સ્ટાઈલ રાખવી, પણ શૈલીવેડા છોડી દેવા : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 17 એપ્રિલ 2024 )

મને અત્યાર સુધી એવી ટેવ હતી કે કોઈ મિત્રને કશુંક કામ સોંપતો એસએમએસ કરું ત્યારે વિનંતી કર્યા પછી થૅન્ક્સ લખતો. થોડા વખતથી મેં થૅન્ક્સ લખવાનું બંધ કરી દીધું. પહેલાં તો એ વિચારે કે એ જ્યારે મારું કામ થઈ જશે એવો વળતો મેસૅજ નાખશે ત્યારે મારે એને શું કહેવું? ફરીથી થૅન્ક્સ જ કહેવું? બીજો એ પણ વિચાર આવ્યો હતો કે વિનંતીની સાથે થૅન્ક્સ લખીને જાણેઅજાણ્યે હું માની લઉં છું કે એ મિત્ર મારી વિનંતીને માન્ય રાખવાનો જ છે. થૅન્ક્સ લખીને હું એના પર બર્ડન વધારી દઉં છું. એક રીતે જુઓ તો મારી વિનંતી એના માટે હુકમ બની ગઈ.

થૅન્ક્સ નહીં લખવાનું ત્રીજું કારણ મને હમણાં જડ્યું. ‘ધ એલીમેન્ટ્સ ઑફ સ્ટાઈલ’ નામના વિલિયમ સ્ટ્રન્ક અને ઈ. બી. વ્હાઈટના જગવિખ્યાત નાનકડા પુસ્તકમાં વાંચ્યું કે કોઈને પણ કશુંક કામ કરવાની વિનંતી કરતા હોઈએ ત્યારે ‘થૅન્ક્ન્ગિ યુ ઈન ઍડવાન્સ’ લખાય જ નહીં. એવું લખવાનો મતલબ જાણે એ થયો કે મારું કામ તમે કરી આપશો એ પછી ફરી હું તમારો સંપર્ક કરવાનો નથી અને એટલે અત્યારે જ આભાર માની લઉં છું. કરવું એ જોઈએ કે વિનંતી કરતી વખતે ‘વીલ યુ પ્લીઝ’ કે પછી ‘આય શૅલ બી ઓબ્લાઈજ્ડ’ લખીને તમારી વાત જણાવી દેવાની. એ પછી જો એવા સંજોગો ઊભા થાય ત્યારે તમારે ફરીથી પત્ર લખીને એનો આભાર માનવો જોઈએ.

‘ધ એલિમેન્ટ્સ ઑફ સ્ટાઈલ’ માત્ર લખવાની કળા શીખવતું પૉપ્યુલર પુસ્તક નથી, શબ્દના વ્યવહારમાં તહઝીબ કેવી રીતે જાળવવી એ પણ પ્રચ્છન્નપણે તમને શીખવાડે છે.

લેખ કે પત્ર લખતી વખતે ક્યારેક અપવાદ કરીને તમે ‘હું’ કે ‘મને’ વાપરો તો ઠીક છે. પણ એવી ટેવ ખરાબ. જ્યાં ને ત્યાં તમારે તમારો ‘આઈ’ ઘૂસાડવાનો નહીં. દાખલા તરીકે: ‘માણસે પોતાના અંતરાત્માને અનુસરવું જોઈએ’ એવું કંઈક તમે લખવા માગતા હો તો ‘હું માનું છું કે માણસે પોતાના અંતરાત્માને અનુસરવું જોઈએ’ એવું લખવાની કોઈ જરૂર નથી. વાચક માટે તમે કોણ છો એના કરતાં વધારે અગત્યનું તમે શું લખો છો એ છે. પણ સેલ્ફ ઑબ્સેસ્ડ રાઈટર્સ અથવા તો પોતે હવે મહાન બની ગયા છે એવા ફાંકામાં રહેતા લેખકો પોતાની મહત્તા જતાવવા ‘હું’ અને ‘મને’ વગર કારણે વાપર્યા કરે છે (જોકે, મને એવી ટેવ નથી!).

આ ટિપ સ્ટ્રન્ક અને વ્હાઈટની બુકમાં છે. બીજી ટિપ એ છે કે લખવાની શરૂઆત કરી હોય ત્યારે તમે કોઈની શૈલીનું અનુકરણ કરો ત્યાં સુધી ઠીક છે. બાળક બોલતાં શીખે છે ત્યારે મા-બાપનું અનુકરણ કરીને જ શીખે છે, મોટા થયા પછી એ પોતાની રીતે બોલતું થઈ જાય છે. કમનસીબે ઘણા લેખકો અનુકરણની ચાલણગાડીને પ્રોફેશનલ થયા પછી પણ છોડી શકતા નથી, પોતાની લેખન શૈલી વિકસાવવાને બદલે દિલીપકુમારની નકલ કરતા રાજેન્દ્રકુમારને આદર્શ રાખીને પોતાના આરાધ્યદેવની છઠ્ઠી ફૉટોકૉપી જેવી સ્ટાઈલથી લખતા રહે છે.

ત્રીજી મહત્ત્વની ટિપ એ છે કે વિશેષણો અને ક્રિયાવિશેષણોથી બને એટલા દૂર રહેવું. સ્ટીફન કિંગ જેવા સિદ્ધહસ્ત લેખકો તો લખી ગયા કે નર્કનો રસ્તો ક્રિયાવિશેષણોમાંથી પસાર થાય છે! એક જમાનો હતો જ્યારે નવલકથાઓમાં કે લેખોમાં જેટલા વધુ વિશેષણો ઠાંસીને ભર્યા હોય એટલા વાચકો વધુ ઈમ્પ્રેસ થઈ જશે એવું લેખકો માનતા. અંગ્રેજી સહિતની ભાષાઓમાં લખતા લેખકો આવા વ્હેમમાં હતા. હકીકતમાં વધુ પડતા અને ખોટી જગ્યાએ અને સ્ટાઈલ ફેંકવા માટે વપરાતા વિશેષણો વાચકના માથા પર પથ્થરની જેમ વાગે છે. એવું જ ક્રિયાવિશેષણોનું. લખાણમાં ઝાઝું કન્ટેન્ટ ન હોય, લેખકે કંઈ વિશેષ કહેવાનું ન હોય, એની પાસે મૌલિક વિચારોની દરિદ્રતા હોય ત્યારે એ વિશેષણો અને ક્રિયાવિશેષણોની કાખઘોડી વાપરીને શૈલીવેડામાં સરી પડતો હોય છે.

વધુ એક ટિપ છે કે શબ્દાળુ નહીં બનો, જે વાત એક વાક્યમાં સટિક રીતે કહી શકાતી હોય તેના માટે બબ્બે ફકરા નહીં વેડફો. તમારી સમજાવટશક્તિ પર અને વાચકની અક્કલ પર ભરોસો રાખો.

એ જ રીતે અતિશયોક્તિ કરીને, એક્સ્ટ્રીમ વિધાનો કરીને વાચકનું ધ્યાન ખેંચવાની કોશિશ કરવાની જરૂર નથી. આવું કરવામાં તમારી વિશ્ર્વસનીયતા જોખમાતી હોય છે.

આ ઉપરાંત, બને એટલી સ્ટ્રેઈટફૉર્રવર્ડ સ્ટાઈલમાં લખો. લોકોને ઈમ્પ્રેસ કરવા માટે ઘુમાવીફિરાવીને લખવું કે પછી પચાસ જાતના રેફરન્સ ગૂગલમાંથી સર્ચ કરીને પાથરી દેવા – આ બધાથી વાચકો ઈમ્પ્રેસ થતા નથી. એટલું જ નહીં, જે મુદ્દો સમજાવવાનો છે એના માટે ફૅન્સી વર્ડ્ઝ વાપરવાની જરૂર નથી, તમે લખો છો તે તમારા પાંડિત્યનું પ્રદર્શન કરવા માટે નહીં પણ લોકોની સાથે કમ્યુનિકેટ કરવા માટે. મારા વાચક કરતાં મારામાં ઘણી વધારે અક્કલ છે, તમારા કરતાં હું ઘણો સ્માર્ટ છું એવી ઍટિટયુડથી લખાતા લખાણને લોકો વાંચીને ભૂલી જતા હોય છે. ચટપટું લખાણ વાચકોને ઘડી બે ઘડી સ્વાદિષ્ટ લાગે પણ એમના દિમાગને એમાંથી પૌષ્ટિક ખોરાક નથી મળતો.

છેક ૧૯૩૫માં વિલિયમ સ્ટ્રન્કની ‘ધ એલિમેન્ટ્સ ઑફ સ્ટાઈલ’ની રિવાઈઝ્ડ ઍડિશન પ્રગટ થઈ તે પછી અત્યાર સુધીમાં ધરખમ સુધારાઓ સાથેની કુલ ચાર સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ છે અને એ દરેક આવૃત્તિનાં પુન:મુદ્રણો તો અનેક. અંગ્રેજીમાં જેમ વિદ્યાર્થીઓને વ્યાકરણ શીખવવા માટે ‘રેન ઍન્ડ માર્ટિન’ની ગ્રામર બુક સ્ટાન્ડર્ડ ગણાય છે અને ગ્રામર આવડી ગયા પછી ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા છેક ૧૯૩૪થી નિયમિતરૂપે છપાતી ‘ધ ઈંગ્લિશ એરર્સ ઑફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ’ મસ્ટ ગણાય છે એમ ‘ધ એલિમેન્ટ્સ ઑફ સ્ટાઈલ’ બાય વિલિયમ સ્ટ્રન્ક ઍન્ડ ઈ.બી. વ્હાઈટ લેખક બનવા માગનારાઓ માટે કે લેખક બની ગયેલાઓ માટે અનિવાર્ય સ્ટડી મટિરિયલ ગણાય. પુસ્તક અંગ્રેજીમાં ભલે રહ્યું પણ રૂલ્સ ઑફ ધ ગેમ ઍપ્લાઈઝ ટુ ગુજરાતી એઝ વેલ.

કેટલાક લેખકો રિ-રાઈટિંગમાં માનતા નથી. જગતના અને ગુજરાતીના સારામાં સારા લેખકો પુનર્લેખન કરતા જ હોય છે. છેવટે પુસ્તકરૂપે પ્રગટ થતી નવલકથા કે લેખસંગ્રહ માટે તો એક, બે, ત્રણ કે તેથી વધુ વખત રિરાઈટિંગ કરતા હોય છે. જેફ્રી આર્ચર તેરથી ૧૪ ડ્રાફટ બનાવતા હોય છે. અશ્ર્વિની ભટ્ટ ધારાવાહિક પ્રકરણને પણ રિરાઈટ કરતા અને પુસ્તકરૂપે નવલકથા છપાતી ત્યારે હેવી રિરાઈટિંગ કરતા. ચંદ્રકાંત બક્ષી રિરાઈટિંગને ધિક્કારતા અને હરકિસન મહેતા પુસ્તકરૂપે નવલકથા છપાવા મોકલતા ત્યારે ઉપરઉપરથી મામૂલી ફેરફારો કરતા.

ફિલ્મના સારામાં સારા ડિરેક્ટરને ઉપરાછાપરી રિટેક્સ લેવામાં શરમ નથી નડતી. સંગીતકારો અને ગાયકોને પણ રિટેક્સ લેવામાં કે આપવામાં કોઈ સંકોચ નડતો નથી. ‘એલિમેન્ટ્સ ઑફ સ્ટાઈલ’માં લેખકો ભારપૂર્વક કહે છે: રિવાઈઝ ઍન્ડ રિરાઈટ (નિયમ નંબર પાંચમો). અમેરિકાના વન ઑફ ધ ગ્રેટેસ્ટ પ્લેરાઈટ નીલ સાયમનની આત્મકથાનું શીર્ષક તમને ખબર જ છે: ‘રિરાઈટ્સ’.

સાયલન્સ પ્લીઝ

રાઈટરની આંખમાં આંસું નથી તો રીડરની આંખમાં પણ આંસું નથી. રાઈટર પાસે કૌતુક, વિસ્મય અને સરપ્રાઈઝ નથી તો રીડરને પણ કૌતુક, વિસ્મય, સરપ્રાઈઝ મળવાનાં નથી.

– રૉબર્ટ ફ્રોસ્ટ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. HAVE PL. ELECTION MATE LKHO .
    MODI DADA NE WIN KARVANA CHE . MATE LAKHO .
    TAMNE HAQ THI REQUEST KARI SHAKAY.

  2. The best writing style was followed by Pj. Gandhiji in all of his writings. Simple, straight to the point and no wastage of time – stationery- effort of himself or of the reader.

  3. There is another one in the same genre and it is William Zinsser’s brilliant book ‘On Writing Well: The Classic Guide to Writing Nonfiction’. It was first published in 1976 and till date there have been numerous editions of this wonderful classic and it has been translated into all the major languages of the world.

    This book is not just for professional writers, everybody can benefit from the sound advice it gives on how to write an uncluttered, engaging, clean and crisp prose.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here