વિલ પાવર ક્યાંથી આવે છે : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝ બીજો હપતો)

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020)

કોઈ વાત સમજવી બહુ અઘરી છે એવું આપણને કહેવામાં આવે ત્યારે આપણે એ વાતથી જલદી ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ. પણ આ વાત સમજવી કે જીવનમાં ઉતારવી સાવ સહેલી છે એવું કહેવામાં આવે છે ત્યારે એ વાતનું ગ્લેમર આપણા મનમાંથી ઓછું થઈ જતું હોય છે, એ વાત ક્ષુલ્લક લાગવા માંડતી હોય છે.

વિલ પાવર કે ફૉર ધેટ મેટર એવા કોઈ પણ સદ્દગુણને જીવનમાં ઉતારવાનું કામ અઘરું નથી, બલ્કે સાવ સરળ છે. આપણે અધીરા હોઈએ છીએ એટલે આપણા માટે આ બધી વાતો અઘરી બની જાય છે. ડૉક્ટર તમને રોજના પાંચ કિલોમીટર ચાલવાની સલાહ આપીને કહેશે કે આવું કરવાથી છ મહિનામાં જ તમારી ફલાણી-ફલાણી તકલીફો દૂર થઈ જશે અને વજન પણ દસ કિલો ઘટી જશે ત્યારે તમને ખબર હોય છે કે તમે રોજના પાંચને બદલે ત્રીસ કિલોમીટર ચાલવાનું શરૂ કરશો તો છને બદલે એક મહિનામાં તમારું વજન દસ કિલો ઘટી નહીં જાય, ફલાણી-ફલાણી તકલીફો પણ ભાગી નહીં જાય, ઉલટાનું એકાએક આટલું બધું ચાલવાનું શરૂ કરવાથી અમુક તકલીફો નવી નોતરી બેસશો. એટલું જ નહીં છ મહિના સુધી રોજના પાંચ કિલોમીટર ચાલવાની સાથે તમારે આહાર તેમ જ દિનચર્યાની બાબતમાં કેટલાક ડુઝ અને ડોન્ટ્સનું પાલન કરવાનું રહેશે.

વિલ પાવરનું આવું જ છે. એ રાતોરાત નથી આવતો. કોઈના કહેવાથી નથી આવતો. કોઈના દબડાવવાથી કે કોઈના પ્રેમભર્યા આગ્રહથી પણ નથી આવતો. વિલ પાવર તમારી પોતાની સમજણથી આવે છે. ડૉક્ટર તમારો રિપોર્ટ જોઈને તમને શુગર બંધ કરવાનું કહે અને તમે શુગર બંધ કરી શકો છો એવો વિલ પાવર તમારામાં છે એવું તમારી જાતને જતાવવા રાતોરાત તમારા ખોરાકમાંથી તમામ વધારાની શુગર બંધ કરી દેશો તો થોડા જ દિવસમાં એવો વખત આવશે કે રાત્રે ઘરમાં બધાં ઊંઘી ગયા હશે ત્યારે તમે ચૂપચાપ ઊઠીને રસોડામાં જઈને કોઈ મિષ્ટ પદાર્થ ખાઈ લેશો અને ઘરમાં કંઈ ગળ્યું નહીં હોય તો ચા-ખાંડના ડબ્બા ફંફોસીને સાકરની ચમચી મોઢામાં ભરી લેશો.

મારામાં વિલ પાવર છે એવું જતાવવાનો જેમને શોખ હોય એમની સાથે આવું જ બનતું આવ્યું છે. વિલ પાવર નિર્ણય લેવાથી નથી આવી જતો. વિલ પાવર સમજણથી આવે છે. તમારી સમસ્યા શું છે? તમારે જિંદગીમાં શું કરવું? તમારા ઉકેલની આડે શું આવે છે? તમારા હેતુ સુધી પહોંચવાની આડે કયા વિઘ્નો નડે છે? આ સવાલોના જવાબો શોધતાં પહેલાં ખુદ આ સવાલોને તમારે સમજવા પડશે. જે પરિસ્થિતિને કારણે આ પ્રશ્નો ઊભા થયા હોય તે પરિસ્થિતિને પહેલાં તો ઝીણવટથી સમજવી પડશે. પરિસ્થિતિનું પ્રોપર નિરીક્ષણ, આકલન અને પૃથક્કરણ કર્યા વિના તમે તમારા સવાલને ઘડી નહીં શકો. અને જ્યારે સવાલ જ સરખી રીતે ઘડાયો ન હોય ત્યારે તમને એનો યોગ્ય જવાબ ક્યાંથી મળવાનો?

નાનકડો કલ્પિત દાખલો લઈએ. તમે માનો છો કે તમારામાં એવો વિલ પાવર જ નથી કે તમે બચત કરી શકો. જે કંઈ કમાઓ છો તે બધું જ મહિનાના અંતે વપરાઈ જાય છે. એક વખત દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયાની બચત કરવાની કોશિશ કરી હતી પણ ત્રણ મહિનામાં જ તમારો સંકલ્પ તૂટી ગયો અને પેલા પંદર હજાર પણ વપરાઈ ગયા. શું કરવું?

નાના એકમથી શરૂ કરવું અને પિરિયોડિસિટી પણ ઘટાડી નાખવી. મહિને પાંચ હજારને બદલે રોજના પચાસ રૂપિયા બચાવવા સહેલા છે. સાતત્ય વિલ પાવર કેળવવાની જાદુઈ ચાવી છે. સાતત્ય જાળવવા માટે બર્ડન ઓછું કરી નાખવું પડે. ભાર ઓછો થઈ જતાં હસતાં રમતાં સાતત્ય જળવાય છે. જિમમાં જઈને ફટાફટ કસરતો કરીને શરીર સુડોળ બનાવી નાખવાનાં સપનાં જોનારાઓમાંના 90 ટકા લોકો સ્પેશ્યલ સ્કીમ આવે ત્યારે વરસના પૈસા ભરી દે અને પછી મહિનામાં જ જિમ જે રસ્તે આવતું હોય તે રસ્તે જવાનું જ છોડી દે. રોજના પચાસ રૂપિયાની બચતની જેમ રોજની પાંચ જ મિનિટની કસરતથી શરૂઆત કરી હોય તો આવું ન થાય.

કોઈને બતાવી આપવા માટે, કોઈની આગળ કશુંક પુરવાર કરવા માટે મારે મારામાં વિલ પાવર લાવવો છે એવો હેતુ હશે તો વિલ પાવર નહીં આવે. વિલ પાવર તમારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટી તમે સેટ કરી હોય તો જ આવે. મારી બહુ ઈચ્છા હોય કે હું કોઈક વાજિંત્ર શીખું પણ જ્યાં સુધી મારું આ ફેસિનેશન મારી આંતરિક જરૂરિયાત ન બને ત્યાં સુધી મારે ગિટારના ક્લાસમાં ફી ભરવાની જ ન હોય. ચાર વખત જઈને પાંચમા વખતથી બહાનાં કાઢતો થઈ જઈશ અને છ મહિના પછી ગિટાર ધૂળ ખાતી કોઈક ખૂણામાં પડી હશે – વાંદા, ગરોળીને ઘર બનાવવામાં કામ લાગશે.

જે ઘડીએ વાજિંત્રવાદન મારી આંતરિક જરૂરિયાત બની ગઈ તે જ ઘડીથી મારામાં ગિટાર શીખવા માટેનો વિલ પાવર આવી જશે એવું માની લેવાની પણ જરૂર નથી. આવી તો કેટલીય આંતરિક જરૂરિયાતો મારામાં ધરબાઈને પડી હોવાથી વાજિંત્રવાદનનો નંબર કેટલામો – એ મારે નક્કી કરવું પડે. જ્યાં સુધી એની પ્રાયોરિટી સૌથી ઉપરના પગથિયે નહીં આવે ત્યાં સુધી મારે મારી પ્રાયોરિટીવાળી આંતરિક જરૂરિયાતોને સંતોષવા વિલ પાવર કેળવવાનો છે. કારણ કે મારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટીને સમજ્યા કર્યા વિના હું ગિટાર શીખવાનું શરૂ કરીશ તો હું એને અડધેથી જ પડતું મૂકી દઈશ અને પછી મને લાગવા માંડશે કે મારામાં વિલ પાવર જ નથી. તમે અત્યાર સુધી એવી કઈ કઈ બાબતો માટે માનતા રહ્યા કે મારામાં વિલ પાવરનો અભાવ હોવાથી મેં આટલાં કામ ન કર્યા કે અધૂરાં છોડી દીધાં એની યાદી બનાવો અને પછી જાતમાં જરા ઊંડા ઊતરીને વિચારો કે જે તે સમયે એ બધાં કામ શું તમારી આંતરિક જરૂરિયાતોના પ્રાયોરિટી લિસ્ટ પર હતાં? ચાન્સીસ એવા છે કે નહીં હોય. અને હવે એક યાદી બનાવો કે જિંદગીમાં તમે કયાં કયાં શરૂ કરીને પાર પાડ્યાં અથવા હજુય એ કામ તમે કરતાં રહો છો? ઘણી લાંબી યાદી થશે. આ બધાં કામો કરવાનો વિલ પાવર તમારામાં ક્યાંથી આવ્યો? કોઈએ ચમચીમાં મૂકીને પીવડાવ્યો? ના. તમારામાંથી જ એ પ્રગટ્યો કારણ કે એ કામ કરવાની તમારી આંતરિક જરૂરિયાત હતી. તો હવેથી મારામાં વિલ પાવર નથી. એવું કહીને જાતને કોસ્યા કરવાનું બંધ અને વિલ પાવરની કન્સેપ્ટને ગૂંચવી નાખવાનું બંધ.

વિલ પાવર જેવી જ વાત સેલ્ફ કૉન્ફિડન્સની છે. આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Superb article. You have explained this concept in the best and easy way , sir. Thanks a lot for guiding us. Thank you so much.

  2. સફળતા માટે સાતત્ય જરૂરી છે સસલું અને કાચબો ની ગતિ આપણને ઘણું શીખવે છે હોશિયારી અને શિસ્ત બને હોયતો ચાર ચાંદ લાગી જાય ત્યારે આત્મવિશવાસ આવેછે

  3. GOOD
    IT IS MY EXP OF 71 year full active life.I never act or behave to make to show others.I went on work work and work without becoming WORKOHOLIC
    DR PRAVIN KHATRI

  4. In terms of electricity, self confidence is high voltage power, and needs to-be converted in Ampere I. E. Current, by thin wire, I. E. Will power(small actions ) which increases self confidence to reach destination,
    Correct me if wrong.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here