સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર મીડિયા તમારા ટેકા વગર ટકી ન શકે : સૌરભ શાહ

પ્રિય વાચકમિત્રો,

સ્વૈચ્છિક આર્થિક કૉન્ટ્રિબ્યુશન માટે જુલાઈની અપીલ મોકલવામાં વિલંબ થયો છે અને ગ્રુપમાં આ પત્ર મોકલ્યા પછી આ મહિનામાં દરેકને વ્યક્તિગત સંદેશો મોકલવા જેટલો સમય નહીં રહે કારણ કે ‘ન્યુઝપ્રેમી’ના નવા ફૉર્મેટનું કામ હજુ બાકી છે. ઑગસ્ટથી દર મહિને પહેલા સપ્તાહમાં જ તમને ગ્રુપમાં મૂકાતી પોસ્ટ દ્વારા તથા પર્સનલ સંદેશારૂપે આર્થિક સહયોગ માટેનો પત્ર મોકલાતો રહેશે.

‘ન્યુઝપ્રેમી’ ગુજરાતી ડિજિટલ મીડિયામાં પાયાનું કામ કરી રહ્યું છે. તમને ખબર હશે કે અંગ્રેજીમાં ‘ ધ પ્રિન્ટ’, ‘ ધ ક્વિન્ટ’, ‘ન્યુઝલૉન્ડ્રી’, ‘ સ્ક્રોલ’, ‘ધ વાયર’ વગેરે એક ડઝનથી વધુ એવાં ડિજિટલ મીડિયા છે જે હિન્દુત્વ વિરુદ્ધ બખાળા કાઢીને, દેશની પરંપરાનું અપમાન કરીને , મોદી અને એમના સમર્થકો વિરુદ્ધ ઝેર ઓકીને પોતાનો લેફટિસ્ટ એજન્ડા આગળ વધારી રહ્યા છે. આમાંના મોટા ભાગનાઓ પાસે આર્થિક નિરાંત છે. ઘણા પાસે કરોડો રૂપિયા આપીને બેઠેલા ઇન્વેસ્ટર્સ છે. કેટલાક પાસે ફોરેનથી આવતું શંકાસ્પદ ફન્ડિંગ છે. કેટલાક પાસે ભારતવિરોધી પ્રચાર કરવા બદલ વિધર્મીઓનાં હિતાર્થે ચાલતી એન.જી.ઓ. તરફથી મળતાં મેવા-મીઠાઈ છે. આમ છતાં તેઓ પોતાના વાચકો પાસે કાં તો લવાજમ, કાં પછી ડોનેશન માગતા રહે છે જેનો ઉપયોગ ભારતના પાયા હચમચાવવા માગતી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે થાય છે.

‘ન્યુઝપ્રેમી’ પાસે આમાંનું કશું જ નથી અને એ બધું મેળવવામાં કોઈ રસ પણ નથી, તમે જાણો જ છો. ‘ન્યુઝપ્રેમી’માં તો જાહેરખબરો પણ લેવાતી નથી. આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. જો ન વાંચી હોય તો જરૂર વાંચજો. ‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક ‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ‘ન્યુઝપ્રેમી’ માટે ખાસ લખાતાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. ના. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે.

માટે જ જેઓને નાની-મોટી રકમનું કૉન્ટ્રિબ્યુશન આપવાનું પોસાય છે, જેમને મારાં વિચારો અને લખાણો પ્રત્યે ઉમળકો છે, જેઓ આ નક્કર જર્નલિઝમનું મૂલ્ય સમજી શકે છે, જેઓ જીવનને લગતી ઉમદા વાતો રજુ કરી રહેલા સાહિત્યને અડીખમ રાખવા માગે છે એવા તમામ વાચકોને ‘ન્યુઝપ્રેમી’ દર મહિને સપોર્ટ માટે અપીલ કરતું રહ્યું છે. જેઓ આ અપીલને પ્રતિસાદ આપી ચૂક્યા છે તેમ જ જેઓ નિયમિતપણે પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો ‘ન્યુઝપ્રેમી’ હ્રદયપૂર્વક આભાર માને છે.

જુલાઈ મહિનો પૂરો થાય અને ઑગસ્ટમાં આ અપીલ સાથે ફરી એક વાર તમારી પાસે આવવાનો મોકો મળે એ પહેલાં આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ આ કામ થવાનું છે.

આષાઢી એકાદશીની શુભેચ્છા સાથે.

—સૌરભ શાહ
(મંગળવાર, ૨૦ જુલાઈ ૨૦૨૧)

તાજા કલમ: તમે બૅન્ક ટ્રાન્સફર, પેટીએમ કે પછી ગૂગલ પે દ્વારા ‘ન્યુઝપ્રેમી’ માટેનો તમારો ઉમળકો વ્યક્ત કરી શકો છો. વિગતો આ લિન્કમાં છે- https://wp.me/pabnlI-1Sf

‘કટિંગ ચા સિરીઝ’ના શીર્ષકથી આઠ-નવ હપ્તાની એક વિગતવાર શ્રેણી પણ ‘ન્યુઝપ્રેમી’ના કામકાજ વિશે અને વન-પેન-આર્મીના બૅકગ્રાઉન્ડ વિશે તમને મોકલી હતી જે તમે વાંચી હશે. કદાચ સમયના અભાવે વાંચવાની રહી ગઈ હોય તો જરૂર નજર ફેરવી લેજો- ઇન્ટરેસ્ટિંગ છે, તમને મઝા આવશે. એની પણ લિન્ક આ સાથે છે.

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

1. માનસિક, આર્થિક અને ભાવુક સ્વતંત્રતાની ઉજવણીનો અવસર
https://wp.me/pabnlI-1jF

2. અંગ્રેજી મિડિયાની માનસિક ગુલામીમાંથી ભારતીય ભાષાઓના પત્રકારો હજુય બહાર નથી આવ્યા
https://wp.me/pabnlI-1jN

3.રાજ્યાશ્રયનો શ્રેષ્ઠ વિકલ્પ છે લોકાશ્રય
https://wp.me/pabnlI-1jV

4. ‘ન્યુઝપ્રેમી’ પર કે વન પેન આર્મી પર દયા ખાવાની કોઈ જરૂર નથી
https://wp.me/pabnlI-1k0

5. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ- એક
https://wp.me/pabnlI-1kn

6. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ બીજો
https://wp.me/pabnlI-1kE

7. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ ત્રીજો
https://wp.me/pabnlI-1kS

8. ‘ન્યુઝપ્રેમી’ સાથે ગુડી પડવાથી ગણેશ ચતુર્થી સુધીની યાત્રા
https://wp.me/pabnlI-1l0

6 COMMENTS

  1. Dear Saurabhbhai,
    Thanks for your sincere efforts to write truths boldly. We support your mission. Let us unite to support Kashmiries to get them reestablished in Kashmir again. Let us motivate Government to reestablish in Kashmir aeap.

  2. Dear Saurabhbhai, your presentations are very good, mirrors of truth. We do like to support you n your mission. In America n many other countries NRIs have watched the Kashmir file movie n in bulk mass we are watching it with great support. Let us continue to support it till we get good result n reestablish in Kashmir. Without anger let us unite n work in a positive way. Let us motivate n support Narendrabhai n Government to work for Kashmiries.

  3. નિષ્ઠા પૂર્વક સત્ય રજૂ કરવા બદલ આભાર

  4. આપના લેખો વાંચવાથી જીવનમાં એક નવી ઉર્જા અનુભવાય છે આપ ને ખુબ ખુબ આભાર

  5. Let us all wholeheartedly support and mobilise others as well to join one pen army and make it ‘MISSION POSSIBLE’.

  6. સૌરભભાઇ,તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here