આ વખતે દિવાળી પાંચમી ઑગસ્ટે છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ગુરુવાર, 23 જુલાઈ 2020)

આજકાલ લૉકડાઉનના દિવસોમાં એક મહત્વના પુસ્તકનું અનુવાદકાર્ય માથે લીધું છે એટલે એ વિષય પરનાં બીજાં ઘણાં પુસ્તકો રીફર કરવાનું બને છે. કૂમી કપૂરનું ‘ઇમરજન્સીઃ અ પર્સનલ હિસ્ટરી’ ગુજરાતીમાં ઉતારતી વખતે સંખ્યાબંધ રેફરન્સ બુક્સ તેમ જ પુસ્તકો ઉપરાંતના સંદર્ભોમાંથી પસાર થતાં થતાં 1975ની આગળ પાછળના દાયકાઓનો એક આખો યુગ આંખો સમક્ષ ઊભો થાય છે. તમને ખબર પડે છે કે ત્યારનો અને અત્યારનો જમાનો કેટલો જુદો હતો. ના, ટેક્નોલોજીની વાત નથી કે આધુનિક સંસાધનોની પણ વાત નથી. રાજકીય રીતે કેટલો જુદો હતો. પ્રજાના અવાજને સંસદ સુધી પહોંચાડવાની દ્રષ્ટિએ કેટલો જુદો હતો. સમાજના દર્પણ ગણાતા અખબારો-મિડિયાની દ્રષ્ટિએ કેટલો જુદો હતો. આ તીવ્ર ફરક વિશે જેટલું વિચારીએ એમ વધારે ને વધારે મહેસૂસ થતું જાય કે આપણે કેટલા નસીબદાર છીએ કે આજનો જમાનો પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, જીવી શકીએ છીએ અને આ સમયનો સાક્ષાત્કાર કરીને મનમાં આજની સ્મૃતિઓને સંઘરી શકીએ છીએ જેથી ભવિષ્યમાં એનો દાબડો ખોલીને આવનારી પેઢીઓને કહી શકીશું કે શું તફાવત હતો બે જમાના વચ્ચે—એક સેવન્ટીઝનો અને બીજો 2020નો. એક નેહરુ કુટુંબની ત્રણ પેઢીઓનો અને બીજો મોદીનો.

આ એ જ બધા લોકો હતા જેમને ઇમરજન્સી દરમ્યાન આ દેશે માથે ચડાવ્યા હતા, જેમને પોતાના ખભે બેસાડીને આપણે સૌ નાચ્યા હતા.

સૌથી મોટી ઊડીને આંખે વળગતી જે વાત છે તે એ કે ઇમરજન્સીનો જે જે લોકોએ વિરોધ કર્યો એમાંથી નેવું ટકા પત્રકારો, રાજકારણીઓ અને ન્યાયતંત્રની હસ્તીઓએ વખત જતાં પુરવાર કર્યું કે તેઓ માત્ર ઇમરજન્સીની જ ખિલાફ હતા, ઈન્દિરા ગાંધીની જોહુકમીની ખિલાફ હતા, સેન્સરશિપની ખિલાફ હતા. પણ તેઓ ભારતીય પરંપરાનો વિધ્વંસ કરવામાં કાર્યરત થયેલી દેશની શિક્ષણવ્યવસ્થાની ખિલાફ નહોતા. હિન્દુ પ્રજાને કચડીને સેક્યુલરિઝમના નામે મુસ્લિમ વોટ બેન્કને પંપાળવાની ખતરનાક રાજનીતિની ખિલાફ નહોતા. આવા નેવું ટકા લોકો પછી જે દસ ટકા બચી જતા હતા તેમાં વાજપેયી, અડવાણી, સ્વામી, મલકાની, નાનાજી દેશમુખ તથા આરએસએસના કાર્યકરો વગેરેનો સમાવેશ થતો હતો. આ દસેક ટકા લોકો જે વિચારધારામાં દ્રઢ માન્યતા ધરાવતા હતા તે વિચારધારાએ જ આ દેશને આગળ વધાર્યો, ફરી આ દેશનો ભગવો ધ્વજ ગૌરવભેર ફરકાવ્યો જેને કારણે રાષ્ટ્રધ્વજને આખી દુનિયામાં જે માન-સ્થાન પ્રાપ્ત થવું જોઈએ તે મળ્યું. બાકી પેલા નેવું ટકાવાળા, ઇમરજન્સીનો વિરોધ કરીને હીરો તરીકે પૂજાતા થઈ ગયેલા તે નેવું ટકાવાળાઓએ તો બાબરી ધ્વંસ વખતે હિન્દુ વિચારધારામાં દ્રઢ માન્યતા ધરાવનારાઓને ભરપૂર હડધૂત કર્યા અને 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ગુજરાતમાં કેટલાક ઠેકાણે થયેલાં રમખાણો વખતે હિન્દુઓને અધમૂઆ કરી નાખ્યા. હા, આ એ જ બધા લોકો હતા જેમને ઇમરજન્સી દરમ્યાન આ દેશે માથે ચડાવ્યા હતા, જેમને પોતાના ખભે બેસાડીને આપણે સૌ નાચ્યા હતા. આ લોકોનું લિસ્ટ બનાવવા જાઓ તો બહુ લાંબું બને. ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરથી માંડીને પત્રકાર-કમ-લોબિસ્ટ કુલદીપ નાયર સુધીનાં ટોચનાં નામો આ બ્લેક લિસ્ટમાં મૂકી શકીએ. આ સૌનામાં સેક્યુલરિઝમના નામે હિન્દુત્વ માટેનો ધિક્કાર ઠાંસી ઠાંસીને ભર્યો હતો તેના પુરાવાઓ તમને અનેક સંદર્ભગ્રંથોમાંથી અને અન્ય સંદર્ભસાધનોમાંથી મળી આવે. આ લોકોની કે આવા લોકોની છત્રછાયામાં ઉછરેલી પત્રકારો, રાજકારણીઓ તથા જ્યુડિશ્યરીની નવી પેઢીઓ પણ ગઈ કાલ સુધી એમના પૂર્વજોએ શીખવેલા પાઠની પટ્ટી આપણને પઢાવતી રહી. ત્રણ મુખ્ય મુદ્દા હતા એમની પાસે આ દેશને ‘સાચું માર્ગદર્શન’ આપવાના અને હિન્દુવિચારકોને ધીબેડવાનાં:

એકઃ પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે, નાનો ભાઈ છે, એના ગુનાઓ માફ કરીને એની સાથે ઉદાર દિલે વર્તવાનું હોય. એ જે કંઈ ‘ભૂલો’ કરે તેને ધ્યાનમાં લીધા વિના એની સાથે હંમેશાં મૈત્રીભાવથી વર્તવાનું હોય – અમનની આશા રાખવાની હોય. એને છંછેડવાનું ન હોય. ભૂલેચૂકે જો છંછેડવા જઇશું તો આપણને ભારે પડશે—એની પાસે અણુબૉમ્બ છે.

બેઃ કાશ્મીરની સમસ્યાને ત્યાંના સ્થાનિક નેતાઓ (શેખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા તથા અન્ય) વધારે સારી રીતે જાણે છે અને તેઓ જ એને હલ કરી શકશે. ભારતે રાજા હરિસિંહ સાથે કરેલા કરારને માન આપવું જોઇએ. ભારતે આર્ટિકલ 370ની શરતોનું પાલન કરવું જોઇએ. આતંકવાદીઓ બિચારા વખાના માર્યા શસ્ત્રો ઉઠાવી રહ્યા છે. એમની સાથે સંવાદ કરવો જોઈએ. એમની શરતોને બને ત્યાં સુધી સ્વીકારીને કાશ્મીરમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કરવા જોઈએ.

ત્રણઃ હિન્દુત્વના નામે ઝેર ફેલાવતાં કોમવાદી તત્વો આ દેશની સમરસતાને ખોરવીને મુસ્લિમ પ્રજાને અલગથલગ કરી નાખવા માગે છે. જો આ કોમવાદીઓ પોતાના મનસુબામાં સફળ થશે તો દેશની સેક્યુલર ઓળખ વિખેરાઈ જશે અને દુનિયાના બીજા દેશો આપણા પર થુથુ કરશે, આપણો આર્થિક તથા બીજી ઘણી રીતે બહિષ્કાર કરશે. હિન્દુત્વનું નામ લેવાથી દેશ પથ્થરયુગમાં સરી પડશે.

તે વખતના નેવું ટકા રાજકારણીઓ, પત્રકારો તેમ જ બૌદ્ધિક ગણાતા વર્ગનો આ જ એજન્ડા હતો. અને જે લોકો આ એજન્ડામાં શ્રદ્ધા ન ધરાવતા હોય તે સૌ અભણ છે, અડબંગ છે, પછાત છે, પરંપરાવાદી છે, દેશની એમને કંઈ પડી નથી, આધુનિકતાનો પવન એમને સ્પર્શ્યો નથી માટે એમના અવાજને દાબી દેવો એવું વાતાવરણ હતું.

તમે જોઈ શકો છો કે છેક ગઈ કાલ સુધી આવા વાતાવરણમાં આપણે શ્વાસ લીધો. આવી ગૂંગળામણમાં આપણે તાજી હવાની લહેરખી શોધતા રહ્યા.
સદનસીબ આપણા કે વાજપેયી-અડવાણીના પૂર્વજો અને વંશજોએ રેડેલા લોહી-પરસેવાના પ્રતાપે એક લહેરખી જ નહીં, આખું વાવાઝોડું આવ્યું હિન્દુત્વનું અને પેલા તિનપાટિયા પત્રકારો-રાજકારણીઓ વગેરેઓનાં છાપરાં જ નહીં, આખેઆખી મહેલાતો એ પ્રચંડ વેગે વાયેલા પવનમાં દૂર દૂર સુધી તણાઈ ગયાં.

કેવી રીતે તણાઈ ગયાં? ત્રણ મુખ્ય મુદ્દા છે:

એકઃ પાકિસ્તાનને છંછેડી ન શકાય, એ જે કંઈ તોફાનમસ્તી કરે તેને સહનશીલ બનીને ચલાવી લેવાનું અને મૈત્રીના દરવાજા હંમેશાં ખુલ્લા રાખવાના આવું સાંભળી સાંભળીને જે ભારતીયોના કાન પાકી ગયા હતા એમણે 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય હવાઈ દળનાં વિમાનો બાલાકોટમાંના પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાને તહસનહસ કરીને સહીસલામત પાછા આવી ગયા છે એવા સમાચાર સાંભળ્યા. પાકિસ્તાનને ‘છંછેડી’ ન શકાય એવી માન્યતા એક રાતમાં જમીનદોસ્ત થઈ ગઈ.

પાકિસ્તાનને ધારીએ તો ચપટીમાં મસળી શકીએ છીએ એવી જાણ ભારતીય પ્રજાને કરાવવામાં આવી, દુનિયા આખીને કરાવવામાં આવી. ખાસ તો પાકિસ્તાનને કરાવવામાં આવી. પાકિસ્તાન સાથે એક ટેબલ પર બેસીને મંત્રણા કરીશું તો જ આપણે સારા દેખાઇશું એવા વહેમમાંથી આ દેશ બહાર આવી ગયો.

130 કરોડની પ્રજાનો જે સાચો અવાજ છે તે આ છે- નહીં કે તથાકથિત સેક્યુલર પત્રકારો-રાજકારણીઓ-બૌદ્ધિકો જે પ્રોજેક્ટ કરે છે તે- એની ખાતરી આ દેશને, દુનિયાને થઈ ગઈ.

બેઃ કાશ્મીરની સમસ્યાના મૂળમાં ત્યાંના રાજકારણીઓ જ છે અને આતંકવાદીઓ પ્રત્યેની એમની સહાનુભૂતિ (તથા ક્યારેક સાંઠગાંઠ)ને કારણે આ સમસ્યા ક્યારેય ઉકેલાવાની નથી, ઊલટાની વધારેને વધારે વકરતી જવાની છે એની ખાતરી ભારતના લોકોને થઈ ગઈ. ક્યારે થઈ? 5 ઓગસ્ટ 2019ના રોજ જ્યારે ભારત સરકારે જાહેરાત કરી કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370નું પડીકું વાળી દેવામાં આવે છે અને હવે જમ્મુકાશ્મીર રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને ડાયરેક્ટ દિલ્હીના કન્ટ્રોલ હેઠળ લાવવામાં આવે છે ત્યારે ભારતની પ્રજાને ખાતરી થઈ ગઈ કે કાશ્મીર સમસ્યા વિશે અત્યાર સુધી જે પત્રકારો-રાજકારણીઓ બૌદ્ધિકો પોતાનું ડહાપણ ડહોળ્યા કરતા હતા તે સૌ દોઢડાહ્યાઓની સલાહની આ દેશને કોઈ જરૂર નથી.

ત્રણઃ 9 નવેમ્બર 2019. સદીઓથી અધ્ધર લટકતી રામજન્મભૂમિની સમસ્યાને સુપ્રીમ કોર્ટે એવી સુંદર રીતે સુલઝાવી દીધી કે આ ચુકાદા પછી દેશમાં કોઈ મુસ્લિમ નેતાઓએ રમખાણો કરાવ્યાં નહીં. હિન્દુત્વનો ‘હ’ બોલનારાને પણ જે દેશમાં કોમવાદી કહેવામાં આવતા અને આરએસએસ જેવી પવિત્ર રાષ્ટ્રવાદી સંસ્થાઓને આતંકવાદી સંગઠનો ગણવામાં આવતાં એ દેશની આબોહવા હવે બદલાઈ ગઈ છે, 130 કરોડની પ્રજાનો જે સાચો અવાજ છે તે આ છે- નહીં કે તથાકથિત સેક્યુલર પત્રકારો-રાજકારણીઓ-બૌદ્ધિકો જે પ્રોજેક્ટ કરે છે તે- એની ખાતરી આ દેશને, દુનિયાને થઈ ગઈ.

5 ફેબ્રુઆરી, 5 ઑગસ્ટ અને 9 નવેમ્બર – 2019ના એક જ વર્ષમાં ત્રણ-ત્રણ યુગપ્રવર્તક ઘટનાઓ આ દેશમાં બની. આ દરમ્યાન છેલ્લાં પાંચ-છ વર્ષમાં ઇસ્લામિક દેશો પણ ભારતને સલામી આપતા થઇ ગયા, પોતાના દેશમાં હોંશે હોંશે મંદિરો બાંધવાની પરવાનગી આપતા થઈ ગયા અને માથે રામાયણની પોથી મૂકી મોરારીબાપુની કથામાં આવતા થઈ ગયા.

હવે આ લોકોનું કોઈ સાંભળવાનું નથી—નેવું ટકાવાળા પત્રકારો-રાજકારણીઓ-બૌદ્ધિક હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ચીન-અમેરિકા-જપાન-ફ્રાન્સ-યુકે જેવા આર્થિક જગતના માંધાતાઓ પણ આપણને ઝૂકી ઝૂકીને શેકહેન્ડ કરતા થઈ ગયા. ભારત અડધા જ દાયકામા એક ગરીબ-બિચારા થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાંથી જગતનેતા બનવાની દોડમાં અગ્રીમ હરોળમાં આવી ગયું.

આ બધું કોને પ્રતાપે થયું? તમને ખબર છે. અને આ લોકો કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઑગસ્ટે રામમંદિરનો પાયો નાખવા અયોધ્યા ન જવું જોઇએ એમ?

હવે આ લોકોનું કોઈ સાંભળવાનું નથી—નેવું ટકાવાળા પત્રકારો-રાજકારણીઓ-બૌદ્ધિક હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અને એટલે વધારે મોટેથી ભેંકડો તાણી રહ્યા છે જેથી આપણું ધ્યાન એમના તરફ ખેંચાય.

ભારત બદલાઈ ગયું છે. ભારત હજુય બદલાવાનું છે. 2024ની ચૂંટણીઓ પછી આ દેશમાં 2019ની ત્રણ યુગપ્રવર્તક ઘટનાઓ જેવી ડઝનબંધ ઘટનાઓ બનવાની છે. આ વર્ષે દિવાળી સહેજ વહેલી આવવાની છે. પાંચમી ઑગસ્ટે છે. અત્યાર સુધી દેશમાં છાશવારે ઈદ ઉજવાતી, હવે વરસમાં વારંવાર દિવાળીઓ ઉજવાતી થઈ જવાની.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

11 COMMENTS

  1. Nice article. Enjoying reading newspremi articles. Now name of our country India should be changed to Bharat to bring old glory.

  2. Leftist and Sickular and scam gress done damage to our education, tradition, history. We are Hindu and majority of Hindu’s Dev Maryada Purshottam Shri Ramji, but they did not listen to majority’s sentiments. We should be doing koti koti naman to Modiji. Kashmir issue resolved in such lightning way, Uri brought our pride back. We were great we had great fighters and we were good at architects, natural way of living -Aayurved, and Yog and Pranayam (English speaking brown britisher’s still feel shy in telling Pranayam they want to say Breathing). We have to still long way to go for better and brighter future.
    Bharatvarsh and Sanatan dharma was there for thousands of year and will stay for another infinite years.

  3. શું સંબોધન કરવું?
    આજ બહુ છૂટ થી વપરાતો સર કે ગુરુજી?
    સર કહીશું તો આધુનિક (મોર્ડેન) ગણાશું. ગુરુજી કહીશું તો 18 મી સદી માં જીવતી વ્યક્તિ!
    આમ છતાં ગુરુજી કહેવું, સંબોધવું ગમશે. કારણકે તે મારાં હિન્દુસ્તાની સંસ્કૃતિ નું પ્રતિક છે. કમસે કમ અંગ્રેજો ની માનસિકતા માંથી બહાર આવીશ.

    ભૂતકાળનાં શાસકોએ કરેલ ભૂલો ભાવિ પેઢી ભોગવી રહી છે. વર્તમાન શાસક તે ભૂલો સુધારવા જરૂરી પગલાં લઈ રહ્યું છે.

    દેશ નો પાયો મજબૂત કરવા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવા જરૂરી છે. આજે કોરોના કાળમાં આમ પણ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ખંડિત થઈ ગઈ છે ત્યારે નવી શિક્ષણ પદ્ધતિ અંગે નવા વિચારો રજૂ કરી તેનો અમલ કરવા પ્રયત્ન કરવું જરૂરી છે. જેથી દેશ પાછો ગુલામી માં ન સપડાય.

  4. સૌરભભાઈ, Great Article again. તમારા લેખ rarely વાંચવા મળે છે…કોઈ મિત્રોના forwards થી. Solid articles માટે ખૂબ આભાર. . Missing your articles on RD Burman on every 4th Jan and 27th Jun. So please write again. My support to The Newspremi.

    • I write regularly for Newspremi.com
      You should be coming here daily.
      On 27th June I gave links of my thousands of articles written on RD. Also gave one exclusive interview link. Please be in touch, you won’t be complaining again. WhatsApp your name on 9004099112 to get regular information about daily updates on Newspremi.com

  5. મજ્જા પડી ગઈ…sir, શાહિન બાગ issue વિષે તમારી style માં ઘણું જાણવાની ઈચ્છા છે…થોડી ચિંતા પણ થાય છે (ખબર છે આ ચિંતા વાંઝણી છે છતાં…) ક્યારેક સમય આવ્યે જણાવશો…!!!?

    • એક જ લેખમાં કેટલી ઐતિહાસિક વાતો કરી દીધી.
      ં૭૦ દાયકા વિરુદ્ધ ૧૦ દાયકા
      ૩ મુખ્ય મુદ્દા ?
      બૌદ્ધિક આતંકવાદનું હાંસિયા વિસર્જન !
      નવી પેઢી સાચો ઇતિહાસ ભણતી થાય એ જ અભ્યર્થના ?
      દીપાવલિની શુભેચ્છાઓ?

  6. સચોટ અને સ્પષ્ટ વાત કહી. તમને ખુબ ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here