જે પોતાને નીરસ બનાવી દે છે એને બીજાઓમાં કોઈ રસ પડતો નથી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 5 સપ્ટેમ્બર 2020)

નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થતું રહે એ માટે શું કરવું જોઈએ?

બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ.

જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે ઈમેલ/ફોન/વૉટ્સઍપ વ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલવહેલીવાર મળતાં ખચકાટ થતો હોય છે. જો કોઈ કામ માટે જતા હો તો કામ કરી આપશે કે નહીં, ચાહક તરીકે મળતા હો તો તોરીલો વર્તાવ કરશે કે હૂંફથી મળશે, મિત્ર બનાવવા માગતા હો તો મિત્ર તરીકેની લાયકાતો એમનામાં હશે કે નહીં એવો ઉચાટ અંદરખાને રહેવાનો. પ્રથમ વાર મળવાના બાહ્ય ઉશ્કેરાટ હેઠળ આ ઉચાટ પોતાના મન સમક્ષ પ્રગટ ન થાય એવું બને. નવી વ્યક્તિની ઓળખાણ સાથે એ વ્યક્તિની આસપાસના સમગ્ર માહોલનો પરિચય થાય છે. વ્યક્તિ ગમે, પરંતુ એ વાતાવરણ ન ગમે એવુંય બને. અને ક્યારેક એથી ઊંધુંય બને. પાર્ટી કે જાહેર સમારંભ કે નાટક, લગ્ન, મેળાવડાઓમાં થતી રહેતી નવી ઓળખાણોમાંથી દરેક ઓળખાણ માત્ર ઔપચારિકતાના સ્તર પર રહી શકતી નથી. કેટલાક પરિચયો વિઝિટિંગ કાર્ડ્ઝની આપલેની ફોર્માલિટી વટાવીને ખૂબ આગળ જઈ શકતા હોય છે.

નાનકડા વર્તુળમાં, ઘરમાં, ઑફિસમાં કે પછી ટ્રેન-ફ્લાઇટ જેવી જાહેર જગ્યાઓએ, માત્ર એકાદ બે ઓળખીતી વ્યક્તિઓની જ હાજરીમાં કે એમનીય હાજરી વિના થતા પરિચયોમાં નિરાંતે પ્રસ્તાવના બાંધવાની મોકળાશ મળે છે. વ્યક્તિ એટલે માત્ર એના કાર્ડ પરનું નામ કે એ હોદ્દો નહીં, પરંતુ એથી વિશેષ એની પ્રતીતિ આવા નિરાંતના પરિચયો દરમિયાન થાય છે. આવા પરિચયોમાં ભવિષ્યમાં અપોઈન્ટમેન્ટ વિનાના સંબંધો પાંગરવાની શક્યતા હોય છે.

મનમાં જામી ગયેલો કચરો વલોવાય છે ત્યારે જ નજીકની વ્યક્તિઓ સાથે ઝઘડાની પરિસ્થિતિ સર્જાય છે.

એક વખત મળ્યા પછી ક્યારેય ન મળતા હોય એવા ચહેરાઓની યાદી ઘણી લાંબી હોય છે. ક્યારેક આમાંના કોઈ ચહેરા નજર સામે ઝબકીને તરત ઓગળી જાય છે—એમની સાથેની મુલાકાતનું સ્થળ, એ સમય, વાતાવરણ યાદ કરો તે પહેલાં જ ધુમ્મસમાં વિલીન થઈ જાય છે. બાકી રહી જાય છે એને ફરી મળવાની ઝંખના પ્રથમ પરિચય પછી જેઓ નિયમિતરૂપે કે અવારનવાર મળતા રહે છે. એમાંથી કોને કેટલાં વર્ષોથી તમે ઓળખો છો? એમની સાથેની પ્રથમ મુલાકાત તમને યાદ છે? કેટલાકની સાથેની ચોક્કસ યાદ હશે. કેટલાક નજીક હોવા છતાં એટલા દૂર નીકળી ગયા હશે કે એમની સાથેની પ્રથમ તો શું છેલ્લામાં છેલ્લી મુલાકાત પણ યાદ નહીં હોય.

નવી વ્યક્તિને મળતી વખતે કેટલાક લોકો પોતાના સુરક્ષા કવચમાંથી બહાર આવતાં ડરે છે. બખ્તર દૂર થતાં જ પોતાની વલ્નરેબિલિટી ઉઘાડી પડી જશે એવો ડર એમને સતાવે છે. અજાણી વ્યક્તિઓને પણ મળવું જોઈએ, એમાંથી કોણ મિત્ર બની જાય, કહી ન શકાય. અત્યારે જે મિત્રો છે તેઓ પણ કોઈ એક સમયે તમારાથી અજાણ્યા હતા. કમનસીબી એ છે કે જે મિત્રો હતા તેમાંના કેટલાક આજે અજાણ્યા થઈ ગયા છે. પરિચય આગળ વધતાં વધતાં ક્યારેક એવા મોડ પર આવીને ઊભો રહે છે જ્યારે તમે એમની સાથે નથી જઈ શકતા અને એ માર્ગ બદલીને કોઈ જુદી દિશાએ જવા માગે છે. પછી પરિસ્થિતિમાંથી અ-પરિચિત થવાની પ્રક્રિયા ચાલે છે જે ઘણી લાંબી હોય છે, થોડીક દર્દનાક પણ.

છૂટી ગયેલા ચહેરાઓ છેવટે ભુલાઈ જાય છે અથવા તો એ ભુલાઈ ગયા છે એવું સાંત્વન જાતને આપવામાં આવે છે. અત્યારની પરિચિત વ્યક્તિઓના ચહેરામાં ક્યારેક એ ભુલાઈ ગયેલા ચહેરાને જોવાની કોશિશ કરો છો અને બેઉનેય, તમારા સહિત ત્રણેયને, અન્યાય કરી બેસો છો.

કુટુંબમાં, સમાજમાં, મિત્રવર્તુળમાં અને પરિચિતોમાં એવા કેટલાય છે જેમની સાથેની ઓળખાણ પર વર્ષોની ધૂળ બાઝી ગઈ હોય. લાગણીઓ સ્થગિત થઈ જાય ત્યારે આવું બનતું હશે. ઉમળકામાં, હૂંફમાં કે આવેશમાં વધારો ન થાય, ઘટાડો પણ ન થાય એ સ્થિતિ સંબંધો માટે જોખમી છે. આવા સપાટ સંબંધો પર અવાવરું જમીનની જેમ ઘણું બધું ખડ ઊગી નીકળે જેને કારણે આશ્ર્ચર્યોની કૂંપળો ફૂટી શકતી નથી. સંબંધો સ્થિર થઈને બંધિયાર ન બની જાય એ માટે જ કદાચ લાંબા ગાળાના ઘનિષ્ઠ સંબંધોમાં તંદુરસ્તી જાળવવા ઝઘડા અનિવાર્ય ગણાતા હશે. મનમાં જામી ગયેલો કચરો વલોવાય છે ત્યારે જ નજીકની વ્યક્તિઓ સાથે ઝઘડાની પરિસ્થિતિ સર્જાય છે. તળિયે બાઝેલો કચરો ઉપર આવી જાય એટલે એને તારવીને ફેંકી દેવાનો હોય. દુનિયાદારીની ભાષામાં આ તારવવાની ક્રિયાને રિસામણાં-મનામણાં-સમજાવટ કહે છે. આ ક્રિયા જો મોડી શરૂ થાય કે લાંબી ચાલે તો પ્રવાહી, ફરી પાછું હતું એવું ને એવું થઈ જવાનો ભય રહે છે.

પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે જાતને રોજ માંજીને ચકચકિત રાખવી પડે. આખરે તો જેને તમે મળો છો એના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ઝીલવાનું જ કામ તમે કરતા હો છો. પોતાને નીરસ બનાવી દેનારી વ્યક્તિને ક્યારેય બીજાઓના જીવનમાં રસ પડતો નથી. નવા પ્રવાહો, નવા વિચારો, નવો સમય સ્પર્શવો જોઈએ અને જૂનાં મૂલ્યો, જૂની નીતિમત્તાઓ તથા જૂની ખાનદાનીની સતત ધાર નીકળતી રહેવી જોઈએ, નહિંતર નજીકનો પરિચય વર્ષો પછી અવજ્ઞામાં, ઉપેક્ષામાં ફેરવાઈ જવાનો ડર છે. દરેક સંબંધના ઉછેરની અને એને તાજગીભર્યા સાતત્યને માર્ગે વાળતા રહેવાની એક માત્ર જવાબદારી તમારા પોતાના શિરે છે. સામેવાળાઓને જે રીતે વર્તવું હોય એ રીતે વર્તે. આપણે કઈ રીતે વર્તવું એનો નિર્ણય આપણા પર છે.

પરિચિતતામાં એકધારાપણું પ્રવેશે એ પહેલાં જ સહજતાથી થોડું અંતર વધારી દેવું જોઈએ. આવી ઓટ પછીની ભરતી વધુ નિકટતા લાવે છે. ક્યારેક દરેક પરિચયને વરાફરતી નવી જગ્યાએ ઊભા રહીને, નવા દૃષ્ટિકોણથી જોવા તપાસવાની ટેવ રાખવી જોઈએ. શક્ય છે કે કોઈક એવું અજાણ્યું પાસું ધ્યાનમાં આવે જેને કારણે સંબંધને નવો અર્થ મળે. આમાં જોખમ પણ ખરું. કોઈક એવું પાસું ધ્યાનમાં આવી જાય જે ન ગમતું હોય. છતાં જોખમ લેવાનું. જોખમો લીધા વિનાના સંબંધો અણીના સમયે કાયર બનીને બેસી પડે છે. ક્યારેક સામેની વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકીને આખાં દૃશ્યો જોવાની આપણી પોતાની મર્યાદાઓને સુધારવાનો અવકાશ ઊભો થાય છે.

જીવનમાં અનેક વ્યક્તિઓ મળે છે, કેટલીક છૂટી પડે છે, ફરી કેટલીક મળે છે. દરેક વ્યક્તિનું મળવું આપણા અસ્તિત્વમાં કશોક ઉમેરો કરે છે અને એમનું છૂટા પડવું બાદબાકી.

આટઆટલા ઉમેરાઓ અને બાદબાકીઓ થતાં રહેતાં હોય છતાં સરવાળે જિંદગી જીવવા જેવી લાગે છે. એનું રહસ્ય શું?દુનિયાનાં તમામ રહસ્યોનો તાગ મળી જાય તો આ બધું લખવાની જરૂર જ ન રહે.

આજનો વિચાર

હમ નહીં ચંગે, બુરા ન કોય.

( હિન્દીના વિખ્યાત જાસૂસીકથા લેખક સુરેન્દ્ર મોહન પાઠકની આત્મકથાના બીજા પુસ્તકનું શીર્ષક)
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here