ભારતના મતદારો જાગૃત છે : એમને ખબર છે કે રાહુલ-મમતાબાનુ-કેજરીફેજરીને વડાપ્રધાન ના બનવા દેવાય : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : ગુરુવાર, ૬ જૂન ૨૦૨૪)

ગુજરાતના આપિયાઓ, પાપિયા કૉન્ગ્રેસીઓ અને છુટમુટ ભાંગફોડિયા દેશવિરોધીઓએ જે કહેવું હોય તે કહે—સો વાતની એક વાત એ છે કે તમારો બાપ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશનો વડો પ્રધાન બની રહ્યો છે.

છેલ્લાં દસ વર્ષમાં, વીતેલી બે ટર્મ્સ દરમ્યાન, મોદી સરકારે જે કામ કર્યાં તે ભુંસાઈ જવાનાં નથી. મોદીની ત્રીજી ટર્મ તસુભાર ઝાંખી પડવાની નથી. મોદી વધુ આક્રમકતાથી દેશનું અહિત કરનારાઓને અને ભારતનું નીચાજોણું ચાહનારાઓને સીધા દોર કરી નાખશે—આ વાત જાણી ગયેલા રાહુલ-કેજરીના ચમચાઓએ જેટલું ટ્રોલિંગ કરવું હોય તે કરે. જેટલો કાદવ ઉછાળવો હોય તે ઉછાળે— દરેક વખતે એક નવું કમળ ઉગશે. પોતાના ગંધાતા મોઢામાંથી જે ભાષા બોલવી હોય તે બોલે— એ સૌને ભારતીય અભિનય જગતના ગુજરાતી મહારથી પરેશ રાવળે આપેલી સલાહ આપીશું. બીજી જૂને કેજરીવાલે સુપ્રીમ કોર્ટના કહેવાથી તિહારમાં જમા થવાનું હતું ત્યારે પરેશભાઈએ જાહેરમાં એમને એક સલાહ આપી હતી : જેલમાં જતી વખતે તમારા સામાનમાં ટુથ બ્રશ મૂકવાનું ભૂલતા નહીં ગંદુ મોઢું સાફ કરવા માટે એ કામ લાગશે.

મીડિયામાંના બદમાશો, બેવકૂફો અને બેદરકારો ચોથી જૂને રાત્રે પૂરું રીઝલ્ટ આવી ગયા પછી પણ પતંગ ચગાવતા રહે છે કે : કોણ દેશના વડાપ્રધાન બનશે? કૌન બનેગા પ્રધાનમંત્રી? હુ વિલ બી ધ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઑફ ઇન્ડિયા?

હકીકત એ છે કે ચોથી જૂને સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ એ પછી પરિણામોના ટ્રેન્ડ જોઈને ચાર કલાક બાદ, બપોરે બારેક વાગ્યાના સુમારે અર્ણબ ગોસ્વામીએ અમારા સૌની સાથે રિપબ્લિકના સ્ટુડિયોમાં ડિબેટ કરતી વખતે ટીવી પર જાહેર કરીને હેડલાઈન બનાવીને દર્શકોને દેખાડી દીધી હતી કે : મોદી ત્રીજીવાર વડાપ્રધાન બને છે.

તો બોટમ લાઇન આ જ છે : મોદી ત્રીજીવાર વડાપ્રધાન બને છે. એટલું જ નહીં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી તથા નીતીશકુમારની જનતા દળ યુનાઇટેડની સક્રિય સાઝેદારી બાવજૂદ આ ચાર સૌથી અગત્યની મિનિસ્ટ્રીઓ એનડીએના આ સહયોગીઓને નહીં જાય પણ ભાજપ પાસે જ રહેશે. કઈ ચાર મિનિસ્ટ્રીઓ? ગૃહખાતું, વિદેશખાતું, નાણાંખાતું અને સંરક્ષણખાતું. આ કન્ફર્મ છે અને આ સ્કૂપ અર્નબ ગોસ્વામીના સંપાદકીય સાથી અભિષેક કપૂરે રિપબ્લિક ટીવી પર ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની ડિબેટને રોકીને આપ્યો હતો. આ એક્સક્લુઝિવ અને વિશ્વસનીય ધડાકો મોદીના કરોડો સમર્થકો-ચાહકો-મતદારોને ભારે ધરપત આપનારો છે. બાય ધ વે, ચોથીના ઇલેક્શન એનેલિસિસ દરમિયાન સાંજે રિપબ્લિક ટીવી પરની ડિબેટમાં કોઈ મોદીદુશ્મને જ્યારે કહ્યું કે નવી મોદી સરકાર આ ચાર ખાતા નાયડુ-નીતિશને સોંપીને ભાંગી તૂટી સરકાર બનાવશે ત્યારે મેં એ શખ્સનો જોરદાર વિરોધ કરીને કહ્યું હતું કે મોદી સ્વપ્નમાં પણ ગૃહ, સંરક્ષણ, ફાઇનાન્સ અને વિદેશનાં ખાતાં ભાજપના સહયોગીઓને આપવાનું નહીં વિચારે— મારી પાસે કોઈ બાતમી નહોતી, માત્ર મોદીની કાર્યશૈલીના અવલોકનથી પ્રગટેલી કોઠાસૂઝ, સિક્‌સ્થ સેન્સ હતી.

નરેન્દ્ર મોદી શનિવારે ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનવાના સોગંદ લેશે. હિન્દી ફિલ્મોના હીરો એક ડઝન વિલનો સાથે એકલે હાથે મારામારી કરીને જીતી જાય એમાં સ્ટંટ ડબલ, કેમેરા અને વિઝ્યુઅલ કરામતોનો ફાળો હોય છે એની આપણને ખબર હોય છે. તે છતાં, એક ડઝન વિલનોને ચત્તાપાટ પડેલા જોઈને આપણે હરખાઈએ છીએ અને ઘાયલ સાવજ જેવા હીરોને મનોમન તાળીઓ/સીટીઓ પાડીને વધાવી લઈએ છીએ.

એક અકેલા સબ પે ભારી સમા નરેન્દ્ર મોદીને હરાવવા ભાજપની સામે ભારતના તેર રાજકીય પક્ષોએ ગઠબંધન કર્યું હતું. તેર. આમાં દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી અને દાયકાઓ સુધી આ દેશ પર કુશાસન કરી ચૂકેલી કૉન્ગ્રેસ સહિત પોતપોતાના પ્રદેશોમાં તાકાતવાર પુરવાર થઈ ચૂકેલી બીજી બાર પાર્ટીઓ હતી : સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, આપ, તૃણમૂલ, ડીએમકે, ઉદ્ધવની શિવસેના, પવારની એનસીપી, ઝારખંડ મુક્તિ મોરચા, બેઉ સામ્યવાદી પાર્ટીઓ, મુસ્લિમ લીગ અને બેગાની શાદીમાં આવી પહોંચેલા અબ્દુલ્લાઓની નૅશનલ કૉન્ફરન્સ. આ તેર-તેર તગડી પાર્ટીઓએ સાથે મળીને 2024ની લોકસભા ચૂંટણી લડ્યા પછી કુલ કેટલી બેઠકો મેળવી? 232. આની સામે મોદીએ પોતાની ગૅરેન્ટી આપીને, તમે દબાવેલું કમળનું બટન મને પહોંચી જશે એવો ભરોસો આપીને, એકલે હાથે કેટલી બેઠકો મેળવી? 241. પેલી તેર પાર્ટીઓએ સાથે મળીને જેટલી બેઠકો મેળવી તેના કરતાં પણ વધુ.

બીજી એક વાત. રાહુલ ગાંધીની બાપીકી જાગીર જેવી કૉન્ગ્રેસે 543 બેઠકોમાંથી કેટલી બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા રાખ્યા? 328. એમાંથી કેટલી એમાંથી જીત્યા કેટલી 99. સ્ટ્રાઇક રોટ શું થયો? 30 ટકા. અર્થાત 70% બેઠકોમાં નિષ્ફળતા.પરીક્ષામાં પાસ થવા 35% ની જરૂર હોય તો 30% લાવનાર વિદ્યાર્થીને તમે શું કહેશો? પપ્પુની સામે મોદીએ 441 સીટ પર ભાજપના ઉમેદવારો ઉભા રાખ્યા. એમાંથી કેટલા જીત્યા 240. સ્ટ્રાઈક રેટ શું થયો? અલમોસ્ટ 55%. શૈક્ષણિક ભાષામાં હાયર સેકન્ડ ક્લાસ.

ચોથી જૂને તેર માથાળા રાવણની સામે રામનો વિજય થયો. આવો, વિજયદશમીની ઉજવણી કરીએ. આવતા પાંચ વર્ષના દરેકે દરેક દિવસે આ વાત યાદ રાખીને આપણા સૌથી થાય એટલી, જે રીતે થાય-જે પણ ક્ષેત્રમાં થાય એટલી દેશ સેવા કરીને આ વિજયને દીપાવતા રહીએ.

ઉતાવળ કરીને, ની-જર્ક રિએક્શન આપીને કે પછી વૉટ્‌સઍપ પર ફરતા ચાલાક ચબરાક સંદેશાઓથી ભરમાઈને ભારતના મતદાતાઓને કોસવાનું બંધ કરીએ.

ભારતના મતદાતાઓએ જ ભારે બહુમતી આપીને બબ્બે વાર મોદી સરકાર બનાવી છે અને મોદી 1.0 તથા મોદી 2.0ના પાંચ વત્તા પાંચ— દસ વર્ષના ગાળામાં મોદી પાસે અનેક નેત્રદીપક કામ કરાવ્યાં છે. આ વખતે પણ કરાવશે.

મોદી 3.0નો નવો યુગ શરૂ થઈ રહ્યો છે ત્યારે સૌને યાદ કરાવવાનું કે આતંકવાદીઓ સામે લડવા, કરપ્શનને નાથવા, કોમવાદનો ખાતમો કરવા સંસદમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર નથી.

આ જ દેશના સમજુ મતદારોએ રાહુલબાબાને, મમતાબાનુને કે કેજરી-ફેજરીને, કે ગઠબંધનની ટોળકીના બીજા કોઈનેય વડાપ્રધાન બનવા દીધા નથી.

પોતે જીતી ગયા છે એવું માનીને બહુ કૂદાકૂદ કરી રહેલા કૉન્ગ્રેસી ટ્રોલિયાઓએ પોતાના બૅન્ક અકાઉન્ટમાં રાહુલબાબાના પ્રોમિસ મુજબ આ મહિનાના રૂ. 8,500/- (રૂ. આઠ હજાર પાંચસો પુરા) ખટાખટ ખટાખટ આવી ગયા કે નહીં એની તપાસ કરી લેવી તેની તપાસ કરી લેવી. મારા ખાતામાં હજુ સુધી તો નથી આવ્યા. રાહુલ બાબા ક્યારે મને આ મહિનાના રૂ. 8,500/- (રૂ. આઠ હજાર પાંચસો પુરા) આપે એની રાહ જોઉં છું જેથી હું આ મહિનાનું મારું કરિયાણાનું દૂધનું, વીજળીનું બિલ ભરી શકું.

મોદીના રાજકીય વિરોધીઓ મૂરખ છે. એમણે સામે ચાલીને મોદીને વધુ મજબૂત બનવાની તક આપી દીધી છે. મોદીએ વારંવાર જાહેર પ્રવચનમાં અને મીડિયાને આપેલી મુલાકાતોમાં કહ્યું છે કે : હું તો આપદાઓથી ટેવાઈ ગયેલો માણસ છું, આપદામાંથી અવસર શોધી લઉં છું.

મોદીને આપદામાં નાખવાની મંશા ધરાવનારા મૂર્ખાઓ ખુશ થઈ રહ્યા છે પણ એ બેવકૂફોને અંદાજ પણ નથી કે એ લોકો મોદી માટે કેટલો મોટો અવસર ઉભો કરી દીધો છે.

મોદીના રાજકીય જીવનમાં અનેક આપદાઓ આવી. એ દરેકને અવસર માનીને એમણે પોતાની જાતને, પોતાના સંગઠન અને પોતાના દેશને વધુ મજબૂતી બક્ષી.

મોદીના જીવનની સૌથી મોટી આપદા કઈ હતી? 2002નો કેટલાક મુસ્લિમો દ્વારા સર્જાયેલો ગોધરા હિન્દુ હત્યાકાંડ. આપણને સૌને ખબર છે કે આ આપદા મોદી માટે કેવી રીતે અવસર સમાન નીવડી. એક, એ પછી ગુજરાત, જ્યાં છાશવારે કોમી રમખાણો થતાં ત્યાં, કોમી રમખાણો થવાની ઘટનાઓ અલમોસ્ટ બંધ થઈ ગઈ- અલમોસ્ટ. એ પછી મોદીએ આગળપાછળ જોયા વિના દિવસરાત કામ કરીને ગુજરાતની એવી આર્થિક પ્રગતિ કરી કે અઝીઝ પ્રેમજી અને રતન ટાટા જેવા વિરોધીઓ મોદીની પ્રશંસા કરતા થઈ ગયા. અને એ પછી મોદીએ પોતાની પ્રતિભાથી એવાં એવાં કામ કર્યા કે એક જમાનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમની બદનામી કરી રહેલું પશ્ચિમી મીડિયા પણ એમના વખાણ કરવા લાગ્યું. જે દેશે એમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો તે દેશના સર્વોચ્ચ વડાએ એમને વાળુ માટે પોતાના ઘરે બોલાવીને એમનું સન્માન કર્યું.

તો આ મોદી છે મિત્રો. રડારોળ કરીને, એકબીજાને કે ત્રીજાને કોસનારાઓ ભલે વૉટ્‌સઍપના ફોરવિર્ડયાઓ ફેરવતા રહે. રાહુલના પાપિયાઓ અને કેજરીના આપિયાઓ ભલે બેગાની શાદીમાં અબ્દુલ્લા બનીને નાચતા રહે. આ ચુમટિયાઓને ખબર જ નથી કે તેઓ જે વરઘોડામાં ઉછળી ઉછલીને નાગિન ડાન્સ કરી રહ્યા છે તેના વરરાજા તો નરેન્દ્ર મોદી છે!

મોદીની આ જ ખૂબી છે, આ જ તાકાત છે, મિત્રો. તેઓ આસ્તિનના સાપ પાસે પણ નાગિન ડાન્સ કરાવી શકે છે.

મોદીવિરોધીઓ તો ઈચ્છે જ છે કે તમે આ અવસરને માણો નહીં, ઉજવો નહીં. મોદીદ્વેશીઓ ઉશ્કેરે છે તમને કે કકળાટ કરતા રહો, આપસમાં જાતિવાદ કરતા રહો, વિધર્મીઓને વિખુટા પાડીને એમને સામેના ખેમામાં ધકેલતા રહો. સમજવાનું આપણે છે કે વિરોધીઓ જે આગને ભડકાવા માગે છે તેમાં મીડિયા પેટ્રોલ રેડી રહ્યું છે. મોદીસમર્થકોએ આ રમત સમજવી જોઈએ. કકળાટ કરવાને બદલે, શોકમાં સરી પડવાને બદલે સમજવું જોઈએ કે ઑલ સેઇડ ઍન્ડ ડન સરકાર તો ભાજપની જ અને એના સાથી પક્ષોની જ બનવાની છે. કૉન્ગ્રેસની અને એના સાથી પક્ષોની નહીં. વડાપ્રધાન તો મોદી જ બનવાના છે—રાહુલ, કેજરીવાલ, મમતા નહીં. દેશની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, વિદેશી, સંરક્ષણ નીતિઓ આપણે જે ચાહિયે છીએ તે જ રહેવાની છે— સોરોસ સહિતની વિદેશી તાકાતો જે ઈચ્છે છે તે નહીં.

મીડિયા જે નેરેટિવ સેટ કરવા માગે છે તેમાં ઘસડાયા વિના સ્વતંત્રપણે વિચારો. વિચારશો તો જ સેલિબ્રેટ કરશો. આ અવસર છે. ઉજવવાનો છે એને.

મોદીની સોગંદવિધિ ની સાંજે અમે મુંબઈમાં અમારા લત્તામાં જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને આતશબાજી કરવાના છીએ. તમે પણ તમારા વિસ્તારમાં આ રીતે ઉજવણી કરશો તો તમારી આસપાસ મીડિયાને કારણે જે પ્રદૂષણ ફેલાયું છે તે દૂર થશે અને પર્યાવરણ શુદ્ધ બની જશે.

* * *

તાજા કલમ: અહીં ઇલેક્શન એનેલિસિસનો પૂર્વાર્ધ પૂરો થાય છે. ટૂંક સમયમાં આ લેખની સિક્વલ આવી રહી છે ‘2024 ના ચૂંટણી પરિણામોમાં ગાંઠે બાંધીને રાખવા જેવી દસ વાતો : સૌરભ શાહ’

તાજા કલમ બે: આ બંને લેખો મૅક્સિમમ લોકો સુધી પહોંચે એવી મહેનત કરજો.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. I like your articles. I always read. If I grt chance, I would like to attend get together, u all had in someone’s residence and you all were discussing political issues.

  2. ચુટણીના પરીણામ આવ્યાના બે દિવસ મન થોડુ ઉદાસ હતુ. પણ એક વાતની ખાતરી હતી કે મોદીભાઈ આ situation ને પણ અવસર અથવા એક ચેલેન્જ તરીકે સ્વીકાર કરીને, અમૃત મહોત્સવ ઉજવશે. આઠમી જુનની સાંજે પાર્ટી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here