સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક, સારા ભાવક હોવાની નિશાનીઓ : સૌરભ શાહ

સૌથી પહેલી નિશાની તો એ કે ખોડખાંપણ કાઢવાનું ટાળીએ.

પ્રવચન સારું હતું પણ માઈકમાં જરા ગરબડ હતી કે નાટક સારું હતું પણ પેલું પાત્ર નકામું હતું, નવલકથા સારી હતી પણ બાઈન્ડિંગ નબળું હતું, બાંસુરીવાદનમાં હરિપ્રસાદ ચૌરસિયા બેજોડ છે પણ હવે એમનો શ્ર્વાસ જલદી તૂટી જાય છે જેવી ટિપ્પણો કરવાની જો તમને આદત હોય તો તમે ક્યારેય સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક કે સારા ભાવક બની શકવાના નથી. તમને બધી વાતે બહુ બધું નૉલેજ છે અને એવું દોઢ ડહાપણ ડહોળીને તમે તમારી આસપાસના ચાર માણસોને કે ફેસબુકઘેલાઓને ઈમ્પ્રેસ કરી શકો છો એવું જો તમને લાગતું હોય તો રાખો આ નૉલેજ તમારી પાસે, બીજાઓને એનું કંઈ કામ નથી. તમારામાં ત્રેવડ તો છે નહીં બેટ પકડવાની અને ઈન્ટરનૅશનલ ક્રિકેટ રમતા વિરાટ કોહલીની બીહેવિયરની ટીકા કરવા નીકળી પડવું છે. એક ગીત સરખું ગાતાં આવડતું નથી અને પાછલી ઉંમરે લતા મંગેશકરનો ‘સા’ હવે લાગતો નહોતો એવું કહીને તમારી તથાકથિત પ્રતિભા એસ્ટાબ્લિશ કરવી છે. નાના માણસોનાં આ બધાં લક્ષણો છે અને હજુય જો નહીં સુધરો તો જીવનનો આનંદ માણવાનું સદંતર ચૂકી જશો અને મરતાં દમ સુધી બસ આવો જ કકળાટ કર્યા કરશો.

બીજું. આર્ગ્યુમેન્ટેટિવ બનવાનું રહેવા દો. કોઈ મિત્રે તમને કહ્યું કે આ પિક્ચર સારું છે તો ચૂપચાપ સાંભળી લો. દલીલ નહીં કરો કે એમાં તે શું વળી ગમી ગયું તને? અરે ભાઈ, એને સારું લાગ્યું તો સારું કહ્યું, તને ના ગમ્યું હોય તો તારો અભિપ્રાય તને મુબારક, પણ ઘણા લોકોને ચુડેલની જેમ ઊંધા પગલે ચાલવામાં જ મઝા આવતી હોય છે. ધારો કે કોઈકે એ જ પિક્ચર માટે કહ્યું હોત કે સાવ બકવાસ છે તો એ તૂટી પડે એના પર કે આટલું સરસ પિક્ચર તને બકવાસ લાગ્યું! દલીલોમાં ઘસડીને તર્ક-વિતર્ક-કુતર્ક અને વિકૃત તર્ક દ્વારા જીતી જઈ સામેવાળાને મહાત કર્યા હોવાનો સંતોષ લેવાનું ઘણાને ગમતું હોય છે—સુવ્વરને કાદવમાં રમવાનું ગમે એમ.

ત્રીજી વાત. સારા શ્રોતા વગેરે બનવા માટે સરખામણી કરવાનું છોડો. ભય વિશે રજનીશે જે કહ્યું છે એના કરતાં સાહેબ તમે સદ્ગુરુ જગ્ગી વાસુદેવને સાંભળો, ભુક્કા કાઢી નાખ્યા. ભલે, તમે એમનાથી ઈમ્પ્રેસ્ડ છો તે સારું છે પણ એમાં રજનીશજીને ઉતારી પાડવાની શું જરૂર છે? થાણેનું તહેસિલદારનું મિસળ તો કંઈ નથી સાહેબ, તમે નાસિકમાં બજાર પેઠનું મિસળ ચાખી તો જુઓ… સરખામણીઓ કરીને તમે જતાવવા માગો છો કે બીજાઓ તો કૂવામાંના દેડકા છે અને તમે માનસરોવરના હંસ. સારી હિંદી ફિલ્મ જોઈને એના નશામાં હો ત્યારે આવીને કોઈ કહેશે કે આવી જ એક ફ્રેન્ચ/ઈરાનિયન/કેનેડિયન ફિલ્મ મેં જોઈ હતી – ડિટ્ટો આ જ સબ્જેક્ટ. હશે, પણ તેનું અત્યારે શું છે? તમે સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત માણ્યો હશે તો માણ્યો હશે, મને મારી રીતે માથેરાનનો સૂર્યાસ્ત માણવા દોને, ભાઈ.

ચોથી વાત. જેનું પ્રવચન તમે સાંભળો છો, જેનું નાટક-પિક્ચર તમે જુઓ છો કે જેનું લખેલું તમે વાંચો છો એણે પોતાના ક્ષેત્રમાં કેટકેટલાં વર્ષો ગાળ્યાં છે, કેટકેટલી નિપુણતા મેળવી છે, કેટલી સાધના-આરાધના કરી છે પોતાની વિદ્યાની – ત્યારે જઈને તેઓ એ સ્થાને બેઠા છે અને તમે એમના ભાવક બનીને એમની વિદ્યાના પરિણામની આચમની પામવા આવ્યા છો. તો જરા વાર તમારો મસમોટો અહમ્ બાજુએ રાખીને એમને રિસ્પેક્ટ કરતાં શીખીએ. એમની કોઈ વાત તમને ના ગમી કે તમારા દિમાગમાં ના ઊતરી તો નેક્સ્ટ ટાઈમ તમે એમને નહીં સાંભળતા, નહીં જોતા કે નહીં વાંચતા. તમારા વિના ભૂતકાળમાં એમનું ગાડું ગબડ્યું છે અને ભવિષ્યમાં પણ ગબડતું રહેશે. સુરેશ દલાલને વિલિયમ વડર્ઝવર્થની આ પંક્તિ બહુ ગમતી: ‘સ્ટૉપ હિયર ઑર જેન્ટલી પાસ.’ દરેક સર્જક પોતાના ભાવક માટે આવું જ માનતો હોય છે: ગમે તો મારી પાસે ઊભા રહીને માણ્યા કરો અન્યથા ચૂપચાપ બાજુમાંથી પસાર થઈ જાઓ… પણ તમને ડિસ્ટર્બ કરીને, તમને કાંકરીચાળો કરીને, તમને પજવીને પોતાની બહાદુરી દેખાડનારાઓનો આપણે ત્યાં તોટો નથી.

પાંચમી અને છેલ્લી વાત. પ્રશંસા કરવામાં પણ આક્રમક ન બનીએ, અતિશયોક્તિ ન કરીએ. જેમને સાંભળવાના, જોવાના, વાંચવાના ગમે છે એ વ્યક્તિઓના ભાવક તરીકે એમના પર આક્રમણ કરીને, એમના પર હક્ક જતાવવાને બદલે કે એમને પઝેસ કરવાને બદલે એમની સાથે થોડું અંતર રાખીને નમ્રતાભેર એમને વખાણીને છૂટા પડી જઈએ. એક સારો શબ્દ જ નહીં, આંખમાં ઊમટેલો એક પળનો ભાવ પણ એમના સુધી પહોંચી જશે એવી ખાતરી રાખીએ. આપણા જેવા બીજા હજારો લાખો અને કરોડો ચાહકો છે આ કળાકારના, સાહિત્યકારના જે સૌ એમની નિકટ આવવા માગે છે. એ દરેકને જો તેઓ એક એક મિનિટ પણ આપવા જશે તો આપણને જે એમનું સર્જન ગમે છે એ સર્જન કરવા માટે, રિયાઝ માટે એમની પાસે કેવી રીતે સમય બચવાનો છે?

સારા ગાયક બનવામાં જો વર્ષોનું તપ કરવું પડતું હોય, સારા લેખક બનવામાં જો વર્ષોનું તપ કરવું પડતું હોય તો સારા શ્રોતા કે સારા વાચક બનવા માટે પણ વર્ષોની આરાધના જરૂરી છે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. સરસ ધ્યાન પર લેવા જેવી, જીવનમાં ઉતારવા જેવી વાતો. જેમ લેખકોની વાચકો માટે વ્યથા-ફરિયાદ હોય તેમ વાચકોને પણ હોય. લેખકોની પણ સામાજિક જવાબદારી ખરી. લેખકો એમને પોતાને ના ગમતી વાતો માટે સાવ નિમ્ન સ્તરે જઈને તદ્દન ટપોરી પ્રકારના શબ્દો વાપરે તેવા કેટલાક લેખકો વિશે આપનું મંતવ્ય પૂછી શકાય ? અહમ બ્રહ્માસ્મિ ના યુફોરિયા માં જીવતા એવા લેખકો સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ રહ્યા છે જે ના થવું જોઈએ પણ વાચકો ગુસ્સો કાઢે તો ક્યાં ? સલાહ નથી પણ લેખકો એ શબ્દ પસંદગી માટે શિષ્ટ રહેવું જોઇએ એવું ના ગમતું મંતવ્ય છે. આ વાત આપના માટે નથી જ.

  2. Agreed. So true. We end up projecting our likes and dislikes on people around us so much that we alienate them slowly.

  3. સુંદર લેખ. સીધી સાદી વાત, સમજાવી સરળ ભાષામાં.

  4. તમે તો આપીયાની ખોડખાંપણ કાઢવામાં થી ઊંચા આવતા નથી.
    ને સલાહોનું પોટલું સારા ભાવકો /સારા વાચકો ઉપર ઝીંક્યે રાખો છો..

    • આપિયાઓ દેશદ્રોહી છે. હું એમની ખોડખાંપણ શોધતો નથી, એમને ઘસડીને નિર્વસ્ત્ર કરીને ભરબજારે ચોકમાં લાવીને ઊંધા લટકાવીને નીચે મરચાંની ધૂણી કરતો હોઉં છું. તમને એમાં કંઈ વાંધો હોય તો બોલો, સાહેબ.

      • દેશદ્રોહ ની આપની વાત સાચી પડવાની તૈયારીમાં છે. તમે સમય કરતાં વહેલાં ક્યાસ કાઢી લીધેલો.

    • રાજેન્દ્રભાઈ પટેલ જી, ઉપર નો લેખ ફરીફરી વાચો , લેખ મગજમા ઉતરશે તો જ સમજાશે કે આપશ્રી ની કોમેન્ટ ની વેલ્યૂ કે nuisance વેલ્યૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here