સેલ્ફ કૉન્ફિડન્સ ક્યાંથી આવે છે અને ક્યાં જતો રહે છે : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો ત્રીજો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, સોમવાર, 14 સપ્ટેમ્બર 2020)
સેલ્ફ કૉન્ફિડન્સ યાને કિ આત્મવિશ્વાસ કોઈનું જોઈને કે કશુંક વાંચીને/સાંભળીને આપણામાં આવી જતો નથી. આત્મવિશ્વાસ હોવાનાં કે ન હોવાનાં કારણોમાં જઈએ તો અત્યારની જિંદગી પહેલાં વીતેલાં વર્ષો તપાસવાં પડે. તમારો ઉછેર, તમારા સંજોગો, તમારું વાતાવરણ તમને સેલ્ફ કૉન્ફિડન્સ આપે છે. ને એમાં એવું નથી, કે તમે અભાવગ્રસ્ત, હેન્ડ ટુ માઉથ વાતાવરણમાં ઉછર્યા હો તો તમારામાં આત્મવિશ્વાસની કમી હોય અને શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તો તમારામાં આત્મવિશ્વાસ છલકતો હોય. વળી મોટા થતાં થતાં તે છેક મૃત્યુ પામો ત્યાં સુધી તમારામાંનો આત્મવિશ્વાસ સતત વધતો ઓછો થતો રહેવાનો. એટલું જ નહીં જિંદગીના અંત સુધી એવું પણ રહેવાનું કે અમુક બાબતોમાં તમે ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા રહો અને અમુકમાં તમે લાખ પ્રયત્નો પછી પણ આત્મવિશ્વાસ કેળવી શક્યા ન હો.

વિગતે વાત કરીએ. મને કાર ચલાવતાં નથી આવડતું. હું શીખ્યો જ નથી. આમ મારા માટે ડ્રાઈવિંગની બાબતમાં સેલ્ફ કૉન્ફિડન્સ હોવા કે ન હોવાનો સવાલ જ નથી આવતો. મારા પપ્પા મોટી ઉંમરે કાર ચલાવતા શીખેલા. નવા નવા શીખીને એક દિવસ કાર ચલાવીને મલબાર હિલ એમના કઝિનને ત્યાં ગયા. હિલનો ઢાળ ચડતી વખતે ગિયર-ક્લચ-એક્સલરેટરના કૉમ્બિનેશનમાં એવો લોચો કર્યો કે ગાડી ઉપર જવાને બદલે રિવર્સમાં ઢળતી જાય. માંડ હેન્ડ બ્રેકથી રોકી અને પછી કોઈની મદદથી સાઈડમાં લીધી. બીજે દિવસે ડ્રાઈવરને મોકલીને પાછી મગાવી લીધી. એ અનુભવ પછી પપ્પાનો સેલ્ફ કોન્ફિડન્સ સાવ તૂટી ગયો. જીવ્યા ત્યાં સુધી ક્યારેય સ્ટિયરિંગને હાથ સુદ્ધાં ન લગાવ્યો.

સેલ્ફ કૉન્ફિડન્સ માટે જે તે વિષયની માત્ર આવડત જ જરૂરી નથી. આવડત તો પપ્પામાં હતી, ગાડી ચલાવવાની, આવડત પછી સતત રિયાઝ જોઈએ અને ભૂલ સુધારીને આગળ વધતા રહેવાની તત્પરતા જોઈએ, જે પપ્પામાં નહોતી.

તો આ પહેલી વાત. આવડત પ્લસ રિયાઝ પ્લસ ભૂલ સુધારવાની તત્પરતા. કોઈ કહે કે મને અંગ્રેજી બોલવાનો કૉન્ફિડન્સ નથી ત્યારે એણે સમજવું જોઈએ કે શું મેં આવડત કેળવી છે? અર્થાત શું હું પ્રોપર્લી અંગ્રેજી બોલતાં શીખ્યો છું? એ પછી, એટલે કે અંગ્રેજી બોલવાનું શીખ્યા પછી, શું હું સતત એની પ્રેક્ટિસ, એનો રિયાઝ કરું છું? અને છેલ્લે જ્યારે જ્યારે મારી અંગ્રેજી બોલવામાં ભૂલ થાય ત્યારે ત્યારે હું મારી ભૂલ સુધારીને વધારે સારું અંગ્રેજી બોલવાની કોશિશ કરું છું?

આટલું કર્યું હશે તો અંગ્રેજી બોલવામાં તો શું જિંદગીમાં કોઈ પણ કામ કરવામાં તમને આત્મવિશ્વાસનો અભાવ નહીં નડે. અને આટલું નહીં કરો તો ડગલે ને પગલે તમને તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સનો અભાવ વર્તાતો રહેશે.

સેલ્ફ કૉન્ફિડન્સ વિશે આ તદ્દન પાયાની વાત થઈ. સમજોને કે પ્રથમ પગથિયું.

આગળ વધીએ.

કેટલીક વાર આપણને જે બાબતનો આત્મવિશ્વાસ હોય તે બીજાની સાથે સરખામણી કરતી વખતે અલોપ થઈ જતો હોય છે. મને એવો સેલ્ફ કૉન્ફિડન્સ હોય કે હું વેલડ્રેસ્ડ અને વેલ ગ્રુમ્ડ છું પણ કોઈ એવી પાર્ટીમાં જઉં કે એવા લગ્ન સમારંભમાં હાજરી આપું જ્યાં મોટા ભાગના મહેમાનોએ એવી એવી વિદેશી બ્રાન્ડ્સનાં કપડાં, એસેસરીઝ પહેર્યાં હોય જે બ્રાન્ડ્સનાં અહીં ભારતમાં તો આપણે નામ પણ ન સાંભળ્યાં હોય તો મને ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ લાગવાનો જ છે. સેલ્ફ કૉન્ફિડન્સ જાળવવાનો સૌથી મોટો નિયમ એ કે કોઈનીય સાથે સરખામણી ન કરવી. આ દુનિયામાં દરેક શેરના માથે સવા શેર હોવાનો, તમારા માથે પણ. કપડાંની બાબતમાં તમે લઘુતાગ્રંથિ અનુભવો એવા વાતાવરણમાં જવું તમારા માટે અનિવાર્ય હોય તો તમારે તમારી ઔકાતની બહાર જઈને નવાં કપડાં ખરીદવાનાં નથી પણ તમે શું કામ આવા લોકોની સાથે કે આવા લોકોને ત્યાં ઈન્વાઈટ થયા છો તે વિચારવાનું છે. યજમાનને ખબર છે કે મારે ત્યાં જે મહેમાનો આવશે તે બધા આઉડી, બીમર કે મર્કમાં જ પધારવાના છે. અને યજમાનને એ પણ ખબર છે કે તમે એકલા જ ત્યાં રિક્શામાં કે ઉબર/ઓલા/કાળી-પીળીમાં પહોંચવાના છો. તો પછી શું કામ તમને ઈન્વાઈટ કરે છે? યજમાને તો વિચાર્યું જ હશે, તમારે પણ વિચારવાનું કે શું કામ? આ વિચારોમાંથી તમારો સેલ્ફ કૉન્ફિડન્સ આવશે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી નથી તે છતાં તમને બોલાવવામાં આવ્યા છે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી ખરીદવાના પૈસા નથી એ તો ખરું જ પણ એટલા પૈસા હોય તોય તમારે એ ખરીદવાની જરૂર નથી કારણ કે તમારું સ્ટેટસ એમાંથી નહીં, કંઈક બીજામાંથી આવે છે, તમારી પ્રતિભામાંથી, તમે કરેલા કામમાંથી આવે છે.

અહીં એ ધ્યાનમાં રાખવાનું કે તમાચો મારીને ગાલ લાલ રાખવાથી સેલ્ફ કૉન્ફિડન્સ ન આવે. ઊલટાનું એવું કરવાથી તો ક્યારે આપણે ખુલ્લા પડી જઈશું એવો ભય સતાવે અને એને કારણે આત્મવિશ્વાસમાં ઓટ આવે. ‘દીવાર’માં શશી કપૂર પાસે કોઈ શસ્ત્ર નથી અને પોલીસની મદદ આવતાં વાર લાગે એમ છે ત્યારે એ વિલનના અડ્ડામાં પોતાના ખાખી યુનિફોર્મના પાટલૂનના બેઉ ખિસ્સામાં હથેળીઓ છુપાવીને પોતાની પાસે બે રિવોલ્વર છે એવો દેખાવ કરીને વિલનની આખી ગેન્ગને મ્હાત કરે છે. ફિલ્મોમાં આવું બને. રિયલ લાઈફમાં ખિસ્સા ખાલી હોય અને ભપકા ભારી રાખતા હોય એવા લોકોની શું દશા થતી હોય છે એની તમને ખબર છે.

સેલ્ફ કૉન્ફિડન્સ ઉપરાંત સેલ્ફ રિસ્પેક્ટ વિશેની બીજી કેટલીક તદ્દન મૌલિક વાતો આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Very well said about the meaning n concept of will power n confidence in very lucid n informative manner, day by day your write ups are more n more must to read, once again thanks Saurabhbhai for your fantastic work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here