દસમાંના બાકીના પાંચ મુદ્દા : 2024ની ચૂંટણી : ભાગ બીજો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, શનિવાર, 8 જૂન 2024 )

2024ની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી જે 10 વાત ગાંઠે બાંધી લેવી જોઈએ એમાંની પ્રથમ પાંચ વાત આગળના લેખમાં થઈ ગઈ. બાકીની પાંચ વાત કરીએ:

6. લોકસભાની ચૂંટણી તમારા વિસ્તારની ખુલ્લી ગટરનાં ઢાંકણા મેળવવા માટે નથી થતી. દેશની સરહદ ઘૂસપેઠિયાઓ માટે ખુલ્લી ના રહે એના માટે થાય છે. તમારા એરિયામાં રસ્તો પણ ખાડાટેકરાવાળો છે તેને રિપેર કરાવવા માટે નથી થતી. આર્થિક નીતિ નક્કી કરીને રાષ્ટ્રની સમૃદ્ધિનો માર્ગ તૈયાર કરવા માટે થાય છે. તમારી પંચાયત ઑફિસમાં કે જિલ્લા કલેક્ટરની ઑફિસમાં કે તમારા વૉર્ડની ઑફિસમાં કોઈ સરકારી કર્મચારીએ તમારું કામ કરી આપવા માટે પાંચ-પચ્ચીસ હજારની લાંચ લઈને ભ્રષ્ટાચાર કર્યો તેને રોકવા માટે નથી થતી. સંરક્ષણ સાધનોની ખરીદીમાં કૉન્ગ્રેસ સરકાર વખતે અબજો રૂપિયાના જે ભ્રષ્ટાચાર થતા એને રોકવા માટે લોકસભાની ચૂંટણી થાય છે. 

ગટર, રસ્તા, સરકારી કર્મચારી વગેરેની સમસ્યા જેન્યુઇન છે. એના ઉકેલ માટે સંસદ નથી, સ્થાનિક સૉલ્યુશન્સ છે એના. 

લોકસભાની ચૂંટણી વખતે સ્થાનિક પ્રશ્ર્નો કોઈ ઉછાળે તો ઉશ્કેરાઈ જવાની જરૂર નથી હોતી. ઉમેદવારની કુંડળી તપાસવાની પણ જરૂર નથી. તમે ચૂંટેલા ઉમેદવારની ચોટલી અલ્ટીમેટલી મોદીના હાથમાં રહેશે કે રાહુલ ગાંધીના તે જોવાનું છે. વસ્તી નિયંત્રણ કે પછી યુનિફૉર્મ સિવિલ કોડ કે પછી ન્યાયતંત્રમાંથી કૉલેજિયમની ઘૃણાસ્પદ સિસ્ટમમાં રહેલો સગાંવાદ દૂર કરવા માટેના સુધારા કે પછી આવા બીજા અનેક ક્રાંતિકારી પગલાં લેવા માટેની મંજૂરી લોકસભામાં મોદી માગશે ત્યારે તમે ચૂંટેલો ઉમેદવાર મોદીને સાથ આપવાનો છે કે રાહુલને, તે જોઈને તમારે વોટ આપવાનો છે. આ લોકસભાની ચૂંટણી છે. દેશની સર્વોચ્ચ જનસભા છે એ. તમારી સોસાયટીની કે ગ્રામ પંચાયત કે કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી કરવામાં તમારા ધારાધોરણ જે હોય તે – અહીં તમારે નૅશનલ ઇશ્યુઝ પર ધ્યાન આપવાનું છે, સ્થાનિક સમસ્યાઓ પર નહીં. 

ઉપરની વાત ગાઈબજાવીને હું વર્ષોથી કહેતો આવ્યો છું. પણ મોદીવિરોધી મીડિયા તમને ભ્રમમાં નાખવા લોકસભાની ચૂંટણી વખતે સ્થાનિક મુદ્દાઓમાં તમે અટવાઈ જાઓ એવો પેંતરો રચે છે. તમે જાતિ-ધર્મનાં સમીકરણો માંડો એવું આ મીડિયા ઈચ્છે છે. જો મીડિયાની ઈકો સિસ્ટમ ભારતની સનાતન પરંપરાનો આદર કરતી બની હોત તો સમગ્ર મીડિયા તમને કહતું હોત કે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરો. મીડિયામાં બધા જ આ સૂરમાં કહેતા હોત તો ભારતના મતદાતાઓએ મોદીને ચારસો પાર પહોંચાડી દીધા હોત—એટલો ઉજળો હિસાબ મોદીએ બીજી ટર્મનાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન આપ્યો છે. આપિયાઓ, કૉન્ગ્રેસી પાપિયાઓ તથા ભટકતી આત્મા જેવા સોશ્યલ મીડિયામાંના ટ્રોલિયાઓ સિવાય ભારતના દરેક મતદાતા સ્વીકારે છે કે મોદીએ ઉજળો હિસાબ આપ્યો છે, મોદીની વિશ્વસનીયતા સૌ કોઈ સ્વીકારે છે કે એ પોતે કરેલાં કામ વિશે અને ભવિષ્યમાં થનારા કામ વિશે જે દાવા કરે છે તે સાચા જ હોય. મોદી અને રાહુલ-કેજરીની ગૅન્ગ વચ્ચે રહેલા જમીનઆસમાન જેટલા અંતર વિશે પણ મતદારોને ખબર છે. મતદારો ભોટ નથી, કેટલાક નિરક્ષર હશે પણ તેઓ અભણ નથી. પરંતુ ખરીદાયેલા પત્રકારો જ્યારે ચારેકોરથી અપપ્રચારનો મારો ચલાવે છે ત્યારે સત્યનો અવાજ, ચાહે એ વડા પ્રધાનનો હોય કે મારા જેવા કોઈ મામૂલી પત્રકારનો, ટેમ્પરરી દબાઈ જતો હોય છે જે તમે આ વખતની ચૂંટણીમાં જોઈ લીધું. 

તમારી આસપાસના લાલચુ મીડિયા અને બે બદામના યુટ્યુબરો તરફથી ચોવીસે કલાક મતદારોને કહેવામાં આવતું થઈ જાય કે તમારા ખભા પરનું બકરું, બકરું નથી પણ કૂતરું છે ત્યારે મતદારો એ અપપ્રચારના ધસમસતા વહેણમાં તણાઈને, આંગળી પર જાંબલી લીટી લાગે તે જ ઘડીએ બકરાને ખભા પરથી ઉતારીને ઈવીએમ પરનું કોઈ બુંદિયાળ બટન દબાવી દેતા હોય છે. મતદાન મથક પરથી બહાર નીકળતી વખતે તેઓ જુએ છે કે કૂતરું માનીને પોતે જેને ખભા પરથી ફેંકી દીધું તે તો અસલમાં બકરું હતું જેને પેલાઓ કસાઈવાડે લઈ જઈ રહ્યા છે. રિઝલ્ટને દિવસે મતદારોએ કરેલી ભૂલની ઉજવણી પેલા લોકો તમારા બકરાને કાપીને બનાવેલી મટન બિરિયાનીની મિજબાનીથી કરતા રહ્યા અને ભૂલ કરનારા મતદારો પસ્તાઈને સમસમીને જોતા રહ્યા — પણ પાંચ વરસ સુધી હવે કંઈ નહીં થઈ શકે. 

હવે પછીની ચૂંટણીઓમાં ધ્યાન રાખવાનું. તમારી પસંદગીનો ઉમેદવાર રાષ્ટ્રભક્ત નેતાને સમર્થન કરવાનો છે કે પછી રાષ્ટ્રવિરોધી રાજકારણીને? મતદાતા તરીકે ટૂંકા સ્વાર્થમાં કે લાલચમાં સરી પડવાનાં માઠાં પરિણામો આવતાં હોય છે. 

7. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ વચ્ચે સમુંસૂતરું નથી ચાલતું કે મોદી અને યોગી વચ્ચે અંટસ છે કે શિંદે અને ફડણવીસ મિત્રો નથી રહ્યા કે ગડકરી આડાં ફાટ્યાં છે – આ કે આવી પચાસ બેબુનિયાદ અફવાઓથી દોરવાઈ જવાની જરૂર નથી. સંઘનો કોઈ સ્થાનિક કાર્યકર્તા ભાજપના કોઈ સ્થાનિક કાર્યકર્તાને કારણે અન્યાયનો ભોગ બન્યો હોય એવું બને. આને કારણે સંઘ સાથે જોડાયેલું એક જૂથ ભાજપના ઉમેદવારની વિરુદ્ધ થઈ ગયું હોય અને ભાજપ માટે કામ ના કરતું હોય તેવું પણ બને. આ સ્થાનિક ઝઘડાઓ છે. સંઘની નીતિ સરસંઘસંચાલક મોહન ભાગવત અને સંગઠનના સર્વોચ્ચ નેતાઓની ટીમ સાથે બેસીને નક્કી કરે છે. એમને ખબર છે કે દેશના હિતમાં શું છે. રાષ્ટ્રના ભલા માટે મોદી જેવા નેતાને બદલે રાહુલ-કેજરી-મમતા જેવાઓની પડખે ન રહેવાય એ વાત આ આદરણીય નેતાઓને ગળથૂથીમાંથી મળી હોય છે. ભાજપની નીતિ મોદી અને એમની સર્વોચ્ચ ટીમના સાથીઓ નક્કી કરતા હોય છે. સ્થાનિક વૈમનસ્યના મુદ્દાઓ સ્થાનિક સ્તરે જ ઉકેલી લેવાના હોય. દિલ્હીએ એમાં વચ્ચે પડવાનું ન હોય. 

પણ સંઘ-ભાજપ વચ્ચે અંટસ પડી છે એવી વાતોને ચગાવવાની વૉટ્સઍપ યુનિવર્સિટીને મઝા પડતી હોય છે. મીડિયાને આવા બેબુનિયાદ મુદ્દે પતંગો ચગાવવામાં જલસો પડતો હોય છે. આ બધામાં મૂરખ કોણ બને છે? મતદાતા. 

તો સાવધ રહેવું આ કે આવી બીજી ડઝનબંધ અફવાઓથી. ટીવી ચેનલો કે છાપાં આવી અફવાઓના રિપોર્ટ બનાવે એટલે કંઈ એ ‘સમાચાર’ નથી બની જતી. 

8. ગઠબંધન સરકાર સ્થિર નથી હોતી એવું માની લેવું નહીં. 2004માં કૉન્ગ્રેસે માત્ર 145 બેઠકો મેળવીને યુ.પી.એ.ની ગઠબંધન સરકાર રચી હતી જે પૂરા પાંચ વર્ષ સુધી ચાલી. 2009માં ફરી એકવાર કૉન્ગ્રેસે ગઠબંધન સરકાર રચી ત્યારે કૉન્ગ્રેસ પાસે પોતાની 206 બેઠકો હતી. એ સરકાર પણ પૂરા પાંચ વર્ષ ચાલી. કૉન્ગ્રેસની 145 અને 206 કરતાં ઘણી વધારે -241- પોતાની બેઠકો ભાજપ પાસે છે. મીડિયામાં બેઠેલા રાજકીય સમીક્ષકોએ શું કામ તમને ભરમાવવા જોઈએ કે મોદીની ગઠબંધન સરકાર પાંચ વર્ષ પૂરાં નહીં કરી શકે. 

વડા પ્રધાન તરીકે મનમોહન સિંહ તદ્દન નિસ્તેજ અને દિશાભાન વિનાના નેતા હતા. પોતે નૉન કરપ્ટ હતા, પણ એમની આસપાસનાઓ ગળાડૂબ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હતા. મનમોહન સિંહની ચોટલી સોનિયા ગાંધીના હાથમાં હતી. સોનિયા નચાવે એમ એમણે નાચવાનું હતું. 

મોદી માટે એવી કોઈ મજબૂરી નથી. અટલ બિહારી વાજપેયીએ પણ પાંચ વર્ષની ગઠબંધન સરકાર ચલાવી. વાજપેયી સારા વડાપ્રધાન હતા. પણ મોદી એમના કરતાં વધુ વિચક્ષણ, વધુ સાહસિક, પીએમ તરીકે વધુ અનુભવી, વધુ આક્રમક, વધુ દૃઢ, વધુ આત્મવિશ્વાસી, વધુ મહેનતુ, વધુ મહત્ત્વાકાંક્ષી અને વધુ પ્રેરણાદાયી નેતા છે. 

જ્યારે મોદીની ગઠબંધન સરકાર ટકશે કે નહીં એવી ચર્ચા પરિણામના દિવસે મોડી સાંજે રિપબ્લિક ટીવીની ડિબેટમાં થતી હતી ત્યારે મેં આ જ વાત કહી હતી: ‘વાજપેયી વૉઝ અ ગુડ પ્રાઇમ મિનિસ્ટર બટ મોદી ઇઝ મોર કૉન્ફિડન્ટ, મોર ઇન્સ્પાયરિંગ, મોર ડાયનામિક, મોર એગ્રેસિવ, મોર….’

મોદીને કોઈ છેતરી જાય, કોઈ એમની પાસે પોતાનું ધાર્યું કરાવી જાય, કોઈ એમને પોલિટીકલી બ્લૅકમેલ કરી જાય એવું બનવાનું નથી. કોઈ તમને આ બાબતે ડરાવતું હોય તો ડરવાની જરૂર નથી. (આ એક મોદી ભક્તની ગૅરન્ટી છે). 

9. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. કવિ બ.ક. ઠાકોરની આ કાવ્યપંક્તિ ગુજરાતીમાં રૂઢિ પ્રયોગ સમાન બની ગઈ છે. મોદીએ સતત ઊંચાં નિશાન તાક્યાં છે. દેશના અર્થતંત્રને 11મા ક્રમમાંથી પાંચમા ક્રમે લઈ આવવાનો એમનો પ્રયાસ સફળ થયો છે. છઠ્ઠા ક્રમે લઈ આવ્યા હોય તો પણ તે પ્રગતિ જ હોત. હવે તેઓ પાંચમાંથી ત્રીજા ક્રમે લઈ જવા માગે છે. ધારોકે ચોથા ક્રમે પણ આવીએ તોય તે પ્રગતિ જ હશે. 

મોદીની આ દીર્ઘદૃષ્ટિને કારણે એમની નીતિઓને અમલમાં મૂકનારા બ્યુરોક્રેટ્સ તથા નાના સરકારી કર્મચારીઓ તેમ જ પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત સજાગ રહે છે, એલર્ટ રહે છે. મોદીને જોઈને આ સૌ વધુ મહેનત, વધુ નિષ્ઠાથી કામ કરતા થયા છે તે આપણે છેલ્લાં દસ વર્ષમાં જોયું. અંગત રીતે મને મનમાં નેગેટિવ વિચારો આવે, ઉદાસી લાગે કે માનસિક થાક લાગે ત્યારે મોદીમાંથી હું પ્રેરણા લેતો હોઉં છું અને મારામાં ઉત્સાહ અને ઊર્જા ધસમસવા માંડે છે. અબ કી બાર ચારસો પારની વાતમાં આપણા સૌનો આશાવાદ પૂરો ન થઈ શક્યો તો કંઈ નહીં. મવાલી વૃત્તિના ટીકાકારો અને સડકછાપ ટ્રોલિયાઓને ભસવા દઈએ, આપણે આગળ વધીએ. એ લોકોનું કામ દેશમાં નિરાશા ફેલાવવાનું છે, ટુકડે ટુકડે ગૅન્ગને પ્રોત્સાહન આપીને દેશમાં વૈમનસ્ય ઊભું કરવાનું છે, જેથી ભારતની પ્રગતિ અટકી જાય અને નિરાશા-અરાજકતા-અંધાધૂંધી ફેલાવવા માટે એમને જ્યાંથી વિદેશી ફંડ મળે છે તે રાષ્ટ્રો ભારત સાથેની સ્પર્ધામાં તેઓ આગળ નીકળી જાય. આ સમજવાનું છે આપણે. 

મોદીના એક દસકાના શાસનમાં ભારત કેટલું શક્તિશાળી બન્યું છે તે આપણે સૌ જાણીએ છીએ. દુનિયા આખી આપણી તાકાતને સલામ કરી રહી છે. મોદીની ત્રીજી ટર્મ દરમ્યાન ભારત વિશ્વમાં સૌથી મોટા સોફ્ટપાવર તરીકે પંકાશે. આંતરરાષ્ટ્રીય બાબતોના જાણીતા નિષ્ણાતોના નિરીક્ષણને મોદીના વિરોધીઓએ પણ સ્વીકારવી પડે એમ છે. 

2026માં ડિલિમિટેશન આવી રહ્યું છે. લોકસભાના મતવિસ્તારોની ફેરઆંકણી થશે. વસ્તી જેમ જેમ વધતી જાય તેમ તેમ આ કામ થવું જોઈએ. બંધારણની જોગવાઈ મુજબ દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી બાદ નવેસરથી દરેક મતવિસ્તારની સરહદો નક્કી કરવી જોઈએ. શું કામ? ધારોકે એક મતવિસ્તારની વસ્તી દસ લાખ છે અને ત્યાંથી એક સંસદસભ્ય ચૂંટાય છે તો તે વિસ્તારની વસ્તી વીસ લાખ થઈ જાય તો તેને બે બેઠકમાં વહેંચીને બે સંસદસભ્યો ચૂંટવા જોઈએ જેથી તેઓ પોતપોતાના મતવિસ્તારના વિકાસ માટે અને લોકોના કલ્યાણ પૂરતું ધ્યાન આપી શકે. ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વખતે 42મો બંધારણીય સુધારો કરીને આ કામગીરી સ્થગિત કરી નાખી, એ પછીની કૉન્ગ્રેસ સરકારે સ્થગિતતાની મુદ્દત 2026 સુધી લંબાવી. 2026માં ફેરઆંકણી પછી લોકસભાની બેઠકો 543માંથી વધીને અમુક આંકડા સુધી પહોંચશે. ( મોદીએ નવા સંસદભવનમાં લોકસભાના સદનમાં 888 સભ્યો બેસી શકે એવી સગવડ કરાવી છે ). 2026માં ડિલિમિટેશન થયા પછી 2029ની ચૂંટણીમાં ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર નાનું લાગવા માંડશે.

ભારતનું ભવિષ્ય એક સફળ, નિષ્પક્ષ અને નિર્મોહી રાજકર્તાના હાથમાં સલામત છે એની ખાતરી રાખીએ. આ ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક નથી. નિરાશાજનક ત્યારે હોત જ્યારે નવમી જૂને મોદીને બદલે રાહુલ, કેજરી, મમતા વડાપ્રધાનપદના સોગંદ લેવાના હોત. 

10. છેલ્લી વાત. ઇવીએમમાં ગરબડ થવાની વાત ૪ જૂન પછી તમે સાંભળી? મોદી તાનાશાહ છે એવી વાત તમે ચોથી જૂન પછી સાંભળી? મોદીનો વિરોધ કરવાના કોઈ મુદ્દા નથી હોતા ત્યારે વહેંતિયા વિપક્ષી નેતાઓ આવા કૃત્રિમ મુદ્દાઓ ઉછાળીને કોન્ટ્રોવર્સી ઊભી કરે છે જેને પછી મીડિયા ચગાવે છે અને આપણે પણ માનતા થઈ જઈએ છીએ કે સાલી વાત તો સાચી છે. બધા કહે છે એટલે ઇવીએમનો ભરોસો ન કરાય, હોં. મોદી ડિક્ટેટર તો છે જ, હોં!

ઈવીએમ કે તાનાશાહના મુદ્દા ના રહ્યા એટલે રાહુલે એક્ઝિટ પોલમાં અબજો રૂપિયાના શેર બજારના કૌભાંડનો તદ્દન બેબુનિયાદ આક્ષેપ કોઈ જાતના પુરાવાઓ વગર ઉછાળ્યો અને મીડિયાએ પકડી લીધો. અગાઉ અદાણીની બાબતમાં પણ રાહુલે આ જ કર્યું હતું અને ભવિષ્યમાં પણ આ જ થતું રહેવાનું છે. બે જ દિવસમાં શેર બજારે પુરવાર કરી દીધું કે રાહુલ ગાંડિયો છે અને ભારતની આર્થિક તાકાતના પ્રતીક સમા શેર બજારને મોદીની નીતિઓ પર ભરોસો છે. 

બદમાશ, બેવકૂફ અને બેદરકાર મીડિયા મોદીવિરોધી બનાવટી મુદ્દાઓને વધુ ઉછાળશે અને એ સાબિત નહીં થાય ત્યારે દર્શકોની કે વાચકોની માફી માગ્યા વિના મોદી વિરુદ્ધની વિપક્ષી આગમાં પેટ્રોલ રેડવા કેરબા લઈને પહોંચી જશે. 

તમારે આવા મીડિયા પર ભરોસો કરવો હોય તો કરો, હું નહીં કરું.

જનરલી નવી સરકાર ચૂંટાઇને આવે ત્યારે લોકોના મનમાં પ્રશ્ન હોય સરકાર ટકશે કે નહીં, ટકશે તો  કેટલું ટકશે. આ પહેલીવાર એવું બની રહ્યું છે કે છે લોકોના મનમાં પ્રશ્ન છે કે વિપક્ષ ટકશે કે નહીં! 

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળનું ઇન્ડિ એલાયન્સવાળું મહાઠગબંધન  રિઝલ્ટના ત્રીજા જ દિવસે આપિયાઓના નીકળી જવાથી ડગુમગુ થઈ ચૂક્યું છે. પણ આ ટ્રોલિયાઓ સેલિબ્રેશન એ રીતે કરી રહ્યા છે કે રવિવારે સાંજે સાડા સાત વાગે રાહુલ પીએમ તરીકે સોગંદ લેવાનો હોય!

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. મોદીજીએ ચુંટણી વખતે ન્યૂઝ ચેનલ્સ ને આપેલા ઈન્ટરવ્યુ મા ચોખ્ખુંચટ કીધેલુ કે આ બધા વિરોધી દળો બુઝતા દીયા છે, બુઝાતી વખતે જોરથી ફડફડાડ કરે છે. ટુક સમયમા બધાજ વિરોધ પક્ષ નેસ્તનાબૂદ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here