી શકાશે, કારણ કે અન્ય પ્રાંતોમાં મરાઠીભાષી કર્મચારીઓ ઉપલબ્ધ નથી. બીજી જાન્યુઆરી ૧૯૦૯ના રોજ એક નવી સમસ્યા ઊભી થઈ. આ મરાઠી પુસ્તક જો જર્મનીમાં છપાઈને ભારત આવી રહ્યું હશે તો એને સી મેઈલમાં જ રોકી લેવું જોઈએ; પણ બહુ ચર્ચાવિચારણા કર્યા પછી આ પુસ્તકને પોસ્ટ ઑફિસ ઍક્ટ હેઠળ જ બૅન કરવાનો નિર્ણય લેવો પડ્યો, કારણ કે દરિયાઈ કસ્ટમ્સ ઍક્ટ હેઠળ જે કંઈ આદેશ બહાર પાડવામાં આવે એની જાણકારી ઈંગ્લેન્ડ તથા બાકીના યુરોપમાં પણ પ્રસારિત કરવો પડે, પણ જો એવું કરવા જાય તો ભારતીય ક્રાંતિકારીઓ સતર્ક થઈ જાય.

૨૦ જુલાઈ ૧૯૦૯ના રોજ, ભયભીત થઈ ગયેલી મુંબઈ રાજ્યની સરકારે ભારતીય સરકારને તાર કરીને જણાવ્યું કે, આ પુસ્તકની ઘણી બધી નકલો ગમે તે ઘડીએ ભારતમાં પ્રવેશી શકે છે અને એનું ડિસ્ટ્રિબ્યુશન અટકાવવાની તાતી જરૂર છે. આથી અમે ભારત સરકારને વિનમ્રતાપૂર્વક અરજ કરીએ છીએ કે પળભરના વિલંબ વિના દરિયાઈ કસ્ટમ્સ ઍક્ટની કલમ ૧૯ હેઠળ પુસ્તકના ભારતપ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. પુસ્તક વિશે અમને એટલી જ ખબર છે કે એનો વિષય ભારતનો બળવો છે અને એના લેખક વિનાયક દામોદર સાવરકર છે.

૨૧ જુલાઈ ૧૯૦૯ના રોજ ભારત સરકારના અફસર એચ. એ. સ્ટુઅર્ટે આ તાર પર નોંધ કરી કે પુસ્તક મરાઠી ભાષામાં છપાયું હોવાને લીધે મુંબઈ સરકાર બહુ ગભરાયેલી છે. માટે યુરોપના ભારતીય ક્રાંતિકારીઓ સતર્ક થઈ જશે એની પરવા કર્યા વિના દરિયાઈ કસ્ટમ્સ ઍક્ટ હેઠળ પ્રતિબંધનો આદેશ બહાર પાડવો યોગ્ય ગણાશે, પણ મારી જાણકારી એવી છે કે આ પુસ્તકની અંગ્રેજી તેમ જ મરાઠી બેઉ ભાષાઓની આવૃત્તિ છપાઈ ચૂકી છે. અંગ્રેજી આવૃત્તિ લંડનમાં એ. બૉનૅરે છાપી છે. પોસ્ટ ઑફિસ ઍક્ટ હેઠળ બહાર પાડવામાં આવેલો આદેશ માત્ર મરાઠી આવૃત્તિને લાગુ પડે છે, માટે એ આદેશમાં બેઉ ભાષાઓનો ઉલ્લેખ થાય એવો ફેરફાર કરવો જરૂરી છે.

એ જ દિવસે, ૨૧ જુલાઈના રોજ ક્રિમિનલ ઈન્ટેલિજન્સ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર એ. બી. બનાર્ડે લેખિત સૂચના આપી કે અમારી જાણકારી મુજબ સાવરકરના પુસ્તકની માત્ર અંગ્રેજી આવૃત્તિ જ છપાઈ છે અને એનું શીર્ષક ‘૧૮૫૭ની ક્રાન્તિનો ઈતિહાસ’ અથવા ‘૧૮૫૭નો ઈતિહાસ’ રાખવામાં આવ્યું છે. પુસ્તકના પ્રકાશનનું કામ ૨૪ જૂન સુધી પૂરું થઈ જવાનું હતું. માટે એની નકલો, હવે પછી આવનારી દરિયાઈ ટપાલમાં અહીં પહોંચી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે એની નકલો રવાના થઈ ચૂકી છે અને અડધે રસ્તે છે. આમ પ્રતિબંધના આદેશનો તાર ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે તો પણ જહાજમાં એની પ્રતો ન ચડે એવી વ્યવસ્થા થઈ શકવાની નથી.

૨૨ જુલાઈએ ભારત સરકારના એક અન્ય અધિકારી એમ. એમ. એસ. ગુબ્બાયે વાંધો લીધો કે આદેશમાં પુસ્તકના વર્ણન માટે જે ભાષા વાપરવામાં આવી છે એ દરિયાઈ કસ્ટમ્સ ઍક્ટની કલમ ૧૯ માટે પૂરતી નથી. આ કાનૂની ગૂંચને લીધે ભારત સરકાર સામે એક ઓર સંકટ ઊભું થઈ ગયું. શું કાનૂનના દાયરામાં રહેવા માટે પુસ્તકને નરીઆંખે જોઈ શકાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ? આનો અર્થ એ થયો કે પુસ્તકને ભારતમાં પ્રવેશવા દેવું જોઈએ, એ પુસ્તકને જેને રોકવા માટે છેલ્લા છ મહિનાથી આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યાં છે. આ બાજુ મુંબઈ સરકાર અબઘડી આદેશ મળી જાય એ માટે તરફડતી હતી. આખા દિવસની ભેજાફોડી બાદ ૨૨ જુલાઈ ૧૯૦૯ના રોજ થોડા ફેરફારો સાથે પુસ્તકનું વર્ણન કરવા માટે આ શબ્દો વાપરવામાં આવ્યા: ‘ભારતીય બળવા વિશે વી. ડી. સાવરકર દ્વારા મરાઠીમાં લખાયેલું પુસ્તક કે ચોપાનિયું જે જર્મનીમાં છપાયું હોવાની ખબર મળી છે તે અને તેનો અંગ્રેજી અનુવાદ.’ ૨૩ જુલાઈ ૧૯૦૯ના દિવસે આ શબ્દોના ફેરફારો સાથે દરિયાઈ કસ્ટમ્સ ઍક્ટની કલમ ૧૯ હેઠળ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ છેવટે બહાર પડ્યો.

ભારતના નૅશનલ આર્કાઈવ્ઝમાં સુરક્ષિત સરકારી ફાઈલોમાં ઉપલબ્ધ વાઈસરૉયની કક્ષા સુધીની આ ઉચ્ચ-સ્તરીય નોંધો દ્વારા સ્પષ્ટ થાય છે કે ૬ નવેમ્બર ૧૯૦૮થી ૨૩ જુલાઈ ૧૯૦૯ સુધીના નવ-નવ મહિના દરમ્યાન બ્રિટિશ ગુપ્તચર વિભાગ તેમ જ ભારત સરકારે સાથે મળીને દુનિયા ઉપરતળે કરી નાખી તે છતાં પુસ્તક કઈ ભાષામાં લખાયું છે, એનું શીર્ષક શું છે અને એ કયા દેશમાં છપાયું છે તેમ જ એના પર લેખકનું નામ કેવી રીતે છપાયું છે એ વિશેની જાણકારી મળી નહીં અને સૌ કોઈ પોતપોતાની રીતે અંધારામાં ગોળીબાર કરતા રહ્યા. પુસ્તકનું હજુ પ્રકાશન પણ ન થયું હોય તે પહેલાં જ, એની ક્ધટેન્ટ વાંચ્યા વિના જ, એના પર પ્રતિબંધ મૂકવાની છટપટાહટને લીધે બ્રિટિશ સરકાર બહુ જ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરનારીને વિશ્ર્વભરમાં પોતે જ એક વાણી સ્વાતંત્ર્યની રક્ષા કરનાર સૌથી મોટા પ્રહરી છે એવો દાવો કરનારી બ્રિટિશ સરકારની વકીલાત કરનારાં બ્રિટિશ દૈનિકો-સામયિકો તેમ જ બ્રિટિશ બુદ્ધિજીવીઓ પણ ભોંઠા પડી ગયા.

સાવરકરે તે વખતના સૌથી પ્રતિષ્ઠિત દૈનિક ‘ધ લંડન ટાઈમ્સ’માં તંત્રીને પત્ર લખીને બ્રિટિશ સરકાર પર આકરાં વ્યંગબાણ ચલાવ્યાં: ‘બ્રિટિશ અધિકારીઓએ સ્વીકારી લીધું છે કે તેઓ ખાતરીપૂર્વક નથી કહી શકતા કે આ પુસ્તક અત્યારે છપાયું છે કે નહીં. જો એવું હોય તો સરકારે કેવી રીતે જાણી લીધું કે આ પુસ્તક ભયાનક રીતે રાજદ્રોહ કરે એવું છે? શા માટે એના મુદ્રણ કે પ્રકાશન પહેલાં જ એના પર પ્રતિબંધ મૂકવા માટે દોડાદોડી કરવી પડી? સરકાર પાસે કાં તો એ પુસ્તકની હસ્તપ્રત છે અથવા નથી. જો હોય તો શા માટે મારા પર રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવામાં નથી આવતો, કારણ કે એમની પાસે એ જ એકમાત્ર કાનૂની માર્ગ ખુલ્લો છે. અને જો એમની પાસે એની હસ્તપ્રત નથી તો જે પુસ્તક વિશે તેઓ બેપાયાદાર અફવા ફેલાવવાથી જે કંઈ માહિતી મળી શકે ચે તે સિવાયની કોઈ આધારભૂત જાણકારી ન હોય તેની સામે રાજદ્રોહનો આરોપ મૂકીને એના પર પ્રતિબંધ કેવી રીતે લાદી શકાય?’

‘ધ લંડન ટાઈમ્સ’એ સાવરકરનો આ પત્ર પૂરેપૂરો છાપ્યો એટલું જ નહીં, એ પત્રની નીચે તંત્રીની નોંધ પણ મૂકવામાં આવી કે સરકારે આવું કડક અને અભૂતપૂર્વ પગલું ઉઠાવવું પડ્યું એનો મતલબ એ થયો કે દાળમાં કંઈક કાળું છે. જો ભારત સરકારના કોઈ અધિકારી નામે એચ. એ. સ્ટુઅર્ટને ૨૧ જુલાઈએ ખબર પડી ગઈ હતી કે પુસ્તકનું અંગ્રેજી રૂપાંતર લંડનના એ. બૉનેર પ્રકાશન ગૃહે છાપ્યું છે તો એના પર શા માટે રેડ પાડવામાં ન આવી? શા માટે ૨૩ જુલાઈ ૧૯૦૯ના રોજ એના પર પ્રતિબંધ મૂકવાના આદેશમાં પુસ્તકનો પરિચય ગોળ ગોળ ભાષામાં આપવામાં આવ્યો?

ખેર, પછી શરૂ થયું પુસ્તકનું વિતરણ કાર્ય. ડિસ્ટ્રિબ્યુશનની સ્ટોરી તો મુદ્રણ-પ્રકાશનની કથા કરતાંય વધુ રોચક છે. એ ફરી ક્યારેક. ફિલહાલ તો જો તમને રસ પડ્યો હોય તો આ પુસ્તક જરૂર વાંચો , વસાવો.

(૧. આ પુસ્તક ખરીદવા લોકમિલાપ, ભાવનગરનો સંપર્ક કરો. https://lokmilap.com/Product/details/528?name=Bhartiya

૨. વીર સાવરકરની આત્મકથા તમે લોકમિલામનો અથવા પુસ્તકના મૂળ પ્રકાશક આર આર શેઠનો સંપર્ક કરી શકો:
https://rrsheth.com/shop/mari-janmatip/ )

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. પપ્પુઙા ની શુ ઓકાત છે કે વીર સાવરકર વિશે એક હરફ ઊચ્ચારે, મંદબુદ્ધિ છે રાજીવ ફરદંજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here