યુટ્યુબ પર સૌરભ શાહનો તડકભડક ઇન્ટરવ્યૂ

ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતની કેટલીક ટીવી ચેનલોએ તેમ જ મોટા ભાગની યુટ્યુબ ચેનલોએ એવો માહોલ ઊભો કરીને દર્શકોને ભરમાવવાની કોશિશ કરી હતી કે ‘આપ’ના ઉમેદવાર ઈશુદાન ગઢવી દરજીને માપ આપીને એક ડઝન સૂટ સીવવાનો ઑર્ડર આપી આવ્યા છે અને સોગંદવિધિનું મૂહુર્ત કાઢે એટલી જ વાર છે. ‘જમાવટ’ નામની પૉપ્યુલર યુટ્યુબ ચેનલે પણ જીતોડ કોશિશ કરીને આ વાતાવરણ સર્જવામાં મોટો ફાળો નોંધાવ્યો.

‘જમાવટ’ના પત્રકાર દેવાંશીબહેન જોષીએ અમદાવાદની મારી તાજેતરની મુલાકાત દરમિયાન એમના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપ્યું ત્યારે મેં તરત એનો સ્વીકાર કરીને એક કલાકનો સમય ‘જમાવટ’ માટે ફાળવી આપ્યો જેનું પરિણામ છે આ તડાફડીભર્યો વીડિયો. એકસાથે દસ હજારની દસ લૂમ ફૂટતી હોય એવી મઝા માણવી હોય તો એક કલાકનો સમય કાઢીને જરૂર જોજો અને તમામ લાઇક માઇન્ડેડ મિત્રોમાં-તમારા ગ્રુપોમાં શેર કરજો.

મોદી અવતાર છે એનો મતલબ શું? ભાજપના કરપ્ટ ઉમેદવારને પણ મત આપવો જોઈએ? મોદીએ મુસલમાનોને પારકા ગણ્યા છે? શું રાજદીપ-બરખા જેવા પત્રકારો દેશના દુશ્મન છે? અને કેજરીવાલ બદમાશ તથા રાહુલ જોકર છે?

દરેક બૉલે ક્રિઝની બહાર આવી, ડિફેન્સિવ બન્યા વિના, ફ્રન્ટ ફૂટ પર ફટકાબાજી કરીને ચોક્કા અને છગ્ગા લગાવતા સૌરભ શાહનો આવો ઇન્ટરવ્યુ તમે ક્યારેય નહીં જોયો હોય. આ મુલાકાત યુટ્યુબ પર રિલીઝ થયા પછી AAP સમર્થકોમાં બર્નોલનો વપરાશ વધી ગયો જેનો પુરાવો તમને કમેન્ટ્સમાં મળશે. સાથોસાથ તમને અપવાદરૂપે એવી પણ ટિપ્પણીઓ વાંચવા મળશે કે “ ‘જમાવટ’માં પહેલી વાર સાચી વાત કહેનાર વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાયો.”

તમે પણ તમને જે યોગ્ય લાગે તે કમેન્ટ આ વીડિયોની નીચે લખજો તેમ જ અન્ય કમેન્ટ્સને લાઇક/ડિસ્લાઇક કરજો.

રવિવાર રજા યાદગાર બની જાય એ માટેની લિન્ક ઉપર આપી દીધી છે.

બીજી એક વાત. દિલ્હીમાં કેજરીવાલનાં કાળાં કામોને ઉઘાડાં પાડવામાં કપિલ મિશ્રાની જેમ તેજિન્દરપાલ સિંહ બગ્ગા પણ એક પ્રમુખ નામ છે. દિલ્હીમાં ૨૦૨૦માં હિન્દુવિરોધી રમખાણો કરાવનારાઓમાં કેજરીવાલના આપિયાઓ સક્રિય હતા એની જાણકારી કપિલ મિશ્રા જેવા દેશપ્રેમીઓએ આપણા સુધી પહોંચાડી. બગ્ગાજી મુસલમાનોની હલાલ લૉબીની જોહુકમીની સામે પોતાના જાનના જોખમે ઝટકા બિરિયાનીનો પ્રચાર કરી રહ્યા છે. બગ્ગાજીને આર્થિક ટેકો અને મોરલ સપોર્ટ આપવા તમે બિલકુલ કિફાયતભાવે એમની વેબસાઈટ પર મળતા આ ત્રણ ડિઝાઈનનાં ટી શર્ટ ઘેરબેઠાં મગાવી શકો છો. મેં આ ત્રણેય ખરીદેલાં છે ( મારી યુટ્યુબ ચેનલ પર વખત આવ્યે પહેરીશ) અને એક મારા મિત્રને ભેટ આપવા ખરીદ્યું છે.


https://www.tshirtbhaiya.com/products/my-pm


https://www.tshirtbhaiya.com/products/bhakt

દેવાંશીબહેન જોષીએ ‘જમાવટ’ના માધ્યમથી પ્રોફેશનલ સૌજન્યશીલતા દાખવીને મારો ઇન્ટરવ્યુ કોઈપણ જાતની રોકટોક વગર લીધો તેમ જ કાંટછાંટ વિના પ્રસારિત કર્યો તે બદલ એમનો આભાર માનવા મેં એમને bookpratha.com દ્વારા મારાં ૧૨ પુસ્તકોનો સેટ ભેટ મોકલી આપ્યો છે જેમાં ‘મોદી શા માટે મોદી છે’ અને ‘મોદીનો વિરોધ શા માટે’ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમ જ ‘જમાવટ’ની તેજસ્વી એડિટોરિયલ ટીમ માટે મારા નવા પુસ્તક ‘પત્રકારત્વમાં વિશ્વવસનીયતા’ની કેટલીક ભેટનકલ પણ મોકલી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here