સત્યાવીસમી ફેબ્રુઆરી — આ વખતની અને બાવીસ વર્ષ પહેલાંની : સૌરભ શાહ

( ‘ગુડ મૉર્નિંગ’ : સોમવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪)

આવતી કાલે સત્યાવીસમી ફેબ્રુઆરી. બરાબર બાવીસ વર્ષ પહેલાં, 2002ની સાલમાં, ગોધરા હિન્દુ હત્યાકાંડ સર્જાયો.

આઝાદી પછી (અને તે પહેલાંથી) જેમ બનતું આવ્યું હતું એમ, ૫૯ હિન્દુઓને જીવતા બાળી મારવાની ઘટના બદલ જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું તે કાવતરાખોરો સામે કડક પગલાં લેવાની માંગ કરવાને બદલે ભારતના મીડિયાએ અને ભારતના મીડિયાનું જોઈને વિદેશી મીડિયાએ આ હિન્દુ હત્યાકાંડને ભુલાવી દેવાની કોશિશ કરતા હોય એમ ગુનેગારોને બચાવવા માટે દોટ મૂકી.

2002નો એ ઇતિહાસ તમને ખબર છે. વારંવાર એ વિશે અમે લખ્યું છે.

આજે બાવીસ વર્ષ પછી પણ ગોધરા હિન્દુ હત્યાકાંડને ભૂલી જઈને આ હત્યાકાંડ બાદ થયેલાં રમખાણોને દેશદ્રોહીઓ, સેક્યુલરવાદીઓ, સામ્યવાદીઓ તથા કૉન્ગ્રેસીઓ સાથે મળીને જેનોસાઇડ અને પોગ્રોમ (જાતીય નિકંદન)ની બૂમરાણ મચાવે છે. બે વર્ષ પહેલાંની 26મીથી 28મી ફેબ્રુઆરી દરમ્યાન તિસ્તા સેતલવાડ (જેના પર 2002નાં રમખાણો દરમ્યાન મુસ્લિમોની મદદ કરવાના બહાને ઉઘરાવેલા પૈસા પોતાના અંગત મોજશોખ તથા ખર્ચાઓ માટે વાપરી કાઢવાના આક્ષેપસર કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો તે) તથા તિસ્તાના અન્ય તથાકથિત લિબરલ ‘વિદ્વાન’ મિત્રો-સાથીઓ (લગભગ 50 જેટલા) આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હોહા કરવાનો પ્રયાસ કર્યો હતો– એક ફાલતુ સેમિનાર યોજીને.

આ વરસે કર્ણાટકની કૉન્ગ્રેસ સરકારે એક સેમિનાર માટે ઈંગ્લૅન્ડથી નતાશા કૌલ નામની એક ભારતદ્વેષી પ્રૉફેસરને પ્રવચન માટે બોલાવી. કેન્દ્ર સરકારે ગઈ કાલે એને એરપોર્ટ પરથી જ પાછી ભગાડી દીધી. સેક્યુલરિયાઓ અત્યારે સોશિયલ મીડિયા પર છાજિયાં લઈ રહ્યા છે.

2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી થયેલાં રમખાણો દરમ્યાનના અને તે પછીના દિવસો યાદ છે તમને? મને બરાબર યાદ છે. અત્યંત સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવતા તે વખતના સીએમ (અને આજના પીએમ)ની ઉપર બેફામ આક્ષેપો થયા, એમને ‘મોતના સોદાગર’ કહેવાયા, એમના પર એસ.આઈ.ટી.ની ઇન્કવાયરી બેસાડવામાં આવી અને આ બધામાંથી નરેન્દ્ર મોદી અક્ષુણ્ણ રહીને, બેદાગ બહાર આવ્યા તે છતાં બે બદામની એનજીઓની બહેનજીઓ તે વખતે અને વીસબાવીસ વર્ષ પછી પણ જાતીય નિકંદન પોગ્રોમ- જેનોસાઇડનાં મંજીરા વગાડીને ઉછળી ઉછળીને નાચે છે.

જરા કલ્પના કરો કે જો 2014માં સત્તાપલટો ન થયો હોત અને પપ્પુની મમ્મીનું રાજ હજુય ભારત દેશના કમનસીબે ચાલુ રહ્યું હોત તો આ ન્યુસન્સ મેકર્સે મોદીને, આપણને સૌને જીવતા છોડ્યા હોત? સવાલ જ નથી. સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ ડબ્બામાં પૂર્યા વગર આપણને સૌને આ લોકોએ જીવતા સળગાવી દીધા હોત અને આપણી ચિતા પર પોતાના પિત્ઝા બેક કરીને, ગોશ્ત બિરિયાનીની હાંડીઓ ચડાવીને આજે તેઓ જયાફત કરતા હોત.

ભારતને ખોખલો-કંગાળ કરીને આ સૌ લોકોએ પોતપોતાની તિજોરીઓમાં એટલું ઠાંસ્યું હોત કે એમની તિજોરીનું બારણું માંડમાંડ બંધ થતું હોત.

સત્યાવીસમી ફેબ્રુઆરીના દિવસનું મહત્ત્વ દરેક હિન્દુએ સમજવું જોઈએ, અને આ તારીખ પહેલાંની તેમ જ એ પછીની બે તારીખો યાદ રાખવી જોઈએ. એક, છઠ્ઠી ડિસેમ્બર 1992 અને બીજી 2014ની 26મી મે. આપણા દેશના સમકાલીન ઇતિહાસનો આ સવા બે દાયકાનો સમયગાળો આપણે ક્યારેય ભૂલવો ન જોઈએ.

2003ની સત્યાવીસમી ફેબ્રુઆરીથી 2014ની સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી હું દર વર્ષે આ દિવસે નકોરડો ઉપવાસ કરતો અને આગલા દિવસે (છવ્વીસમીએ) એસ.એમ.એસ. કરીને (પછી વૉટ્સએપ કરીને) તમામ મિત્રો-સ્વજનોને લખતો (અને એ સંદેશાને સૌને ફોરવર્ડ કરવાની વિનંતી કરતો) :

‘આવતી કાલે સત્યાવીસમી ફેબ્રુઆરીનો કાળો દિવસ છે. આ દિવસે ગોધરા સ્ટેશન પર ઊભેલી સાબરમતી એક્સપ્રેસમાં 59 હિન્દુઓને જીવતા સળગાવીને મારી નાખવામાં આવ્યા. જરા કલ્પના કરો કે તમે એક સળગતી દિવાસળી પકડી છે. ક્યાં સુધી પકડી શકશો? એક તબક્કે તમારા અંગૂઠા અને આંગળીનાં ટેરવાં દાઝશે અને તરત તમે દિવાસળી છોડી દેશો. હવે વિચારો કે જેઓ પગથી માથા સુધી સળગી રહ્યા છે, જેમની પાસે બચવાનો કોઈ ઉપાય નથી, એવા નિઃસહાય 59 હિન્દુઓ બળી જાય છે, શરીર લાકડા જેવું કાળું થઈ જાય છે ત્યાં સુધી તડપે છે—એમની વેદના કેવી હશે. કાલે હું નકોરડો ઉપવાસ રાખવાનો છું. તમે પણ રાખજો. આ સંદેશો તમારા સંપર્કમાં હોય એવી તમામ વ્યક્તિઓને પહોંચાડજો.’

ક્રમશઃ ગુજરાતમાં હજારો, કદાચ લાખો હિન્દુઓ 27મી ફેબ્રુઆરીએ ઉપવાસ રાખતા થયા. 2014માં મોદીયુગના આગમન પછી એ પ્રથાનું સમાપન કર્યું.

2014ની 26મી મે જેવો દિવસ જોવા મળશે એવાં સપનાં સૌએ જોયાં હતાં પણ ખરેખર આ જિંદગીમાં આવો દિવસ આવશે એની ખાતરી નહોતી. જે રીતે ભારતમાં હિન્દુઓને, હિન્દુત્વના પ્રહરીઓને, હિન્દુ સંસ્કારો અને હિન્દુ પરંપરામાં માનનારા સૌ કોઈને ક્રોધની નજરે જોવામાં આવતા, હિન્દુ હોવા બદલ અપમાનિત કરવામાં આવતા, કારાવાસમાં ધકેલવામાં આવતા.

કૅન યુ ઇમેજિન કે આજે જેઓ દેશના ગૃહમંત્રી છે તે અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હતા ત્યારે એમને અઢી મહિનાથી પણ વધુ વખત માટે, દિલ્હીની કેન્દ્ર સરકારે ખોટા કેસમાં સંડોવીને સાબરમતી જેલમાં પૂરી દીધા હતા એટલું જ નહીં જામીન પર છૂટ્યા પછી તેઓ ગુજરાતમાંથી તડીપાર થાય એવો કારસો સોનિયા સરકારે ગોઠવ્યો હતો. અને સર્વશક્તિશાળી નરેન્દ્ર મોદી પણ અમિત શાહની વહારે ધાઈ ના શકે એવો જડબેસલાક બંદોબસ્ત પપ્પુની મમ્મીએ કર્યો હતો.

2014 પહેલાંનો એ સમય કેટલો કપરો હતો એનો પ્રત્યક્ષ અનુભવ જેમને નથી, જેઓએ તટસ્થ રહીને — તટ ઉપર ઊભાં ઊભાં તમાશો જોયો છે એમને કદાચ 1992, 2002, 2014ની તારીખોનું મહત્ત્વ નહીં સમજાય. એ સમય સંઘર્ષનો ગાળો હતો, આઝાદી પહેલાં લાઠીઓ ખાવાના અને ફાંસીએ ચડવાના જે કિસ્સાઓ બનતા એવા જ સંઘર્ષનો એ ગાળો હતો

2014ની 26મી મેએ મોદીના આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું, હજુય બદલાઈ રહ્યું છે. એમણે આવતાંની સાથે જ એન.જી.ઓ.ની બહેનજીઓને વિદેશથી આવતા ધનરાશિની પાઇપલાઇન પર જડબેસલાક બૂચ લગાવી દીધો. આ માણસે એકલે હાથે હિંમતભેર જે નિર્ણયો લીધા, એ નિર્ણયોનું અમલીકરણ કરાવ્યું, અમલમાં આવ્યા પછી જે કંઈ રોડ બ્લૉક આવ્યા તે દૂર કર્યા – આને કારણે ભારતમાં એક જબરજસ્ત પરિવર્તનની તાજી હવા આપણે જોઈ છે.

2015ની 27મી ફેબ્રુઆરીથી હવે એ કાળા દિવસની સ્મૃતિમાં ઉપવાસ કરવાને બદલે આ પ્રકારની જુર્રત કરનારાઓ સામે તેમજ આવી હરકતોને સમર્થન આપનારાઓની સામે વધુ જોરથી લડવાનું છે એવું બળ મોદીએ આપણને સૌને આપ્યું.

કેટલાક લોકોને ખબર જ નથી (અને કેટલાક જેમને ખબર છે તેઓ સ્વીકારવા જ તૈયાર નથી) કે 2014 પછી આ એકલા માણસને કારણે દેશમાં કેટલી મોટી ક્રાન્તિ આવી છે. 2002થી 2014 વચ્ચેનાં બાર વર્ષના એક એક દિવસનો હિસાબ જેમની પાસે છે એમને ખબર છે કે 2014માં મોદી દેશના વડા પ્રધાન ન બન્યા હોત તો 2024ની સત્યાવીસમી ફેબ્રુઆરીએ તમે શું કરતા હોત? (અમારું તો બંગાળ કે કેરળમાં જેમ હિંદુઓનું થાય છે એમ ક્યારનુંય જયશ્રીકૃષ્ણ કરી નાખવામાં આવ્યું હોત, પણ તમે શું કરતા હોત?)

વચ્ચે જે કોરોનાનો કપરો કાળ વીત્યો એમાં કૉન્ગ્રેસીઓએ અને કેજરીવાલો, મમતાઓ, ઉદ્ધવોએ આ દેશને વેચી કાઢ્યો હોત. દેશમાં બનેલી વેક્સિનને બદલે ફાઇઝર વગેરેને કાંડા કાપી આપ્યાં હોત અને હજારો કરોડ ડૉલર આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓ પાછળ લૂંટાવી દીધા હોત જેમાંથી દરેક રાજકારણીએ પોતાની કટકીઓ મેળવી લીધી હોત. કોવિડ સેન્ટરો, ઑક્સિજન સપ્લાય, આઇસીયુ, વેન્ટિલેટરોનાં બીજાં હજારો રૂપિયાનાં કૌભાંડો થયાં હોત. તેઓની અણઆવડતને કારણે આખો દેશ અંધાધૂંધીમાં અટવાઈ ગયો હતો. આમેય આ અરાજકતાવાદીઓને બીજું આવડે છે પણ શું? વહીવટ કરવાની આવડત નથી – સત્તા પર બેસીને ક્યાંથી શું અને કેટલું ચાટવા મળશે એવી લોલૂપ નજરો જ ફરતી હોય છે આ બધાઓની.

નસીબ આપણા સૌના સારા કે કોવિડ 2014 પહેલાં ન ત્રાટક્યો અને મોદીના માથે આ આપત્તિ આવી. આપત્તિઓ સમર્થ પુરુષોના માથે જ આવતી હોય છે, જેઓ આપત્તિમાંથી સૌને ઉગારી શકે એવા શક્તિશાળી લોકોના માથે જ ભગવાન આપત્તિઓ મોકલી આપતો હોય છે, ભગવાનને ભરોસો હોય છે આવા લોકોમાં કારણ કે એ લોકોએ ભૂતકાળમાં પોતાનામાં કેટલી ક્ષમતા છે તે પુરવાર કર્યું હોય છે, પોતાનું ટિમ્બર સાબિત કર્યું હોય છે.

મોદીએ પોતાનું ટિમ્બર 2002ની 27 ફેબ્રુઆરી પછીના ગાળામાં સાબિત કર્યું. એમણે પુરવાર કર્યું કે તેઓ વજ્રથીય કઠોર છે અને કુસુમથીય કોમળ છે. 7 ઑક્ટોબર 2001ના રોજ તો એમણે હજુ ગુજરાતના સી.એમ.ની જવાબદારી સ્વીકારી. માત્ર સાડા ચાર મહિનામાં જ 2002ની 27 ફેબ્રુઆરીનો ગોધરા હિન્દુ હત્યાકાંડની કટોકટી ત્રાટકી. સી.એમ. બન્યા પહેલાં ન તો તેઓ સત્તાના રાજકારણમાં હતા, ન એમને સક્રિયપણે બ્યુરોક્રસી પાસેથી કામ લેવાનો કોઈ અનુભવ હતો. પણ વ્યવસ્થાશક્તિ એમનામાં હતી, દીર્ઘદૃષ્ટિ હતી, માણસો પાસેથી કામ લેવાની આવડત હતી અને સૌથી વધારે તો નિષ્ઠા હતી —રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, ભારતની પરંપરા ભારતના ગૌરવ પ્રત્યેની નિષ્ઠા.

૨૭ ફેબ્રુઆરીના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી જે રોષ ફાટી નીકળ્યો તેને મોદીએ ખૂબ અસરકારક રીતે કાબૂમાં લીધો. મોદી સામે સંજીવ ભટ્ટ જેવા આઈ.પી.એસ. અફસરોએ ( આજે એ જેલમાં સબડી રહ્યો છે), ભ્રષ્ટ રાજકારણીઓએ તથા ગામના ઉતાર સમા સેક્યુલર ઘૂસપેઠિયાઓ સહિત ઘણા સડકછાપ ગુજરાતી-બિનગુજરાતી પત્રકારોએ ખૂબ એલફેલ આક્ષેપો કર્યા. મોદીએ ધીરજપૂર્વક આ તમામ આક્ષેપોના વરસાદમાં ભીંજાયા વગર પોતાનું કામ ચાલુ રાખીને ગુજરાતમાં બહુ ઝડપથી શાંતિ સ્થાપી એટલું જ નહીં એ પછી તેઓ જ્યાં સુધી સીએમ રહ્યા ત્યાં સુધી (અને એમના દિલ્હી ગયા પછી પણ) ગુજરાતમાં રમખાણો ન થાય એવી જડબેસલાક સમાજવ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા ગોઠવી.

1960માં ગુજરાતની સ્થાપના થયા પછી રાજ્યમાં કૉન્ગ્રેસ શાસનમાં વારંવાર કોમી રમખાણો થતાં, નાનું સરખું છમકલું ક્યારે મોટી આગ પકડશે તેની સૌ કોઈને દહેશત રહેતી. કૉન્ગ્રેસની મુસ્લિમવાદી રાજનીતિ અને ગુજરાતના તથાકથિત બૌદ્ધિકો તેમ જ કરપ્ટ મીડિયાની મિલીભગતને કારણે ગુજરાતની પ્રજાએ ખૂબ સહન કરવું પડતું. મોદીના હાથમાં વહીવટ આવ્યા પછી આ બધું તત્કાળ બંધ થયું.

ગોધરા હિન્દુ હત્યાકાંડ થયો એ જ વર્ષે 24 સપ્ટેમ્બર 2002ના દિવસે મુર્તઝા હાફિઝ યાસીન અશરફ અલી તથા મોહમ્મદ ફારૂક નામના બે નરાધમોએ ગાંધીનગરના પવિત્ર અક્ષરધામ મંદિર પર હુમલો કરીને 30 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી જેમાં એક કમાન્ડો તથા બે પોલીસ અફસરો પણ આ રાક્ષસોનો સામનો કરવામાં શહીદ થયા. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ ડબ્બાની આગ હજુ ઠરી નહોતી ને સાત જ મહિનામાં ગુજરાતની હિન્દુ પ્રજા પર આ બીજો મોટો પ્રહાર—સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને જ નહીં રાજ્યના તમામ હિન્દુઓને ઉશ્કેરીને ગુજરાત ફરી એક વાર રમખાણગ્રસ્ત થાય એવા ષડયંત્રને સીએમ મોદીએ નાકામિયાબ બનાવ્યું. મોદીની વિનંતીથી ખુદ પ્રમુખ સ્વામીએ તાબડતોબ ટીવી પર લાઇવ આવીને સૌને શાંતિ રાખવાની વિનંતી કરી. આ બાજુ ખુદ મોદીએ (તેઓ ગુજરાતના ગૃહમંત્રી હતા અને અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા) પોલીસતંત્રને સાબદું કરીને એક પણ રમખાણ ન થવા દીધું. પોલીસની તાબડતોબ અને સઘન તપાસ પછી આતંકવાદીઓને સાથ આપનારાઓમાં જે પકડાયા તેમાંથી સેશન્સ કોર્ટમાં ત્રણને ફાંસીની સજા થઈ બેને જનમટીપ થઈ, એકને દસ વર્ષની અને બીજા એકને પાંચ વર્ષની સજા થઈ.

ગુજરાત હાઇકોર્ટે ત્રણની ફાંસી તથા ત્રણની જેલની સજા બહાલ રાખી પણ 2014ના મેમાં (મોદી વડાપ્રધાન બન્યા તેના દસ જ દિવસ પહેલાં) સુપ્રીમ કોર્ટના બે આદરણીય, માનનીય અને પ્રાતઃ સ્મરણીય જસ્ટિસોની બૅન્ચ ( શ્રી શ્રી એ.કે. નાઇક તથા શ્રી શ્રી વેન્કટ ગોપાલ ગૌડા)એ છએ છ મુસ્લિમ ગુનેગારોને નિર્દોષ ગણીને છોડી દીધા. ફાંસીવાળા ત્રણ સહિત-છએ છને છોડી દીધા! કૉન્ગ્રેસની બોલબાલાના એ દિવસો હતા જે આ ચુકાદો આવ્યાના દોઢ જ સપ્તાહમાં આથમી ગયા.

ભારતના ન્યાયતંત્રને ખોખલું કરનાર અને જજસાહેબો પાસે જીહજૂરી કરાવવાની કૉન્ગ્રેસી પરંપરા ઈન્દિરા ગાંધીથી ચાલી આવે છે. ન્યાયતંત્રની પવિત્રતાને પપ્પુની નાની કેટલું માન આપતાં તેનો ઇતિહાસ ‘૭૫ની ઇમરજન્સી વિશે જાણનારા સૌ કોઈને ખબર છે. કૉન્ગ્રેસી સત્તાધારીઓ, કૉન્ગ્રેસી વકીલો અને કૉન્ગ્રેસી રાજકારણીઓએ ભારતના ન્યાયતંત્રનો તેમ જ ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓનો કેવો અને કેટલો દુરૂપયોગ કર્યો છે તેના વિશે કૂમી કપૂર જેવાં સુપ્રસિદ્ધ પત્રકારની કલમે એક આખું દળદાર પુસ્તક લખાયું છે. જરૂર વાંચજો. આ લોકો અફઝલ ગુરુ અને યાકુબ મેમણ જેવા આતંકવાદીઓ માટે અડધી રાતે બે વાગ્યે સુપ્રીમ કોર્ટના જજસાહેબોને અદાલતનાં બારણાં ખોલવાની ફરજ પાડતા.

ખેર.

2008ની 26મી જુલાઈએ ગુજરાત પાછું હચમચી ઊઠ્યું. અમદાવાદમાં 22 ઠેકાણે સાંજે માત્ર એક કલાકના ગાળામાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા અને 56 નિર્દોષનાં મોત થયાં. આ વખતે પણ મોદી-અમિતભાઈએ પોલીસતંત્રની સહાયથી જે કામ કર્યું તે નેત્રદીપક હતું. એક પણ જગ્યાએ રમખાણો ન થયાં. બેઉ મહાનુભાવોએ બાહોશ અફસરોના માથે બેસીને એવી જડબેસલાક પોલીસ તપાસ કરાવી કે તમને આશ્ચર્ય થાય એ રીતે એક પછી એક આરોપીઓ પકડાતા ગયા. સૌની સામે કેસ ચાલ્યા. બૉમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ જેટલું મેટિક્યુલસ પ્લાનિંગ કર્યું હતું એના કરતાં દસગણી કાળજીથી દરેકે દરેક આરોપી સામે કોર્ટમાં કેસ ચાલ્યા. દસ દિવસ પહેલાં જ એનો ચુકાદો આવ્યો. 38 આતંકવાદીઓને ફાંસીની સજા થઈ. કોઈ એક કેસમાં આટલા મોટા પ્રમાણમાં આરોપીઓ પકડાયા હોય, ગુનેગાર પુરવા થયા હોય અને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય એવું ભારતમાં અગાઉ ક્યારેય નથી બન્યું. આ 38 ઉપરાંત બીજા 11ને જનમટીપ થઈ. અને આ જનમટીપ એટલે 14 વર્ષ પછી છૂટી જવાનું એવું નહીં, મરે ત્યાં સુધી જેલમાં સબડવાનું.

2008ના આ સિરિયલ બૉમ્બ પ્લાસ્ટ પછી અમદાવાદમાં (કે ગુજરાતમાં બીજે ક્યાંય) રમખાણો નથી થતા અને વૉટરટાઇટ ઇન્વેસ્ટિગેશનના પરિણામે આટલા મોટા પ્રમાણમાં આતંકવાદીઓ પકડાય છે, એમને સજા થાય છે એ બધાનો જશ બીજા ઘણાઓને જાય છે પણ સૌથી પહેલો જશ મોદીને.

કોઈ કહેશે કે તેર-તેર વર્ષ સુધી કેસ ચાલે, ચુકાદો ન આવે એવી કેવી કાનૂની વ્યવસ્થા?

ન્યાયતંત્રની આ વ્યવસ્થા કંઈ મોદીએ નથી ગોઠવી. પપ્પુના પૂર્વજોની આ દેણ છે. 2014 પછી મોદીએ અરુણ જેટલીનો સાથ લઈને તેમ જ એ પછી જેટલીના અનુગામીઓનો સહકાર લઈને ભારતીય ન્યાયતંત્રની ખામીઓ દૂર કરીને એને વધુ અસરકારક બનાવી છે. અને હવે આ વર્ષના જૂન મહિનાથી ઇન્ડિયન પીનલ કોડ (આઇ.પી.સી.)માં ધરખમ ફેરફારો સાથેની નવી કાનૂન પ્રણાલિ અમલમાં આવા રહી છે. મોદીનાં આ અને આવાં અનેક પગલાંઓનાં ફળ હવે પછીનાં વર્ષોમાં તમને ચાખવા મળશે.

મોદી દિલ્હીમાં બેઠાં બેઠાં શું કરે છે – એવું તો ભૂલેચૂકેય પૂછતા જ નહીં. મોદી કેમ આ નથી કરતા અને મોદી કેમ તે નથી કરતા એવી ફરિયાદો કરવાની જો તમને ટેવ પડી ગઈ હોય તો ખબરદાર, તમારી આ ટેવ જો વ્યાપક બની અને કોરોનાની જેમ ફેલાઈ તો 2024માં તમારો પપ્પુ જોકર અને કરપ્ટ કેજરી રાજગાદીએ આવશે. મોદી તો જતા રહેશે હિમાલય. તમે માથે હાથ મૂકીને બેઠાં બેઠાં રડતા રહેજો.

મોદી વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ કે આરએસએસ વિરુદ્ધ જે પ્રચાર થતો રહે છે તે વાસ્તવમાં એમની સામે નહીં પણ તમારા અસ્તિત્વ સામેનું કાવતરું છે. તમારાં સંતાનો જ્યારે પોતપોતાનું આયુષ્ય પૂરું કરે ત્યારે અગ્નિદાહ આપીને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે અને એમને દફનાવવામાં ન આવે એવો ભારત દેશ જોઈતો હોય તો 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી મોદીએ જે જે સેક્રિફાઇસ આપ્યા છે, આ દેશ માટે – આજની તારીખેય જેઓ આપણા સૌના કરતાં વધારે કલાક કામ કરી રહ્યા છે આ દેશને વધુને વધુ આગળ લાવવા માટે, તે બધું જ યાદ રાખજો.

ભારત દેશની રખેવાળી કરવા દરેક યુગે કોઈને કોઈ મહાપુરુષે જન્મ લેવો પડ્યો છે. ભારતના આ સૌથી કપરા કાળમાં મોદીએ જન્મ લીધો છે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. 1 little correction : મોદી સાહેબની વિનંતીથી પ્રમુખ સ્વામીએ શાંતિની અપીલ નહોતી કરી. એ અપીલ એમણે સ્વતંત્ર થકા કરેલી; જે “Akshardham Response” તરીકે પ્રસિદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here