તમને કૂકિંગ આવડે છે? : સૌરભ શાહ

રોટલી-પૂરી-ભાખરીની વાત નથી. એ ભલે ભારતના નકશા જેવી બનતી. પણ એ સિવાયનું બેઝિક કૂકિંગ આવડે છે તમને? એક બાપ જ્યારે પોતાની દીકરીને ભણાવતો હોય, હાયર એજ્યુકેશન આપતો હોય ત્યારે એના મનમાં ઈચ્છા હોય છે કે મારી દીકરી મોટી થયા પછી આર્થિક રીતે સ્વતંત્ર રહે. પરણ્યા પછી એનો પતિ ગમે એટલું કમાતો હોય તોય દીકરી પાસે એની પોતાની આવક કરી શકે એટલું એજ્યુકેશન હોય. પિતા જો પુત્રી માટે આટલું કરી શકે તો માતા પોતાના દીકરા માટે શું આટલું ન કરી શકે કે પુત્રને રસોઈ બનાવતાં શીખવાડે?

દીકરો હૉસ્ટેલમાં રહેતો હોય, નોકરી – કામકાજ માટે નવા શહેરમાં એકલો રહેતો હોય, પરણ્યા પછી પત્ની પિયર ગઈ હોય કે બીમાર હોય ત્યારે કે પછી ન કરે નારાયણ ને પત્નીથી સેપરેટ થવું પડ્યું હોય ત્યારે કમસે કમ એને પોતાના ખાવાપીવાની ચિંતા ન થવી જોઈએ. ઈવન, સુખી દાંપત્ય હોય ત્યારે પણ પત્નીને રસોડામાં મદદ કરી શકે કે પછી લગ્ન ન કર્યાં હોય ત્યારે ગર્લફ્રેન્ડને ખુશ કરી શકે એ માટે પણ પુરુષને રસોઈ બનાવતાં આવડવું જોઈએ.

મારા સ્વર્ગસ્થ પિતા ચાના શોખીન હતા, રાધર બંધાણી હતા. પણ એમને ચા બનાવતાંય આવડતું નહીં. એક દિવસ ઘરમાં એ એકલા હતા ત્યારે ચા બનાવવાનું સાહસ કર્યું હતું. ખાંડ ન મળી એટલે દળેલી ખાંડ સમજીને મીઠું ચામાં ઠપકાર્યું હતું.

મેં રસોઈ બનાવવાની શુભ શરૂઆત મમરા વઘારવાથી કરી હતી. કૉલેજના અર્લી દિવસોમાં. વખત જતાં બટાટા પૌંઆ, સાબુદાણાની ખીચડી, સૂરણબટાટાનું શાક અને પાઉંભાજી શીખ્યો. મારા હાથના કઢી – પુલાવ ખાઈને મારા પત્રકારમિત્ર વિક્રમ વકીલે કહ્યું હતું કે તારે કઢી – પુલાવની લારી શરૂ કરવી જોઈએ! નિદા ફાઝલીની ખીચડીની મારી રેસિપી ઈટીવીના રસોઈ શોમાં આવી. યુ ટ્યુબ પર છે. આજની તારીખે પાવભાજી- ભેળપુરી – સેવપુરી – પાણીપુરી મારી સ્પેશ્યાલિટી છે. એ સિવાય બીજું ઘણું નાનુંમોટું જાતે બનાવી શકું છું. એકલો હોઉં તો ભૂખે ના મરું એટલું જ નહીં ઘરે મિત્રો આવે તો એમને પણ ભૂખ્યા ન રહેવા દઉં એટલું તો આવડે જ છે. પણ મને અફસોસ છે કે જે ઉંમરે મમરા વઘારતાં શીખ્યો એ જ ઉંમરે મારે મમ્મી પાસેથી બેઝિક રસોઈ પદ્ધતિસર શીખી લેવી જોઈતી હતી. રોટલી પણ.

માની પાસે રસોઈની ટ્રેનિંગ લેવાનો સૌથી મોટો ફાયદો એ કે ભવિષ્યમાં તમે કોઈ પણ સ્ત્રી સાથે રહેતા હો, એની પાસે તમે મા જેવી રસોઈ બનાવડાવી શકો. કોઈપણ પુરુષ માટે, કોઈ પણ ઉંમરે મા જેવી રસોઈનો સ્વાદ બીજા કોઈનાય હાથની બનેલી રસોઈમાંથી આવતો નથી. પુરુષો માટેના કૂકિંગ ક્લાસીસ ખુલી ગયા છે, શૉપિંગ મૉલમાં બધું જ મળે છે – તૈયાર રોટલી, ફ્રોઝન સમોસા, સૂપ-ગ્રેવીવાળા શાકભાજી અને જાતજાતના મસાલા તથા સૉસીઝ અને દુકાનોમાં ઊંધિયું, થેપલાં, ખમણ ઇવન દાળ ઢોકળીનાં રેડી ટુ કૂક પૅકેટ મળે છે—શું નથી મળતું. પણ એ બધાથી એકાદ ટંક પેટ ભરાય. અઠવાડિયું ગુજારો ચાલે. લાઈફટાઈમ ના નભી શકાય.

ત્રણ દાયકા અગાઉ ઑસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયેલા મારા મિત્ર અને ‘કુમાર’ ચંદ્રક વિજેતા સાહિત્યકાર અશ્ર્વિન દેસાઈ ઘરે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું: ‘કોઈવાર ઈલા એકલી ઈન્ડિયા આવે ત્યારે મારા માટે ડીપ ફ્રિઝરમાં પંદર દિવસ સુધીનું ખાવાનું ઍરટાઈટ ડબ્બાઓમાં મૂકીને જાય. દરેક ડબ્બા પર અંદર કઈ વાનગી છે અને કયા દિવસે એ ખાવાની છે એનું પણ લેબલ ચિટકાડેલું હોય. મારે ખાલી માઈક્રોવેવ કરીને ગરમાગરમ ખાઈ લેવાનું!’

બધા પુરુષો કંઈ ઈલાભાભી જેવી પત્ની મેળવવા જેટલા સદ્‌ભાગી હોતા નથી. પિત્ઝા અને પાસ્તાના ડૂચા ગુજરાતી માણસ કેટલા દિવસ સુધી પેટમાં પધરાવી શકે? આવડવું જોઈએ રસોઈ બનાવતાં.

રોજ રૂટિન તરીકે રસોઈ બનાવવી એ એક મોટી ટાસ્ક છે. ઘરમાં દરેકના સ્વાદનો ખ્યાલ રાખવો, ટાઈમિંગ જાળવવા અને એ ઉપરાંત ગૃહસ્થીની અન્ય જવાબદારીઓ ઉપાડવી – લાખો ગુજરાતણો બખૂબી વર્ષો સુધી આ કામ કરતી હોય છે. એ સૌને ઈન્ડિવિજ્યુઅલી મારી સલામ.

પુરુષે કદાચ રૂટિન તરીકે રસોઈ કરવાની જવાબદારી ઉપાડવાનો વખત ન આવે તોય રસોડામાં અઠવાડિયે એકાદબેવાર જવું જોઈએ, જઈને કલાક રહેવું જોઈએ. પત્ની કે ગર્લફ્રેન્ડ નેટફ્લિક્સ પર કોરિયન ડ્રામા જોતી હોય ત્યારે કે વૉટ્સઍપ પર ચૅટિંગ કરતી હોય ત્યારે એક-બે ડિશ બનાવીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવી દેવી જોઈએ. આ રીતે બનાવાતી રસોઈ સ્ટ્રેસ બસ્ટિંગનું કામ કરે છે. આ મારો જાત અનુભવ છે. હું જોકે, પ્રસન્ન હોઉં ત્યારે જ કૂકિંગ કરું છું અને રસોઈ કર્યા પછી અતિ પ્રસન્ન બની જાઉં છું. ક્યારેક એકલો હોઉં, મૂડલેસ હોઉં ને રસોઈ કરું ત્યારે ઉદાસ મૂડમાંથી બહાર આવી જઉં છું. એક જમાનામાં મને ટેન્શન દૂર કરવા માટે એક થેરપી હાથ લાગી હતી. મારી પોતાની ટ્રાયલ ઍન્ડ એરર મેથડથી પ્રાપ્ત થયેલી. રસોડામાં પડેલાં એઠાં વાસણો હું ઘસીઘસીને ધોઈને ચકચકિત કરી નાખું એટલે મારું ડિપ્રેશન દૂર થઈ જતું. કારણ કદાચ એ હશે કે તમે જ્યારે ડિપ્રેસ્ડ હો ત્યારે મનમાં એક વિચાર સતત ઘૂમરાતો હોય છે કે તમારા કોઈ પણ કામનું ધાર્યું પરિણામ તમને મળતું નથી. આવા સમયે તમે ધીરજ ગુમાવી દેતા હો છો. જે કામનું પરિણામ એક અઠવાડિયા પછી, મહિના પછી કે છબાર મહિના પછી મળવાનું હોય એ કામ શરૂ કરવાનું તમને મન નથી થતું હોતું. એંઠા વાસણોને અડધો કલાકમાં ફરી ચકચકિત થતાં જોઈને તમને તાત્કાલિક તમારા કામનું ધાર્યું પરિણામ મળી જતું હોય છે. કદાચ એટલે જ ડિપ્રેશનમાંતમારા માટે આ કામ થેરપી પુરવાર થતું હશે.

રસોઈ. ગુજરાતી રસોઈમાં વપરાતા તમામ મરીમસાલાની સોડમ, એના રંગ, એનું ટેક્શચર જુદાં જુદાં હોય છે – મોહક હોય છે. શાકભાજીની કેટલી બધી વેરાઈટી છે. દાળ-કઠોળની પણ એટલી જ વિવિધતા. એક જ ચીજ અનેક અલગ અલગ રીતે બનાવી શકો – ચાહે એ રિંગણાં હોય કે બટાટા – એક ડઝન જુદી જુદી રીતે બનાવી શકો.

સતત હૉટેલનું ખાઈને, બજારુ ફૂડ ખાઈને માત્ર શારીરિક જ નહીં માનસિક દુરસ્તી પણ બગડી જતી હોય છે. જાતે બનાવેલી સાદામાં સાદી રસોઈ પણ તૃપ્તિનો ઓડકાર આપે છે. પીવાની બાબતમાં ગુજરાતી પુરુષ પગભર હોય છે. એને ડ્રિન્કમાં સોડાપાણી ભેળવતાં, આઈસક્યુબ્સ ઓગાળતાં અને નાના પ્રકારનાં મન્ચિંગ્સ શોધીને લાવતાં આવડે છે. સારું જ છે. પણ ભગવાને બનાવેલી આ જાલિમ દુનિયામાં માત્ર પીવાથી જીવી શકાતું નથી એટલે માણસે ખાવું પણ પડે છે. સ્વયંપાકી પુરુષ જેટલો સુખી ઈન્સાન બીજો કોઈ નથી.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. I was lucky that I learned cooking from my mother and aunts. I can cook most of the things except fulka roti (I don’t like roti personally). Can make paratha, thepla even marwadi khuba rotis quite well. Varieties of food and cuisines as well. Fortunate to have lived for sometime in multiple states, I have carried recipes from there and have taught my hosts Gujarati and Mumbai food items often. I whole heartedly agree with your article’s content. But would point recent trend of young girls avoiding cooking and relying on delivery services. Not healthy.

  2. ઈંઙાની લગભગ બધી આયટમ, જેમા scrambled egg સૌથી સરસ બનાવી લઉ છુ. એના ઊપરાંત stir fried satute vegetables મા થોઙોઘણો હાથ બેસતો થયો છે. By the way સૌરભભાઈ, આપે રીશી કપુરની ” શરમાજી નમકીન ” તો જોઈ જ હશે. NDTV lifestyle chanal પર “Vicky goes veg ” અફલાતૂન cooking show છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here