માણસ રિયાલિટીથી ભાગવા પીએ છે કે રિયાલિટીનો સામનો કરવા? : સૌરભ શાહ

ગઈ કાલે દારૂ-સિગરેટ વિશેની સિરીઝના પ્રથમ એપિસોડ સાથેની આ પ્રસ્તાવના વાંચવાનું તમે ચૂકી ગયા હો તો આજે વાંચી લો પછી બીજો હપતો શરૂ કરજો.

***

જેઓ પીએ છે—દારૂ કે પછી સિગરેટ–એમણે તો ‘સંદેશ’માં આજે પૂરી થયેલી મારી પાંચ હપતાની આ સિરીઝ વાંચવી જ જોઈએ. જેઓ નિર્વ્યસની છે એમણે પણ વાંચવી જોઈએ જેથી પોતે તો આ કે આવી આદતોથી દૂર જ રહે, પોતાનાં મિત્રો-કુટુંબીઓને પણ પ્રેરણા આપી શકે.

મેં કૉલેજનાં વર્ષોમાં દેખાદેખીથી આ બેઉ શરૂ કર્યાં. લકીલી કોઈ મેડિકલ ઇશ્યુ સર્જાય એ પહેલાં જ, ચાર દાયકાથી વધુ સમય ચાલેલી આ આદતો છોડી દીધી. એક દિવસ સિગરેટ છોડી. અલમોસ્ટ નવ વરસ થયાં. ‘સ્મોકિંગ છોડવું અઘરું નથી’ લેખ મેં સિગરેટ છોડ્યાના સો દિવસ પછી લખ્યો. ( https://www.newspremi.com/how-to-stop-smoking/).

એ પછી દારૂ છોડ્યો. એ વાતને પણ ૬ વર્ષ થઈ ગયાં. મા કસમ મને ક્યારેય આ ગાળામાં દારૂ પીવાનું કે સિગરેટ પીવાનું મન થયું નથી. ક્યારેય નહીં. ન મિત્રો સાથે મોડી રાત સુધી ગપ્પાં મારતો હોઉં ને એ લોકો મજાથી ડ્રિન્ક લેતા હોય ત્યારે કે પછી મુંબઈના મારા ફેવરિટ બાર-પબ-રેસ્ટોબારમાં બેઠા હોઈએ ત્યારે. બહુ મોટી ખુશીનો અવસર હોય કે ચારે તરફથી ઉદાસી ઘેરી વળી હોય ત્યારે—પહેલાંની જેમ હવે દારૂ યાદ નથી આવતો. કોઈ વાતે ટેન્શન હોય કે કોઈ વિચારે જબરજસ્ત એક્સાઇટમેન્ટ હોય—સિગરેટ માટે સળવળાટ થતો નથી.

મેં શું કામ આ વ્યસનો છોડ્યાં? મારે સો વરસ જીવવું છે. સિરિયસલી. છેલ્લાં ચાર દાયકામાં મેં જેટલું કામ કર્યું છે એટલું જ કામ કરવાનું મારે હજુ બાકી છે. અને એટલું આયુષ્ય જો ભગવાન આપે તો એમના એ આશીર્વાદને ન્યાય આપવા મારે મારા તરફથી મારી તંદુરસ્તી જાળવવા જે કંઈ કરવું જોઈએ તે કરવાનું હોય. આ વાત મેં મારાં ૫૮મા વરસે—૨૦૧૮માં ‘ગયાં વર્ષો ૪૦, રહ્યાં વર્ષો ૪૦’ લેખમાં લખી છે.( https://www.newspremi.com/diwali-special-article-2018/)
***
આજે આ સિરીઝનો બીજો એપિસોડ, આવતી કાલે ત્રીજો, રવિવારે છેલ્લો.
પહેલા હપતાની લિન્ક આ રહી: https://www.newspremi.com/ravindra-kalia-1/

***

માણસ રિયાલિટીથી ભાગવા પીએ છે કે રિયાલિટીનો સામનો કરવા? : સૌરભ શાહ

( ‘લાઉડમાઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ)

નશામાં કોઈ તો એવી વિશેષતા અથવા શક્તિ હોવી જોઈએ કે લોકો એના મોહપાશમાં ગિરફતાર થઈને એની પાછળ પોતાનું બધું ન્યોચ્છાવર કરી દેતા હોય છે—ઘરપરિવાર, સુખચૈન, વર્તમાન અને ભવિષ્ય. બધું જ… રવીન્દ્ર કાલિયા ‘ગાલિબ છુટી શરાબ’માં લખે છે.

કાલિયાજી લખે છે કે એ જાણવું જરૂરી બને છે કે માણસ શું કામ પીએ છે. વાસ્તવિકતાથી દૂર ભાગવા કે પછી વાસ્તવિકતાથી લડવા. પલાયન માટે કે આત્મવિશ્વાસ જગાવવા. વાસ્તવમાં અલગ-અલગ લોકો અલગ-અલગ કારણોથી પીતા હોય છે. પણ એકસમાન કારણોથી એના ગુલામ બની જતા હોય છે. માણસ ઉલ્લાસમાં પીએ છે, વિલાસમાં પીએ છે, શોકમાં પીએ છે, સંતાપમાં પીએ છે, પરિતાપમાં પીએ છે. મદિરાપાન સ્ટેટસ સિમ્બલ પણ છે અને મદિરાપાન શરમજનક-અપમાનજનક પણ છે. વ્યવસાય માટે અભિશાપ પણ છે, વરદાન પણ. ક્યારેક ક્યારેક મદિરાપાન દરમિયાન મોટા મોટા કૉન્ટ્રાક્ટ મળી જતા હોય છે તો ક્યારેક આ જ મદિરાથી લોકોને દેવાળિયા થતા જોઈએ છીએ, બરબાદ થતા જોઈએ છીએ. આસમાનને છૂતા જોયા છે તો ધૂળ ચાટતા પણ જોયા છે. સાચું તો એ છે કે પીને વાલે કો પીને કા બહાના ચાહિયે અને જેને પીવાનો ચસ્કો લાગી જાય છે, એને પીવાનું બહાનું મળી જ જાય છે.

વાતને અંતે કાલિયાજી કહે છે: દરઅસલ શરાબ કે બહાને મૈ અપના હી અન્વેષણ વિશ્ર્લેષણ કર રહા હૂં.

પીવાની શરૂઆત ક્યાંથી થઈ? રવીન્દ્ર કાલિયા જાલંધરની કૉલેજમાં ભણતા હતા, એ જ કૉલેજમાં મોહન રાકેશ ભણાવતા. કાલિયાના મિત્ર અને સાહિત્યકાર સત્યપાલ આનંદની શાદી હતી – લુધિયાણામાં. મોહન રાકેશ અને રવીન્દ્ર કાલિયા સત્યપાલના આમંત્રણથી લુધિયાણા પહોંચી ગયા. જાલંધરમાં રાકેશજી સાથે બિયર પીવાતો, સાહિત્યની ચર્ચાઓ થતી પણ હાર્ડ લીકર યાને કિ વ્હિસ્કી, રમ, બ્રાન્ડી કે જિન વગેરેથી પરહેજ હતો. લુધિયાણામાં ઉર્દૂના ઘણા મોટા મોટા સાહિત્યકારો પણ શાદીમાં આવ્યા હતા. મોહન રાકેશ આ ઉર્દૂવાળાઓના શાયરાના, ફકીરાના અને શરાબપરસ્ત માહૌલથી બિલકુલ અપરિચિત. મોહન રાકેશનાં માનપાન બહુ. એમને કમરાની વચ્ચોવચ્ચ ખુરશી પર બેસાડીને મહેફિલ શરૂ થઈ. રવીન્દ્ર કાલિયા, રાકેશજીના સ્ટુડન્ટ, એ એમની બાજુમાં નાના ડગુમગુ સ્ટૂલ પર. એક શાયર હાથમાં સંતરાની બે બૉટલોને ચૂમતો ચૂમતો આવ્યો. ‘બોતલેં દેખતે હી શાયરોં કે ચેહરે નિહાલ હો ગયે’, રવીન્દ્ર કાલિયા લખે છે.

એક જણાએ કોઈ જાણીતી ગઝલની અશ્લીલ પેરડી તરન્નુમમાં સંભળાવવાનું શરૂ કર્યું. મોહન રાકેશ ત્યાંથી ઊઠીને જતા રહ્યા. કાલિયા પણ ઊભા થઈ ગયા. બહાર જઈને રાકેશજીએ અત્યંત વિનમ્રતાપૂર્વક સત્યપાલ આનંદની વિદાય લીધી, કોઈ ફિલ્મ જોઈને પાછો આવું છું એવું બહાનું કરીને. રાકેશજીને વળાવવા રિક્શા સુધી બધા ગયા. કાલિયાને સાથે લીધા વિના રાકેશજી નીકળી ગયા.

બધા પાછા પેલા કમરામાં આવ્યા. જાત જાતની ધાતુના અને અલગ અલગ આકારના પ્યાલા આવ્યા. કાલિયાની લાખ મના હોવા છતાં ચાના એક પ્યાલામાં એમના માટે પેગ ભરવામાં આવ્યો. દૂર એક ટેબલ પર બોઈલ્ડ એગ્સ, ટમાટર અને પ્યાજનું સલાડ હતું. કાલિયાને લાગ્યું કે પોતે શાયરોની નહીં ઉઠાવગીરોની ગિરોહમાં બેઠા છે. થોડી વાર રહીને કાલિયાએ જોયું કે બધાના ગ્લાસ ખાલી થઈ રહ્યા છે, પોતાનો હજુ ભરેલો છે. એમણે ચૂપચાપ ખાટલા નીચે સરકાવી દીધો. મયખોરીની શરૂઆત આમ રૉન્ગ નમ્બરથી થઈ.

કૉલેજમાં રવીન્દ્ર કાલિયાને સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કાલિયાના ડિપાર્ટમેન્ટલ હેડ હતા ડૉ. ઇંદ્રનાથ મદાન. જાલંધરમાં મોહન રાકેશના ઘર નજીક ડૉ. મદાનનું ઘર. એ ક્યારેય કોઈ વિદ્યાર્થીની સામે પીતા નહીં. એમની પીવાની સ્ટાઈલ કંઈક અલગ હતી. ઘરમાં ડ્રોઈંગ રૂમની બાજુમાં એક બાથરૂમ હતો જે કોઈ વાપરતું નહીં, ડૉ. મદાન પણ એને બાથરૂમ તરીકે વાપરતા નહીં. બાથરૂમમાં એક તૂટેલા પણ ખૂબસૂરત નાના ટેબલ પર જિનની બૉટલ, લાઈમ કૉર્ડિયલ, બરફની બકેટ અને સ્વચ્છ ઠંડા પાણીની બોટલ અને માત્ર એક ગ્લાસ રહેતાં. ટુવાલથી ઢંકાયેલાં… વાત કરતાં કરતાં જાણે બાથરૂમ જવું છે એમ કરીને ઊભા થતા. બાથરૂમની સ્ટૉપર મારીને અંદર આરામખુરશીમાં શાંતિથી પેગ બનાવીને બેસતા. બાથરૂમની પાછળની બારીમાંથી શિવાલિકની પહાડીઓનું મનોરમ દૃશ્ય દેખાતું અને રાત્રે સોલન અથવા સિમલાની ટપટમતી બત્તીઓ દેખાતી. બાથરૂમમાં નાનકડી બુકરૅક પણ હતી. નવું પુસ્તક ત્યાં જ વંચાતું. પેગ લગાવીને મોંમાં પાનનું બીડું દબાવી ઈત્મિનાનથી મહેમાનો સાથે જોડાઈ જતા.

એકવાર એમની વારંવાર ના હોવા છતાં રવીન્દ્ર કાલિયા એ બાથરૂમમાં ઘૂસી ગયા. બાથરૂમ નહીં, રંગમહેલ હતો. તરત એક પેગ બનાવ્યો, ફટાફટ ગળે ઉતારીને ગ્લાસ ધોઈ, કોરો કરીને પાછો ટુવાલ નીચે ઢાંકી દીધો.

એ પછી દરેક વખતે કાલિયા બાથરૂમ જવા ઊભા થતા ત્યારે પ્રોફેસરસાહેબ એને બીજા બાથરૂમ તરફ જવાનો ઈશારો કરતા પણ કાલિયા એમના ઈશારાઓને નજરઅંદાજ કરી ધરાર પેલા રંગમહેલમાં ઘૂસી જતા, ‘કામ’ પતાવીને બહાર આવતા.

ધીમે ધીમે પ્રોફેસર મદાને પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી. એ હવે પોતાના વિદ્યાર્થી રવીન્દ્ર કાલિયાને રોકતા નહીં. કાલિયા હવે નિરાંતે આરામખુરશી પર બેસીને પીતાં પીતાં સાહેબ જે પુસ્તક વાંચતા હોય તે જ હાથમાં લેતા અને બુકમાર્ક ફરી પાછું જ્યાં હતું ત્યાં જ મૂકીને બહાર આવીને એ જ પુસ્તક વિશે ચર્ચા શરૂ કરતા. કાલિયા લખે છે: ‘ઈસસે બાતચીત મેં આસાની રહતી.’

એક દિવસ કાલિયાએ પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી. એક દોસ્ત શરાબની તલાશમાં ભટકતો હતો. મૂર્ખામીમાં કાલિયાએ એને ‘ગુપ્ત બાર’ની માહિતી આપી દીધી. બંને મદાનસાહેબને ત્યાં ગયા. એણે પોતાની બેએક નવી કવિતા સંભળાવી અને કાલિયા ‘વાહ વાહ’ કરતા રહ્યા ત્યારે પેલો બાથરૂમમાં ઘૂસી ગયો. એ પછી પેલા દોસ્તની અવરજવર મદાનસાહેબને ત્યાં વધી ગઈ. કાલિયા વિના પણ ત્યાં જતો થઈ ગયો. બાથરૂમમાં ઘૂસી જતો તો બહાર નીકળવાનું નામ જ ન લેતો. મદાનસાહેબ બહુ શિસ્તથી પીવાવાળા. પેલો દોસ્ત જન્મોજનમનો પ્યાસો. છેવટે એક દિવસ તંગ થઈ ગયેલા મદાનસાહેબે હાથ જોડીને કહી દેવું પડ્યું: પીવું જ હોય તો તારી બૉટલ સાથે લઈને આવજે.

પછી ડૉ. મદાનની બદલી ચંદીગઢની કૉલેજમાં થઈ. રવીન્દ્ર કાલિયાનો ‘ગુપ્ત બાર’ બંધ થઈ ગયો.

શરાબ ઉપરાંત સિગારેટના પણ બંધાણી હતા રવીન્દ્ર કાલિયા. આ બંને કુટેવોથી કેવી રીતે તેઓ બરબાદ થયા અને કેવી રીતે આ જીવલેણ વ્યસનોથી એમણે મુક્તિ મેળવી એ વિશેની વાત ન સિર્ફ રસપ્રદ છે, ઇન્સપિરેશનલ પણ છે.

(ક્રમશ:)

સાયલન્સ પ્લીઝ!

ઓસ જેવો હોત તો સારું હતું
સૂર્ય ઊગે ત્યાં જ ઊડી જાત હું

જોઈતો નહોતો સમંદર એક પણ
એક ટીપામાંય ડૂબી જાત હું

—યોગેશ જોષી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. નશો છોડ્યો….👍…તમે તમને પ્રેમ કરતા શીખ્યા….૧૦૦ વરસ જીવો… મેં પણ ગોવા ગુટખા તમાકુ ખાધી…હું એક મહિલા છું…vipasana કરી…. ઈગતપુરી ની…. મન હવે ૨૪ કલાક સ્વર્ગ માં રહે છે… મારે ૧૦૩ વરસ જીવવું છે….અત્યારે ૬૫ ની છું……🙏🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here