કિસી કે બેટે કા મહારાષ્ટ્ર થોડી હૈઃ સૌરભ શાહ

(આજનો તંત્રીલેખઃ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020)

#2MinutesEdit

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસના મિડિયા કવરેજ સાથે તમે સહમત થતા હો કે ન થતા હો; કંગના રાણાવત સહિતના સુશાંતના ટેકેદારોને તમારો ટેકો હોય કે ન હોય; સીબીઆઈ, એનસીબી અને ઇડીની જાંચતપાસની ગતિ/દિશા તમને સંતોષકારક લાગતી હોય કે ન હોય— આ ત્રણેય મુદ્દા ગઈ કાલે ગૌણ બની ગયા જયારે કંગનાની આપકમાઈમાંથી એણે ખરીદેલી કરોડો રૂપિયાની ઑફિસ ઉદ્ધવ ઠાકરેએ જે.સી.બી.થી જમીનદોસ્ત કરી નાખી અને મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ આ જુલમ સામે એક હરફ ન ઉચ્ચાર્યો. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના કરજતસ્થિત ફાર્મહાઉસ વિશે ઇન્વેસ્ટિગેશન કરી રહેલા ‘રિપબ્લિક’ ટીવીની રિપોર્ટર- કેમેરામેનની ટીમને કોઈ વાંકગુના વિના પોલીસ હિરાસતમાં લઈ લેવામાં આવ્યા અને વારતહેવારે ટુકડે ટુકડે ગેન્ગની ‘અભિવ્યક્તિની આઝાદી’ માટે મેદાનમાં ઉતરી પડતા સેક્યુલર મિડિયાએ એક હરફ ન ઉચ્ચાર્યો.

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી કે એની હત્યા કરવામાં આવી હતી તેની તપાસ કરવી જરૂરી છે પણ અત્યારે એની જગ્યાએ ઘણા મોટા અને વિકરાળ એવા બીજા ત્રણ વધુ અગત્યના ઇશ્યુઝ પર સર્ચલાઇટ ફેંકાઈ રહી છે.

પહેલો મુદ્દો એ પુરવાર થઈ ગયો કે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારની એનસીપી તથા સોનીયામૈયાની કૉન્ગ્રેસ સાથે નાતરું કરીને બનાવેલી સરકાર માત્ર કરપ્ટ જ નહીં, ફાસિસ્ટ પણ છે.

લોકશાહીમાં નહીં પણ ઠોકશાહીમાં માનતી આ રાજ્યસરકાર પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાને ઢાંકવા કઈ હદ સુધી જઈ શકે છે એનું પ્રતીક ગઈ કાલે ઉદ્ધવે મોકલેલું જેસીબી છે. બૉમ્બે હાઈકૉર્ટે ઉદ્ધવની આ ચેષ્ટાને ‘બદદાનતભરી અને ખેદજનક’ જાહેર કરી છે. અનધિકૃત બાંધકામ તોડવું જ જોઈએ અને એ માટે વર્ષોની પ્રક્રિયા થતી હોય છે એવું દરેક મુંબઇગરાએ જોયું છે. વૉર્ડન રોડ અને પેડર રોડના જંકશન પર ઊભા થયેલા ‘તિરુપતિ’ એપાર્ટમેન્ટના ગેરકાયદે બંધાયેલા વધારાના માળને તોડવાની કાયદાકીય કાર્યવાહી થતાં વર્ષોનાં વર્ષે નીકળી ગયાં. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કૉન્ગ્રેસી મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન અશોક શંકરરાવ ચવ્હાણે જે કોન્ટ્રોવર્સીને કારણે મુખ્યમંત્રની ખુરશી છોડવી પડી હતી તે કોલાબાની પ્રાઇમ જગ્યાએ બંધાયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીના કૌભાંડના પાયામાં જે મુદ્દાઓ હતા તેને પેઇડ ન્યુઝ દ્વારા મિડિયામાં દબાવી દેવામાં આવ્યા હતા એવી ફરિયાદ ચવ્હાણની ચૂંટણી દરમ્યાન ઇલેક્શન કમિશન સમક્ષ થઈ હતી. મુંબઇના હજારો બહુમાળી મકાનો, શોપિંગ સેન્ટર્સ અને લાખો ઝૂંપડીઓ સામે અનધિકૃત બાંધકામના કેસ ઊભા છે. પરંતુ આ બધામાંથી એક કંગના રાણાવત પર જ નિશાન તાકીને ચોવીસ કલાકની નોટિસ આપીને માલિકની ગેરહાજરીમાં ડઝનબંધ હથિયારધારી પોલીસને લઇને ઉદ્ધવે મ્યુનિસિપાલિટી પાસે જેસીબી દ્વારા જે કામ કરાવ્યું છે તે પછી મુંબઇગરાઓ જ નહીં, તમામ મહારાષ્ટ્રિયનો આ માણસ પર પાંચ પૈસાનો ભરોસો પણ મૂકે એમ નથી. ભરોસો હોય તો એક જ વાતનો કે 2024 કે તે પહેલાં (જો મધ્યવર્તી ચૂંટણી યોજાય તો) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેના મુંબઈ-મહારાષ્ટ્રમાં રમખાણો કરાવીને અરાજકતા અને મિસઇન્ફર્મેશનનો મારો ફેલાવશે અને કોશિશ એવી થશે કે મતદારોને એમાં ભાજપનો જ વાંક દેખાય. 2024 પહેલાં મહારાષ્ટ્રે શિવસેના-કૉન્ગ્રેસ સ્પોન્સર્ડ રમખાણોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

બીજો મુદ્દો એ સ્પષ્ટ થઈ ગયો કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં સૌ કોઈ આ દેશનું અહિત કરનારા સેક્યુલરિઝમના અઠંગ ચાહકો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જે મુદ્દાઓને દૂર દૂર સુધી કોઈ લેવાદેવા ન હોય એવા ડઝનબંધ મુદ્દાઓને લઇને વિરોધ કરવા માટે જે લોકો ટ્વિટર પર (અને ફરહાન અખ્તર જેવા ક્યારેક રસ્તા પર) ઉતરી આવતા હોય છે તેઓ સૌ પોતાની જ ઇન્ડસ્ટ્રીની એક પ્રોમિનન્ટ સભ્ય કંગના રાણાવતનું ઉદ્ધવસરકાર દ્વારા ચીરહરણ થાય છે ત્યારે અદબ વાળીને મોં પર આંગળી મૂકીને તમાશો જોયા કરે છે. આમના કરતાં તો ધૃતરાષ્ટ્ર-ભીષ્મ સહિતના કૌરવો સારા જેમનાં માથાં દ્રૌપદીના ચીરહરણ વખતે શરમના માર્યા ઝૂકી તો ગયાં હતાં. કંગનાની પડખે નહીં ઊભા રહેનારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નાના-મોટા કોઇએ પણ ઉદ્ધવની ટીકાની વાત તો જવા દો, પોતે આ બનાવમાં કંઈ કરી શકે એમ નથી એવી શરમિંદગી પણ જાહેર નથી કરી.

ત્રીજો મુદ્દો એ સ્પષ્ટ થઈ ગયો કે રાજદીપ સરદેસાઈ સહિતના સેક્યુલર પત્રકારો અને તેઓ જે મિડિયા હાઉસની નોકરી કરી રહ્યા છે તેઓ ક્યારેય આ દેશના થયા નથી, થવાના નથી.

સુશાંત-કંગના કિસ્સા દરમ્યાન આ મિડિયાનો જે એડિટોરિયલ સ્ટાન્સ રહ્યો, જે પ્રકારનું એમણે રિપોર્ટિંગ કરાવ્યું, જે પ્રકારની ચર્ચાઓ ગોઠવી—તે બધું જ પુરવાર કરે છે આ સેક્યુલર મિડિયા સમાજદ્રોહી છે, દેશદ્રોહી છે. મિડિયાના નામ પર તેઓ કલંક છે. મિડિયા શા માટે બદનામ છે એવું કોઈ પૂછે ત્યારે જે જવાબ આપવાનો થાય એ જવાબમાં આ સૌનાં નામ સામેલ હોવાનાં.

સુશાંતની આત્મહત્યા વાસ્તવમાં હત્યા હતી કે નહીં એ પુરવાર કરવાનું કામ અદાલતનું છે. પણ આ કેસ નિમિત્તે ઉદ્ધવસરકાર, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા સેક્યુલર મિડિયાની પ્રજાવિરોધી-દેશવિરોધી પ્રવૃત્તિઓનાં ડીએનએની જડબેસલાક સાબિતીઓ મળી ગઈ છે. ભવિષ્યમાં આ ત્રણેય અમર- અકબર- એન્થનીનાં ઠાઠડી, જનાજો તથા ફયુનરલ પ્રોસેશન નીકળશે ત્યારે આપણે સૌ સુશાંતના આત્માની સદ્દગતિ માટે ફરી એકવાર પ્રાર્થના કરીશું કે તારે કારણે આ ગંદકી સાફ થઈ અને આ સફાઇકાર્યમાં પોતાના હાથ ગંદા કરીને પણ સ્વચ્છતા અભિયાન ચલાવનારા અર્નબ ગોસ્વામીનો અને કંગના રાણાવતનો આપણે આભાર માનીશું.

કોમવાદી મુસ્લિમ આફત ઇન્દોરીએ તો હિન્દુઓ પ્રત્યેના દ્વેષને પ્રગટ કરવા કહ્યું હતું: સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં/ કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ… પણ અહીં ઉદ્ધવને, બોલિવુડને, મિડિયાને સંબોધીને અને રાષ્ટ્ર માટેના આપણા પ્રેમને પ્રગટ કરવા આપણે સૌએ બુલંદ અવાજમાં ઘોષણા કરવાની છેઃ કિસી કે બેટે કા મહારાષ્ટ્ર થોડી હૈ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

27 COMMENTS

  1. LAYKAYAT VAGAR NA MANSO CHHE AA BADHA , VANDRA NE DARU PAIRVANI NE HATH MA TALVAR AAPVA JEVU THAYU CHHE, SALA KHOTA MANSO BADHE J GHUSI GAYA CHHE

  2. સર , આ વાત પર આપ શું કહેવા માંગો છો એ જાણવા હું તત્પર હતી. અને આપે એક ઘા અને બે કટકા કરીને આપનો અભિપ્રાય આપ્યો. અભિનંદન સર. જે ” ત્રણ ” ની ઠાઠડી નીકળવાની છે એમનું પતન જોવા હું જ નહીં પણ આખો દેશ આતુર છે. આપની હિંમતને દાદ દેવી પડે. આપના માટેનો આદર ઓર વધી ગયો છે.

  3. Dear sir, you are extremely right. Uddhav and Sanjay Raut has no guts to handle the situation. Mind well this act of Shivsena shall be the sign of it’s end. I can not see any future of Shivsena.

  4. Bold Step taken By You ,
    Atleast ,
    Mard Manush Ban ke ..
    Film Industry ki & Kahevata Media House ke Hijado ki Fauj ko Benakab Kiya …

  5. આ ઉદ્ધવ ઠાકરે ની કોઈ લાયકાત જ નથી કે તે આ મહારાષ્ટ્ર રાજ્ય નો મુખ્ય મંત્રી બને. તેણે જે કાર્ય કર્યું છે તે કોઈ ગલી ના ગુંડા ની મવાલી ગીરી થી કમ નથી. તે અત્યારે ધૃતરાષ્ટ્ર ની જેમ પોતાના વંઠેલ પુત્ર આદિત્ય ઠાકરે ને બચાવવા પડ્યો છે. દિશા સલિયન ના અપમૃત્યુ માં આદિત્ય ઠાકરે, પેલો નીચ માણસ આદિત્ય પંચોલી નો એવો જ બગડેલો છોકરો સૂરજ પંચોલી તથા બીજા ઘણા મોટા માથા સામેલ છે.દિશા પર તેના બોય ફ્રેન્ડ ની પાર્ટી માં તે રાતે સામૂહિક બળાત્કાર થયો હતો અને તેની લાશ કમ્પાઉન્ડ માં નગ્ન પડી હતી. આ બધું દબાવી દેવા માં આવ્યું છે. મને તો હજી પણ નવાઈ લાગે છે કે જેની જુવાનજોધ દીકરી નું મૃત્યુ થયું છે તેના માબાપ કેમ કાંઈ બોલતા નથી? એમને પણ ધાક ધમકી અને ડર દેખાડી ને શાંત કરવા માં આવ્યા છે. કંગના રાણાવત4 પર અંગત કિન્નાખોરી દાખવી ને ઉદ્ધવે પોતાની ઔકાત સાબિત કરી દીધી છે. તેના થી સત્ય સહન થતું નથી. માનનીય બાળા સાહેબ ઠાકરે ના એક પણ ગુણ આ કપાતર માં આવ્યા નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ fraud ઇન્ડસ્ટ્રી છે. બધા જ hypocrites છે.

  6. Maharastra governemnt acted like fascist and authoratiran power house. Shivsena put full stop on the respect earned by Shree Balasahebji. They are taking name of Shree Chhatrapati Shivaji Mahraj but they are forgetting that Chhatrapati Shivaji Mahraj did great work with blessing of Bhavani Maata and Sant Ramdaas, earned respect from people in maraathi Raiyat. Bollywood execpet few most of them have sold their soul for money, they were never stood before and in future for national cause or any justice for common people. They are perfect example of leftist and librandu (aplogiize i am using your words to classify them).

  7. Rightly appreciated Arnab Goswami and Kanganaji at the end of this article.
    During the epidemic many have lost their regular monthly / weekly HAFTAS and have become worse than wild animals.

  8. ઘણા સમયથી તમે અલ્પવિરામ માં હતા હવે સાચો સમય આવી ગયો છે તમને મારા કરતાં તમને સારૂ judgment છે તમે યોગ્ય સમયે કઠોરતા બતાવશો એવો વિશ્વાસ છે જયહિન્દ

  9. Very timely editorial
    whole country is watching such childish reactions of Sonia sena Sarkar
    Actions & Statements made by them are putting our democracy to a dangerously low level

  10. blood of every citizen should boiled up on this undemocratic government of Maharashtra. Salute to you for your BOLD RESPONSE.

  11. ઉદ્ધવ હિન્દૂ હૃદય સમ્રાટ ના દીકરા મુસ્લિમ હૃદય સમ્રાટ ના ચક્કર માં હિન્દુત્વ તો ગુમાવી જ બેઠા છે ને સાથે સાથે માણસાઈ પણ

  12. भाई महाराष्ट्र नि सरकार एटले एक नोकर ना २ शेठ
    बीजा शब्द मा कहीये तो
    एक स्त्री ना २ पति छे,,,,,,,,,

  13. if possible translate this 2minute edit in Hindi & English and post it, so that it can be reached to many.

  14. 100 ℅ . There are unauthorised structures in thousands but why no action? Why was she targeted? Common man understands.

  15. is Marathi manus ready to react this in Comming polls? What could have been done if Kangna is Born by A. Marathi Lady? Perhaps answer is known to all.

  16. ખૂબ જ નિર્ભય અને નિર્ભિક લેખ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંગના રાણાવત અને કલમ જગતમાં સૌરભ શાહ નિર્ભય અને નિર્ભિક કલાકાર આપણા હિન્દુસ્તાન માટે ગૌરવરૂપ છે.શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની આ ગુંડાગીરીને વખોડતા આ લેખ માટે આપને ખુબ ખુબ ધન્યવાદ.જય હિન્દ- વંદે માતરમ.
    ??

  17. અદ્ભૂત ! ખૂબ જ હિંમતપૂર્વક આપે સત્તા લાલચુઓ અને દેશદ્રોહીઓને ખુલ્લા પાડ્યા !
    ?????

  18. મહારાષ્ટ્ર માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી જનતા એ શાસક aaghadi ના ફારસ જ જોવાના છે. Pmc scam fame વાધવા બંધુ મહાબળેશ્વર ફરવા જાય( સ્પેશિયલ permission courtesy home dept. Secretary Maharastra govt.), NCP નો એક નેતા એક સામાન્ય નાગરિક ને પોલીસ પાસે શારીરિક હુમલો કરીને ધમકી અપાવે (Facebook પર વિરોધી લખાણ પોસ્ટ કરવા પર), અને ગઇકાલે demolition આ બધું જોઈને લાગે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

  19. Just imagine what would happened or response of celebrities who did not say a word on demolition of Kangana’s home office if such a cowardly actions would have been demonstrated on Shahrukh Khan or Amir Khan or Javed Akhatar or any muslim actor’s ( no matter how much pupular he or she is) illegal property…..!!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here