ચોથી જુનના પવિત્ર હવનમાં આખેઆખાં હાડપિંજરો નાખવા કૉન્ગ્રેસીઓ-આપિયાઓ તલપાપડ છે : સૌરભ શાહ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગઈકાલે, ૩જી જૂને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે એમણે મોદીને કહ્યું કે વિપક્ષો ચોથી જૂનના પરિણામના દિવસે ( આજે ) આંદોલનની જે ધમકી આપી રહ્યા છે તેને લાઇટલી નહીં લેતા. ટાઈમ્સ નાઉમાં નાવિકા કુમારે આ સમાચાર આપતાં કહ્યું કે નીતિશ કુમારે મોદી આગળ ભય વ્યક્ત કર્યો છે કે દુનિયામાં ભારતની લોકશાહીને બદનામ કરવાની સાઝિશ રચવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી છે કે સમાજવાદી પાર્ટીના અને કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ મતગણતરી વખતે રમખાણો કરે એવી શક્યતા છે.

સિનિયર કૉન્ગ્રેસી જયરામ રમેશે પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો એક પત્ર રિલીઝ કર્યો છે. આ લાંબાલચક જાહેર પત્રમાં ખડગેએ સરકારી નોકરો અને અધિકારીઓને—બ્યુરોક્રસીને— કૉન્ગ્રેસ વતી કહ્યું છે કે બંધારણની આમાન્યા જાળવીને ફરજ બજાવજો. મતગણતરીના દિવસે કોઈનાથી ડરતા નહીં. આ પત્રમાં બિટ્‌વીન ધ લાઈન્સ વાંચીએ એટલે તરત જ સમજાય કે ખડગે બ્યુરોક્રસીને મોદી સરકાર સામે બળવો કરવા ઉશ્કેરી રહ્યા છે.

કૉન્ગ્રેસના હેડક્વાર્ટર્સમાંથી તમામ કૉન્ગ્રેસી કાર્યકર્તાઓ માટે ફરમાન કાઢવામાં આવ્યું છે કે તમારે બધાએ પરિણામના દિવસે ( આજે ) જિલ્લા કાર્યાલયો પર ભેગા થવું અને મતગણતરીમાં જરા સરખી ગરબડ જણાય તો તાબડતોબ ફલાણા નંબર પર વીડિયો મોકલવો અથવા ફરિયાદ દર્જ કરવી. દેખીતી રીતે ઈનોસન્ટ લાગતું આ ફરમાન રમખાણોની પૂર્વ તૈયારીરૂપે પેટ્રોલના કેરબા ભરી લેવાની સૂચના જેવી છે એવું રાજકારણમાં પાપા પગલી ભરી રહેલો કાર્યકર્તા પણ સમજી શકે.

અખિલેશ યાદવે ચૂંટણીપંચ, સુપ્રીમ કોર્ટ, ઉત્તર પ્રદેશના ડીજીપી વગેરેને ફરિયાદ કરી છે કે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં સરકારના કહેવાથી પોલીસ વિપક્ષના રાજનીતિક કાર્યકર્તાઓને એમના ઘરોમાં નજરબંધી કરવાનું ગેરકાનૂની કાર્ય કરી રહી છે. એમણે તો કરેંગે યા મરેંગે અને બલિદાનની વાત પણ એક પત્રકાર પરિષદમાં કરી છે.

કૉન્ગ્રેસે તમામ વિપક્ષી નેતાઓને મતગણતરીની રાત્રે દિલ્હીમાં રોકાઈ જવાનું કહ્યું છે. શું કામ? હવે શું કરવું તેની યોજના બનાવવા માટે.

રાહુલ ગાંધીએ તો કેટલાય દિવસો પહેલાં જાહેર સભાઓમાં કહી દીધું છે : મોદી જીત ગયા તો આગ લગ જાયેગી, આગ.

ચૂંટણીનાં પરિણામો શું આવવાના છે તેની વિપક્ષોને ખબર છે. ઈવીએમ પર ઠીકરું ફોડી શકાય એમ નથી. એ પેંતરો હવે જૂનો થઈ ગયો છે. મતગણતરીમાં ગોટાળો કરવામાં આવ્યો છે એવો આક્ષેપ લઈ આવો અને પુરાવાઓ વિના કે બનાવટી પુરાવાઓ આપીને પોતાના સમર્થકોને ઉશ્કેરો, એમને સડક પર આંદોલન કરવા માટે છુટ્ટા મૂકી દો. મતગણતરીની પ્રક્રિયા ખોરવી નાખો. આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ છાજિયાં લઈને કહો કે ભારતમાં લોકશાહી મરી પરવારી છે. મોદી અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉં વચ્ચે કોઈ તફાવત નથી.

મરતા ક્યા નહીં કરતા. ચૂંટણીનાં પરિણામો પછી સ્પષ્ટ થઈ જવાનું છે કે ભારતની પ્રજા વિપક્ષી નેતાઓને, એમની રીતરસમો અને નીતિઓને પસંદ કરતી નથી. પ્રજા મોદીને ચાહે છે, દસ વર્ષમાં એમણે કરેલા કામને સરાહે છે.

મોદીને ત્રીજી ટર્મ મળવાથી એમની સરકાર હજુ વધારે મોટા કાર્યો કરીને હજુ વધારે જનપ્રિયતા મેળવશે એવી ખાતરી વિપક્ષોને થઈ ગઈ છે એટલે જ તેઓ સડક પર ઊતરીને આંદોલનો કરવાની યોજના બનાવી રહ્યા છે.

આજે અને આવતી કાલે જે નરેટિવ વિપક્ષો શરૂ કરશે તે આગામી દિવસોનું ટ્રેલર હશે. મોદી સરકારને પહેલાં તો તાનાશાહી સરકાર ઠેરવવી, પછી ચૂંટણીમાં ઘાલમેલ થવાના આક્ષેપો કરીને બૂમરાણ મચાવવી અને બદનામીથી ખરડાયેલી સરકારને હવે ઉથલાવવી જ પડશે એવું કહીને ચારેકોર અંધાધૂંધી-અરાજકતા ફેલાવવી.

મતદારોમાં-લોકોમાં-મોદીસમર્થકોમાં અને મોદીવિરોધીઓમાં પણ એવી ગેરસમજ ઊભી કરવી કે ભારતને છેલ્લાં ૭૫ વર્ષમાં મોદી જેવો જુલ્મી શાસક મળ્યો નથી.

‘આપ’વાળાઓએ તો કહેવાનું શરૂ પણ કરી દીધું છે કે મોદી પોતાના વિરોધી કેજરીવાલને તિહાર જેલમાં મારી નાખવા માગે છે. ૪૮ ડિગ્રી ગરમીમાં કેજરીવાલને જેલમાં કૂલરની સગવડ નથી મળતી. કેજરીવાલ ભગતસિંહ સાથે પોતાની સરખામણી કરે છે. ભગતસિંહને કૂલર તો શું પંખો પણ કાળકોઠરીમાં નહોતો અપાયો.

આજનો દિવસ જબરજસ્ત એક્સાઇટમેન્ટનો પણ છે અને ભયંકર ટેન્શનનો પણ છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
6″ height=”674″ />

2 COMMENTS

  1. Also it was pleasure watching you Saurabhbhai, on republic tv special telecast on today result day and during exit poll telecast. Your views were indepth and realistic.

  2. પપ્પુડો ખરગે સાથે પત્રકાર પરિષદ કરીને કહે છે કે ભાજપે સરકાર બનાવવાનો નૈતિક અધિકાર ખોઈ દીધેલ છે. કયા 99 સીટ અને 240 ભાજપા ની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here