‘બસ, ઈતના હી કાફી હૈ…’ : સૌરભ શાહ

(તડકભડક : સંસ્કાર પૂર્તિ, ‘સંદેશ’, રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020)
કેટલાક સેન્ડવિચવાળાઓ બે બ્રેડની વચ્ચે ઠાંસી ઠાંસીને ખાદ્યપદાર્થો ભર્યા પછી ઉપર સેવ ભભરાવતા હોય છે અને કેટલાક ખાવાવાળાઓ પાછા કહેતા હોય છે સેવ જરા વધારે નાખજો.

નિર્દોષ બિચારી પાઉંભાજી પર એકસ્ટ્રા પૈસા ખર્ચીને ચીઝ નખાવીએ તો અમે સારા લાગીએ એવું પણ કેટલાક લોકો માને છે. જે વાનગીઓમાં ડ્રાયફ્રૂટની જરા સરખી આવશ્યકતા ન હોય એમાં કાજુ, દ્રાક્ષ કે બદામ-અખરોટ નાખીએ તો તે વૈભવનું પ્રતીક ગણાય એવું કેટલાય કેટરર્સ માને છે.

ઓવરડુઇંગ કરવાથી લોકોને આંજી શકાય છે એવું માનનારા લોકો આવી વાનગીઓ હોંશે હોંશે ખાય છે. આ લોકોના ડ્રેસિંગમાં તેમ જ ઘરના ઈન્ટિરિયરમાં પણ ઠઠારો, ચળકાટ અને ગૉડી કલર્સનાં સુશોભન હોવાનાં.

જાવેદ અખ્તરે આર.ડી. બર્મનના મ્યુઝિક માટે એક વાત કહી હતી. વાત ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ના સંગીત વિશે થઈ રહી હતી. જાવેદસા’બે કહ્યું હતું: ‘આ મ્યુઝિકમાં જે મિનિમાલિસ્ટિક ક્વૉલિટી છે તે માત્ર માસ્ટર્સમાં જ હોઈ શકે. બસ, ઈતના કાફી હૈ…’ એવું એ લોકોને જ લાગે જેમણે પોતાના વિષયમાં મહારત હાંસલ કરી હોય.

જેમણે મહારત હાંસલ નથી કરી, જેઓ હજુ કૉન્ફિડન્ટ નથી પોતાના માટે, તેઓ જ જે ને તે જગ્યાએ બધું ભરભર કરતા હોય છે, ઓવરડુઇંગ કરતા હોય છે. ચાહે એ સેન્ડવિચ હોય, ફિલ્મ હોય, લેખન હોય કે જીવન.

ફિલ્મ કે નાટકમાં એક પછી એક બિનજરૂરી વળાંકો દ્વારા વળ ચડાવ્યા કરવાના. મ્યુઝિકમાં પણ જે વાજિંત્ર હાથમાં આવ્યું તે વગાડી નાખવાનું અને રસોડામાં હોય એટલા બધા જ મસાલા ઠપકારીને વાનગી તૈયાર કરી દેવાની. ખાનાર ચકાચૌંધ થઈ જવો જોઈએ. પાંઉભાજીની જેમ ફિલ્મમાં પણ નિશ્ચિત મસાલા જ પડે. હાથમાં આવ્યા તે બધાં જ શાકભાજી પાંઉભાજીમાં નાખી દેવાના ન હોય. અહીં પાંઉભાજીમાં કયાં શાકભાજી પડે ને કયા મસાલા પડે એની રેસિપી આપવાનો મારો ઉપક્રમ નથી કે નથી મારે કોઈને ફિલ્મ બનાવતાં કે લખતાં કે બોલતાં કે જીવતાં શીખવવાનું.

તમે તમારા ક્ષેત્રની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી જાઓ છો ત્યારે મિશલિન સ્ટાર માસ્ટર શેફની જેમ લિમિટેડ ઈન્ગ્રેડિયન્ટ્સમાંથી તમને સ્વાદિષ્ટ રસોઈ બનાવતાં આવડી જાય છે. એવું નથી કે આ માસ્ટર શેફને સેન્ડવિચ પર સેવ અને પાંઉભાજી પર ચીઝ નાખતાં નથી આવડતું. એ ધારે તો ચાલુ ગુજરાતી નાટકોની જેમ કે એ જ કક્ષાની હિન્દી ફિલ્મોની જેમ તમને ભેળપૂરીમાં તીખીમીઠીલસણની ચટણીઓ ઉપરાંત સોયા સૉસ, ચિલિ સૉસ, ટૉમેટો કેચપ અને કાંદાબટાટા ઉપરાંત કાકડી-ટામેટાં-કોળું-રતાળુ-દૂધી તેમ જ સેવમમરા ઉપરાંત ચેવડો-ગાંઠિયા-પાપડી, ભૂંસું ઈત્યાદિ નાખીને ખવડાવશે અને ખાનારાઓ પેલાં નાટક-ફિલ્મની જેમ આવી ભેળપૂરીને પણ વખાણી વખાણીને ખાશે.

મિનિમાલિસ્ટિક ક્વૉલિટી કોને કહે એ હજુ શીખવાનું છે આપણે. આર.ડી. બર્મને હન્ડ્રેડ પીસની ઑરકેસ્ટ્રા પણ રેકૉર્ડિંગ્સમાં વાપરી અને ઓછામાં ઓછાં વાજિંત્રો સાથે એક લડકી કો દેખા જેવાં ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’નાં અમર ગીતો પણ સજર્યાં.

ઓવરડુઇંગ દ્વારા લોકોને ચકાચૌંધ કરવામાં માનનારાઓ કૅકૉફોની સર્જતા હોય છે, સિમ્ફની નહીં. સિમ્ફનીમાં બસો વાજિંત્રવાદકો એક સાથે વગાડતા હોય તોય એમના ક્ન્ડક્ટરની કળાને લીધે સૌ કોઈ એકસૂરમાં વગાડે છે. કૅકૉફોની એટલે ઘોંઘાટ. જેમને ઑરકેસ્ટ્રાનું સંચાલન કરતાં ન આવડે તેઓ પાંચ વાજિંત્રવાદકોની ઑરકેસ્ટ્રાને પણ કૅકૉફોનીમાં પલટી નાખે છે.

સૅન્ડવિચ પરની સેવને વખાણનારા, પાંઉભાજી પર ચીઝ માણનારા અને ચાલુ ફિલ્મો-નાટકોને હોંશે હોંશે વખાણનારાઓનો તોટો નથી આ જમાનામાં. જાવેદ અખ્તર આર.ડી.ના મ્યુઝિકને ‘સૉવ’ મ્યુઝિક કહેતા. એક ખાનદાની લહરવાળું સંગીત. માસ્ટરી મેળવ્યા પછીની સાદગીમાં મહાલતું સંગીત.

જેમને ખબર છે કે મારે વાનગીમાં આ પર્ટિક્યુલર મસાલો માત્ર એની હિન્ટ માટે વાપરવો છે, જેમને ખબર છે કે ફિલ્મમાં આ શૉટ મારે આ પર્ટિક્યુલર ભાવને ઉઠાવ આપવા મૂકવો છે, જેમને ખબર છે કે મારે મારા ડ્રેસિંગમાં માત્ર આ એક ચીજથી જ નોખા પડવું છે, જેમને ખબર છે કે મારે માત્ર આ એક શબ્દ કે અભિવ્યક્તિ દ્વારા મારા લેખ-પ્રવચનને એક ઊંચાઈ આપવી છે એણે ગાડાંનાં ગાડાં ભરીને કશું ઠાલવવું પડતું નથી.

તમારા ઓવરડુઇંગથી બીજા લોકો કદાચ અંજાઈ જતા હશે ઘડીભર પણ એવું કરવામાં ને કરવામાં તમે ખાલી થતા જતા હો છો સતત.

પાન બનાર્સવાલા

વક્ત કી એક આદત બહુત

અચ્છી હૈ. જૈસા ભી હો, ગુજર

જાતા હૈ!

– વૉટ્સએપ પર વાંચેલું

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. જેને હોટસબ્જેક્ટ ગણી એ છીએ તેનું આપણાં જીવન માં કેટલું મહત્વ. મીડિયા માઈન્ડ ને અપસેટ કરે છે.તયારે જરૂર છે જાત ને સમજવાની.બાકી તો સૌની પોતપોતાની ચોઇસ.

  2. પંકજ વેદ ની વાત મા દમ છે કોઈ ખાસ કારણ હોય તો મારે કાઈ કેવાનું નથી બાકી ચોક્કસ ફેરફાર કરવાની જરૂર છે

  3. પંકજભાઈ વેદ , લેખ ધ્યાન થી વાંચો, બસ ઇતના હિ કાફી હૈ.

  4. પ્રિય સૌરભભાઇ,
    અત્યારની પરિસ્થિતિ માં જ્યારે રિયા, કંગના, આદિત્ય, ચીન સાથે ની સંભવતઃ લડાઈ ના ભણકારા વગેરે વગેરે હોટ સબજેકટ ને છોડી ને તમારી ગાડી બીજા પાટા પર ચડી ગયી છે એવું મને લાગી રહ્યું છે. Please think seriously.
    પંકજ વેદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here