(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, શનિવાર, 12 સપ્ટેમ્બર 2020)
જીવનની અનેક સાદીસીધી સમજોને ગૂંચવી નાખવામાં આવી છે. ધર્મ, આત્મા, મોક્ષ, ઈશ્વર ઈત્યાદિ કન્સેપ્ટ્સ એટલી સહેલી અને સરળ છે કે તદ્દન સામાન્ય માણસ પણ સમજીને જીવનમાં ઉતારી શકે. પણ આ બધી કન્સેપ્ટ્સનું વિશ્લેષણ કરનારા પંડિતો, ચિંતકો, ચતુરોએ પોતાની વાણીની કે પોતાના લેખિત શબ્દોની જલેબીઓ પાડી પાડીને આ વિચારો એવા ગૂંચવી નાખ્યા કે આપણે કોઈને સારી ભાષામાં આ કન્સેપ્ટ્સ સમજાવીએ તો ભારેખમ, ન સમજાય એવી ભાષામાં સાંભળવા-વાંચવા માટે ટેવાઈ ગયેલા લોકો ઉલટાના તમને અભણ અને ગમાર ગણશે. આમ છતાં મેં તો આ કૉલમમાં તેમ જ અગાઉ પણ આ બધી કન્સેપ્ટ્સને ઘેરી વળેલી મિથ્સને તોડીને એની ઓરિજિનલ સાદગીને વાચકો સુધી મૂકવાનો પ્રયાસ કર્યો જ છે.
આજે બીજી બે કન્સેપ્ટ્સ એવી છે જેને મોટિવેશનલ સ્પીકર્સ કે પ્રેરણાત્મક લખાણોની પરબડીઓ ચલાવનારાઓએ એવી ગૂંચવી મારી છે કે કાચાપોચો તો એ રસ્તે ચાલવાની હિંમત જ ના કરે અને આ નવા બાબાગુરુઓની જમાતથી ઈમ્પ્રેસ થઈને એમનાં નામનાં મંજીરાં વગાડવા માંડે. એક વાત તમને કહી દઉં. ટ્રેડ સીક્રેટ છે. કોઈ પણ કન્સેપ્ટને તમે જેટલી વધારે ગૂંચવશો એટલી તમારી દુકાને ગિર્દી વધારે રહેવાની. એલોપથિક ઉપચાર કરનારા ડૉક્ટર-કન્સલ્ટન્ટોને ત્યાં તમે ભીડ જોઈ હશે. કુદરતી ઉપચાર કરનારા નેચરોપથની અપોઈન્ટમેન્ટ લેવા માટે ફોન કરશો તો એ સામેથી પૂછશે : તમને ક્યારે ટાઈમ છે?
પણ શરીર માટે કયો ઉપચાર વધુ સારો તેની તમને ખબર છે.
એવું જ મન માટે છે. ગૂંચવણોની જલેબીઓ ખાવામાં તમને વધારે રસ હોય તો લેટ મી ટેલ યુ ફ્રેન્કલી, મારાં લખાણો તમારા માટે નથી. એ બધી દુકાનોની બજારમાં મેં હાટડી નથી માંડી.
વિલ પાવર કેળવવો બહુ અઘરી ચીજ છે અને એ તો જેનામાં હોય તેનામાં હોય. રાઈટ? રૉન્ગ. તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો કે વિલ પાવર કંઈ બધામાં ન હોય અને વિલ પાવર મેળવવા માટે કે કેળવવા માટે ભારે મશક્કત કરવી પડે.
બે જ નાનકડી વાત તમારી સાથે શેર કરું. થોડા વખત પહેલાં મારે રાતોરાત એક કામ પૂરું કરવું જ પડે એમ હતું અને જો પૂરું ન થાય તો દુનિયા ઊંધીની ચત્તી થઈ જાય એમ હતું. પણ એ દિવસે, મારા રેગ્યુલર કામોમાંથી મને ફુરસદ મળે એમ નહોતું. સવારથી આખો દિવસ દરમ્યાન મેં તે દિવસના મારા કમિટમેન્ટના ત્રણ લેખો પૂરા કર્યા. ડેડલાઈન જાળવીને અડધો કલાક આરામ કર્યા પછી હું પાછો સ્ટડીરૂમમાં ગયો. પેલું અરજન્ટ કામ શરૂ કર્યું. સાંજના સાડા છથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી નૉનસ્ટૉપ લખતો રહ્યો. કુલ 225 પાનાં લખ્યાં. વચ્ચે રાતનું લાઈટ ભોજન, મોડી રાતે દૂધ અને સવારે ડી-ટૉક્સ અને બ્લેક ટી લેવા જેટલો સમય બાદ કરો તો અલમોસ્ટ પંદર કલાક સુધી એક જ ચેર પર, એક જ પોઝિશનમાં બેસીને કામ પૂરું કર્યું. એક મિનિટ પણ ઊંઘ નથી લીધી. છાપાંની લાઈનમાં નોકરી કરતી વખતે આવી ઘણી રાતોના ઉજાગરા કર્યા છે પણ તે વખતે તો ઉંમર પણ ઘણી નાની, વળી સાથે બીજા ક્લીગ્સ હોય અને લેખનનું ઓછું-સંપાદનનું કામ વધુ હોય. મારા માટે પર્સનલી આ અનુભવ અચંબાજનક હતો.
તમે કહેશો કે શું વિલ પાવર છે તમારો! હું કહીશ કે મારો વિલ પાવર છે જ નહીં. કારણ કે એવા કેટલાય દિવસો હું તમને ગણાવું કે મેં એ દિવસે ભરપૂર આળસ કરીને, જે લેખો લખવાના હોય તે લખવાને બદલે આરામ કર્યો હોય, નરી બેદરકારી દેખાડી હોય, એવા દિવસોમાં આ વિલ પાવર ક્યાં જતો રહે છે? જો ખરેખર તમારામાં વિલ પાવર હોય તો તમે ધારો ત્યારે, ધારો એટલું કામ કરી શકો. પણ એવું નથી થતું. શું કારણ એનું? તપાસીએ.
વિલ પાવર કોઈ કેળવવાની કે મેળવવાની ચીજ નથી.
એ પહેલાં બીજી એક નાનકડી વાત કહી દઉં. ચારેક વર્ષ પહેલાં મેં સિગરેટ છોડી. દાયકાઓ સુધી ખૂબ પીધી. સો દિવસ પૂરા થયા ત્યારે એક લખીને જાહેર કર્યું કે, સિગારેટ છોડવી અઘરી નથી. તે વખતે પણ લોકો કહેતા કે ગજબનો વિલ પાવર કહેવાય તમારો. ને હું કહેતો કે મારામાં એવો કોઈ વિલ પાવર છે જ નહીં. એવા કેટલાય દિવસો જતા હોય છે જ્યારે હું અકરાંતિયાની જેમ અપૌષ્ટિક ખોરાક પર તૂટી પડતો હોઉં છું. ખબર હોવા છતાં કે તબિયત માટે એ હાનિકારક છે. તે વખતે મારો વિલ પાવર ક્યાં જતો રહેતો હોય છે? જો મારામાં વિલ પાવર જેવું કંઈક હોય તો જેમ સિગરેટ છોડી એમ મારે તીખું-તળેલું-શ્યુગરી ફૂડ પણ ન ખાવું જોઈએ. જેમ સિગરેટ છોડવાની પ્રેરણા મને કોઈ ડૉક્ટરે કે કોઈ પ્રિયજને નહોતી આપી, મેં મારી મેળે જ છોડી, છોડવી પડે એવું હતું એવી કોઈ પરિસ્થિતિ નહોતી, છતાં છોડી. તો ફૂડની બાબતમાં હું કેમ એવું નથી કરી શક્યો?
તો આ બે દાખલા. એક કામકાજને લગતો, બીજો સિગારેટ-ખોરાકને લગતો. આ બેઉ કિસ્સામાં એપરન્ટલી તમને વિલ પાવરની મહત્તા જણાય પણ એની સામે મૂકેલી મારી દલીલો વાંચીને તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે વિલ પાવર વિશે જે બઢાવી ચઢાવીને વાતો થાય છે તે નકામી છે.
વાત એકદમ સિમ્પલ છે. એક, તમને જો કોઈ કામ કરવાનું ગમતું હશે તો તમે એ કરવાના જ છો. કોઈપણ ભોગે કરવાના છો અને તમને જો કોઈ કામ કરવાનું નહીં ગમતું હોય તો બીજા લોકો તમને ગમે એટલાં ડફણાં મારશે, તમે નહીં જ કરો.
વિલ પાવર કોઈ જડીબુટ્ટી નથી કે એક પ્રવચન સાંભળીને કે ચિંતનનું ચૂરણ ચાટીને તમારામાં આવી જાય.
બે. કોઈ કામ કરવું તમારા માટે અનિવાર્ય છે એવું રિયલાઈઝ થશે ત્યારે જ તમે એ કામ કરશો અને એ જ કામ કરશો. બીજાં કામ નહીં કરો.
ત્રણ, કોઈ તમારા પર દબાણ લાવે ત્યારે, કે તમારી નામરજી હોવા છતાં કોઈ તમારી પાસે અમુક કામ કરાવશે તો તમે અચૂક એમાં વેઠ ઉતારવાના અને પછી કેમ આ કામ ઠીકથી નથી થયું એવું પૂછવામાં આવશે ત્યારે તમે લાખ બહાનાં કાઢીને તમારી જવાબદારીમાંથી છટકી જવાના.
ચોથું. તમારામાં વિલ પાવર છે કે નહીં તે માપવાનું યંત્ર હજુ સુધી શોધાયું નથી અને શોધાવાનું પણ નથી. વિલ પાવર કોઈ કેળવવાની કે મેળવવાની ચીજ નથી. આ ઘડીએ મેં નક્કી કર્યું કે મારે આ લેખ અધૂરો મૂકીને મારા મૉર્નિંગ વૉક માટે જવું છે તો તમે આમાં મને વિલ પાવરવાળો કહેશો કે વિલ પાવર વગરનો ગણશો? લેખ પૂરો કરીને ડેડલાઈન પાળવી જ એટલે વિલ પાવર નથી. વૉક પર જવાનો નિયમ તોડવો નથી એ પણ વિલ પાવર છે. મતલબ કે તમારી પ્રાયોરિટી કઈ એ મુજબનું તમે વર્તન કરતા હો છો, તમારા તથાકથિત વિલ પાવર સાથે આને કોઈ લેવાદેવા નથી. (બાય ધ વે, આ લેખ ભરબપોરે લખાયો છે. વૉકનું ઉદાહરણ માત્ર કલ્પનાની નીપજ છે!)
પાંચમી વાત. ચાર દિવસ બદામ ખાઈ લેવાથી અક્કલ વધી જતી નથી, સ્મૃતિશક્તિ વધી જતી નથી. અઠવાડિયું દંડ પીલી નાખવાથી શરીર સ્નાયુબદ્ધ બની જતું નથી. વિલ પાવર કોઈ જડીબુટ્ટી નથી કે એક પ્રવચન સાંભળીને કે ચિંતનનું ચૂરણ ચાટીને તમારામાં આવી જાય. તમે તમારી જાતની આગળ કબૂલ કરો કે તમારી પ્રાયૉરિટી કઈ છે જીવનમાં, ત્યારે જ વિલ પાવર ભણીની તમારી જાત્રા શરૂ થાય. એ યાત્રા દરમ્યાન અનેક સ્ટેશનો આવતાં હોય છે, જ્યાં ઉતરી જવાનું તમને મન થશે. તમારે યાદ રાખવું પડશે કે તમે કયા સ્ટેશને જવાની ટિકિટ કઢાવી હતી. વચ્ચેનું કોઈ સ્ટેશન તમારા ડેસ્ટિનેશનના સ્ટેશન કરતાં વધારે ભવ્ય દેખાય તો ઊતરી પડવાની જરૂર નથી. અધૂરી યાત્રા તમને ક્યાંય નહીં લઈ જાય.
પણ આ વાત અહીં અધૂરી રાખવી પડશે. વધુ આવતી કાલે.
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ
પ્રિય વાચકો,
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.
‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.
આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)
‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
સર , તમે કેટલી સાચી વાત કરી !! ધર્મગુરુઓ અને મોટીવેશન વક્તાઓએ જીવનનાં ઘણા તબક્કાઓને ગુંચવી માર્યા છે. આપની સ્પષ્ટ અને સચોટ વાત આવા વખતે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
Superb . Very simple n direct in mind . ??
Each and all news post by Shri Saurabh is knowledgeable every day I used to read it
By which we are receving some.what good thing
For which most of readers don’t know.
I HOPE WE ARE HAPPY TO READ IT EVERYDAY
NEW AND OLD THINGS.
THANKS LOT WITH BEST REGARDS
Superb
ગમતાં નો કરીએ ગુલાલ અને અણગમતા કામને
અમાન્ય / અણગમતી વ્યક્તિ તરીકે તિરસ્કૃત કરીએ છીએ .
ગમતાં કામમાં આપણને મોજ પડતી હોય છે તેથી તે આપણે
પૂરતી દિલચસ્પી થી કરીએ છીએ પણ પરાણે માથે પડેલ કામમાં આપણે બેજવાબદારી ઉમેરી કામ કરીએ છીએ.
સૌરભભાઈ – ખાસ વિષયો પર આપનું મંથન લાજવાબ હોય છે જે પંચામૃત ની ગરજ સારે છે.
Nice