2024 ની ચૂંટણીના પરિણામ : ગાંઠે બાંધી રાખવા જેવી 10 વાતો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, શુક્રવાર, ૭ જૂન ૨૦૨૪ )

મોદી 3.0નો શુભ આરંભ થઈ રહ્યો છે. ચોથી જૂનનાં પરિણામોનું વિશ્લેષણ કરતા લેખનો પૂર્વાર્ધ પ્રગટ થઈ ચૂક્યો છે. આ ઉત્તરાર્ધ છે, જેમાં 10 વાતો કરવાની છે. પૂર્વાર્ધ ન વાંચ્યો હોય તો કંઈ નહી. એ લેખના અંતમાં લખેલી એક વાત જાણી લેજો. મેં એમાં લખ્યું છે કે,
‘રાહુલના પાપિયાઓ અને કેજરીના આપિયાઓ ( અને આ લખનારના ટ્રોલિયાઓ ) ભલે બેગાની શાદીમાં અબ્દુલ્લા બનીને બેફામ નાચતા રહે. આ ચુમટિયાઓને ખબર જ નથી કે તેઓ જે વરઘોડામાં ઉછળી ઉછળીને નાગિન ડાન્સ કરી રહ્યા છે તે બારાત તો નરેન્દ્ર મોદીની છે! મોદીની આ ખૂબી છે, આ તાકાત છે. મોદી આસ્તિનના સાંપ પાસે નાગિન ડાન્સ કરાવી જાણે છે.’

* * *

1. 2024ની ચૂંટણીમાં તમિળનાડુમાં ભલે ભાજપને 39માંથી એક પણ બેઠક નથી મળી પણ એઆઈડીએમકે સાથેનો નાતો છોડી દીધા પછી ભાજપના મતદારો આ રાજ્યમાં ત્રણ ગણા વધી ગયા છે. ભાજપનો વોટ શેર 3 ટકામાંથી 10 ટકા સુધી પહોંચ્યો છે. 2026ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પરફોર્મન્સ આના કરતાં પણ ઘણું સારું હશે. બીજી એક આનંદની વાત એ છે કે કેરળમાં, જ્યાં ભાજપનું કોઈ નામનિશાન નહોતું ત્યાં, ભાજપે એક સીટ મેળવીને ખાતું ખોલ્યું છે. લાલ સલામવાળા સામ્યવાદીઓથી ખદબદતા કેરળમાં કમળ ખીલે તે અશક્ય વાત હતી. હજુ એક સારા સમાચાર જે મીડિયા હાઈલાઈટ નથી કરી રહ્યું. કાશ્મીરમાં 370મી કલમ દૂર કર્યા પછી જે બે જણાએ સૌથી વધુ વિરોધ કર્યો હતો તે બંને ભાગલાવાદી નેતાઓનો પરાજય થયો છે : ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિ. કાશ્મીર ક્રમશઃ થાળે પડી રહ્યું છે તેનો આ પુરાવો છે.

2. ખેદની વાતો નોંધી લઈએ. ખાલિસ્તાની ભાગેડુ અમૃતપાલ સિંહ જેને એન.આઇ.એ. શોધતી હતી અને ફાઇનલી જેની ધરપકડ થઈ તે અમૃતપાલ સિંહને આસામની જેલમાં પુરવામાં આવ્યો. જેલમાંથી તે અપક્ષ તરીકે લડ્યો. પંજાબમાંથી તે જીતી ગયો. આ ખૂબ જ શોચનીય બિના છે. ( અમૃતપાલ સિંહ આને કારણે છૂટી નહીં જાય. સોગંદવિધિ માટે એને ભારે પોલીસપહેરા હેઠળ સંસદમાં લાવવામાં આવશે. સંસદસભ્ય તરીકે સોગંદ લીધા પછી એને પાછો આસામની જેલ ભેગો કરવામાં આવશે. જે કેસ એની સામે ચાલે છે તેમાં એ દોષિત પુરવાર થશે તો એણે આજીવન જેલમાં જ રહેવું પડશે ).

એક બાજુ આતંકવાદી જીતી જાય છે તો બીજી બાજુ અજમલ કસાબ જેવા આતંકવાદીના કેસને સફળતાપૂર્વક ફાંસીના માચડા સુધી લઈ જનાર બાહોશ ધારાશાસ્ત્રી અને પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમ મુંબઈ ઉત્તરમધ્યની બેઠક પરથી ( જ્યાં મેં મતદાન કર્યું તે બેઠક પરથી ) આશ્ચર્યજનક રીતે ઉદ્ધવ ઠાકરેની મુસ્લિમ પરસ્ત બની ગયેલી શિવસેનાના ઉમેદવારની સામે હારી જાય છે. વધુ દુઃખદ બિના તો એ છે કે હિંદુ હૃદયસમ્રાટ તરીકે લોકાદર પામનારા બાળાસાહેબ ઠાકરેનો પુત્ર કૉન્ગ્રેસની સોડમાં ભરાઈને મુસ્લિમ હૃદયસમ્રાટ બની ગયો છે. આ એ જ ઉદ્ધવ છે જેણે પોતાની ટૂંકી અને ફ્રોડ રીતે મેળવેલી સત્તા દરમિયાન અર્નબ ગોસ્વામીને ખોટા કેસમાં આઠ દિવસ જેલમાં રાખવાનું હીચકારું કૃત્ય કરવા બદલ આખા રાષ્ટ્રનો ધિક્કાર મેળવ્યો હતો.

ઔર એક દુઃખદ બાબત એ છે કે અન્નામલઈ જેવા એક જમાનામાં બાહોશ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પંકાયેલા અતિ પ્રમાણિક, નિષ્ઠાવાન, મહેનતુ અને આશાસ્પદ યુવાનેતા ( ઉંમર : 39 વર્ષ ) કોઇમ્બતોરની બેઠક પરથી હારી ગયા. વધુ શોચનીય બાબત એ છે કે ભાજપના અન્નામલઇની હારને ઉજવવા તમિળનાડુના વર્તમાન શાસક અને આ વખતે તમામ બેઠકો પર વિજય મેળવનાર દ્રવિડ મુનેત્ર કળગમ ( ડી.એમ.કે.) પાર્ટીએ જાહેર રસ્તા પર એક બકરાના ગળામાં અન્નામલઇના નામનું પાટિયું લટકાવીને એક લાંબા છરાથી બકરાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ કમકમાટીભર્યા કૃત્યનો વીડિયો તમે જોઈ પણ ના શકો. ( મેં ટ્‌વિટર પર જોવાની કોશિશ કરી. તરત જ બંધ કરી દીધો ). તમિળનાડુ ઉપર કેવા શાસકનું રાજ ચાલે છે તેનું આ પ્રમાણ છે. મોદી અને મોદીના વિશ્વાસુ એવા અન્નામલઈ જેવા નેતાઓએ કોનો સામનો કરીને તમિળ પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે તેનો અંદાજ તમને આવી ગયો હશે.

સ્મૃતિ ઈરાની 2014માં અમેઠીથી પહેલીવાર ઊભાં રહ્યાં. હારી ગયાં. 2019માં રાહુલ ગાંધી સામે જીતી ગયાં. 2024માં રાહુલ રાયબરેલી ભેગા થઈ ગયા. અમેઠીમાં ગાંધીકુટુંબના વફાદાર ચપરાશીને કૉન્ગ્રેસે ટિકિટ આપી. સ્મૃતિ ઇરાની આવા ઉમેદવાર સામે હારી ગયાં. અમેઠીમાં એમનું કામ બોલતું હતું છતાં હારી ગયાં. ખૂબ દુઃખદ.

સૌથી વધુ દુઃખદ ઘટના તો એ કે રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાંથી— બેઉ બેઠક પરથી જીતી ગયા. મોદીને છુટ્ટા મોઢે ગાળો આપનાર, પ્રજાને મોટા મોટા સાવ ખોટા પ્રોમિસ આપનાર અણઘડ, કરપ્ટ અને દેશદ્રોહી તાકાતોના ઇશારે નૃત્ય કરનાર રાહુલ ગાંધી રાજકારણમાં હોય તે જ ઘણી મોટી દુર્ઘટના છે. અને એ લોકસભાની ચૂંટણીમાં બબ્બે બેઠકો પરથી જીતી જાય તે વધુ મોટી ગોઝારી ઘટના છે.

3. મોદી 2.0 વખતે વિપક્ષોની પગચંપી કરનારું લિબરલ મીડિયા કકળાટ કરતું રહ્યું કે દેશમાં મજબૂત વિપક્ષની જરૂર છે. હકીકત એ છે કે મીડિયાના આ દલાલો બધા ઍન્ટીમોદી છે. બાકી ખરેખર મજબૂત વિપક્ષની માગણી કરવી હોય તો તેમણે કેરળમાં જઈને કરવાની હોય. કેરળની વિધાનસભામાં 140માંથી વિપક્ષની કેટલી બેઠકો છે. શૂન્ય. તમામે તમામ બેઠકો ઇન્ડી અલાયન્સવાળાઓની છે. ત્યાંની વિધાનસભામાં વિપક્ષનું ચકલુંય નથી. પણ આ ચાટુકાર મીડિયાને ‘કેરળ મોડેલ’ના વખાણ કરવા છે. અને દેશમાં મજબૂત વિપક્ષની દુહાઈઓ આપવી છે.

ખેર, કેન્દ્રમાં મજબૂત વિપક્ષની એમની મંશા આ વખતે પૂરી થઈ છે. મોદીની છેલ્લી બે ટર્મ દરમિયાન વિપક્ષી સંસદસભ્યોએ સંસદમાં હોહા કરવા સિવાય, બેબુનિયાદ આક્ષેપો કરવા સિવાય, શાસક પક્ષની વાતને કોલાહલમાં ડુબાડી દેવા સિવાય અને છાશવારે વૉકઆઉટ કરવા સિવાય બીજું કર્યું છે શું?

આશા રાખીએ કે આ વખતે આ ‘મજબૂત વિપક્ષ’ લોકસભામાં રચનાત્મક અને નક્કર કાર્યો કરે. સરકારને દેશહિતનાં કાર્યોમાં સાથ આપે. દેશના દુશ્મનોને નાથવા માટે સરકાર દ્વારા થતાં કામના ‘પુરાવાઓ’ ના માગે. શોરબકોર કરવાને બદલે શિસ્તથી વર્તે. રાજ્યસભામાં મવાલીગીરી કરનારા આપિયા સંજય સિંહ જેવું સડકછાપ વર્તન કરવાથી દૂર રહે. છાશવારે વૉકઆઉટ કરવાને બદલે પૂરતી તૈયારી કરીને મુદ્દાસર પ્રવચન દ્વારા સરકારનો વિરોધ કરે. મોદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે વીતેલી ટર્મ દરમ્યાન ઘણા ફર્સ્ટ ટાઈમ વિપક્ષી સંસદસભ્યોએ પોતાની પાસે આવીને ફરિયાદ કરી છે કે કૉન્ગ્રેસ વગેરે પક્ષોના નેતાઓએ અમને આ પાંચ વર્ષ દરમ્યાન એક પણ વખત સંસદમાં બોલવાની તક જ નથી આપી— દર વખતે વૉકઆઉટ કરવાનું હોય કાં તો શરબકોર કરવાનો હોય.

આશા રાખીએ કે ‘મજબૂત વિપક્ષ’ આ વખતે જવાબદારીપૂર્વક વર્તે અને જે મતદારોએ એમનામાં વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસઘાત ના કરે.

4. ત્રીજીવાર વડાપ્રધાનની જવાબદારી સંભાળનારા નરેન્દ્ર મોદીએ પોતાની આર્થિક/સામાજિક/રાજકીય/શૈક્ષણિક કે અન્ય ક્ષેત્રોની નીતિઓમાં દિશાફેર કરવાની જરૂર નહીં પડે. લ્યુટ્‌યન્સ મીડિયા અર્થાત કૉન્ગ્રેસે દાયકાઓથી પાળી રાખેલા લિબરલ અને સેક્યુલર ગણાતા હિંદુવિરોધી તથા રાષ્ટ્રવિરોધી પત્રકારો દ્વારા ચાલતા મીડિયામાં સતત તમે સાંભળતા રહેતા હશો કે એનડીએની ગઠબંધન સરકારને વારંવાર હાલકડોલક થતી ટાળવા માટે મોદીએ આ સમાધાન કરવું પડશે, મોદીએ પેલું સમાધાન કરવું પડશે. લિબ્રાન્ડુ મીડિયાની આવી બાલિશ હરકતોથી તમારા મનમાં ભય ઉત્પન્ન થાય છે. તમને લાગવા માંડે છે કે હવે મોદી મક્કમતાથી શાસન નહીં કરી શકે.

ભાજપને સ્વતંત્ર રીતે મળેલી 241 બેઠકો ઉપરાંત એનડીએનાં વિવિધ ઘટકો દ્વારા ઉમેરાયેલી બેઠકોનો સરવાળો 272 પ્લસ થાય છે. કાલ ઊઠીને નીતિશ કે નાયડુ મોદીનું કહ્યું ન માનવાની ભૂલ કરીને પોતાના જ પગ પર કુહાડો મારી બેસે તોય આ સરકાર અસ્થિર નહીં થાય— તમે લખી રાખજો. મોદી પાસે અને અમિત શાહ પાસે હજુ અનેક હુકુમનાં પત્તાં છે. ના, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા જોકરોનાં પત્તાં એમાં નથી. ફિકર નહીં કરતા. કેટલાક મોદી વિરોધી મીડિયાવાળા આવા ગપગોળા ચલાવીને જાણી જોઈને તમારામાં આશંકાની આગ સળગાવે છે, પોતાની ભાખરી શેકવા.

અને ભૂલેચૂકેય મોદીસરકાર સંસદમાં લઘુમતીમાં આવી ગઈ, કોઈ વાતે વિશ્વાસનો મત ગુમાવી બેઠી તો વાજપાયીની જેમ મોદીને લોકસભામાંથી નીકળીને સીધા રાષ્ટ્રપતિભવન જઈ રાજીનામું આપતાં વાર નહીં લાગે. એ પછી ઇન્ડી ગઠબંધનની સરકારમાંના વડાપ્રધાનપદના ૨૨ ઉમેદવારો વારાફરતી દર મહિને પ્રાઇમ મિનિસ્ટર બનવાની હોડ લગાવશે. ( દેશમાં ફરી એકવાર વડા પ્રધાનપદ લિવ ઍન્ડ લાઇસન્સના ધોરણે 11-11 મહિના માટે મળતું થઈ જશે ). એક-બે વર્ષની અસ્થિરતા દેશ આખાએ ઝેલવી પડશે. પછી જે વચગાળાનું જનરલ ઇલેક્શન આવશે તેમાં જે મતદારોએ ભૂલ કરી હતી તે મતદારોને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે અને તે વખતે કોઈના કહ્યા વગર મોદી ‘ચારસો પાર’ સાથે ફરી વડા પ્રધાન બનશે.

જોકે, વિપક્ષને પણ આ ખબર છે એટલે તેઓ હિંમત નહીં કરે મોદીને ઉથલાવીને વચગાળાની ચૂંટણીની નોબત લાવવાની. નિશ્ચિંત રહેજો.

5. રિઝલ્ટના દિવસે ભાજપને સિમ્પલ મેજોરિટી નથી મળતી તે જાણીને ઘણાને આઘાત લાગ્યો હશે, મન ઉદાસ થઈ ગયું હશે, રડવું પણ આવ્યું હશે. મોદીના જેન્યુઈન ચાહકો છીએ આપણે. એમનો આદર કરીએ છીએ. આવું થાય પણ ખરું. એમાં વળી કૉન્ગ્રેસી પાપિયાઓ, આપિયાઓ અને મવાલી ટ્રોલિયાઓ વાનરવેડા કરીને નાચવા માંડે એટલે આપણને થાય કે એ લોકો જીતી ગયા, મોદી હારી ગયા. અરે, ભાઈ. મોદી હારી ક્યાં ગયા છે? મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે.

પણ મીડિયાના નેરેટિવને લીધે તેમ જ વૉટ્સઍપના ફૉરવર્ડિયાઓને લીધે આપણે મોદી ત્રીજીવાર વડાપ્રધાન બને છે એનો આનંદ માણવાને બદલે આપસમાં બ્લેમગેમ શરૂ કરીએ છીએ— આપણામાંના કેટલાક મતદારો આવા અને કેટલાક તેવા. હિંદુઓ નગુણા છે અને મુસ્લિમો પણ નગુણા છે. તમે આ બધામાં તણાઈ જાઓ છો. ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો અને બળાપો કાઢવા બમણા જોરથી, વળ ચડાવીચડાવીને આવા સંદેશાઓ વધુ લોકોને ફૉરવર્ડ કરો છો.

મોદીએ ભાજપના વડા મથકે ચોથી જૂનની સાંજે આપેલા જબરજસ્ત પ્રવચનમાં શું કહ્યું હતું યાદ છે? ના યાદ હોય તો ફરી સાંભળી લેજો. ‘સબ કા સાથ સબ કા વિકાસ’નો એમનો મૂડ હજુ પણ બરકરાર છે. સેક્યુલરો અને ભારતવિરોધી લોકો તો તમને ઉશ્કેરવાના જ છે કે તમારા હિંદુઓમાં જ ફાટફૂટ છે, મુસલમાનો મોદીની સાથે નથી વગેરે. તેઓ ચાહે છે કે આપણે એકજૂટ ન રહીએ.

એક જ દાખલો આપું. મોદીએ અયોધ્યામાં રામમંદિર બનાવ્યું અને મીડિયાએ તમને ભેરવી દીધું કે ભાજપે અયોધ્યાની બેઠક ગુમાવી. કેટલાક લોકો કહેવા લાગ્યા કે અયોધ્યાના મતદારો કેવા નગુણા છે. હવે તમે અયોધ્યા દર્શન કરવા નહીં જતા. ત્યાંના લોકોની આજીવિકામાં વધારો નહીં કરતા. જાઓ તો પણ ત્યાંથી ખરીદી નહીં કરતા. પ્રસાદ નહીં ખરીદતા. ઘરેથી લઈ જજો વગેરે.

અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદ ખરીદવાની જરૂર જ નથી હોતી. દરેક દર્શનાર્થીઓને વિનામૂલ્યે વહેંચવામાં આવે છે. આ એક વાત. બીજી વાત. ટ્‌વિટર પર ભિખુ મ્હાત્રે નામનું એક જાણીતું હૅન્ડલ છે જેનું એડ્રેસ છે ( @MumbaiChaDon ). થોડાક જ દિવસ પહેલાં એમની ( એમનું અસલી નામ મને ખબર છે પણ જાહેર કરવાની જરૂર નથી ) કર્ણાટકની પોલીસે ધરપકડ કરી— એક રાષ્ટ્રવાદી સંદેશો ટ્‌વિટ કરવાના ‘ગુના’ બદલ. એમના રાષ્ટ્રવાદી મિત્રોએ દિવસરાત એક કરીને એમને જામીન અપાવ્યા પણ આમ છતાં બે ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રહેવું પડ્યું. ટ્વિટર પર દોઢ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ભિખુ મ્હાત્રેને હું વર્ષોથી ફૉલો કરું છું, તેઓ પણ મને ફૉલો કરે છે. એમણે એક ટ્‌વિટ કર્યું છે જે આંખ ઉઘાડનારું છે :

‘અયોધ્યા’ નામની લોકસભા બેઠક છે જ નહીં, એ વિધાનસભા મતવિસ્તાર છે. આવા બીજા ચાર મતવિસ્તાર મળીને ‘ફૈઝાબાદ’ની લોકસભા બેઠક બને છે. ( ફૈઝાબાદ જિલ્લાનું ઑફિશ્યલ નામ અયોધ્યા થઈ ગયું છે. પણ ચૂંટણી પંચે ટેક્‌નિકલ કારણોસર આ બેઠકને ‘ફૈઝાબાદ’ની બેઠક તરીકે જ ઓળખવી પડે છે. જેમ અલાહાબાદનું નામ પ્રયાગરાજ થઈ ગયું છે પણ ચૂંટણી પંચ અલાહાબાદની લોકસભા બેઠકને પ્રયાગરાજ તરીકે ઓળખી શકતી નથી, તે અલાહાબાદ તરીકે જ ઓળખાય છે ).

ભિખુ મ્હાત્રેના જણાવ્યા મુજબ ફૈઝાબાદની લોકસભા બેઠકમાં અયોધ્યા સહિતના કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારો છે. આમાંથી અયોધ્યાના મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો છે. અયોધ્યાવાસીઓએ ભારતીય જનતા પાર્ટીને નકારી નથી. એમણે તો રામમંદિરથી થયેલા પોતાના ગૌરવને વધાવીને મોદીને વોટ આપ્યો જ છે. બાકીની ચાર વિધાનસભા કૉન્સ્ટિટ્યુઅન્સીમાં પરિણામ જુદું આવ્યું જેને કારણે ફૈઝાબાદની લોકસભા બેઠક ભાજપને બદલે સમાજવાદી પાર્ટીના પ્રત્યાશીને ફાળે ગઈ.

તો અયોધ્યાએ રામમંદિર બંધાયા પછી પણ મોદીને, ભાજપને, હિંદુત્વને, સનાતનને જાકારો આપ્યો એવા અપપ્રચારથી ભરમાવાનું બંધ કરીએ . આવા તો અનેક ખોટા પ્રચારોથી આપણને પ્રભાવિત કરવાની કોશિશ થતી રહે છે. મોદીવિરોધી રાજકારણીઓ અને ભાજપવિરોધી રાજકીય પક્ષો આવો પ્રચાર કરે કારણ કે એવું કરવાથી એમનો ફાયદો થવાનો છે. પણ ખરો ગુનેગાર મીડિયા છે જે આવા અપપ્રચારને બરાડી બરાડીને તમારા સુધી પહોંચાડવાનું પાપ કરે છે. ભિખુ મ્હાત્રેએ જે માહિતી આપી તે મીડિયાએ સમજાવીને આપણા સુધી પહોંચાડવી જોઈએ પણ મીડિયામાં જે બદમાશો, બેવકૂફો તથા બેદરકારો ઘૂસેલા છે તેઓ આવું નહીં થવા દે. આ સૌ મારા જાતભાઈઓ છે, કમનસીબે એમાંના ઘણા કમજાતભાઈઓ છે.

આ લખાય છે ત્યારે વધુ એક વાચક મિત્ર મને આગલા લેખ માટે અભિનંદન આપતો ફોન કરીને કહે છે કે હું ડિપ્રેશનમાં હતો પણ તમારો લેખ વાંચીને મારું ડિપ્રેશન દૂર થઈ ગયું. હવે પછીના લેખમાં તમે જરૂર લખજો કે અત્યારે મોદીના સપોર્ટરોએ હવે શું કરવું જોઈએ.

મારે હિસાબે એ કરવું જોઈએ કે જે પાંચમાં મુદ્દામાં મેં લખ્યું છે— મીડિયાના કહેવા પર નહીં, મોદીના કહેવા પર ભરોસો રાખો. આટલામાં બધું જ આવી ગયું.

લેખ લાંબો થઈ રહ્યો છે. બાકીના મુદ્દા આવી રહ્યા છે. નેક્સ્ટ પીસમાં. ત્યાં સુધી, રામરામ. જય હિંદ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here