સેલ્ફ કૉન્ફિડન્સ અવરજવર કરતો નથી : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો ચોથો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020)

તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ છે કે નહીં એની ખબર તમને (કે બીજાઓને) જ્યાં સુધી એની કસોટીનો વખત ન આવે ત્યાં સુધી નહીં થાય. ઘણી વખત આપણે ભ્રમણામાં રાચીએ છીએ કે એક અઠવાડિયા સુધી મને અમુક વ્યક્તિ/વાનગી/પ્રવૃત્તિ વિના આરામથી ચાલે એમ છે. અથવા તો આ કામ કરવું એ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. પણ જ્યાં સુધી તમે એ કામ હાથમાં લઈને પૂરું નથી કરતા ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે આ કામ તમારાથી થઈ શકશે એવો આત્મવિશ્વાસ તમારી ભ્રમણા છે કે પછી ખરેખર તમારામાં એવી ક્ષમતા છે.

પણ સેલ્ફ કૉન્ફિડન્સ માત્ર પરિણામલક્ષી નથી હોતો. કોઈ કામ કરવામાં તમને નિષ્ફળતા મળે એટલે તમારામાં એ કામ બાબતે આત્મવિશ્વાસનો અભાવ છે એવું ન કહી શકાય. નિષ્ફળતા મળ્યા પછી પણ તમે ફરી વાર હામ ભીડીને એ કામ કરવા લાગી જાઓ છો ત્યારે તમારામાંનો એ આત્મવિશ્વાસ અકબંધ જ હોય છે. નાસીપાસ થઈને એ કામ કરવાનું છોડી દો તો અલગ વાત છે પણ ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ એ કામમાં સફળતા ન મળતી હોય અને તમને રિયલાઈઝ થઈ જાય કે તમારામાં આ કામ કરવાની ક્ષમતા જ નથી અથવા તો તમે આ બાબતમાં તમારી જાતને ઓવરએસ્ટિમેટ કરી હતી અને તમે કાર્ય છોડી દો તો એ તમારી સમજદારી છે, તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે એવું કોઈ ના કહી શકે.

આત્મવિશ્વાસ હોવા ન હોવાનો માપદંડ મોટાભાગના લોકો માટે એ હોય છે કે હું આ બાબતે સામેવાળી વ્યક્તિને કેટલી ઈમ્પ્રેસ કરી શકું છું. દાખલા તરીકે કોઈને પહેલી વાર જૉબ માટે કે પછી બિઝનેસ મીટિંગ માટે ઈન્ટરવ્યુ આપવાનો હોય, કોઈને મળવાનું હોય ત્યારે આપણને શીખવાડવામાં આવ્યું હોય છે કે આપણી બૉડી લેન્ગવેજ સેલ્ફ કૉન્ફિડન્ટ હોવી જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ કે બૉડી લેન્ગવેજ સેલ્ફ કૉનફિડન્ટ બનાવી દેવાથી (એટલે કે આંખો ચકળવકળ ન થાય, બે હથેળીઓ વારંવાર એકબીજા સાથે ન ઘસડાય, ઢીલી ચાલ ન હોય, ટટ્ટાર બેઠક હોય, અવાજ અને ઉચ્ચારો સ્પષ્ટ-ધારદાર હોય વગેરે) કંઈ આત્મવિશ્વાસ પેદા થઈ જતો નથી. તમે જે કામસર સામેની વ્યક્તિને મળવા જઈ રહ્યા છો એ કામની બાબતમાં તમારી આવડત કેટલી છે, જાણકારી કેટલી છે, એમાં ઊંડા ઉતરવાની ઉત્કંઠા કેટલી છે એ બધાના આધારે નક્કી થવાનું કે તમે આ મુલાકાત માટે સેલ્ફ કૉન્ફિડન્ટ છો કે નહીં. તમને કોઈએ તમારાં કપડાં ઈસ્ત્રી કરેલાં હોવાં જોઈએ એવી સલાહ આપી હોઈ શકે પણ ધારો કે બસમાંથી કે રિક્શામાંથી ઊતરીને મળવાના સ્થાને પહોંચતી વખતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને તમારાં કપડાં ચોળાઈ ગયાં, તમે પ્રેઝન્ટેબલ ન રહ્યા તો શું તમારો સેલ્ફ કૉન્ફિડન્સ ગાયબ થઈ જશે? ના. કૃત્રિમ રીતે જો એ ઊભો કરેલો નહીં હોય તો ગાયબ નહીં થાય.

એક વાત યાદ રાખવાની કે દુનિયાની દરેક સારી ચીજની જેમ સેલ્ફ કૉન્ફિડન્સ પણ રાતોરાત નથી આવતો. હજારો શ્રોતાઓને પોતાની વાણીથી પ્રભાવિત કરતા વક્તાઓ જ્યારે પહેલવહેલી વાર મંચ પર માઈક સામે બોલવા ઊભા થયા હશે ત્યારે એમના પગ અચૂક ધ્રુજ્યા હશે. કોઈ પણ વાતનો વધુને વધુ રિયાઝ કરતા રહેવાથી સેલ્ફ કૉન્ફિડન્સ વધતો જાય છે. અને આમ છતાં ક્યારેક, વરસના વચલા દહાડે તમારો આત્મવિશ્વાસ તૂટી જાય એવી ઘટના પણ બને. તમારા હાથનો બનેલો મેસૂર વર્ષોથી તમારા ફેમિલીમાં વખણાતો હોય પણ સડનલી એક દિવસ તમારાથી કોઈ શીખાઉ પણ ન બનાવે એવો મેસૂર બની જાય. તમે ખૂબ સારા ગાયક હો અને રેકોર્ડિંગ રૂમમાં બે-ત્રણ ટેકમાં આખું ગીત પૂરું કરી દેતા હો પણ કોઈ દિવસ ચાર-છ કલાક પછી પણ કોઈ જગ્યાએ સૂર ઠીક ન લાગે અને રેકોર્ડિંગ કેન્સલ કરવું પડે એવું બને. આવી બધી દુર્ઘટનાઓને કારણે હતાશ થવાની જરૂર નથી હોતી. જેમ સફળ વ્યક્તિ તરીકે નામના મેળવવા એકાદ છુટીછવાઈ (ક્રિકેટર માટે એકાદ છુટીછવાઈ સેન્ચ્યુરી કે એક્ટર માટે એકાદ છુટીછવાઈ હિટ ફિલ્મ કે લેખક માટે એક છૂટોછવાયા વખણાયેલા લેખની) સફળતા પૂરતી નથી હોતી, પણ સિરીઝ ઑફ સફળતાઓ, એકબીજાની પાછળ આવ્યા કરતી વારંવારની સફળતાઓ તમને એક સફળ વ્યક્તિ બનાવે છે એમ એકાદ વારની નિષ્ફળતા (ક્રિકેટર માટે પહેલા બોલે કે ઝીરોમાં આઉટ થઈ જવું વગેરે) તમને નિષ્ફળ વ્યક્તિ બનાવી દેતી નથી. વારંવારની નિષ્ફળતાઓ પછી જ તમે ખરેખર નિષ્ફળ છો કે નહી તે નક્કી થઈ શકે. માટે ચડતીપડતી જેવા તબક્કાઓમાં પોતાનામાંના સેલ્ફ કૉન્ફિડન્સ વિશે શંકા કરતા થઈ જવાની કોઈ જરૂર નથી હોતી. એક વાત સમજી લેવાની જરૂર છે કે જે અવરજવર કરે છે તે સેલ્ફ કૉન્ફિડન્સ હોતો નથી. આત્મવિશ્વાસ વ્યક્તિમાં કેળવાઈને કાયમ માટે સ્થપાઈને રહેનારો ગુણ છે. આ ગુણ કેળવવાના કેટલાક સરળ દેખાતા પણ સાતત્ય માગી લેતા રસ્તાઓ વિશે આવતી કાલે વાત કરવી છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here