પ્રોપર ઈંગ્લિશ અને પ્રોપર ગુજરાતી : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ )

આજકાલની જનરેશનને સાચી જોડણી નથી આવડતી, સાચું ગ્રામર નથી આવડતું, ક્રિયાપદો ખોટાં હોય છે, વિશેષણો ક્યારે વાપરવાં એની સમજ હોતી નથી, ટેક્સ્ટ મેસૅજ કરીને ગમે તે શબ્દના ટૂંકાક્ષરો બનાવતાં થઈ ગયાં છે – આવી ફરિયાદ ગુજરાતી વડીલોની જ નહીં અંગ્રેજી જેમની માતૃભાષા છે એમની પણ છે. છોકરાંઓને પ્રોપર ગુજરાતી કે પ્રોપર ઈંગ્લિશ લખતાં નથી આવડતું એ વાત શું સાચી છે?

ના. છોકરાંઓ એમ જ લખશે અને એ જ રીતે લખવા દો. એ બધાં કંઈ ભાષાના પ્રોફેસરો નથી કે પત્રકારો-લેખકો નથી. એમને એમની આગવી ભાષા છે, એમની ભાષાનો આગવો અંદાજ છે. એમના માટે સુંદર છોકરી ‘કૂલ’ પણ હોઈ શકે છે અને સુંદર છોકરી ‘હૉટ’ પણ હોઈ શકે છે. શબ્દોને નીતનવા કૉન્ટેક્સ્ટમાં વાપરીને તેઓ ભાષાની સમૃદ્ધિ વધારે છે.

બ્રિટનવાળાઓને લાગે છે કે અમે જે અંગ્રેજી બોલીએ-લખીએ છીએ તે પ્રોપર છે. અમેરિકાવાળા માને છે કે અમારી અંગ્રેજી પ્રોપર છે. અમદાવાદવાળા ગુજરાતીઓ કહેતા હોય છે કે મુંબઈના ગુજરાતીઓના ઉચ્ચાર વિચિત્ર હોય છે, મુંબઈવાળાઓને અમદાવાદની ગુજરાતી ઈમ્પ્રોપર લાગતી હોય છે. ભલે લાગે. જેમ પ્રોપર ઈંગ્લિશ જેવું કંઈ નથી એમ પ્રોપર ગુજરાતી જેવું પણ કંઈ નથી. સુરતી, ચરોતરી, હાલારી, કાઠિયાવાડીથી લઈને એન.આર.આઈઝની ગુજરાતી સુધીની વેરાઈટીઓ છે. અત્યાર સુધી માત્ર બોલવામાં હતી, હવે તો તમે ફેસબુક અને વૉટ્સઍપ પર જુઓ તો ‘બહુ’ને બદલે ‘બવ’, ‘લખાઈ ગયું’ને બદલે ‘લખાય ગયું’ અને ‘બેસાડી દેવા જોઈએ’ને બદલે ‘બેસાડી દેવા જોવે’ લખેલું વંચાશે. જોડણી અને અનુસ્વાર તો આડેધડ જેમ ફાવે તેમ. પણ વાંધો નથી. ગઈ કાલ સુધી જે લોકો લખતા જ નહોતા, તેઓ આજે લખતા થયા છે. આ બધા કંઈ પ્રોફેશનલ લેખકો નથી અને પ્રોફેશનલ લેખક બનવાના એમનાં સપનાં પણ નથી. એ બધા શૅર કરવા માગે છે, પોતાના વિચારો, પોતાના આક્રોશો, પોતાની રમૂજો.

તમે છાપામાં લખતા હો, સાહિત્યનું સર્જન કરતા હો, કે પછી સત્તાવાર દસ્તાવેજો અને સરકારી કાગળિયાં બનાવતા હો ત્યારે ભાષાની શુદ્ધિની જરૂર પડે. સાહિત્યમાં પણ જ્યારે તમે કોઈ એવા વાતાવરણની વાત કરતા હો ત્યારે ‘પ્રોપર ગુજરાતી’ને બદલે ‘ઈમ્પ્રોપર ગુજરાતી’ જાણી જોઈને વાપરતા હો છો અને ક્યારેક અનાયાસ એવા શબ્દો આવી જાય ત્યારે તમારી ભાષાની ફલેવરમાં એટલો ઉમેરો થતો હોય છે. ચંદ્રકાંત બક્ષી હંમેશાં ‘ઘરે જઉં છું’ની જગ્યાએ ‘ઘેર જઉં છું’ લખતા. અને કહેતા કે મને ખબર છે કે ‘ઘરે’ લખાય પણ ‘ઘેર’ મારા માટે સાહજિક છે. બક્ષીની કક્ષાએ પહોંચીને તમે ભાષા સાથે તમામ પ્રકારની છૂટછાટ લઈ શકો – વ્યાકરણમાં પણ. પરંતુ સાચું શું છે એની ખબર હોય તો જ લેખક/પત્રકાર તરીકે આવી છૂટછાટ લઈ શકો. ઘણા કવિઓ છંદ ન આવડતા હોય એટલે કહે કે હું છંદનાં બંધનોમાં માનતો નથી એટલે અછાંદસ લખું છું. પણ ભઈલા તારા અછાંદસ કાવ્યોમાં જાન ત્યારે આવે જ્યારે તને છંદ આવડતા હોય છતાં તું એને ના વાપરે. આવડવા તો જોઈએ જ.

ઉમાશંકર જોશી, નિરંજન ભગત, સુરેશ જોષી, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, રમેશ પારેખ અને આવા અનેક મહારથીઓએ ઉત્તમ અછાંદસ કાવ્યો લખ્યા અને આ દરેક કવિની છંદ પર ગજબની હથોટી.

પત્રકારત્વમાં પ્રવેશીને છાપા માટે લખતી વખતે જોડણી-ગ્રામર બધું પાક્કું જોઈએ. ટીવી ચૅનલ પર બોલવાની જવાબદારીવાળું કામ હોય તો ઉચ્ચારણ પણ શુદ્ધ જોઈએ. મહેસાણાનો લહેકો મીઠો લાગે – અંગત વાતચીતમાં બોલાય ત્યારે કે પછી નાટક-ફિલ્મમાં એવું પાત્ર હોય ત્યારે. ન્યૂઝ રીડરની જુબાનમાં ‘જીજે-ટુ’ની નંબર પ્લેટ ના આવવી જોઈએ.

અંગ્રેજી હોય કે ગુજરાતી પંરપરાથી ચાલતા આવેલા ભાષાના, ગ્રામરના નિયમો તૂટતા જ આવ્યા છે, નવા નિયમો સર્જાતા જ રહ્યા છે. જેમ કે સ્ટાન્ડર્ડ ઈંગ્લિશમાં એક વાક્યમાં બે નેગૅટિવ્સ ન આવે છતાં આજની તારીખે તમે ‘આય કાન્ટ ગેટ નો સેટિસ્ફેક્શન’ લખો કે બોલો તો તે સાચું ગણાય. ગુજરાતીમાં (અને અંગ્રેજીમાં પણ) ‘કારણ કે’ અથવા ‘અને’થી વાક્ય શરૂ ન કરાય એવી પ્રથા છે, નિયમ પણ છે. આમ છતાં આ શબ્દોથી વાક્યો જ નહીં, પૅરેગ્રાફ જ નહીં, પ્રકરણની શરૂઆત પણ થતી હોય છે જે ઈફેક્ટિવ હોય છે.

ભાષાની શુદ્ધતાની બાબતમાં કે જોડણીની ચોખ્ખાઈની બાબતમાં મારો મત સ્પષ્ટ છે: જેઓ પ્રોફેશનલ્સ નથી કે પ્રોફેશનલ્સ બનવા માગતા નથી કે પ્રોફેશનલ્સમાં પોતાની ગણના થાય એવાં જેમને હેવાં નથી એ બધા જ લખનારા-બોલનારા માટે ભાષાની કે ગ્રામરની કે ઉચ્ચારણની તમામ સો કૉલ્ડ અશુદ્ધિઓ માફ છે. માફ જ નહીં હું તો કહીશ કે એ બધું એમનામાં આવકાર્ય પણ છે કારણ કે એ વાંચી/સાંભળીને મને ખબર પડે છે કે એ ભાષાની સમૃદ્ધિ, એનો વ્યાપ કેટલો મોટો છે. પણ ભાષાના શિક્ષકો – અધ્યાપકો – પ્રાધ્યાપકો કે પછી છાપાં – મૅગેઝિનના ન્યૂઝ રૂમ સાથે સંકળાયેલા પત્રકારો – પ્રૂફ રીડરો કે પછી ન્યૂઝ ચૅનલના એડિટોરિયલ વિભાગની જવાબદારીઓ સંભાળનારાઓ, સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં પરિપત્રો, પત્ર વ્યવહાર સંભાળનારાઓ, કાયદાની લિખાપટ્ટીની પ્રક્રિયામાં સંકળાયેલાઓ અને જાહેરખબરના ક્ષેત્રમાં લેખનકાર્ય કરનારાઓને ખબર હોવી જોઈએ કે સાચી જોડણી કઈ છે. એમને ખબર હોવી જોઈએ કે સાચું ગ્રામર કોને કહેવાય (નરેન્દ્ર મોદી ભારતનો વિકાસ કરવાનું ‘સોચી’ રહ્યા છે એવું લખશો તો એક લપડાક પડશે.) જ્યાં જાણી જોઈને મસ્તી કરવી હોય ત્યાં બધી જ તોડફોડ કરી શકાય. સાચી જોડણી લખવી અઘરી નથી એવું યશવંત દોશીનું કહેવું હતું. તમારે જો જોડણી વિશેના લેખમાં જોડણીના અટપટા નિયમો વગેરેની વાત કરીને લેખનું આવું મથાળું બાંધવું હોય તો છૂટ છે: સાચિ જોડણિ અઘરિ નથિ.

બોલવામાં તમે તમારું ગ્રામર વાપરો, તમારા વતનની બોલીની ખુશ્બુ ઉમેરો, મઝા છે. પણ કોઈ જગ્યાએ આવી મઝાઓ ભારે પડતી હોય છે. અમારા એક મિત્ર ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. એમના પ્રોડક્શનની ટીમ અમેરિકા જવાની હતી. વ્યવસ્થા સંભાળવા એમણે પણ જવાનું હતું. અમેરિકન ઍમ્બેસીમાં વિઝા લેવા ગયા. ઈન્ટરવ્યૂ શરૂ થયો. પાંચેક મિનિટ પછી ટેબલની પાછળ બેઠેલા અમેરિકન ઑફિસરે કહ્યું: આય થિન્ક લેટ્સ કૉલ એન ઈન્ટરપ્રીટર’. મારા મિત્રે કહ્યું, ‘આય ડોન્ટ નીડ ઈન્ટરપ્રીટર. આય નો ઈંગ્લિશ.’

અમેરિકને કહ્યું, ‘આય નીડ એન ઈન્ટરપ્રીટર ટુ અન્ડરસ્ટેન્ડ યૉર ઈંગ્લિશ.’!

પાન બનારસવાલા

અંગ્રેજી ભાષામાં અનાથ અને વિધવા માટેના શબ્દો છે પણ જે માબાપે સંતાન ગુમાવ્યું છે એમના માટે કોઈ શબ્દ નથી.

-જેન વૅગ્નર

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. સાહેબ, સિતાંશુ યશશ્ચન્દ્રના છંદબદ્ધ કાવ્યનો એકાદ નમુનો આપો. ફક્ત એક, જેમાં આખું કાવ્ય કોઈ પણ અક્ષરમેળ કે માત્રામેળ છંદમાં તેમણે રચ્યું હોય. કેવળ એક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here