( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 9 જૂન 2024 )
ખાનગી વાત કોઈને કહેવી નહીં એવું તો ચાણક્યથી લઈને સૌ કોઈ કહી ગયું. પણ સાંભળવી નહીં એવું કેમ હજુ સુધી કોઈએ નહીં કહ્યું હોય? આપણે કરીએ.
પોતાની ખાનગી વાત માણસ ક્યારે બીજી વ્યક્તિને કહે? એના પર ભરોસો હોય ત્યારે અર્થાત્ આ વાત એ બીજા કોઈને નહીં કહે એવો ભરોસો હોય ત્યારે. બીજું, પોતાના મનનો ભાર હળવો કરવા. ત્રીજું, એ વ્યક્તિની નિકટ આવવા. ચોથું, એ વાત કહીને એને લગતું કોઈ કામ કરાવવા અને પાંચમું અને સૌથી મહત્ત્વનું કારણ એ કે એને એ વાતનો પણ ભરોસો હોય છે કે આ વ્યક્તિ મારી ખાનગી વાત સાંભળ્યા પછી મારા વિશે જજમેન્ટલ નહીં બને – મારા વિશે કોઈ અનુમાન નહીં બાંધે કે હું આ પ્રકારની વ્યક્તિ છું કે પેલા પ્રકારની વ્યક્તિ છું.
આ પાંચ કે આમાંના કોઈ પણ પરમ્યુટેશન-કૉમ્બિનેશનના સંજોગો ઊભા થાય ત્યારે આપણે આપણી ખાનગી વાત બીજી વ્યક્તિને કહેતા હોઈએ છીએ. માણસે પોતાની તદ્દન અંગત કે અત્યંત ખાનગી વાત બીજી વ્યક્તિને ન કહેવી જોઈએ એવી સલાહ ઘણાએ આપી અને એ સાચી સલાહ છે કારણ કે બીજી વ્યક્તિ ભવિષ્યમાં પોતાના સંજોગો બદલાતાં, તમારી સાથેના સંબંધો બદલાતાં કે પછી ગમે તે કારણોસર એ વાત ત્રીજી વ્યક્તિને કહી શકે છે. અંગત સંબંધોની જ વાત નથી. તમે પિક્ચરોમાં જોયું હશે કે દેશ માટેના કોઈ ખાનગી મિશન માટે નીકળેલો જાસૂસ પોતાની પત્નીથી પણ આ વાત છુપાવતો હોય છે. ધારો કે દુશ્મનનો કોઈ માણસ એની પત્નીને ઉપાડી ગયો અને એને ટૉર્ચર કરીને એની પાસેથી પતિના ખાનગી મિશનની વાત કઢાવવાની કોશિશ પણ કરે તો ય એ નાકામિયાબ જાય, કારણ કે પત્નીને જ્યારે કંઈ ખબર જ ન હોય ત્યારે એ કઈ રીતે કોઈપણ માહિતી લીક કરે? આપણે જાસૂસી દુનિયામાં મિશનોની વાત નથી કરતા પણ આ સિદ્ધાંત અહીં પણ એટલો જ લાગુ પડે છે. તમે જો તમારી ખાનગી વાત કોઈને કહી જ ન હોય તો બીજા કોઈ સુધી એ વાત પહોંચાડવાની જ કઈ રીતે.
પોતાની ખાનગી વાત બીજાને કહેવાની લાલચમાં અહીં એક નવું કારણ ઉમેરાય છે – ભય.
તમને ડર હોય કે તમારી કોઈ ખાનગી વાત આજે નહીં ને કાલે ઉઘાડી પડી જવાની છે તો તમે સામેની વ્યક્તિને વિશ્ર્વાસમાં લેવા સામે ચાલીને એ વાત કહી દો, જેથી ભવિષ્યમાં કોઈ બીજા સોર્સમાંથી એને ખબર પડે તો તમને એટલો સધિયારો રહે કે મેં તો એને પહેલેથી જ આના વિશે જણાવી દીધું હતું. પેલા પાંચમાં તમારે આ છઠ્ઠું કારણ પણ ઉમેરવું હોય તો ઉમેરી લો.
કોઈ તમને પોતાની ખાનગી વાત કહેવા માટે ઉત્સુક હોય તો પણ બને ત્યાં સુધી એ વ્યક્તિને એન્કરેજ કરવી નહીં. સામેથી તો ઉશ્કેરવી જ નહીં કે એવું કોઈ ઉત્તેજન પણ આપવું નહીં કે તું તારી ખાનગી વાત મારી સાથે શૅર કર.
ઘણાં કારણો છે. પૈસાની બાબતમાં તો તમે જાણો જ છો કે કોઈ દોસ્તને તમે ઉધાર આપો છો ત્યારે ક્યારેક પૈસાની સાથે ઘણી વખત તમે દોસ્તી પણ ગુમાવી બેસો છો. ખાનગી વાતોનું પણ કંઈક એવું જ છે. ભૂતકાળમાં કોઈએ તમારી સાથે પોતાની કે પોતાની નિકટની વ્યક્તિઓ વિશેની કોઈ એવી ખાનગી વાત શૅર કરી હોય જે તમે કદાચ ભૂલી ગયા હો પણ એ વ્યક્તિને યાદ હોય કે મેં આની સાથે આ-આ ખાનગી વાતો શૅર કરી છે. વખત જતાં તમારે ને એ વ્યક્તિને એટલી આત્મીયતા ન રહી હોય, રોજની ઊઠબેસ ન રહી હોય ત્યારે એ વ્યક્તિને ગમે તે કારણસર એવું લાગી શકે કે તમે પેલી ખાનગી વાત બીજાને કહી દીધી હશે તો? એને એેમાંય જો તમારા બંને વચ્ચે કોઈ નાની સરખી, ક્ષુલ્લક બાબતે પણ મન ઊંચા થઈ ગયા હોય તો તો એને ચોક્કસ જ લાગવાનું કે હવે તમે જરૂર એની ખાનગી વાતોને જાહેર કરી નાખશો. આ વિચારથી એ વ્યક્તિ મનોમન તમારા માટે અણગમો ધરાવતી થઈ જાય અને તમારા કોઈ વાંકગુના વગર તમારાથી દૂર થઈ જાય, તમને મળવાનું ટાળે, તમારી સાથે વાત કરવાનું ટાળે. તમારો જો કોઈ વાંક હોય તો તે એટલો કે એણે કોઈ કાચી પળે કહી નાખેલી એની ખાનગી વાત તમે સાંભળી.
ખરું પૂછો તો કોઈ તમારી સાથે પોતાની ખાનગી વાતો શૅર કરે એમાં તમારો કોઈ ફાયદો નથી (સિવાય કે તમે બ્લૅકમેલર હો) ઊલટાનું કોઈની આવી વાતો તમારામાં સંઘરાયેલી હોય તો તમારું બર્ડન વધી જતું હોય છે. તમારા બંનેની જે જે વાતોમાં આ ખાનગી વાતને દૂર દૂર સુધી કોઈ લેવાદેવા ન હોય એમાં પણ તમે મનોમન એ ખાનગી વાતના સંદર્ભો જોડીને કલ્પનાઓ કરતા થઈ જાઓ છો કે અચ્છા, જ્યારે એણે પેલી વાતમાં આવું કર્યું છે એવું એ પોતે જ કહે છે તો આ બાબતમાં પણ એણે આવું જ કર્યું હશે કે કરશે. આવું વિચારીને દુ:ખી તમે જ થવાના છો. પોતાની ખાનગી વાત તમને કહેનારી વ્યક્તિને તો અંદાજ પણ નથી હો તો કે તમે એ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈને જોડતા હશો.
સૌથી મોટું જોખમ તમારા પર ત્યારે તોળાય છે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ તમને આવીને કહે કે આ વ્યક્તિની તો આવી ખાનગી વાત છે, તમને ખબર છે? તમને ખબર હોય છે. એ વ્યક્તિએ જ તમારી સાથે શૅર કરી હોય છે. પણ એ વ્યક્તિએ તમને એવું નથી કહ્યું હોતું કે મેં ત્રીજી વ્યક્તિ સાથે પણ આ વાત શૅર કરી છે. એણે આવું તમને જણાવવાની જરૂર પણ નથી હોતી, એ એનો પ્રિવિલેજ છે. પણ તમને ત્રીજી વ્યક્તિને સાંભળીને જાણે વિશ્ર્વાસઘાત થયો હોય એવું લાગે: એમ, આને પણ એણે પોતાની આ ખાનગી વાત કહી છે! જાણેઅજાણે તમને એ વ્યક્તિ પરથી કોઈક રીતને ભરોસો ઓછો થઈ જાય કે આ તો જેને ને તેને પોતાની ખાનગી વાતો કહે છે.
કોઈ તમને પોતાની ખાનગી વાત કહી દે છે ત્યારે એનું પોતાનું બર્ડન કદાચ ઓછું થઈ જતું હશે પણ તમારા પરનો બોજો વધી જતો હોય છે – એ ખાનગી વાતને તમારા સુધી જ સીમિત રાખવાનો. કોઈ એક તબક્કે એ વ્યક્તિને એવું લાગી શકે કે હવે મારી આ વાત ખાનગી રાખવાની જરૂર નથી, હું બધાની આગળ જાહેર કરીશ અને જાહેર કરી દે. પણ આવો નિર્ણય તમે બીજાની ખાનગી વાત સાંભળ્યા પછી નથી લઈ શકવાના કે મારે એની આ ખાનગી વાતને ખાનગી રાખવાની જરૂર નથી. બધાને કહી દેવી છે. તમારા પરનો આ નૈતિક બોજો તમને ઈમોશનલી ડિસ્ટર્બ્ડ કરતો રહે છે. તમારા પોતાના અંગત લાગણી વિશ્ર્વમાં દખલગીરી કરતો રહે છે.
નિકટ આવવા માટે કે નિકટતા સ્થાપવા માટે કોઈને ખાનગી વાતો કહેવી કે કોઈની ખાનગી વાતો સાંભળવી જરૂરી નથી. ક્ષણિક આવેશ છલકાઈ જાય છે ત્યારે આવી વાતોની આપલે થઈ જતી હોય છે. બહેતર એ છે કે આવી ક્ષણોને ઝીલીને એને પાછી એના યોગ્ય સ્થાને મૂકી દઈએ. કવિ રાજેન્દ્ર શાહે તો કહ્યું જ હતું કે: ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ…’ આમાં ‘બોલીએ’ની જગ્યાએ ‘સાંભળીએ મૂકીને એક આખું નવું કાવ્ય રચી શકીએ કારણ કે કવિએ જ આગળ કહ્યું છે: આપણી વ્યથા, અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા… જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતળ રૂપ… બોલીએ ના કંઈ…
પાન બનારસવાલા
હું તો સાચો જ હોઉં છું અને સ્વીકારું છું કે બીજાઓ ખોટા હોઈ શકે છે!
—અજ્ઞાત્
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Honestly speaking leave aside secret information, I am not inclined to share any information with anyone except it’s required to share. Similarly I am not keen to know any information of anyone and I don’t get disturbed when I learn something about someone at anytime. It’s just routine for me